જીંદગી જીવવાની સરળ રીત Hetal Upadhyay દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીંદગી જીવવાની સરળ રીત

આજના સમયમાં આપણે બધા ક્યાંક ને ક્યાંક એકબીજા થી દુર થવા લાગ્યા ક્યાંક ને ક્યાંક આપણે એકલા પડી ગયા. આપણે બધા જ મગજ પર એટલું ટેનશ લઈ ને ચાલીએ છીએ કે જાણે એક બોજ રૂપ જીવન જીવી રહ્યાં છે. જીંદગી ને સાચા અર્થ માં મહલવાનુ તો ભૂલી જ ગયા. આપણે જીદંગી થોડી સરળ રીતે જીવતા શીખીએ.              (૧) પહેલા તો તમે એક વાત સમજી લો કે આ દુનિયા એક નાટ્ય ગુહ છે. તમને આ નાટક નો એક પાત્ર ભજવી ને છુટા થવાનું છે.                                                                   (૨) તમારે તમારું પાત્ર યોગ્ય રીતે ભજવા નું છે. બીજા કોઈ ના પાત્ર પાસે તમારે કોઈ અપેક્ષા રાખી દુઃખી થવા નું નથી.                                   .                                      (૩)"યથા દ્રષ્ટિ તથા સૃષ્ટિ" તમે જેવી રીતે વિચારસો તેવી જ રીતે તમને આ બધી સૃષ્ટિ લાગશે.                                   (૪) તમારા વિચારો હંમેશા હકારાત્મક રાખો.કોઈ પણ પરસ્થિતિમાં વધારે પડતું વિચાર વાનું છોડો .                      (૫)ક્યારેક તમારા લીધેલાં નિર્ણયો ખોટા હોય શકે પરંતુ જે થઈ ગયું હોય તેને તમે બદલી નથી શકવાના. આથી બગડેલી વાતો નો શોક કરવા હમેશા ના બેસવું.                  (૬)તમે જે વસ્તુ કે વ્યક્તિ સાથે વ્યવહાર કરો છો તો તમે એ જાણો કે તે વસ્તુ કે વ્યક્તિ ના હંમેશા બે રૂપ હોવાના ૧ હકારત્મક.૨ નકારાત્મક.                                               (૭) એટલે તેમનો સ્વીકાર કરવો.                                    (૮)તમે જે લોકો પાસે અપેક્ષા મેળવાની રાખતા હોય તે તેને આપો. એક વાત યાદ રાખજો કે;"જેવું વાવો તેવું જ લણો". ક્યારેય આંબા પર  સફરજન ના આવે .                   (૯)જીવનમાં  ક્યારેય પણ તમે સાચા છો કે સામે વારો  ખોટો છે એ સાબિત કરવા માં ક્યારેય ન પડવું. એમાં તમારી આખી જીંદગી વેડફાઈ જશે.                                          (૧૦) જીંદગી માં કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ નો સ્વીકાર કરતા શીખો. સ્વીકારશો તો જ તેમાં ખુશ રહેતા થશો.        (૧૧)પોતાની વ્યક્તિગત જવાબદારી લેતા શીખો. પરીણામ જે પણ હોય તે.                                                          (૧૨) તમને તમારી કરતા વધુ કોઈ ના સમજી શકે.              (૧૩) પોતાની ઉપર વિશ્વાસ રાખો. તમે પોતે જ પોતાના ને ના સમજો કે વિશ્વાસ ન રાખો તો બીજા પાસે કેવી રીતે અપેક્ષા  રાખો કે તે તમને સમજે કે તમારો વિશ્વાસ રાખે.    (૧૪) હંમેશાં પોતાની ભૂલોથી શીખી. ફરીથી એ જ ભૂલ ના કરવી.                                                                         (૧૫)ક્યારેય બીજા ને બદલવા પ્રયત્ન ના કરવા. પોતાની જાતને જ સુધારી સમય બચાવી પોતાની જ જીંદગી સુધારવી.                                                                       (૧૬) હંમેશાં પોઝિટિવ કે હંમેશાં નેગેટીવ ના વિચારવું. પરંતુ સમજણ પુર્વક નું વિચારવું યોગ્ય છે.                        (૧૭) આપણે આપણી સરખામણી ક્યારેય કોઈ ની સાથે ના કરવી. સારી પણ નહિ કે ખરાબ પણ નહીં.                  (૧૮) હંમેશાં સાચું બોલવાની ટેવ પાડવી. એનાથી તમારો આત્મવિશ્વાસ વધે છે.                                                  (૧૯) જીદંગી ને હમેશાં આજ માં જીવો ખુશીથી. ના ગઈ કાલ  નો પસ્તાવો ન આવતી કાલનું ટેન્શન.                      (૨૦)નવો દિવસ હંમેશાં  નવી આશા લઈને આવે છે. જે આપને કાલે નથી  મેળવ્યું તે આજે મેળવી શકીએ છીએ.  (૨૧)એક વાત યાદ રાખવી કે નિરાશા અને  અસફળતા બને સફળતા ના માર્ગ પર આવનાર નક્કી ના જ સ્થાનો છે.      (૨૨)જેવી પરિસ્થિતિ હોય તેમાં જ ખુશ રહેતા શીખો.અનુકૂળ સમય ક્યારેય આવતો નથી. પરંતુ તમારે જ સમય ને અનુકુળ બનાવો પડે છે.                                     (૨૩)  તમારા  ચહેરા પર સ્મિત હંમેશા રાખો . સ્મિત એ મુશ્કેલી માં રસ્તો જરૂર શોધી લેશે.                                   (૨૪) જીંદગી ને એવી રીતે જીવો કે  તમને એ જીવન જીવવું ગમે.                                                                  (૨૫)જીવન ને એક ચેલેન્જ સમજી કોઈ પણ હિસાબે તેને જીતી અને જીવી બતાવી. જીંદગી ખુબજ સુંદર છે તો તેને સરસ રીતે જ જીવવી જોઇએ.