લાગણીનો રિપોર્ટ પોઝિટિવ: માતાના મૃત્યુની પ્રતીતિ Bharat Parmara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણીનો રિપોર્ટ પોઝિટિવ: માતાના મૃત્યુની પ્રતીતિ


AANAD  ઉઠ્યો, તેના ઉઠ્વાની સાથે જ તેના ચહેરાના હાવભાવ પારખીને રૂમમાં લાગેલા સેંસરોએ રૂમનું વાતાવરણ અને રંગોને બદલી નાખ્યા.
  AANAD નું શહેર એક મોટી મજબુત આસમાની ચાદરથી ઢંકાયેલું છે, એક શહેરથી બીજા શહેર જવા માટે સુરંગો પથરાયેલ છે, જેમાં પ્રદુષણવિહીન વાહનો ચાલે છે. શહેરમાં ક્યાંય વ્રુક્ષો કે વનસ્પતિ ન હતી, છતાં શહેરનું વાતાવરણ આરોગ્યપ્રદ તથા ખુસનુમા છે.
શહેરની બહાર વિશાળ ખેતરો આવેલા છે જ્યાં યંત્રો દ્વારા યંત્રવત ખેતી અને વૃક્ષોનો ઉછેર કરવામાં આવે છે, ખેતરોની વચ્ચે આવેલી નાનકડી ઓફિસમાં બેઠેલો માણસ યંત્રો પર દેખરેખ અને નિયંત્રણ રખે છે, કારખાનાઓ તો અહીં છે જ નહી, બધા જ કારખાના રણ વિસ્તારોમાં ગોઠવવામાં આવ્યા છે અને ત્યાં પણ પ્રદુષણ નિયંત્રણ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. 
AANADના કાને કાંઇ અથડવાનો અવાજ સંભળાયો, તેના ઘરના પાછળના વિસ્તારમાં વાહન અકસ્માત થયો હતો, જેમાં એક છોકરી કોડે XAXXS1922-1ને  ભારે ઇજાઓ થઇ હતી, જેનું કારણ પોતે જ હતી, સ્વયં સંચાલિત કારને મેન્યુલ મોડમાં પોતે ચલાવતાં કારને બેદરકારીપુર્વક રોડના ડિવાઇડર સાથે આથડાવતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થયાની સાથે જ પોલીસ અને એમ્બ્યુલંસ આવી ગયા, તેને હોસ્પીટલ લઇ જવામાં આવી, અકસ્માતની જાણ છોકરીના માતા XAXXS1922- અને પિતા XAXXS1922 ને ઘરમાં લાગેલા મોનીટર પર તરત જ થઇ જતાં, તેઓ પણ હોસ્પીટલ આવી પહોચ્યા હતા. 
હોસ્પીટલમાં ડૉક્ટરે તેને નિષ્ક્રિય જાહેર કરી, પૉસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવી, બધુ જ સામાન્ય સ્થિતિમાં શાંતિપુર્વક થઇ રહ્યું હતું;
“ન માતા-પિતા દુ:ખી હતા, ન ડૉક્ટર કે નર્સના હાથ’ને અવાજ ભારે થયા હતા.” 
સમયસર જમવાના નીતિનિયમ મુજબ જમવાનો સમય થતાં માતા-પિતા માટે પણ હૉસ્પિટલમાં જ જમવાની વ્યવસ્થા કરવામાં આવી, ડૉક્ટર પણ જમવાના નીતિનિયમ મુજબ પોસ્ટ મોર્ટમ અધુરુ મુકીને જમવાના ટેબલ પર હાજર થઇ ગયા. 
પોસ્ટ મોર્ટમ પુર્ણ થતાં છોકરીના ઉપયોગી અંગો તરત કાઢીને અંગ પુન:સ્થપાન કેંદ્રમાં, મોકલી આપવામાં આવ્યા, જેથી જરૂરીયાતવાળા લોકોને તે અંગો બેસાડી શકાય, તો હાડ્કાંને ફેક્ટરીમાં અને જુજ બાકી રહેલા અંગોને નાશ કરવા માટે શહેરની બહાર મોકલી આપવામાં આવ્યા. છોકરીના માતા-પિતા ઘરે પહોંચ્યા, ત્યારે જ ઘરમાં લાગેલા મોનીટર પર તેમના અકાઉન્ટમાં દશ મિલિયન ડાલર (એ સમયે આવી રીતે બોલતુ હશે.) જમા થયાનો મેસેજ આવ્યો, જે તેઓએ જોયો નજોયો કરી દિધો, તો બીજી તરફ પોસ્ટ્મોર્ટ્મ અને અન્ય કામમાં રોકાયેલા ડૉક્ટર, નર્સ અને પોલીસ કર્મિઓના અકાઉંટમાં નાણાં જમા થયાનાં મેસેજ પહોંચ્યા. AANAD તેની માતા સાથે ભોજન પીરસતા મશીન પાસેથી ઉઠ્યો.  તેની માતા બાજુમાં આવેલા મોલમાં કામ કરે છે, જે એક ઓફિસથી વધારે કંઇ ન હતું, જે પણ ઓર્ડર ઓનલાઇન મળતા, તે મુજબ ઓફિસની પાછળ આવેલ વિશાળ ગોડાઉનથી માલસામાન સપ્લાય કરવામાં આવતો હતો.    
AANADએ પોતાના કોડ AANAD7131-1 અને માતાના કોડ AANAD7131- વિષે માતાને પુછ્યું તો માતાએ કહ્યું કે - ‘તારી સિસ્ટમમાં બધુ નાખેયું જ છે સર્ચ કર’.
AANAD તરત જ બોલી ઉઠ્યો- ‘હા મા AANAD આપણી વંશપ્રણાલી અને 713 વંશનો કોડ છે તો 1- તમારો અને 1 પપ્પાનો કોડ છે ને’.
માતાને AANAD7131-1ના વ્યવહારની ચિંતા રહેતી, માત્રા ચિંતા.
એ સ્વપ્ન જોવાની વાતો કરતો રહેતો, માતાએ કંટાળીને શહેરના વ્યવસ્થા તંત્રને તેની જાણ કરી દિધી હતી, તરત તંત્રએ AANAD ને લેબોરેટરીમાં લાંબી તપાસ પ્રક્રિયા માટે મોકલી આપવામાં આવ્યો; તપાસ પ્રક્રિયામાં કોઇ વાત સાબિત ન થતાં AANADને પાછો ઘરે મોકલવામાં આવ્યો.
AANADએ આવી વાતો કરવાનું બંધ કર્યુ, અને તેનું સાંભળવા પણ કોઇ તૈયાર ન હતું, સાંભળનારને નવાઇ પણ લાગતી હતી. 
AANADને માતા પ્રત્યે કંઇક અલગ જ અનુભવ થતો, તે જ્યારે ન હોય તો તે બેચેન થઇ જતો, મગજમાં અલગ જ પ્રકારનું દર્દ થતું, તો માતાની હાજરીમાં કંઇ બીજો જ અનુભવ. પણ આ અનુભવને શું કહેવું, તે જાણતો ન હતો. ઉપરાંત તેની માતા, આજુબાજુના વ્યક્તિઓ, તેના સહધ્યાયીઓને આવો કોઇ જ અનુભવ ન થતાં, તે અચરજમાં પડી જતો હતો, પણ આવી વાત કરીને લાંબી તપાસ(નિદાન) પ્રક્રિયામાં જવું તેને પસંદ ન હતું.
એક દિવસ તેના ઘરના મોનિટરમાં તેની માતાના અકસ્માતના સમાચાર મળ્યા, તે ઘર બહાર નિકળ્યો, ત્યાં જ તેને લેવા માટે વાહન આવી પહોચ્યું હતું, તે હોસ્પિટલ પહોચ્યોં, પોતાની માતાને નિષ્ક્રિય હાલતમાં જોઇને તેનાથી ચિસ પડાઇ ગઇ, તેની આંખોમાંથી પાણીના ટીપાં પડવા લાગ્યા, તેનો ચહેરો કંઇ વિચિત્ર લાગતો હતો. આ જોઇને ડોક્ટર, નર્સો ચિંતામાં મુકાઇ ગયા, આ છોકરાને શું થઇ રહ્યું છે, આની આંખો માંથી આવુ પાણી  શા માટે નિકળી રહ્યું છે, તેઓએ તરત જ શહેરના વ્યવસ્થા તંત્રને જાણ કરી, તંત્ર તરત જ AANAD(આખુ નામ AANAD7131-1)ને લેબોરેટરીમાં તપાસ(નિદાન) માટે લઇ ગયા.
લેબોરેટરીમાં AANADના જનિનની તપાસ કરનાર વૃધ્ધ છતાં સશક્ત દેખાતા વૈજ્ઞાનિકની આંખો લેબોરેટરીના પરિણામો જોતાં જ પોહળી થઇ ગઇ, તે વિચાર કરતો કરતો બોલ્યો –‘ આવા રંગસુત્રોને તો હજારો વર્ષ પહેલાં જનિનમાંથી દુર કરવામાં આવ્યા હતા, આ છોકરો આવું કેમ કરી શકે’.
વૈજ્ઞાનિકે લેબોરેટરીના વિશાળ મોનિટર પર સર્ચ કર્યુ, જેમાં ખુબ જ પ્રાચીન ડેટામાંથી તેને માહિતી મળી. વૈજ્ઞાનિકે વ્યવસ્થા તંત્રના ઓફિસર(યંત્રમાનવ)ને પાણીના ટીપાંનો ખ્યાલ આપતાં તેને “આંસું” તરીકે ઓળખાવ્યા, AANAD(આખુ નામ AANAD7131-1)નો લાગણીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જે રોગ એ દુનિયામાં કોઇને ન હતો. 
તેની માતાના મૃત્યુની પ્રતિતિ AANADને થઇ હતી; પરંતુ આ વૃદ્ધ વૈજ્ઞાનિક કે પેલા વ્યવસ્થાતંત્રના ઓફિસર ન કરી શક્યા હતા.    
-ભરત પરમારા,  પ્રાગપર.