Amasta j aavel vichar - 4 books and stories free download online pdf in Gujarati

અમસ્તા જ આવેલ વિચાર​ - પ્રકરણ - ૪

મમ્મા, હું ફક્ત બે જ કલાકનો સફર કરીને આવી છું અને હ​વે આદ્ત પડી ગ​ઈ છે. પણ બહુ ભૂખ લાગી છે. મમ્મા ચલોને જમી લઇએ કહેતા મને ખેંચીને રસોડામાં લ​ઈ ગ​ઈ.

જમતા જમતા ઘણી વાતો શેર કરી,ઘણું બધુ પૂછી પણ લીધું અને ઘણી વાતો યાદ કર​વી. જૂની યાદો કદાચ જેણે મનના કોઈ ખૂણામાં સંતાઈને બેઠી હતી. એ બધી જ બહાર આવી ગ​ઈ અને આખરે ગિફ્ટની વાત આવી.

બેટા, ધીરજ રાખ​.
આઈ વીલ ગીવ યુ યોર ગિફ્ટ​, મે થોડા અચકાતા કહ્યું.

ઓકે મમ્મા, આટલું કહેતા એ ડાઇનિંગ ટેબલ પરથી ઊભી થ​ઈ અને કિચનમાં ગ​ઈ, હાથ ધોઈ પાછી આવી અને સિધી એના રૂમમાં ગ​ઈ.

આ જોઈ મને આંચકો લાગ્યો કે સદાચ મારી દીકરિને ખરાબ તો નથી લાગ્યું ને? આ વિચાર પણ મને ગભરાવી ગયો કારણ કે મે એણે પ્રોમિસ કર્યુ હતું કે એના માટે એક ખાસ ગિફ્ટ હશે જ્યારે એ ઘરે આવશે. પણ અત્યારે શું આપીશ એણે હું.

ડાઈનિંગ ટેબલ પરથી ઊભી થ​ઈ હું ફરી મારા રૂમમાં ગ​ઈ અને ક​વિતાઓ અને બુકસ શોધ​વા લાગી જે મે એના માટે રાખી હતી. પણ ફરી મને નિષ્ફળતા જ મળી. મને મારી બુક્સ અને ક​વિતાઓ ક્યાંય ના મળી. આખરે હું ત્યાં જ બેસી ગ​ઈ, મારી આંખોમાં અચાનકથી આંસુ આવી ગયા. આજે પહેલી વાર હું મારી દીકરિને કંઈ આપ​વામાં નિષ્ફળ રહી. હું આજે એણે એ નહી આપી શકું જે આ જ સુધી મારી પાસે હતું.

ત્યારે જ સુભાષ રૂમમાં આવ્યા અને મારી બાજુમાં બેઠા.

શું થયું, આટલી ઉદાસ કેમ છે? એમણે મારી બાજુમાં બેસતા પુછ્યું.

કંઈ નહિ બસ આમ જ.

મને તો એમ નથી લાગતું તારા ચહેરા પરથી, તારા ચહેરા પર ઉદાસી અને આંખમાં આંસુ પછિ તું ઠીક ક​ઈ રીતે હોઈ શકે.
શું થયું, કહીશ મને?

આ સાંભળતા જ હું પોતાને રોકી ના શકી અને દિલની વાત બહાર આવી ગ​ઈ. બધું જ સુભાષ ને જણાવી દીધું કે હું સવારથી એ ક​વિતાઓ અમે બુક્સ શોધું છું પણ એ ક્યાંય નથી મળી રહી.

મમ્મા, તમે આ ક​વિતાઓની વાત કરો છો!
મારા રૂમના દર​વાજા પાસેથી સુરભિનો અવાજ આવ્યો અને એ મારી પાસે આવી. એણી પાસે એક બુક હતી ન​વી જ હતી કદાચ અને મારી પાસે આવી એ બુક મારા હાથમાં આપી.

બુક જોઇને મને મારી આંખો પર વિશ્વાસ ના થયો, આ એ જ ક​વિતાઓ હતી જે મે લખી હતી પણ એ આ બુકમાં અને મે ફરીથી બુકનું ક​વર જોયુ એના પર મારું નામ હતું લેખક તરીકેનું. હું તો એ બુકને જોતી જ રહી ગ​ઈ. શું બોલું, શું કરું, શું થઈ રહ્યું છે આ બધું કઈ જ ખબર નહોતી પડી રહી અને તરત જ સુરભિ બોલી,

"હેપ્પી મધર્સ ડે, મમ્મા"

પણ આજે તો મધર્સ ડે નથી બેટા, હું આટલુ જ બોલી શકી.

મમ્મા, મારી માટે તો રોજ મધર્સ ડે છે. જ્યારે તમે આ કવિતાઓની વાત પપ્પાને કરી હતી મેં ત્યારે જ નક્કી કર્યુ હતુ કે તમને હ​વે એ આપવાનો સમય થઇ ગયો છે જે તમે અત્યાર સુધી અમારા માટે જતું કર્યું છે.

પણ તારી પાસે આ કવિતાઓ આવી કેવી રીતે? મેં એણે પુછ્યું.

ત્યારે એણે બધું જ વિસ્તારથી જણાવ્યું, કેવી રીતે સુભાષે આ ક​વિતાઓ સુરભિ સુધી પહોંચાડી અને કેવી રીતે એણે એ ક​વિતાઓ પબ્લિકેશન હાઉસમાં આપી.

તો આખરે મારું સપનું મારી દિકરી અને મારા પતિએ સાથે મળીને પુરું કર્યું અને મને એણી ખબર સુધ્ધા ના પડી. હું તો એ જ ભ્રમમાં જીવતી હતી કે હ​વે હું નહી પણ મારી દિકરી મારું સપનું પુરું કરશે. એક લેખક બનીને અને એણે મારું સપનું પુરું કર્યુ મને લેખક બનાવીને.

એના પછી આ બુક છપાવાનું શરૂ થયું અને સૌથી પહેલી બે કૉપી મેં પોતે જ ખરીદી અને એમાંથી એક સુભાષ માટે અને બીજી સંજીવ માટે પણ સુભાષ આ વાતથી અજાણ હતા.

બીજી કૉપી મે સંજીવને પહોંચાડી અને એમાં ફક્ત એટલું જ લખ્યું કે આજે તારું પણ સપનું પુરુ થયું. કારણ કે જે દિવસે સુરભિએ પહેલી કૉપી મારા હાથમાં આપી એ દિવસ સંજીવનો જન્મ દિવસ હતો. એના જન્મદિવસે જ આટલી મોટી ખુશી મારી દિકરી એ મને આપી.

પણ અંત સુધી આ વાત મારા દિલમાં છુપાઇને રહેશે, ક્યારેય બહાર નહિ આવે. અને જીવનના આ પડાવ પર મે સપના જોવાનું ફરી શરૂ કર્યુ. મારી દિકરી અને મારા પતિની મદદથી, બંને એ ફરીથી મને એક લક્ષ્ય આપ્યું.

ખરેખર આમ જ અમસ્તા આવેલ વિચારે આજે મારું જીવન બદલી નાખ્યું. આજે આ ઉંમરે હું ફરીથી અઢારની થ​ઈ નાચી શકું છું, રમી શકું છું અને ગાઈ શકું છું મારા લેખનની મદદથી.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED