આડ સંબંધ - એક હૃદય સ્પર્શી વાતાઁ Mahesh Jirawala દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આડ સંબંધ - એક હૃદય સ્પર્શી વાતાઁ

આડ-સંબંધ એ રોજ આપણા કાને પડતો શબ્દ છે, અમદાવાદ શહેર માં રહેતા એક " પ્રેમ " નામ ના યુવક ની વાત છે. જે એક નાનો ધંધાર્થી માણસ છે. સંસ્કારે પ્રામાણિક, ઉચ્ચ વિચારશીલ, અને ખુબ જ પ્રગતિશીલ માણસ છે. તે તેની ઝીંદગી માં સૌથી વધારે મહત્વ તેના કામ ને જ આપતો હોય છે. કંઈક કરી છૂટવાની ભાવના એના રગે-રગ માં ભરી હોય છે. એક દિવસ કંપની ના કામ થી વડોદરા જવા નું થાય છે. ત્યાં તેને "સેજલ" નામ ની યુવતી સાથે કોન્ટેક થાય છે. જે વડોદરા માં ભણવાની સાથે-સાથે કંપની માં નોકરી કરતી હોય છે. બન્નેના નંબર આપ-લે થાય છે. થોડા સમય પછી બન્ને વચ્ચે ફોન અને મેસેજ થી વાત ચાલુ થાય છે. થોડા સમય ની વાતચીત સારી એવી દોસ્તી માં પરીણામે છે, અને પ્રેમ, સેજલ ને નાની-નાની હેલ્પ કરે છે. બન્ને એકબીજા ને
જાણવા નો પ્રયાશ કરી રહ્યા હોય એમ એક-બીજા વગર વાત-ચીત ક્યાઁ વગર હવે ચાલતું નથી. આ બાજુ સેજલ ને
પહેલાથી જ એક છોકરા સાથે પ્રેમ-સંબંધ હોય છે. જે વાત ક્યારે પણ તેણે પ્રેમ ને કરી નથી. આ બાજુ પ્રેમ, સેજલ ની લાઈફ વિશે જાણવા નો ખુબ જ પ્રયત્ન કરતો હોય છે, પણ સેજલ એટલી બધી માઇન્ડેડ છોકરી હોય છે કે તે પ્રેમ ને તેના પ્રેમ-સંબંધ વિશે સહેજ પણ એહસાસ થવા દેતી નથી. બે વષૅ પછી પ્રેમ પ્રપોઝ કરે છે. સેજલ ના પડે છે. પ્રેમ તેને બહુ જ સમજાવે છે. એક દિવસ સેજલ, પ્રેમ ની વાત માની જાય છે , પછી તો પ્રેમ જાણે કે સેજલ જ તેની દુનિયા હોય તેમ તેના પર વિશ્વાસ મૂકી ને તેને બધી જ રીતે હેલ્પફુલ થવા લાગે છે. થોડા સમય માં તો પ્રેમ મેરેજ કરવા સુધી ની વાત કરવા લાગે છે. પણ સેજલ ને આ બાજુ પહેલો પ્રેમ-સંબંધ હોવાથી તે દર વખતે ફેમિલી નું કારણ બતાવી ને મેરેજ ના કરવા ની વાત કરતી હોય છે. પ્રેમ ને હવે કંઈ જ ખબર નથી પડતી કે શું કરવું ને શું ના કરવું, પણ સેજલ ને વારંવાર ફૉસૅ કરતો રહે છે. એક સમય એવો આવી જાય છે કે આ બાજુ સેજલ ના પ્રેમ-સંબંધ કોઈ કારણસર તૂટી જાય છે એટલે તે પ્રેમ જોડે મેરેજ કરવા તૈયાર થઇ જાય છે. પ્રેમ મેરેજ પછી એક હેપ્પી લાઈફ જીવવા માંગતો હોય છે એટલે તે ધંધા ની સાથે-સાથે સેજલ ને પણ એટલો જ સમય આપી રહ્યો છે. બંને સરસ મજા ની લાઈફ જીવતા હોય છે ત્યાં ફરી થી થોડા સમય પછી સેજલ ની લાઈફ માં રીટૅન તેના જુના પ્રેમી નો ફોન આવે છે. સેજલ તેને સમજાવે છે કે હવે મારા મેરેજ થઇ ગયા છે ને હું મારી લાઈફ માં ખુશ છુ. પણ આ બાજુ તેનો જુનો પ્રેમી કોઈ વાત ને સમજવા તૈયાર જ નથી . તે પાછા બંને એકબીજા સાથે વાતો કરતા થાય છે. એક દિવસ પ્રેમ ને કંપની ના કામ થી બહાર જવા નું હોવાથી તે સેજલ ને તેના મમ્મી- પપ્પા ને ત્યાં મૂકી ને જાય છે. બીજા દિવસે પ્રેમ સમય મળતા જ સેજલ જોડે વાત કરવા ફોન લગાવે છે પણ સેજલ નો ફોન એકધારો એંગેઁજ જ આવે છે. પ્રેમ મન માં વિચારે છે કે પહેલા તો કોઈ દિવસ સેજલ નો ફોન આટલો બધો એંગેઁજ ન્હોતો આવતો પણ હમણાં થી વધારે એંગેઁજ આવે છે, એટલે તે ઘરે આવી ને સેજલ જોડે વાત જાણવા નો પ્રયત્ન કરે છે. પણ સેજલ સીધો જ આરોપ મૂકી દે છે કે તમને અવિશ્વાસ છે મારા પર એમ કહી ને ઝગડો ચાલુ કરી દે છે. એટલે પ્રેમ પાછો વાત ને જતી કરી દે છે. પણ એક દિવસ પ્રેમ થી રહેવાયું નહીં એટલે તેણે તેના દોસ્ત જોડે થી સેજલ ની કોલ-ડિટેઈલ્સ નીકાળે છે. કોલ-ડિટેઈલ્સ જોતા જ પ્રેમ ભાંગી પડે છે. અને જાણે પોતાની જાત ને જ નફરત કરવા લાગે છે. અેક દિવસ હિંમત કરી ને તે સેજલ ને બધી વાત કરી ને સમજાવા જાય છે પણ સેજલ કોઈ વાત નો સ્વીકાર કરવા તૈયાર જ નથી અને ફરી થી ઝગડો કરે છે, પ્રેમ મનો-મન તૂટી જાય છે. પછી તે એક-દિવસ બહાર જવા નો પ્લાન કરે છે. સેજલ ને પણ જોડે લઈ જવા માંગે છે. પણ સેજલ જોડે જવા માટે તૈયાર થતી નથી. પછી પ્રેમ એકલો જ બહાર જવાનું નાટક કરે છે અને તે ઘર થી થોડા દૂર એક હોટેલ માં રોકાઈ ને સેજલ ની બધી જ એકટીવીટી પર ધ્યાન આપે છે. બે-દિવસ પછી તે સેજલ ને તેના પ્રેમી સાથે બહાર જતા જોવે છે. સેજલ તેના પ્રેમી સાથે એક હોટેલ માં જાય છે. પ્રેમ તેની પાછળ-પાછળ જાય છે અને બન્ને ને એકસાથે રંગરલીંયા મનાવતા પકડી લે છે અને પછી તે સેજલ ને કાયદાકીયે રીતે છૂટાછેડા આપી દે છે. આ બાજુ સેજલ નો પ્રેમી પેહલે થી જ મેરીડ હોવા થી તે સેજલ ને સ્વીકારવા તૈયાર નથી.
આમ , સેજલના બીજા-પ્રેમી સાથે ના "આડ-સંબંધ" ને લઇ ને હવે આખી ઝીંદગી પ્રસ્તાવા નો સમય આવી ગયો.

✒️લેખક - મહેશ જીરાવાલા "માહી"