Featured Books
શ્રેણી
શેયર કરો

બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - ૧૬

પ્રેમ કયાં અહીં પૂછીને થાય છે..
એ તો બસ તમે ગમો એટલે થાય છે

ભાગ - ૧૬....

મહેક સાથે અરુણ નો સમય સુખદ પસાર થતો હતો..કોલેજ જ નહીં...
કોઈ મિત્ર ના શુભ પ્રસંગે પણ આ જોડી સાથે જ હાજર રહેતી..

અરુણ પોતાની જાત કરતા મહેક ને વધુ ચાહવા લાગ્યો હતો...
કોલેજ કેમ્પસમાં પણ દરેક મિત્રો સાથે એનું ધ્યાન માત્ર મહેક પૂરતું જ સીમિત હતું...
એની નજર હંમેશાં કેમ્પસ માં આવેલા એક લીમડાના ઝાડ પાસે ઉભા રહી...
દૂર દૂર થી આછી આછી જણાઈ આવતી મહેક ની પ્રતિમા ને નીરખ્યા કરતી....
મહેક પણ ખરેખર અરુણ ને પોતાનો બેસ્ટ ફ્રેન્ડ માનતી હતી..

પોતાની દરેક વાત જે પોતાની સહેલી થી કદાચ છુપાવતી હોય ..પણ,
અરુણ સામે ખુલા મન થી શેર કરતી..
અરુણ ...
આ બધી વાતો ને ..દોસ્તી થી ઉપર...
પ્રેમ સમજી રહ્યો હતો..

પણ, મહેક ના હૃદય માં કયારેય દોસ્તી નું સ્થાન પ્રેમ લઈ શક્યો હોય...તેવું એણે પોતાને કે પોતાની ખાસ મિત્ર નેહા,વીણા,પરવેઝ કે કોઈને પણ લાગવા દીધું નહોતું...

હા, મહેક...અરુણ ને એક સાચો મિત્ર માનતી હતી...અને એકબીજાના ને તમે ..માનવાચક વર્ડ ન વાપરવા માટે પણ પ્રોમિસ લેવાયા હતા..

અરુણ પણ પોતાના દીલ ની વાત કહેવા અવાર નવાર કૈંક આઈડિયા નો વિચાર કરતો...
પણ, છેવટે મહેક ને કહેવાની કઈ જરૂર નથી ..
એમ સમજી 
પોતાના વિચારો ના મહેલ બાંધતો....
એમાં શણગાર સજી ને સપના જોતો...
અને છેવટે એ મન ના મહેલ ને તોડી પાડતો....

અંતે પોતાના મન મા ચાલતી પ્રેમ ની નદી માં એકલા જ તરવા કરતા... 
એક વાર મહેક ના મન ની વાત જાણવા તીવ્ર તાલાવેલી કરી..

પોતાના મન ની ગડમથલ પવન અને વિજય ને જણાવી..
મહેક ના પ્રેમ ને પારખવાનું નક્કી થયું...

અરુણ..આમ તો સદાય ખુશ જ હતો..
પણ આજે ખુશી નું કારણ ..
એની હયાત ખુશી મા પણ ચાર ચાંદ લગાવે તેવી આશા સાથે...
દરરોજ ના ક્રમે દુર થી આવતી રેડ કલર ની એક્ટિવા ને અરુણ ની નજરો શોધી રહી હતી ..

છેવટે .મહેક આવી પહોંચી...

અરુણ,હાઉ આર યુ..? 
મહેકે એક્ટિવા પાર્કિંગ ઝોન માં સ્ટેન્ડ કરતા કહ્યું...

I'm always fine. મહેક..જ્યાં સુધી તું મારી સાથે છે..!!
અરુણ મુખારવિંદ પર હાસ્ય લાવી બોલ્યો .

કદાચ, હું લાસ્ટ યર પછી તને ના મળી તો .?
મહેક હસતા હસતા બોલી..

તો..??
ફરીથી મહેકે કહ્યું..

તો ...શું .?
કઈ નહિ...મે કહ્યુ..

તારા વગર હવે જીવનમાં કઈ નહિ...તું તો કિસ્મત છે..હું મન માં બબડ્યો..

આજે કૉફી..માટે તૈયાર છો .
મે કહ્યુ..

હા, પણ પૈસા હું આપીશ .તો..!! મહેક બોલી..

Ok..go

મહેક અને અરુણ  કેનટીન પર કૉફી ઓર્ડર કરી સ્ટૂલ પર સામને સામને બેઠા ..
થોડી વાર વિચાર કરી અરુણે ...
પોતાના દીલ ની વાત કહેવા વિચાર્યું..

મહેક, લાસ્ટ યર પછી શું કરવાનું વિચાર્યું છે..?

વિદેશમાં જવાનું...મહેક ખુશી થઇ બોલી..

કોઈ છે...વિદેશ માં તમારું..?
કે પછી ...મે કહ્યુ

ના...હાલ સુધી તો નહોતું, પણ કદાચ વિદેશમાં હવે કોઈક મારું થઈ શકે તેમ છે..!!
એ શરમાતા શરમાતા બોલી..

એનાં શરમ થી નમેલા નયનો ની ભાષા મારું હૃદય સમજતું હતું ..
કદાચ એ ..લગ્ન કરી ને તો વિદેશ નહિ જતી રહે ને..!!
હું વિમાસણ માં પડ્યો ..

મારા ચહેરા પર થી જરાક હાસ્ય ફિક્કું પડતું જોઈ. .મહેક બોલી..

ઓય, હાલ થી ઇમોશનલ મોડ ના કર ...હજુ વાર છે..
અને હા,જઈશ તો તને મળીને જઈશ...

રિયલી..??

એ ચોંકી..હા,
 પણ..તે શું વિચાર્યું છે..?

મે તો ઘણું વિચાર્યું છે...પણ,
ક્યાં કદી સહુના સપના સાચા પડે છે..
હું લાસ્ટ યર પછી.. કંઇક જોબ કરી ઘરે મદદરૂપ થઈશ..

અને લગ્ન નું..?

હું સ્થિર થઇ ગયો..મે મન મક્કમ કર્યું ..હાલ જ કહી દઉં..દીલ ની વાત..

મહેક..તું પાસે હોય છે તો જાણે પ્રથમ વરસાદ વરસી ગયા પછી માટી ની જે મહેક સહુને મધુરી લાગે છે...તેમ...
તું મને ગમે છે..
તું મારા..તન મન..માં એક બાંસુરી ના સુમધુર સુર ની જેમ મારા રોમ રોમમાં પ્રસરી છો ..
મહેક..તું મને ખૂબ જ ગમે છે..!!

આઈ લવ યૂ..મહેક..!!


Thanks...all friends..


હોય જો તું સાથે તો હર્યુંભર્યું લાગે છે,
બાકી તો મારું મન પણ ખાલીખમ લાગે છે