માં - તું જ મારુ સર્વસ્વ MHP દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માં - તું જ મારુ સર્વસ્વ

માં આ એક જ શબ્દ આસપાસ આજે મારી દુનિયા રચાઈ ગઈ છે. તે મને જન્મ આપ્યો, મોટી કરી, સમજણ આપી અને મારી યુવાની મા હું તને કહેતી થઈ કે તું મને સમજતી જ નથી, તને ખબર ના પડે, બસ તું જ મને આઝાદી નથી આપતી પણ જ્યારે મારા જીવન મા બનેલા એક ખરાબ પ્રસંગે તે કીધુ કે "હું મારી દીકરી ની સાથે છું દુનિયા ને જે કહેવું હોય તે કહે" બસ આ એક જ શબ્દ એ મને તારું મહત્ત્વ સમજાવી દીધું. 

        મારા લગ્ન સમયે તું સામે નહોતી આવતી કે ક્યાંક હું ઢીલી ના પડી જઉં. વિદાય સમયે તું મળવા નહોતી આવતી કે મને જતી જોવાની હિમ્મત ના કેળવવી પડે. વિદાય સમયે જ્યારે તે એમ કીધું કે કાલે સવારે ચા નાસ્તો બનાવા આઈ જજે ત્યારે મને એમ થયું કે હંમેશા માટે તારી સાથે જ રહી જાઉં; મા આ દુનિયા ના રિવાજો કેમ આવા હશે મને ક્યારેય નથી સમજાયું કે કેમ છોકરી ને જ પોતાનું ઘર છોડવાનું કેમ છોકરા ને નહીં. લગ્ન પછી અલગ રાજ્ય મા રહેવા છતાં પણ આપણી માં-દીકરી ની લાગણી મા ક્યારેય ઓટ નથી આવી. દરિયા મા પણ ભરતી ઓટ આવતી રહે છે પણ તારી લાગણી મા ક્યારેય નથી આવી કે નહીં આવે. 

       આજે હું ઘર ના બધા માટે માટે રસોઈ બનાવું છું પણ તારા હાથ ની રસોઈ નો સ્વાદ મને મળતો જ નથી. હવે મારા જન્મદિવસ પર મારૂ favourite જમવાનું કોઈ નથી બનાવતું કારણ કે હવે બધું મારે જ બનાવું પડે છે. માં હવે તારા હાથ ની રસોઈ બહુ જ મિસ કરું છું. આંખ મા આંસુ આઈ ગયા જ્યારે મારો મનપસંદ તારા હાથ નો બનાવેલો ગાજર નો હલવો કુરિયર દ્વારા આવ્યો ત્યારે એ ગરમ નહોતો પણ સ્વાદ, સુગંધ અને લાગણી આજે પણ અકબંધ હતા.જયારે પણ અમદાવાદ થી કોઈ આવતું હોય તો તું અચૂક મારી માટે કંઈક તો મોકલાવતી જ રહે છે; એમાં તારો ભરપૂર પ્રેમ હોય છે.

      દિલ થી માફી માગુ છું કારણ કે માં આજે તારી ફરિયાદ અને ગુસ્સો મને સમજાય છે કે એ તો તારી લાગણી અને કાળજી હતી. અમારી કાળજી લેવામાં તે ક્યારેય તારી કાળજી નથી લીધી હવે થોડી તારી કાળજી પણ લઈ લે, હવે તારા માટે પણ જીવી લે. હું ક્યારેય તને નથી કહી શકી પણ હું તને બહુ જ મીસ કરું છુ. હું એક પણ દિવસ તારી સાથે વાત ના કરું તો મને એમ થાય છે કે જાણે કંઈક ખૂટયા જ કરે છે. તારા અવાજ માત્ર થી મારા મોઢા પર smile આવી જાય છે.

       આ શબ્દો કહીને તારા દિલ ને ઠેસ પહોંચાડવા નથી માંગતી પણ કરી શકુ તો તારો આભાર વ્યક્ત કરવા છું.THANK YOU MUMMY તારી જ શિખવાડેલી કાળજી, માન, રસોઈ, રિવાજો, પરખ, સમજણ,… થી આજે મારી સાસરી મા મારુ માન છે, પણ ખરાં અર્થ મા એ તારું માન છે.મને જયારે કોઈ એમ કહે કે તારી માં જેવી છે ત્યારે લાગે છે કે હું સૌથી નસીબદાર દીકરી છું.

        I LOVE YOU MAA મારી સાચી સહેલી અને માર્ગદર્શક બનવા માટે, મને દુનિયા મા સૌથી વધારે પ્રેમ કરવા માટે, મારી ભૂલો ની અવગણના કરી ને તારા વિશાળ હદય મા સ્થાન આપવા માટે. "તું મહાન છે માં" હું ઈશ્વર ને પ્રાર્થના કરીશ કે દરેક જન્મ માં તને જ મારી માં બનાવે કારણ કે "જનની ની જોડ સખી નહીં જડે રે લોલ."