દગો કે મજબુરી ? - 1 Hardik Nandani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

દગો કે મજબુરી ? - 1

જીંદગી માં કેટલાંક દિવસો એવા પણ આવે છે જ્યારે એ નક્કી કરવું બહુ જ કઠિન હોય છે કે શું સાચું કે શું ખોટું? ને એ નક્કી કરવામાં જ એક એવો શત્રુ જન્મ લે છે જેને શંકા ના નામે ઓળખાય છે.

એક સત્ય ઘટના પર આધારિત એ હકીકત ને અહી આબેહૂબ દર્શાવવા માટે બનતો પ્રયાસ કરું છું.

આ વાર્તા ના માધ્યમ થી હું કોઈ ની લાગણી દુભાવવા નથી માગતો પણ તેમ છતાં કદાચ કોઈ જગ્યાએ એમ અનુભવાય તો માફ કરશો.


......✍️


૨૩/૦૧/૨૦૧૫.

કદાચ વિધિ ના લેખ કંઇક અલગ જ લખાયા હશે બાકી અયોધ્યાના રાજા, દશરથ પુત્ર ભગવાન શ્રીરામ ને પણ વનવાસમાં જવાનું ક્યાં ખબર હશે?

સમય : બપોર ના ૨:૦૦

ફોન રણકે છે. (ટ્રીનન ત્રીનન...)

હેલ્લો..

(સામેથી) : હેલ્લો .. કોણ? કેશવભાઈ બોલે છે?

હા, હું કેશવભાઈ, તમે કોણ?

(સામેથી) : હું વિજય બોલું છું. મણિનગર પોલીસ સ્ટેશન થી.

એટલું જ સંભાળતા કેશવભાઈ ધ્રુજવા લાગ્યા ને વિચારમાં પડી ગયા, માટે ઘેર પોલીસ નો ફોન? બધું બરાબર તો હશે ને? અચાનક શું થયું? કેટ કેટલાયે સવાલો ના ઘોડા દોડવા લાગ્યા. ખબર નહિ હકીકત શું હશે?

તમારે છોકરી છે ને ઘર માં? બંસરી નામે?

કેશવભાઈ : હા, છે ને. સવારે જ એને એની ઓફિસ એ મુકી ને આવેલો. કેમ? શું થયું?

એણે તમારી અને મીત કરીને છોકરા વિરૃદ્ધ ફરિયાદ લખાયેલ છે. મીત કોણ છે? તમારો છોકરો જ ને?

કેશવભાઈ ના હોશ કોષ ઉડી ગયા. આ બધું શું જવા થઈ રહ્યું છે એ કઈ જ ખબર ના પડી. મારાં અને છોકરા વિરૃદ્ધ ફરિયાદ? કેશવભાઈ જોવા જાવ તો અર્ધ બેભાન જેવા જ થઈ ગયા.

જેમ તેમ કરી ને ફોન માં વાત કરી ને હા પડતા કીધું, હા મીત મારો જ છોકરો છે. શું ફરિયાદ લખાયેલ છે અમારા વિરુદ્ધ?

(સામે ફોનમાંથી ફરીયાદ જણાવી ને જલ્દી થી પોલીસ સ્ટેશન હાજર થવા જણાવ્યું).


......✍️


પાટડી નામે એક ગામ છે, એમ તો એ બહુ પ્રખ્યાત નથી પણ હાલ સ્વર્ણિમધામ બનતા થોડું લાઇમ લાઇટ માં આવ્યું ને નકશામાં દેખાયું.

કેશવભાઈ એ એમના પિતાજી બહુ જ નાની ઉંમર માં ગુમાવી દીધેલા, એમ કહેવાય ને કે જ્યારે એ સમજતો થયો પિતા શું હોય; એ પહેલાં જ કુદરત રૂઠી. ને એ સમયે કેશવ ની ઉંમર લગભગ ૯ વર્ષ જેવી હશે.

આ હસતા રમતા નાના ટાબરિયા ને શું ખબર કે હવે પછી ના દિવસો શું હશે? પોતાના જ પરિવાર નું એક સ્વજન ગુમાવ્યા પછી એના પર શું વિતશે?

કેશવ ના ઘર માં એના પપ્પા, મમ્મી, એની મોટી ૩ બહેનો (ઉંમર ૧૦ થી ૧૪ વર્ષ ની વચ્ચે) ને નાના માં નાનો એ. પરિવાર માં જોવા જઈએ તો ૨ કાકા પણ એ બીજા ગામે રહેતા. મામા માશી પણ નજીક ના જ ગામો માં રહેતા.

આવો અણબનાવ બનતાં, કેશવ ના મમ્મી સાવ ભાંગી પડ્યા ને એના ભાઈ થી આ દુઃખ ના જોવાયું. એણે બધાંને તૈયાર કરી ને નજીક ના પોતાને ધ્રાંગધ્રા ગામે લઈ ગયો ને એક ભાઈ તરીકે ની શિસ્તબદ્ધ જવાબદારી પોતે ઉપાડી લીધી.

કેશવ ના મામા સ્વભાવે બહુ જ માયાળું ને દિલ ના બહુ જ સાફ. લોકો એને લાભુ ના નામે ઓળખે. પોતાના પરિવાર ની સાથે બહેન ને સાથે રાખીને એના સંસાર ને સાચવીને બધા ને આગળ લઈ જવાની એમની જવાબદારી માં વધારો થયો. ૫ બહેનો (કેશવ ના મમ્મી મંજુ ને ગણી ને) અને ઘર ના સભ્યો ને ગણી ને ૧૦ લોકો (૫ બહેનો મમ્મી પપ્પા ૧ પોતે ૨ બહેનો) નો પરિવાર બન્યો હતો. ૫ બહેનો વચ્ચે એક જ ભાઈ એટલે બહુ જ લડકોષ થી મોટો કરેલ ને ઘર માં ઘણું માન.

બહું જ ભોળા એ લાભુ મામા એ એના ભાણિયા ને એ સમય નું old SSC કરાવીને સારા નંબરે પાસ કરાવીને ઉચ્ચ ભણતર પૂરું પાડ્યું ને એમની ફરજ અદા કરી સમાજ માં એક ઉચ્ચ દાખલો બેસાડ્યો ને ખરેખર એ કહેવત ને સાર્થક કરી કે "રામ રાખે એને કોણ ચાખે?"

સારા ભણતર પછી કેશવ એના મામા ના જ ધંધા પર બેસવા લાગ્યો. એના મામા ને કરિયાણા ની દુકાન હતી. એ ત્યાંથી જ ધંધો શીખ્યો ને જીંદગી નું પ્રથમ સોપાન સર કર્યું. મામા નો ધંધો બહુ વિશાળ હતો પણ મામા પહોંચી વળતા નહિ. પણ કેશવ એ ઠામી જ લીધું હતું કે ધંધો ખુબ કરવો છે ને આગળ વધવું છે.

દિવસ હોય કે રાત, કેશવ નો ધંધો ૧૫-૧૬ કલાક ચાલતો ને ધંધા ને એક અલગ જ ઊંચાઈ એ લઈ ગયો. આ બધી જ પરિસ્થિતિ માં કેશવની ૨ બહેનો ના લગ્ન થયા. ૧ બહેન લગ્ન ના કરી શકે એવી હાલત માં થઇ ગઈ (મામાં ના ઘરે દાદરા પરથી પડી જ ગઈ ને માથામાં લોહી જ મરી ગયું). માથામાં લોહી નીકળવા થી મગજ પર બહું જ મોટી અસર પડી ને મગજ કામ કરતું બંધ થઈ ગયું. એ ઊર્મિલા, ત્યારે ૧૨ વર્ષ ની હતી.

જિંદગી માં કંઇક સારા દિવસો આવવાની શરૂઆત માં જ એક મોટો ઝાટકો મળી ગયો - બહેન નો ઈલાજ કરાવવાનો. ગામડાની હોસ્પિટલો માં એ સમયે ડોક્ટરો પ્રાથમિક નિદાન કરી ને દવા આપી દેતા ને ખરેખર કેશવ એ એ જ અનુશર્યું. ગામડામાં સારા ડોક્ટરો નો અભાવ ને ઘણા ડોક્ટર ના અભિપ્રાય મુજબ આ બીમારી નો કોઈ ઈલાજ શક્ય નથી ને એમ માની ને પ્રયાસો ટાળી દીધા ને આ મુશીબત ને હવે જીંદગી ભર સાથે લઈ ને જીવવાની ટેક લઈ લીધી.


.....✍️


હવે પછી ના ભાગ માં જુઓ..

શું બંસરી એ ફરિયાદ લખાયેલ હશે? મીત નો શું ગુનો હશે?

ખરેખર ઇજ બંસરી છે જે એના ભાઈ ને પપા વિરુદ્ધ પગલું ભરે? કોઈ જાળ માં ફસાઈ ગઈ છે?


....


આપ આપના અભિપ્રાય જણાવશો.