બડે પાપા - નવલકથા - પ્રકરણ - ૧૩ Ramesh Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બડે પાપા - નવલકથા - પ્રકરણ - ૧૩

૧૫ દિવસ બાદ અનિકેત ઑફિસનું કામ પટાવી સ્વદેશ પાછો આવવાનો હતો .તે આવે કે તરતજ સુહાની તેની જોડે પરણવાની હતી . લગ્ન પછી તે દૂર ચાલી જશે . તે વિચાર સત્યમને સતત પરેશાન કરી રહ્યો હતો . કલ્પના પટ પર તો તેણે કેટલી વાર સુહાનીને પરણાવી દીધી હતી અને વિદાયની કલ્પના કરી રોયો પણ હતો . હર વખતે તેની આંખો સામે વિદાયની છબી તરી આવતી હતી . સુહાનીને છાતીએ વળગાડી વિદાય આપતા તેની આંખો છલકાઈ ઉઠતી હતી . દર વખતે એક ગીત તેના હોઠે ગૂંજતું રહેતું હતું :

બાબુલ કી દુવાયે લેતી જા  , 
જા તુઝ કો સુખી સંસાર મિi લે , 
મૈકે કી કભી ના યાદ આયે , 

સસુરાલ મેં ઇતના પ્યાર મિલે , 

નિર્ધારિત સમયે સુહાનીના લગ્ન પણ થઈ ગયા અને તેની વિદાયની ઘડી પણ આવી લાગી . તે ઘડીએ સત્યમના આંસૂ ખૂટતા નહોતા .

હોલ માં મ્યૂજ઼િક સિસ્ટમ જાણે તેના ભાવોને વાચા દઈ રહ્યું હતું .

 બીતે તેરે જીવન કી ઘડિયા ,
આરામ કી ઠંડી છાવો મેઁ , 
કાંટા ભી ના છૂને પાયે કભી 
મેરી લાડલી તેરે પાઓ મેઁ 

સુહાનીની વિદાયથી સત્યમના હૈયે શૂન્યાવકાશ છવાઈ ગયો હતો . 

તેની સાસુએ હજી પણ સુહાની સાથેના નિષ્પાપ તેમજ નિર્વ્યાજ સમ્બંધને માન્યતા આપી નહોતી પણ સુહાનીની નણંદે તેમના સમ્બંધને ઉમળકાભેર વધાવી લઈ સત્યમને નૈતિક ટેકો આપ્યો હતો . સત્યમે તેને ભાવ ભીની અરજ કરી હતી :

' સુહાની હવે 
તમારા ઘરની વહું છે . ઘરની શોભા છે તમે સુહાનીને નાની બહેનની માફક સાચવજો .

આ લગ્નમાં આનંદી બહેન પણ હાજર હતાં . તેમણે બધાના દેખતા જ સુહાની અને સત્યમ વિશે અભદ્ર ટકોર કરી હતી .ત્યારે સત્યમને ઘણો જ ગુસ્સો આવ્યો હતો . પણ તેણે ગુસ્સો ગળી જઈ તેમની વાત પર ધ્યાન આપ્યું નહોતું . તે વખતે તેની આંખો સામે એક દ્રશ્ય નર્તન કરી રહ્યું હતું .

તેની તબિયત સારી નહોતી ત્યારે આ જ આનંદી બહેને તેને છાતીએ વળગાડી સાંત્વન આપ્યું હતું , તેના આંસૂ પણ લૂછ્યા હતાં .આજ આનંદી બહેનને બહુ જલ્દી લલિતા બહેનનો રંગ લાગી ગયો  
 હતો . તેઓ લલિતા બહેનની પંગતમાં બેસી ગયાં હતાં ! 

અનિકેતે તેમની ટકોર સુણી હતી . પણ તે આનંદી બહેનને બરાબર ઓળખતો હતો . આ જ કારણે તે મૂંગો રહ્યો હતો અને આંખોની ભાષામાં સત્યમને પણ સમજાવી દીધું હતું . અનિકેતને તેના પર દ્રઢ વિશ્વાસ હતો . આ તેને મન બહુ જ મોટો પુરસ્કાર હતો ..

લગ્ન પછીની ના જાણે કેટલીય રાતો સત્યમ સુખ ચેનની નીંદર લેવા પામ્યો નહોતો . સુહાની સાથે ગાળેલી પ્રત્યેક ક્ષણનું રિકેપ એક ફિલ્મની માફક તેની આંખો સમક્ષ નર્તન કરતું હતું . સુહાનીના લગ્નની રાતે તેની આંખો સામે હસમુખના ઘરમાં ઘટેલી સઘળી નર્તન કરી  રહી હતી .

હસમુખના ઘરેથી પાછા ફર્યાને બીજે દિવસે સાંજના સુહાનીનો ફોન આવ્યો હતો .

' ગુડ મૉર્નિંગ મોટા ભાઈ ! ' 

સત્યમે પોતાના કાંડે ઘડિયાળ પહેરતા તેનું અભિવાદન કર્યું હતું .

'  ગુડ મૉર્નિંગ !  માય સ્વીટ સિસ્ટર ! !  બોલ શું વાત છે ? ' 

'  મેઁ મારો વાયદો નિભાવ્યો છે . હવે તમારે તમારો વાયદો નિભાવવાનો છે .બસ તેની યાદ અપાવવા જ ફોન કર્યો છે ! ' 

સત્યમે સિગારેટ પીવાનું બંધ કરી દીધું હતું . એક ક્ષણ માટે તેને સુહાનીને કહેવાનું મન થઈ આવ્યું હતું . છતાં તેણે પોતાની લાગણી પર કાબૂ રાખી ચુપ રહેવાનું મુનાસિબ ગણ્યું હતું . આ અગાઉ તેણે કેટલી વાર સિગારેટ છોડી દેવાનો નિર્ણય કર્યો હતો અને તેને ચુસ્ત રીતે પાળ્યો પણ હતો .ગીતા બહેન આગળ તેણે સિગારેટ ના પીવાના શપથ સુદ્ધા લીધા હતાં છતાં તેણે સિગારેટ પીવાનું ફરીથી શરૂ કર્યું હતું . તેને  ખુદ પોતાની જાત પર ભરોસો નહોતો . આ કારણે તેણે ચુપ રહેવાનું પસંદ કર્યું હતું .

સુહાનીએ એકાએક સત્યમને સવાલ કર્યો હતો .

' મોટા ભાઈ ! તમને મારા પર વિશ્વાસ છે ને ? ' 

' કેમ મા





મારી 


 વહાલી બેનડીને આવો સવાલ કરવો પડ્ય ?  મને મારી જાત કરતા પણ તારા પર વિશ્વાસ છે ! ' 

' જીજુ !  મારો વિશ્વાસ કરજો . પણ મારી દુર્દશા કરવા માટે હસમુખ કેમ જવાબદાર થઈ ગયો ? '
' હજી ઘણી બધી છૂટી પડી ગયેલી કડીઓ ભેગી કરી આપણે સત્યને શોધવાનું છે !  હું બહું જલ્દી સત્યની નજીક પહોંચી જઈશ !  હાલમાં તો શ્રદ્ધા અને સબૂરી તે જ વિકલ્પ આપણી પાસે બચ્યો છે ! સત્યનો નિયમ છે તે આકાશ ફાડીને પણ બહાર આવે છે .એક ના એક દિવસ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ રહેશે !  ' 

મારી મોટી બહેન જોડે વાત કરાવશો ? ' 

' એક મિનિટ ! '  કહી સત્યમે નિરાલીને સાદ દીધો . અને બંને બહેનો વચ્ચે વાર્તાલાપ શરૂ થઈ ગયો .

' હા બોલ સુહાની શું વાત છે ?  ' 

'  મોટી બહેન ! આજ પછી તું મારા જિજુને દોષિત માની દુખી ના થઈશ .હકીકતમાં તેઓ ભગવાનનું માણસ છે .  તેમનામા એક માખી મારવાની હામ નથી . એ અજાણતામાં પણ કોઈને દુઃખી કરવાનો વિચાર પણ મનમાં આણે તેવા નથી .હસમુખે પોતાની જાતને નિર્દોષ સાબિત કરવા જીજુની એક નબળાઈને હથિયાર બનાવી તને ભરમાવવાની ગંદી ચેષ્ટા કરી પોતાની જાત બતાવી દીધી  છે .. જીજુ બિલકુલ સરળ , ભોળા તેમજ સમ્વેદનશીલ છે . તેમના હૈયે લાગણીનો અગાધ દરિયો ઉભરાઇ રહ્યો છે . તેઓ ખૂબ જ આસાનીથી કોઈના બે મીઠાં બોલ સુણી પીગળી જાયછે . તેને પ્રેમ સમજવાની ભૂલ કરી તે વ્યકતિને પ્રેમ કરવા લાગી જાય છે . મારા કિસ્સામાં પણ તેમણે આવી જ કોઈ ભૂલ કરી ધાંધિયા થઈ મને કહી દીધું હતું ..' 

' હું બીજી છોકરીને પ્રેમ કરું છું !  '

' બીજી વાર
 મને બહાર બોલાવી ખુલાસો કર્યો  . '
હતો .

'  એ છોકરી તું જ છે ! '

તેમને પોતાની ભૂલનો અહેસાસ હતો . તેઓ પોતે જાણતા હતાં . પ્રેમના વહેણને રોકવું ઘણું જ વિકટ કાર્ય છે ..આથી પ્રેમનું વહેણ બદલવાની કોશિશમાં તેમણે મને અપીલ કરી હતી : '

' તું મને મોટા ભાઈ કહીને બોલાવજે . મને રાખડી બાંધજે .' 

તેમણે પોતાની રાહ બદલવાની કોશિશ કરી હતી . પણ આપણી માં ને આ બદલ વાંધો હતો . તેમણે ખલનાયિકાની ભૂમિકા અદા કરી હતી 

'  બનેવીને રાખડી ના બંધાય ! ' 

' થોડા દિવસ પહેલાંની પોતાની જ વાત સામે આપણી માતાએ વિરોધાભાસી વાત  કરી હતી ! ' 
'  સ્ત્રી હર કોઈને અરે તેના પતિને પણ રાખડી બાંધી શકે છે !  ' 

'  ભગવાને તેમને મજાનો ધર્મ ભાઈ બક્ષ્યો હતો જેને તેમણે પોતાની હવસની આગમાં ઝોંકી દીધો હતો ..    તે ભલા ભાઈ બહેનને લાગણી શું  સમજવાના ?  ' 
  
'  લોકો તો ત્યાં સુધી વાત કરે છે !  સુહાની તેમના પાપની નિશાની છે . તમે દુનિયાને લાખ છેતરી લ્યો . પણ કુદરતને ક્યા સુધી છેતરી શકો તમારા બંનેના ચહેરાની સામ્યતા આ વાતની ઊઘાડે છોગ ચાડી ખાય છે . ' 

'  મોટી બહેન હું બધું જાણું છું . હવે આટલા વર્ષે દાટેલા મડદા ખોદવાનો શું મતલબ છે . ? ' 

' આટલી ઉંમરે પણ હજી સુધી તેમની સાન ઠેકાણે આવી નથી . કહેવાય છે મરતા પહેલા હર કોઈને પોતાના પાપો વિશે , કરેલા ગલત કામો બદલ અફસોસ થાય છે . હવે જોઈએ આપણી મા ની આંખો ક્યારે ખુલે છે ? ! ' 

' મોટી બહેન ગઈ કાલે જે કંઈ થયું તે સારું જ થયું . હસમુખના વર્તને મારી આંખો ખોલી દીધી . અમે સાળી બનેવીએ એકમેકને કોલ આપ્યા છે ?  ' 

'  શું વાત છે ?  એવા તે ક્યા કોલ આપ્યા છે ? ' 

' હું જીજુને હવે પછી મોટા ભાઈ કહીને બોલાવીશ અને તેઓએ સિગારેટ ના પીવાનો વાયદો કર્યો છે !  ' 

'  આ તો ઘણી જ સારી વાત કહેવાય . 
મોટી બહેન મારી નાદાનીને કારણે તેમને ઘણું જ વેઠવું પડ્યું છે જેને કારણે તને પણ મે ખુબજ તકલીફ આપી છે . પ્લીઝ !  મને મને માફ કરી દે જે !  
' સુહાની તું ચિંતા ના કર . જાગ્યા ત્યારથી સવાર ! ' 

' ચાલ મોટી બહેન હું લાઇન મૂકું છું . હસમુખે અમારા ઘરે પહોંચતા પહેલાં જ સારો હવાલો આપણી મા અને મોટી મમ્મીને પહોંચાડી દીધો હતો ! ' 

'  હું તો તેને બરાબર ઓળખતી હતી . મે તારા જિજુને ચેતવવાની ઘણી જ કોશિશ કરી હતી પણ તેમણે હસમુખ પર આંધળો વિશ્વાસ મૂકી દીધો હતો જેને કારણે ઘણું બધું આડુ
વેતરાઈ ગયુ હતું . મને તો તારા બળાત્કારના મામલે તેનો કોઈ હાથ છે એવું લાગ્યા કરે છે !  ' 

' મોટી બહેન !  તું ફિકર ના કર મારા જીજુ કમ.અને મોટા ભાઈ વધારે એવા તારા પતિ દેવે મને તેની પાછળની સચ્ચાઈ ગોતી કાઢવાની ખાતરી આપી છે !  ' 

' તારા જીજુની એક વાત મને ખુબજ ગમે છે . તેઓ જે ધારે છે તે કરીને જ જંપ મેળવે છે . ' 


' ચલો બાય ! અવર નવાર ફોન પર વાતો કરતા રહીશું ! ' 

અને બંને છેડે લાઈન કપાઈ ગઈ .
                ooooooooooooooooooo

લગ્ન બાદ પગ ફેરા માટે સુહાની તેના પિયર આવી હતી .તેની સત્યમને જાણ હતી . એટલે સત્યમ તેને મળવા પોતાને સાસરે ગયો હતો . ત્યારે તેના સાસુએ એક અઘટિત વાત કરી હતી . સામ્ભળી સત્યમનું મૂડ ખરાબ થઈ ગયુ હતું .:

' અનિકેત સુહાનીને કદી તારા ઘરે નહીં મોકલાવે ! ' 

અનિકેત અને સત્યમ વચ્ચે ખાસ્સી સારી ઓળખ હતી . બંને એકમેકને મિત્રો ગણતા હતાં . આ વાત તેના સાસુને એક આંખ પણ પસંદ નહોતી .સત્યમને મન તે એક નાનો ભાઈ હતો . તેનું એક સ્વપ્ન હતું . સુહાનીનો પતિ તેનો નાનો ભાઈ બનીને રહેશે !  અને તેનું આ સ્વપ્ન સાકાર થવાની સત્યમને ખાતરી થઈ રહી હતી .

સત્યમ એક લેખક હતો અને અનિકેતને કારણે જ તેણે સાહિત્યની દુનિયામાં પહેવહેલો પગ મેલ્યો હતો .જોગાનુજોગ તેની પહેલી વાર્તા એ જ દિવસોમાં પ્રસિદ્ધ થઈ હતી જ્યારે તે સુહાનીનો પતિ બની તેના ગર્ભ નિકાલ માટે હોસ્પિટલ ગયો હતો ..

સાસુના શબ્દો સતત સત્યમના કાનમાં ગુંજી રહ્યા હતાં ..

પણ આ સ્થિતિમાં અનિકેતની બહેનના શબ્દો તેને રાહત આપી રહ્યાં હતાં .

'  સત્યમ ભાઈ !  હું જાણું છું . સુહાની તમારી સાળી નહીં પણ બહેન છે .તમે ફાવે ત્યારે તેને મળવા અમારે ઘરે આવી શકો છો !  ' 


સુહાનીના લગ્ન બાદ સત્યમ વધારે પડતો તેની અન્ય સાળી તૃષાલી જોડે વધારે ઇન્વૉલ્વ્ડ થઈ ગયો હતો .તે બિલકુલ પોતાની માતાના નક્શે કદમ પર ચાલી રહી હતી . પ્રેમના નામે તે પણ એક સાથે બે છોકરા સાથે પ્રેમના વહાણ ચલવી રહી હતી .સત્યમ આમ તો તેની સાથે વધારે વાત કરતો નહોતો .
પણ તે સતત પોતાના જીજુ જોડે ઇન્ટિમેટ થવાની કોશિશ કરતી હતી . તે સત્યમ સાથે વધારે છૂટથી વર્તતી હતી . તેને જોઈ સત્યમના ઑફિસના મિત્રે ટકોર કરી હતી ..

' આઈ થિંક શી લાઇક્સ યુ . તે તને પ્રેમ કરે છે !  ' 

સત્યમને આ વાતનો ભરોસો નહોતો . પણ તેનું બેફામ વર્તન આ વાતની ચાડી ખાતું હતું .છતાં સત્યમ ચુપ રહેતો હતો .એક બનેવીના નાતે તેની જોડે મજાક મસ્તી કરતો હતો , શારીરિક છૂટછાટ પણ લેતો હતો .

ના જાણે તેને પોતાના જીજુ પ્રત્યે શાનું આકર્ષણ હતું ? 

સમય પસાર થાતા તેના પણ લગ્ન થઈ ગયાં હતાં . લગ્ન પહેલા બે છોકરા સાથેની તેની અફ્ફૈરમા સોસાઇટીના અધ્યક્ષ ભગવાનજી  ભાઈનો વંઠેલ , ટપોરી ટાઇપ છોકરો લાલૂ હતો .તૃષાલી એક તરફ તેને પ્રેમ કરવાનો દાવો કરતી હતીlતો બીજી તરફ સામેના બિલ્ડિંગમાં રહેતા
ઉધ્યોગ પતિના નબીરા સંજય જોડે પણ પ્રણય ફાગ ખેલી રહી હતી .

લાલુ માટે સમાજમાં જેટલા મોઢા એટલી વાતો થતી હતી .તે કેવળ તૃષાલીને મોજ મજાનું સાધન માનતો હતો .તે આ વાતનો ઢિંઢોરો પણ પીટતો હતો .સત્યમ તેને સારી રીતે ઓળખતો હતો . તે ખુલે આમ વધે કહેતો ફરતો હતો .

' હું ઘડીના પલકારામાં તૃષાલીને પ્રેગ્નન્ટ કરી નાખીશ !  ' 


તે ખાસ ભણ્યો પણ નહોતો . તેની સરખામણીમાં સંજય લાખ દર્જે સારો હતો .તૃષાલી માટે તે બધી રીતે સારો હતો .પણ લલિતા બહેનને તે બદલ શું વાંધો હતો ?  ક્યોં પૂર્વગ્રહ હતો ?  સંજયને ખુદ ચાર ભાઈઓ હતાં . ત્રણ તેનાથી મોટા હતાં અને એક નાનો હતો .ત્રણે મોટા ભાઈના લગ્ન થઈ ગયા હતાં . તેમણે બિલ્ડિંગમાં જ રહેતી છોકરીઓ જોડે લગ્ન કર્યા હતાં !  ત્રણે વહુઓ સાધન સમ્પન્ન પરિવારની છોકરીઓ હતી .સમાજમાં તેમની શાખ  હતી .આબરૂ પ્રતિષ્ઠા હતી . આટલે માટે જ સત્યમે તૃષાલીને સંજય જોડે પરણાવવાની હિમાયત કરી હતી . પણ લલિતા બહેનની જીદ હતી . તેઓ પોતાના સઘળા સંતાનોને પોતાની રીતે જ પરણાવવા માંગતા હતાં . તેના શબ્દોને તેમણે ખૂબ જ આસાનીથી વિસારી દીધા હતા .


' સંજય ભણેલો ગણેલો હોશિયાર ,, સારા પરિવારનો સંસ્કારી પુત્ર છે . લાખોપતિની બિરાદરીમાં આગવું સ્થાન ધરાવે છે . તૃષાલીને આનાથી વધારે સારો છોકરો નહીં મળે !  ' 

પણ મતલબ પરસ્ત લલિતા બહેનના ગળે આ વાત ઉતરતી નહોતી .. નિરાલીના કિસ્સામાં તેમણે ખુલ્લી આંખે થાપ ખાધી હતી . આ વાત તેઓ કેમેય પચાવી શક્યા નહોતા . તેમણે મનોમન ગાંઠ વાળી લીધી હતી .તેઓ બાકીના છોકરા છોકરીના લગ્ન પોતાની મરજી મુજબ જ કરશે . એટલે માટે જ તેમણે સંજયના નામે સામે ચોકડી મૂકતાં તેમને તૃષાલીને  ફરમાન કર્યું હતું .

પોતાની માતાની હિટલર શાહી હરકત જોઈને તૃષાલીના હ્રદયમાં વિદ્રોહની આગ ભડકી ઉઠી હતી .છતાં તેની પાસે તેની માતા વિરુદ્ધ જવાની તાકાત કે હિમ્મત નહોતી .તેણે માતાને વાયદો આપ્યો હતો .
'  હું સંજયને છોડી દઈશ ! ' 

પરિવારના અન્ય સદસ્યો પણ તૃષાલી ના પ્રણય પ્રકરણથી નારાજ હતાં .બંને પ્રેમીઓ વચ્ચે અટવાયેલી તૃષાલીના પ્રેમમાં કોઈ જ ઉંડાણ નહોતું .

તેના પરાગ કાકા  પરિવારના એક માત્ર શુભ ચિંતક હતાં તેઓ અત્યંત લાગણી પ્રધાન હતાં . બહેન માટે કંઈ પણ કરવા તૈયાર હતાં . તેઓ પિતરાઈ ભાઈ હોવા  છતાં તેઓ લલિતા બહેન પ્રત્યેક અઢળક લાગણી ધરાવતા હતાં . પણ તેમને કોઈ જ પડી નહોતી ! તેમણે પણ તૃષાલીને મના કરી હતી : ' સંજયને નહીં મળતી . ' 

અને તૃષાલીએ  કાકાને પણ વાયદો કર્યો હતો .

પણ તેમની વચ્ચેની અફ્ફૈર ચાલું હતી . સુહાનીના લગ્નના દિવસે સત્યમે બંનેને સાથે નિહાળ્યા હતાં . પરાગ કાકા એ જ વિચારમાં રાચતા હતાં .તૃષાલીએ તેમની વાત માની લીધી હતી . સત્યમ તેમને અંધારામાં રાખવા માંગતો નહોતો .તેમણે જ્યારે તૃષાલીના વખાણ કર્યા  ત્યારે સત્યમ ચુપ ના રહી શક્યો તેણે બેધડક સચ્ચાઈ કાકાને બયાન કરી દીધી અને માં દીકરી બંને સત્યમથી નારાજ થઈ ગયાં ..


લલિતા બહેનને ઘરડી સ્ત્રી  મર્યાનો કોઈ રંજ નહોતો પણ જમ ઘર ભાળી ગયાનું તેમને વિશેષ દુઃખ થતું હતું .

સત્યમને તેમના વ્યવહારથી ઘણું જ દુખ થયું હતું .

થોડા જ દિવસમાં તૃષાલીની  સગાઈ થઈ ગઈ હતી .અને સત્યમે જાણી જોઈને તેની સગાઈમાં હાજરી આપી નહોતી :

તે છોકરાનું નામે સોમેશ્વર હતું . સત્યમ પહેલી વાર તેને મળ્યો હતો .

આ પહેલાં તૃષાલીની એક સગાઈ તૂટી ગઈ હતી . 

તેનું કારણ જાણી સત્યમ ચોંકી ઊઠ્યો હતો .

તૃષાલી પહેલી વાર તેના સાસરે ગઈ હતી . તેના સાસુ સસરા તેમજ સમગ્ર પરિવાર જૂનવાણી વિચાર ધારા ધરાવતું હતું . આ સ્થિતિમાં તેણે સોમેશ્વર સાથે સૂવાની જીદ પકડી હતી .આ હાલતમાં તેની સગાઈ ફોક થઈ ગઈ હતી .

સગાઈ તૂટવાનું કારણ જાણ્યા વિના લલિતા બહેને દોષનો સારો ટોપલો પરાગ કાકાના માથે મઢી દીધો હતો .લલિતા બહેનની વાત સામ્ભળી તેમને ઘણું જ દુઃખ થયું હતું . લલિતા બહેનની સોચ પર તેમને અફસોસ થયો હતો . તેણે લલિતા બહેન જોડે સમ્બન્ધ તોડી નાખ્યો હતો . પણ ગુમાની સ્વભાવ ધરાવતા લલિતા બહેનને કોઈ ની પડી નહોતી ..

લગ્નને દિવસે સત્યમે પહેલી વાર પોતાના સાઢૂં ભાઈ સોમેશ્વરનો ચહેરો નિહાળ્યો હતો . બંને વચ્ચે કોઈ સમ્વાદ સેતુ બંધાયો નહોતો . સોમેશ્વર વધારે કોઈની સાથે ભળતો નહોતો ..સત્યમને ના જાણે કેમ એવું લાગતું હતું . સોમેશ્વરે કોઈ અપરાધ કર્યો હતો .સત્યમ તેની કોઈ ઝંઝટ પોતાના શિરે ઓઢવા માંગતો નહોતો . તેથી તે તૃષાલી અને સોમેશ્વરથી દૂર રહેતો હતો . 

બીજે વર્ષે જ તૃષાલીએ એક બાળકને જન્મ આપ્યો હતો . તેના ચહેરા અને બાળકના ચહેરા વચ્ચે ખૂબ જ તફાવત હતો . તે જોઈ સત્યમના દિમાગમાં શંકાનો સાપ તરવરવા લાગ્યો હતો . બાળક અને તેના ભૂતપૂર્વ પ્રેમી લાલૂના ચહેરા વચ્ચે ઘણી જ સામ્યતા હતી . લાલૂ લગન બાદ તૃષાલીને મળવા તેના સાસરે જતો હતો . સોમેશ્વર તેમજ તેના માતપિતાએ તે બદલ કોઈ જ વાંધો ઉઠાવ્યો નહોતો ! 

તે લોકો શા માટે લાલૂને આટલો બધો ભાવ આપતા હતાં .

અને એક દિવસ સચ્ચાઈ તેની સામે .આવી ગઈ .

સામ્ભળી સત્યમ ચોંકી ઊઠ્યો .

         oooooooooooooo    ( ક્રમશ )