ભારતની વિવિધતા- સમાધાન કે સમસ્યા?? (ભાગ - ૧) Bharat Parmara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભારતની વિવિધતા- સમાધાન કે સમસ્યા?? (ભાગ - ૧)

વિશ્વના પ્રગતિશીલ તથા વિકસિત દેશોની સરખામણીમાં આપણા દેશમાં સામાજીક સંરચના ઘણી વિભિન્તા ધરાવે છે. બીજા દેશોમાં સામાજિક તથા અપરાધોના નિયમન માં સરકારી તંત્ર ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે જ્યારે આપણાં દેશ માં સામાજીક મંડળો, જ્ઞાતિ પંચોં, જ્ઞાતિ પંચાયત વગેરે શાસક તથા નિયંત્રકની ભુમિકા ભજવે છે, અને ઘણી વખત તો આવી સામાજિક સંસ્થાઓનું મહત્ત્વ પોલીસથી પણ વધી જાય છે.
         ઉપરાંત આર્થિક, સામાજીક, પારિવારિક તથા વ્યકિતગત  જીવન પર સામાજીક સંરચના, સામાજિક પરિબળો, સામાજીક સંસ્થાઓ દ્રારા બનાવવામાં આવેલ સામાજિક નીતિ-નિયમો, સામાજિક કાયદાઓની અસર જોવા  મળે છે.
       આપણા દેશમાં જ્ઞાતિય, જાતીય, ધાર્મિક અને વર્ગીય ભેદભાવો મોટા પાયે જોવા મળે છે.
હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, બૌદ્ધ, જૈન, પારસી વગેરે ધર્મો ઉપરાંત આ દરેક ધર્મ માં અલગ અલગ સંપ્રદાયો, પંથૉ આપણા દેશ માં ધાર્મિક વિવિધતા સર્જી છે. માત્ર હિન્દુ ધર્મની જ વાત કરીએ તો તેમાં તેત્રીસ કરોડ દેવી- દેવતાઓની વાત કરવામાં આવી છે, તેમાં પણ અલગ અલગ સંપ્રદાયો અસ્તિત્વ ધરાવે છે, જેવા કે સ્વામી નારાયણ, કબીર પંથી, વૈષ્ણવ, શૈવ,  પાશુપાત, લિંગાયત,  કાપાલિક, સૌર, શક્તિ, નાથ, સ્મારત, વૈદિક વગેરે તો નવ હિન્દુ આંદોલનમાં  ગાયત્રી પરિવાર, ચિન્મય  મિશન, ઇસ્કોન, રામકૃષ્ણ મિશન, થ્યોસોફિકલ સોસાયટી,  રમન આશ્રમ, આર્ટ ઓફ લિવિંગ, ઈશા ફાઉન્ડેશન વગેરે નો સમાવેશ થાય છે.
        આવી જ રીતે આ સંપ્રદાયોમાં પણ ઉપ સંપ્રદાય જોવા મળે છે, જો વૈષ્ણવ સંપ્રદાય ની વાત કરવામાં આવે તો વૈરાગી, દાસ, રામાનંદિ, વલલ્ભ, નીમ્બાર્કા, માધવ, રાધવલલ્ભ, સખી, ગોડિય, કૃષ્ણ પ્રમાણી વગેરે ઉપસંપ્રદાયો જોવા મળે છે. એવી જ રીતે શૈવ સંપ્રદાયમાં દશનામી, નાથ, સકતા, નાગ, નીરંજની, અઘોર વગેરે, ઉપસંપ્રદાયો  જોવા મળે છે. આવી જ રીતે લગભગ લગભગ બધા જ ધર્મ માં સંપ્રદાયો, ઉપ સંપ્રદાયો જોવા મળે છે. આ ઉપરાંત પણ ધર્મ માં વાદ - મત પણ જોવા મળે છે. જેના કારણે ધાર્મિક વિચારધારામાં પણ મત - મતાંતર અને જૂથો બન્યા છે. આ ઉપરાંત દરેક પરિવારની પોતાના કુળદેવતા કે કુળ દેવી હોય છે, જેના મંદિરો કે ધાર્મિક સ્થળો બનાવવા અને મંદિરો કે ધાર્મિક સ્થળોને મોટા કરવામાં જ લોકો રચ્યા પચ્યા રહે છે. તથા સમયની સાથે સાથે આ દેવી દેવતાની યાદીમાં નવા નવા નામો ઉમેરાતા આવે છે. જે ધાર્મિક વિવિધતા તો સર્જે છે તેની સાથે અનેક સમસ્યાઓ પણ પેદા કરે છે.
અલગ અલગ ધર્મના સંતો મહાત્માઓ એ આ બધા ધર્મોને ઈશ્વર સુધી પહોંચવા માટે ના અલગ અલગ માર્ગ કહ્યા છે, અંતે તો આ બધા ધર્મોનો હેતુ ઈશ્વરની પ્રાપ્તિ જ છે, અને "ઈશ્વર એક જ છે" એ ભાવના આજે જન સામાન્ય બની છે આજે એકવીસમી સદીમાં આપણે એ વાતમાં સંકા કરવી એ  મારા માનવા પ્રમાણે મૂર્ખતા છે.
     આપણા બધાની આસ્થા વિવિધ ધર્મો, સંપ્રદાયોના નવા નવા વસ્ત્રો પહેરીને અલગ અલગ રૂપ ધારણ કર્યું છે, પરંતુ, છે તો ! એક જ કુદરતી શક્તિ પ્રત્યેની આસ્થા. આ આસ્થા વિવિધતાનું સર્જન કરે ત્યાં સુધી સમસ્યા ઉદ્દભવતી નથી,  પરંતુ, આ જ આસ્થા કોમવાદ, ધાર્મિક વિગ્રહ અને અસહિષ્ણુતાનું રૂપ ધારણ કરે છે ત્યારે હજારો નિર્દોષ લોકોના મૃત્યુના, કેટલાય બાળકોને અનાથ બનાવવાનું,  કેટલીયે સ્ત્રીઓ ની ઈજ્જત લુટાયાનું, લાખોને બેઘર થયાનું અને કરોડોની વ્યક્તિગત તથા સરકારી સંપતિના નુકશાનનું કારણ બને છે ત્યારે સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. 
       આપણી માનવતા મરી પરવારી છે, એવું લાગવા માંડે છે, આપણા દેશના ભુતકાળ ના કિસ્સાઓ એ વાતની સાબિતી છે. 
         આપણી વિવિધતા ત્યારે કાંટા ની જેમ કટકે છે. જ્યારે, આવા સમૃદ્ધ દેશમાં આજે પણ લોકો ભુખ્યા પેટે સુવા મજબુર છે, આવા શક્તિશાળી દેશમાં આપણી બહેન - દીકરીઓ શું શુરક્ષિત છે?, આવા ઉચ્ચતમ્ વિચારધારા ધરાવતા, જેના ધર્મોમાં જ પરોપકારની વાત હોય, જેના બંધારણે સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના આદર્શ નો સ્વીકાર કર્યો હોય, વિશ્વબંધુત્વની વાત કરતા આપણા દેશમાં આજે પણ પછાત વર્ગો સાથે અન્યાય થાય છે, તેઓની સાથે અસ્પૃશ્યતા રાખવામાં આવે છે એટલું જ નહિ પરંતુ તેઓનું દમન કરવામાં આવે, શું તે યોગ્ય છે..???                                      ક્રમશ.
- સંપા. ભારત  પરમારા