મિસ્ટર યાદ - ભાગ ૬ Chaudhari sandhya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મિસ્ટર યાદ - ભાગ ૬

આંખના પલકારા આજે પણ સ્તબ્ધ થઈ જાય છે... જ્યારે ભેટો ક્યાંક એમનો...
સ્મરણોમાં થઈ જાય છે...

દક્ષ આજે પણ મહેકને એટલું જ ચાહતો હતો.

     ન સમયની ગણતરી...ન પળોનો હિસાબ...લાગણી આજે પણ...તારાથી એટલી જ છે... અનહદ...બેહદ...બેહિસાબ...

   જ્યારે મહેકે ન તો ફોન રિસીવ કર્યો ન તો કોઈ મેસેજના રિપ્લાય આપ્યા ત્યારે પોતે મહેક પર કેવો ગુસ્સે થઈ ગયો હતો તે દક્ષને યાદ આવ્યું.

     દક્ષ અને મહેકની મૈત્રી દિવસે દિવસે વધતી હતી. એમ કરતા કરતા દિવાળી વેકેશન આવી ગયું. મહેક દિવાળી વેકેશન કરવા એની નાનીને ત્યાં જવાની હતી. દિવાળી વેકેશનમાં નાનીને ત્યાં બધા ભેગા થતા. મામાના અને માસીના છોકરા-છોકરી. બધા ખૂબ મસ્તી કરતા. આખુ ઘર ભર્યું ભર્યું લાગતું. મહેક અને એનો પરિવાર પહોંચી ગયા મામાને ત્યાં. 

     મહેકને બધાને મળીને ખૂબ આનંદ થયો. મહેક બધા સાથે વાત કરવામાં બિઝી થઈ ગઈ. સાંજે દક્ષે મહેકને મેસેજ કર્યો. મહેક તો થાકી ગઈ હતી એટલે જમીને જલ્દી સૂઈ ગઈ. સવારે મોબાઈલમાં જોયું તો દક્ષના આઠ-નવ મેસેજ હતા. મહેક મનોમન જ બોલી "Oh God દક્ષના આટલા બધા મેસેજ!!" મહેકે તરત જ દક્ષને Good morning નો મેસેજ કર્યો. 
પણ ગામડાનો વિસ્તાર હોવાથી નેટનો પ્રોમ્લેમ હતો. મહેક નાઈ ધોઈને ચા નાસ્તો કરી અગાશી પર ગઈ. માંડ માંડ થોડુ નેટ ચાલ્યું. મહેકનો મેસેજ દક્ષને મળી ગયો. મહેક દક્ષના મેસેજની રાહ જોવા લાગી. એટલામાં જ દક્ષના મામા-માસીના છોકરા યશ,શ્રેય,પ્રતિક અને છોકરી દિવ્યા,ઉર્મિ,મીતા,સેજલ મહેકને શોધતા શોધતા અગાશી ઉપર આવ્યા. 

યશ:- "આપણે આજે ડુંગર પર ફરવા જવાનું છે."

મીતા:- "હા બધા ભેગા થયા છે એટલે બહુ મઝા આવશે."

દિવ્યા:- "બોર અને આંબલી ખાવાની મઝા આવશે."

પ્રતિક:- "હા થોડો નાસ્તો લઈ લઈશું." 

મહેક:- "હા ચાલો...જમીને જઈએ. ડુંગર પરના મંદિરની બાજુમાં બાગ છે ત્યાં નાસ્તો કરીશું." 

    દક્ષને મહેક પર ગુસ્સો આવ્યો હતો. એટલે દક્ષે મેસેજ ન કર્યો. મહેકે વિચાર્યું કે 'દક્ષ બિઝી થઈ ગયો હશે. એમ પણ દરરોજ વાત કરવી જરૂરી થોડી છે. એવું તો બનવાનું નથી કે હું એને મેસેજ ન કરું તો એ રિસાઈ જાય. OH GOD મહેક તું તો એવી રીતના વિચારે છે કે જાણે તું એની ગર્લફ્રેન્ડ હોય..!! WAKE UP...મહેક Wake up...'

આટલા દિવસ સુધી દક્ષે મહેક સાથે વાત નહોતી કરી એટલે દક્ષ થોડો ગુસ્સે હતો.

થોડા દિવસ પછી કોલેજ શરૂ થાય છે. 

     મહેક કોલેજ પહોચે છે. મહેક,સ્વાતિ,કિંજલ કેન્ટીનમાં હોય છે. દક્ષ,કાર્તિક,કેશવ,અજય પણ કેન્ટીનમાં આવે છે. બધા એકબીજાને "Happy new year" કહે છે. મહેકે નોટીસ કર્યું કે દક્ષ થોડો ગુસ્સામાં છે. દક્ષ પાંચ જ મિનિટમાં કોઈ બહાનું કાઢીને ત્યાંથી નીકળી જાય છે. થોડીવાર પછી મહેકના મોબાઈલ પર દક્ષનો મેસેજ આવે છે "ચૂપચાપ કોઈ બહાનું બનાવી રિહર્સલ હોલમાં આવ...અત્યારે જ..."

    દક્ષનો મેસેજ જોઈ મહેક દક્ષને મળવા જાય છે. જેવી મહેક રિહર્સલ રૂમમાં જાય છે કે દક્ષ તરત જ દરવાજાની સ્ટોપર મારી દે છે. 

મહેક:- "દક્ષ શું વાત છે?"

"શું સમજે છે પોતાની જાતને? આટઆટલા મેસેજ કર્યા પણ એક રિપ્લાય નહિ. એટલી તો ક્યાં બિઝી થઈ ગઈ હતી?" દક્ષે અકળાઈને કહ્યું. 

મહેક:- "દક્ષ ત્યાં નેટવર્કનો પ્રોમ્બ્લેમ હતો."

દક્ષ:- "પ્રોમ્બ્લેમ My foot...નેટવર્કનું તો બસ બહાનું છે. હકીકતમાં તારે તો મારી સાથે વાત જ નથી કરવી."

મહેક:- "દક્ષ ત્યાં સાચે નેટનો પ્રોમ્બ્લેમ હતો." 

દક્ષ:- "ઑહ રિયલી? કોઈ તો જગ્યા હશે જ્યાંથી જ્યાં નેટવર્કનો પ્રોમ્બ્લેમ નહિ હશે."

મહેક:- "હા એવી જગ્યા છે પણ હું બિઝી થઈ ગઈ હતી. SORRY...અને શું થઈ ગયું જો આટલા દિવસ વાત ન કરી તો?"

દક્ષ:- "શું થઈ ગયું? રાતોની રાતો ઊંઘી નથી શક્યો...કેટલો બેચેન થઈ ગયો હતો તારા માટે...કલાકો સુધી મોબાઈલ જોઈને બેસી રહ્યો હતો કે હમણાં તારો ફોન આવશે...હમણાં તારો મેસેજ આવશે...મેસેજની ટોન સંભળાય એટલે દરેક વખતે એમ થતું કે મહેકનો મેસેજ આવ્યો હશે...તારા એક મેસેજની રાહ જોતા જોતા હું પાગલોની જેમ વર્તન કરી રહ્યો હતો અને તું કહે છે કે શું થઈ ગયું?"

દક્ષ ખૂબ ગુસ્સામાં હતો. 

મહેક:- "દક્ષ હવે તો હું આવી ગઈ છું. પણ મને નહોતી ખબર કે તું આટલો ગુસ્સે થઈ જઈશ.
થોડા દિવસની જ તો વાત હતી." 

દક્ષ:- "તને ખબર છે મારા પર શું વીતી રહી છે?"

મહેક:- "હું તને એ જ પૂછવાની હતી કે તું આટલો ગુસ્સમાં કેમ કરે છે?"

દક્ષ:- "Come on મહેક તું એટલી નાદાન તો નથી કે હું શું કહી રહ્યો છું તે તું સમજી ના શકે."

મહેકને ઊંડે ઊંડે અનુભવાયું કે દક્ષના મનમાં પોતાના પ્રત્યે ફિલીંગ્સ છે. 

મહેક:- "દક્ષ શું કહેવાની કોશિશ કરે છે. થોડું Clear કરીને બોલ."

"મારા મનમાં શું ચાલે છે બધી તને ખબર છે પણ ન જાણવાનો ડોળ કરે છે." દક્ષે મહેકની કમર પકડી મહેકને પોતાની તરફ ખેંચી.

મહેક:- "દક્ષ...છોડ મને. તારી હિમ્મત જ કેમ થઈ મને આ રીતે પકડવાની. શું જતાવવા માંગે છે?"

દક્ષ મહેકની આંખોમાં જોઈ બોલ્યો " તને સાચ્ચે સમજમાં નથી આવતું કે ન સમજવાનું નાટક કરે છે...I love you dammit..."
દક્ષે ગુસ્સામાં મુઠ્ઠી વાળીને હાથ દિવાલ પર માર્યો. 

મહેક:- "દક્ષ શું કરે છે? હાથમાં વાગી ગયું ને? આટલી જોરથી હાથ પછાડવાની શું જરૂર હતી?"

દક્ષ:- "મારી ચિંતા કરવાની જરૂર નથી. સમજી? તું જઈ શકે છે."

મહેક:- "ચાલ તું પણ મારી સાથે."

દક્ષ:- "મે કહ્યું ને તું જઈ શકે છે."

"હું કહું છું ને તું ચાલ મારી સાથે." એમ કહી મહેક દક્ષને કેન્ટીનમાં લઈ જાય છે. 

     બધા મિત્રો હોય છે એટલે દક્ષ એમના સાથે એવી રીતના ભળી જાય છે કે જાણે કશું થયું જ નથી. મહેક પણ પોતાની બહેનપણીઓ સાથે એવી રીતે વર્તે છે કે જાણે કશું થયું જ નથી. દક્ષ અને મહેક બંન્નેની એકબીજા સાથે નજર મળે છે. ક્લાસમાં પણ આખો દિવસ મોકો મળે ત્યારે બંનેની નજર મળતી. સાંજે છૂટતી વખતે દક્ષે મહેકને મેસેજ કરી રિહર્સલ હૉલમાં બોલાવી. 

મહેક જેવી રૂમમાં ગઈ કે દક્ષે એને કમર પર હાથ રાખી પોતાના તરફ ખેંચી. 

મહેક:- "દક્ષ છોડ મને શું કરે છે? જો તું મને નહિ છોડે તો...."

દક્ષ:- "તો શું? આગળ બોલ..."

"તો હું...." આટલું બોલી મહેક અટકી ગઈ અને વિચારવા લાગી. 

દક્ષ:-  "શું કરીશ? હું જે મહેકને જાણું છું તે વાતોમાં ટાઈમ વેસ્ટ ન કરે. ડાયરેક્ટ ગાલ પર તમાચો મારે. હું તારી સાથે બદમાશી કરું અને તું મને થપ્પડ ન મારે તો મારે શું સમજવું."

મહેક:- "દક્ષ પ્લીઝ છોડ મને."

દક્ષ:- "હું એક શરતે છોડીશ."

મહેક:- "કંઈ શરત?"

દક્ષ:- "તારે મારા એક સવાલનો જવાબ આપવો પડશે."

મહેક:- "હા તો બોલ."

દક્ષ:- "આજે તારો ચહેરો બહુ ગ્લો કરે છે ને. શું વાત છે?"

મહેકના ચહેરા પર અનાયાસે સ્માઈલ આવી ગઈ. 

મહેક:- "દક્ષ પ્લીઝ છોડ. સ્વાતિ કિંજલ રાહ જોતા હશે." 

દક્ષ મહેકને છોડી દે છે. 

દક્ષ:- "તારે કંઈ બોલવાની જરૂર નથી. તારા ચહેરા પરના ગ્લો અને તારી આંખોએ બધુ કહી દીધું. દક્ષે સ્પષ્ટ અનુભવ્યું કે મહેકની આંખોમાં થોડી હયા હતી....લજામણીના છોડની જેમ શરમાઈ ગઈ હતી. 

મહેક ત્યાંથી જતી રહી. 

ક્રમશઃ