Dago ke Majburi? - 4 books and stories free download online pdf in Gujarati

દગો કે મજબૂરી ? - ૪

[આપે આગળ જોયું...
કેશવ અને ઇન્દુ ને ભગવાન ની દયા થી ૩ બાળકો નો જન્મ થયો ને પરિવાર સરસ રીતે ચાલતો થયો. હવે કેશવ અને ઇન્દુ પોતાના સપનાઓ પૂરા કરવા દોટ લાગવા માંડ્યા, પોતાના એટલે કે છોકરાઓ ના. અમદાવાદ, કદાચ નામ સાંભળેલ હશે પણ આવેલ નહિ આ અજાણી દુનિયામાં. તેમ છતાં સાહસ કરી ને અમદાવાદ આવી ગયા, એક મકાન પણ લઈ લીધું. ]

હવે આગળ....


✴️✴️✴️


બધી બચતો થી એક ઘર નું ઘર લઈ લીધું હોવાથી શરૂઆત ના દિવસો માં ખેંચ વધવા લાગી. કારણકે અચાનક થી વતન છોડી ને નવા જ શહેર માં પ્રયાણ કરવું એ દિવસો માં સરળ નહોતું ને એ પણ એવી જગ્યા એ કે જ્યાં કોઈ ઓળખાણ જ નહોતી. ને ઉપરથી ધંધો શું કરવો ન ક્યાં કરવો? એ સહું થી મોટો પ્રશ્ન હતો.

કેશવ ને ઇન્દુ એક બીજાને બને એટલો સાથ સહકાર આપવા લાગ્યા ને ઘરે બેસી ને ધંધો શરૂ કર્યો. શરૂઆત ના એ સમય માં બહુ જ અઘરું લાગતું એ કામે કેશવ ના મગજ પર એક નવી પ્રેરણા ઉભી કરી.

કેશવ ને ધીમે ધીમે સમજાવા લાગ્યું કે આ શહેર માં ઘરે થી ધંધો ના થઈ શકે અને ગામડામાં જે રીતે અને વ્યવહારે કરેલ એ મુજબ ના કરાય. ઉધારી કરી ને ધંધો કરવો બહુ જ મુશ્કેલ હતો કારણકે આ અજાણ્યા અવડા મોટા શહેર માં કોઈ જતું રહે તો શોધવું કેવી રીતે? કારણકે શરૂઆત ના મહિનાઓમાં ૨ અજાણ્યા પરદેશી વેપારી એ દગો દઈને પૈસા આપ્યા નહિ પણ માલસામાન વહેંચી નાખ્યો.

થોડું સાહસ માંગી લે એવો પ્રશ્ન ઉભો થયો. નક્કી કર્યું કે ઘર ની નજીક માં જ એક દુકાન લઈ લઈએ જેથી પરિવાર ને પણ સમય મળી રહેશે ને ધંધો થતો જશે ને પરિવાર નો સાથ સહકાર મળતો રહેશે. ને એમાં પણ છોકરાઓ નાના હતા, એટલે આંખ સામે થી દુર કરવાનું મન નાજ માને ને.

ઘર ની નજીક માં દુકાન શોધી ને એ પણ ખરીદી લીધી. પૈસા હતા નહિ પણ મામાં નો સાથ સહકાર મળ્યો. થોડા ઘણા મામાં એ આપ્યા ને થોડી રકમ ની લોન કરી. કેશવ એ જિંદગી માં પહેલી વાર લોન લીધી હતી એટલે એને આ બોજો જેમ બને એમ જલ્દી થી ભરપાઈ કરવાનું ઠામી લીધું હતું. કેશવ સ્વભાવે ખૂબ જ ઉદાર ને દિલ બહુ જ મોટું એટલે એને જરા પર દગાખોરી ના કરી ને મામાં ના વગર પૂછ્યે એમના નાના છોકરા ને દુકાન નો ભાગીદાર બનાઈ દીધો (આ જમાના માં કેશવ જેવો ઉદાર સ્વભાવ એ પણ મિલકત બાબત માં મળવો ખૂબ જ મુશ્કેલ છે) ને મામાં ને પછી થી જાણ કરી. નામની છેક સુધી ના પાડી હોવા છતાં કેશવ એ ભાગીદાર બનાઈ દેતા મામાં ને મન એનું ખૂબ જ માન વધી ગયું.

ધંધો શરૂ કર્યો, પોતાની આવડત થી, મહેનત થી દિવસ રાત એક કરીને. ગામડે થી લાવેલ સમાન અહી કોઈ જ લેતું નહોતું કારણકે શહેરીજનો ની પસંદગી જ અલગ હતી. ધીમે ધીમે કરીને એનો અભ્યાસ કર્યો ને ધંધો સેટ કર્યો. આમ કરતાં કરતાં ૧ વર્ષ વિતી ગયું.

ધીમે ધીમે મોટા થતાં છોકરાઓ ની ભણવાની ચિંતા કેશવ ને ઇન્દુ ને કોરી ખાતી હતી. ને એમાં પણ શહેર માં શિક્ષણ બહુ જ મોંઘુ હતું ને કેશવ ગમે એટલો ખર્ચો કરી ને પોતાના છોકરા ને પોતાનું અધૂરું સપનું પૂરું કરવા માગતો હતો. બસ હવે તો એક જ સ્વપ્ન હતું કે બચતો તોડી ને પણ કે લૉન કરી ને પણ પોતાના સંતાનો ને ભણાવશે.

સમય પણ ક્યાં કોઈ નું સાંભળે છે? એતો આવે છે ન જતો પણ રહે છે પણ સમય ની સાથે જે અડીખમ ઉભો રહે છે એજ માનવી નું મનોબળ અને સાહસ.

ધીમે ધીમે બધી જ બચતો તો તોડી ને એને છોકરાના ભવિષ્ય માં ઇન્વેસ્ટમેન્ટ કરવા લાગ્યો. એણે કાલ ની ચિંતા પહેલા સતાવતી હતી પણ મામાં ના એ શબ્દો હજુ દિલ માં જ વસેલા હતા જેથી બહુ ટેન્શન નતું થતું.

છોકરાઓ પાછળ તન તોડ મહેનત કરવા લાગ્યો. રોજ રાત્રે છોકરા ને ભણવાનું ને સવારે ધંધો કરવાનો, આજ એક ક્રમ બની ગયો હતો. અને ખરેખર આજ મહેનત કેશવ ને આગળ જતાં બહુ જ કામ લાગી - એના ધંધા માં ને છોકરાના ગણતર માં.

હર વર્ષે તેના ૩ નેય બાળકો બહુ જ સારા માર્ક્સસાથે પાસ થવા લાગ્યા ને ખરેખર હવે એને લાગવા લાગ્યું કે મહેનત લેખે લાગી.

જોતજોતામાં કેશવ ની મોટી દીકરી ૧૦ માં ધોરણ માં આવી ને એ પણ બહુ જ મહેનત થી પાસ થઈ ને સારા ગ્રેડ એ ઉતીર્ણ થઈ. હવે જિંદગી નો બઉ જ મોટો નિર્ણય હતો કે કઈ લાઈન માં જાઉં? સાયન્સ, કોમર્સ કે આર્ટસ?

કેશવ પોતાના બાળકો ને ઉચ્ચ શિક્ષણ આપવા હંમેશાં તૈયાર રહેતો હતો. એણે દીકરી ને પ્રોતસાહન આપ્યું ને એની લાઈન જાતે નક્કી કરવા કહી. છોકરી પણ બહુ જ હોંશિયાર હતી એટલે એણે સાયન્સ લાઈન લેવાનું નક્કી કર્યું ને આગળ નું ભણવાનું શરૂ રાખ્યું. ૧૨ ધોરણ સુધી સાયન્સ લઈ ને આગળ ડોક્ટર બનવું હતું.

બંસરી બહુ જ ઉદાર, દેખાવડી ને મધ્યમ બાંધા ની હતી. બહુ જ ભોળો એનો સ્વભાવ એની જિંદગી ને કયા મુકામે લઈ જશે, કોને ખબર? એનું પરિવાર માં બહુ જ માન, જાણે જોઈ લો તો રૂપ રૂપ નો અંબાર ને બહુ જ છટાદાર એનું શિક્ષણ. જે પણ જિંદગી ના પ્રોબ્લેમ આવે એને હસ્તે મોએ સહી જાય ને જેવા બાપ ના સંસ્કાર એવા જ એના માં દેખાતા. કદી કોઈ નું ખરાબ ના વિચારેલ એ છોકરી દેશ લેવલ ની વિવેકાનંદ પરિક્ષા માં પહેલા ક્રમે ઉતીર્ણ થઈ ને એ જમાના માં વિમાન માં બેસવું એ એક સપનું જ બની રહેતું. બેસવાનું તો છોડો એને નજીક થી જોવું એ પણ એક લાહવો બની રહેતો.

એ પરિક્ષા થી એને વિમાન માં બેસી ને મુંબઈ સુધી મફત માં મુસાફરી કરવાનો મોકો મળતો હતો પણ બીજા નિયમો ને લીધે કેશવ એ આ શોખ પૂરો કરવો ઉચિત ના સમજ્યું કે જ્યાં પોતે કે પરિવાર નો કોઈ સભ્ય સાથે ના હોય.

દેખતા દેખતા ૧૨મુ ધોરણ પણ પતિ ગયું ને ૫૭% થી ઉતીર્ણ થઈ. એ જમાનામાં ૫૭% સાયન્સ ના એટલે ૮૦% કોમર્સ ના ગણાતા. કેશવ ની છાતી ગદ ગદ થઈ ગઈ ને એને આગળ ભણવાની તમન્ના લાગી, કેમ ના લાગે, પોતાનું અધૂરું સપનું પૂરું કરવાની મોકો મળતો હોય તો.

દીકરી ને મનોબળ મક્કમ કરી ને આગળ વધવા જણાવ્યું ને કૉલેજ શરૂ કરાઇ. ધીમે ધીમે એ કોલેજના ૩ વર્ષ પણ પૂરા થઈ ગયા. તો બીજી તરફ કેશવ બીજા બાળકો ના સપના પુરા કરવામાં લાગી ગયો ને ધંધો પણ વિકસાવવા લાગ્યો.

બંસરી એ સાયન્સ ની બાયોલોજી લાઈન લીધી તો નાની બહેને ગણિત ની લાઈન લીધી. એ સમય માં કેશવ નો નાનો છોકરો પણ ૧૦ માં આવી ચુક્યો હતો. બાપ દાદા નો ધંધો ભવિષ્ય માં આગળ વધારવા માટે એણે પહેલે થી જ મગજ માં ગણિત નું ઘર બનાવી લીધું હતું. કેશવ ભણવાની બાબત માં કોઈ દિવસ રોક ટોક ના કરે પણ બંને બહેનો એ સાયન્સ લાઈન લીધી ને નાનો છોકરો કોમર્સ ની જીદ લઈને બેઠો તો જે કેશવ ને એમ લાગતું કે પૈસા ને લીધે છોકરો પાછળ ના પાડી જાય. કારણકે સાયન્સ એ ખર્ચો માંગી લે એવી અને અઘરી લાઈન હતી, વળી એની એના શિક્ષકો પણ બહુ મોંઘા હતા.

બંસરી ભણતર ના આગળ ના પડાવ ને ઝીલવા માટે તૈયાર થઈ ગઈ હતી તો બીજી બાજુ એના માટે લગ્ન ના પ્રસ્તાવ આવવા લાગ્યા હતા. બંસરી ૨૨ વર્ષ ની થઈ તો ગઈ હતી ને બધી જ જવાબદારી નિભાવી રહી હતી; જાણે એ ઘર ની હોય કે ભણતર ની હોય કે પછી મહેમાન સાચવવા માટે ની. કારણ કે કેશવ નું ઘર અમદાવાદ માં સારા લોકેશન પર હતું કે જ્યાંથી હોસ્પિટલ, શાળા, બસ સ્ટેશન વગેરે નજીક પડતું હતું અને કેશવ ના દૂર દૂર સુધી ના પરિવાર માં લોકો ને કેશવ ના ઘરે જાઉં ગમતું. કેમ ના ગમે? આવી રાજા મહારાજા ને સાચવે એવી એની પદ્ધતિ હતી મહેમાન ને સાચવવા માટે. પાણી માંગો તો દૂધ ધરી દે પણ પોતાના માટે શું? એ કદી જ ના વિચારે.

ખરેખર આ ગુજરાતી કુટુંબ માં જ્યારે છોકરા છોકરી માટે ઠેકાણા શરૂ થાય ત્યારે ઘર માં પોતાના પારકા દેખાવા લાગે. ને બન્યું એમ જ, બંસરી ને ભણવું હતું ને કેશવ ને હવે સમાજ ની રુએ અને સારા ઠેકાણા હાથ પરથી ના વહી જાય એની બિકે ઉતાવળ કરવા લાગ્યો, કેમ કે એમના પરિવાર માં નાતો કોઈ એ એટલું ઉચ્ચ શિક્ષણ લીધેલ હતું કે નાતો બંસરી જેવી સંસ્કારી ને દેખાવડી છોકરી હતી ને ના તો કોઈનો આધાર હતો.

બંસરી ને આગળ ભણવું હતું એટલે એણે એની મમ્મી ને વાત કરી ને પપ્પા ને મનાવા કીધું ને કેટલેક અંશે એ સફળ પણ રહી. કેશવ એ એને માસ્ટર ડિગ્રી કરવા છુંટ આપી. ખૂબ મહેનત કરી ને કોલેજ માં જોડાઈ ગઈ. પણ ખરેખર જેમ કેશવ ભોળો રહ્યો એમ જ એની દીકરી પણ દુનિયાના રંગે ભોળવાઈ ગઈ. નવા નવા લોકો નો સંગ થયો ને મિત્રતા થઈ.


✳️✳️✳️


આગળ શું થશે? ...
વાંચો આખરી ભાગ ૫ માં..

આપના અભિપ્રાય અને મંતવ્યો જણાવતા રહેશો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED