રત્નાગિરી હાફૂસ -ભાગ ૪ Pratik Barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

રત્નાગિરી હાફૂસ -ભાગ ૪

સ્કૂલ સુધી બધુ સારૂ ચાલ્યું, કોલેજમાં આવતા જ એણે પૂણેમાં આર્કિટેક્ટ માટેના કોર્સમાં એડમિશન લીધુ. મને આર્ટમાં રસ હોવાથી એમાં આગળ ભણવામાં લાગી. ધીમે-ધીમે બંને વચ્ચે અંતર વધતુ ચાલ્યુ. પહેલા એ પંદર દિવસે મળતો, પછી એ મહિનાઓ સુધી ન આવતો.

આખરે અમારા બંને નુ શિક્ષણ પૂરૂ થયુ. હું પણ આર્ટ ક્યુરેટર તરીકે પોતાની કંપની બનાવી કામ કરી રહી હતી અને અનંત પણ સારી મલ્ટીનેશનલ કંપનીમાં આર્કિટેક્ટ તરીકે જોડાયો હતો.

એ દિવસે પાંચ મહિના પછી સઘળું બાજુમાં મૂકી અમે આંબાવાડીએ મળવાના હતા. એ નક્કી કરેલા સમયે જ આવી ગયો હતો. હૂં પાંચેક મિનિટ મોડા પંહોચી. આજે હું એને બધી ફરિયાદો કરવાનુ અને હ્ર્દયની બધી જ દબાવીને રાખેલી વાત કરવાનુ વિચારીને જ આવી હતી. મારા પંહોચતા જ એ દોડીને મને વળગી પડયો. એકબીજાના ટેકે બંનેએ ખૂબ રડી લીધુ. આખરે સ્વસ્થ થઈ બંને નવા ગોઠવેલા બાંકડા પર જઈને બેઠા. વાત શરૂ કરવામાં કંઈક અતડાપણુ લાગી રહયુ હતુ.

છતા, મેં વાત શરૂ કરી.

"કેવુ છે જીવન, પૂણેમાં"

"બસ જો, અંહી જેવુ કંયાય નથી. તુ પણ અંહી જ છે."
સસ્મિત ચહેરે એણે જવાબ આપ્યો.

"ત્યાં તારા ખાવા માટે હાફૂસ કેરી નથી,
અને અંહી....
અને અંહી હાફૂસ જ નથી."

એણે તરત જ મારા હાથમાં હાથ પરોવી કહયુ, "આ રહયો તારો હાફૂસ."

કેટલીય વાર સુધી અમે ત્યાં બેસી રહયા.
અંધારું થવામાં હતુ અને એ આછા અંધકારમાં પણ મારૂ મુખ ખુશીથી ચમકતુ હતુ. 
મને ફરી હ્ર્દયસરસી ચાંપી એણે એક પરબીડિયું કાઢી મારા હાથમાં મૂકયુ.

"અનુ, મને મારી ડ્રિમ જોબ મળી ગઈ. કંપનીએ મને પાંચ વરસ માટે કતાર બોલાવ્યો છે. આજે મને તારા હ્ર્દયની વાત પણ જાણવા મળી. તુ ચલ મારી સાથે. આપણે કતારમાં આપણુ ઘર બનાવીશુ, હું તારૂ પુરૂ ધ્યાન રાખીશ, પ્રોમિસ."

મારે જે વાત કહેવાની હતી એ એના મોઢે સાંભળી ન જાણે કેમ, પણ મને ગુસ્સો આવ્યો. પણ મારા પર થનારા ઓપરેશન ની વાત એને કરવી જરૂરી હતી, જે મહિનાઓથી હું દબાવીને ફરતી હતી. આખરે હું વધુ એ વાત સંતાડી ન શકી અને પહેલીવાર એને નામથી સંબોધિત કર્યો,

"અનંત, હું તારી સાથે નહી આવી શકુ."

"કેમ, મારી કંઈ ભૂલ થઈ છે?" આંખો મા પ્રશ્ર્નો સાથે એ બોલ્યો.

"ના, પણ મારૂ ઓપરેશન છે ત્રણ અઠવાડિયામાં. ડોકટરનુ કહેવુ છે કે હવે ટયૂમર નો આકાર વધતા એને હટાવવુ જરૂરી છે."

વિષાદ ભરેલા અવાજે એણે પૂછયું,
"શુ?"

"સફળતાના કેટલા ચાન્સિસ છે?"

"ફિફ્ટી-ફિફ્ટી"

"શુ તુ રોકાઈશ?"

"અનુ, મેં આપણા બંનેની ફલાઇટ બૂક કરાવી છે પરમદિવસની, અને આ મારી ડ્રીમ જોબ છે, તુ જાણે છે ને. " એનો અવાજ બદલાયેલો, તરડાયેલો લાગ્યો.

"તો તુ નહી રોકાય એમ ને." મેં ચહેરો બીજી તરફ ફેરવ્યો.

મારી અંદર અમર્ષનો જાણે જવાળામુખી સળગ્યો. કંઈ જ વાંક-ગુના વિના કે એના સપનાઓને સમજ્યા વગર હૂં સ્વાર્થી બનીને એના પર વરસી પડી અને એને ઘણું ખરૂ-ખોટુ સંભળાવી દીધું. 

એ એના સ્વભાવ પ્રમાણે કંઈ બોલ્યા વિના મારી સામે જોઈ, મને નજરમાં ભરી ચાલ્યો ગયો.

એ પછી ના તો એ મને મળ્યો છે કે ન તો એની સાથે વાત થઈ છે. એનો કોઈ કોન્ટેક્ટ પણ નથી મારી પાસે.

મમ્મી-પપ્પા ની વાત ન માનીને, ડોકટરની સલાહ અવગણીને જરાક મગજ સરખુ કરવા શ્રુતિ સાથે અંહી ઈવેન્ટમાં આવી છુ. બે અઠવાડિયા થઈ ગયા છે મારી એ ભયંકર ભૂલને. અને આવતી પંદરમી મે એ મારૂ અમદાવાદમાં ઓપરેશન છે. હું બસ એને એકવાર ઓપરેશન પહેલા મળવા માંગુ છુ, પછી કદાચ હું ન હોઉ તો. એના ઘરમાં માત્ર એના દાદી છે એમને સમ આપી ના પાડીને ગયો છે નંબર આપવાની. કોઈ દોસ્ત તો એના છે જ નહી. માફી પણ કઈ રીતે માંગુ, નથી સમજાતું. કદાચ આમ જ વિચારી વિચારી ને મારૂ ટયુમર ફાટી જશે. શુ તમે મારી વાત એના સુધી પંહોચાડી શકો?"
અને એ હિબકે ચડી ગઈ.

એને શાંત રાખી પાણી પાયુ, ત્યાં જ એની બહેનપણી શ્રુતિ આવી. મારી સામે શંકાભરી નજરે જોઈને એ અનગાને એની સાથે લઈ ગઈ.