Dago ke Majburi - 3 books and stories free download online pdf in Gujarati

દગો કે મજબૂરી ? (ભાગ - ૩)

[આપે આગળ જોયું ..
કેશવ પર આભ ફાટયું જાણે કે બધી જ ઘર ની જવાબદારી આવી ગઈ એ પણ ખૂબ જ નાની ઉંમરે, પિતાજી ગુમાવ્યા નો રંજ આખી જીંદગી રહી ગયો ને એટલી નાની ઉંમર માં બહેન નો ઈલાજ પણ ના કરી શક્યો કારણ કે એ બીમારી નો કોઈ ઈલાજ નહોતો. મામા નો ઘણો સાથ સહકાર મળ્યો ને ભણતર ગણતર કરી ને ઇન્દુ સાથે લગ્ન કર્યા.
આ કપરા માંથી સારા સમય ની શરૂઆત ઘણા લોકો થી જોઈ ના શકાઈ ને ઘર માં થોડા અવિશ્વાસ ની શરૂઆત થઈ ને કેશવ એની જીંદગી નો બહુ જ મોટો નિર્ણય લેવા જઈ રહ્યો ને મામાં ના ઘર થી અલગ રહી ને પોતાનો જાતે નવો ધંધો શરૂ કરવા નિર્ણય લીધો ને અખિયાનાં મુકામે શરૂઆત કરી.]

હવે આગળ...✍️


દગો કે મજબૂરી? (ભાગ - ૩)


ધ્રાંગધ્રા માં પ્રવેશતાં જ કેશવ પોતાના સંસ્મરણો માં ખોવાઈ ગયો. એ બાળપણ ની યાદો, ઉછેર, શાળા, બગીચો, સીનેમા હોલ ને એની જ નજીક મામાં ની દુકાન ને એનાથી થોડે આગળ જૂનું બસ સ્ટેન્ડ.

મામા ની દુકાન પાસેથી નીકળતા કેશવ બહુ જ ભાવુક થઈ ગયો ને અચાનક એને કોઈક છૂટી ગયેલા દર્દ નો અહેસાસ થયો, પોતાની માતા અને બહેન આ બધા થી દુર હતી. ત્રણ મહિના થઈ ગયા, એને જોયા વગર, બહુ યાદ આવતી હતી. પણ બીજી જ મિનિટે સ્વસ્થ થઈ ગયો ને ધંધા ના વિચાર માં ડૂબી ગયો. જાણે એમ લાગતું તું કે મગજ બહુ જ ગતી એ આગળ વધે છે ને બસ ઉભી છે. કદાચ એના મગજની ઝડપને પહોંચવા હાથ પણ ધીમા પડતા હતા. કેટ કેટલાયે વિચાર કરી લીધા.

બસ સ્ટેન્ડ એ ઉતરી ને સીધો જ મહેતા માર્કેટ તરફ પ્રયાણ કર્યું ને ચિઠ્ઠી મુજબ વસ્તુ ની ઝડપથી ખરીદી કરી લીધી. આમ પણ મહેતા માર્કેટ માં કેશવ ની છાપ બહુ ઊંચી હતી. બધા એને 'લાભુ મામાં નો ભાણિયો ' ના નામ થી ઓળખતા હતા પણ હવે એ કેશવ ના નામ થી પોતાની ઓળખાણ ને છાપ ઉંભી કરવા માગતો હતો.

પાછા ફરતા વખતે મામા નો મેળાપ થયો ને કેશવ નજર ના મિલાવી શક્યો. મામા તો મામા જ હોય ને? એ મન વાંચવાં માં બહુ જ હોંશિયાર હતાં. મામા એ એને ઘરે લઈ જવા માટે પ્રયત્ન કર્યો પણ આજે નહિ ૨ દિવસ પછી આવીશ એમ કહી ને નીકળવાનો પ્રયાસ કર્યો. મામા કેશવ વિશે જાણકારી મેળવવા ઉત્સુક બની ગયા હતા. ક્યાં રહે છે? શું કરે છે? ઇન્દુ શું કરે છે? પણ હવે એ ૨ દિવસ પછી જ ખબર પડશે, કારણકે કેશવ આજે ઉતાવળ માં હતો (ખબર નહિ મામા સાથે આંખ ના મિલાવી શક્યો એટલે કે પછી સાચે જ એને ધંધા માં ઉતાવળ હતી?) .

કેશવ ૧૧:૦૦ ની બસ માં અખિયાનાં આવવા નીકળ્યો ને મગજ માં ઘણા બધા પાછા વિચારો શરૂ થઈ ગયા. ઇન્દુ ને હું શું કહીશ ઘરે? મામા મળ્યા હતા ને હું એમના માન ખાતર ઘરે જઈ પણ ના શક્યો? એ કેવી રીતે અત્યારે ધંધો સંભાળતા હશે? બંને ભાઈ શું કરતા હશે? ખરેખર મારા માટે એમને માન હશે? મમ્મી અને બહેન શું કરતા હશે? ઇન્દુ બિચારી ને કેટલી તકલીફ પડતી હશે અત્યારે, ઘર સંભાળવાનું, ધંધો સંભાળવાનો ને ખભે ખભો મિલાવીને ઊભી રહે છે! તેમ છતાં કઈ મને ફરિયાદ પણ નથી કરતી. આ બધા વિચારો કરતા કરતા અખિયાનાં આવી ગયું.

કેશવ ઝટપટ દુકાને પહોંચ્યો ને ફરી રોજ મુજબ ના કામે લાગી ગયો. ૧ વાગ્યે ઇન્દુ ને વાત કરે છે કે, હવેના રવિવારે મામા ને ઘેર મળવા જવું છે, બહેન, મમ્મી ને ભાઈઓ ને મળવું છે. ૩ મહિના થઈ ગયા છતાં હજુ મામા મને યાદ કરે છે. આજે જ બજાર માં મલી ગયા હતા ને હું વાત પણ ના કરી શક્યો. મારી હિંમત જ ખૂટી પડી.

રવિવાર નો એ દિવસ આવી ગયો. ઇન્દુ ને કેશવ ધ્રાંગધ્રા જવા નીકળી ગયા. ફરી વખત એક જૂની યાદો તાજી થઈ. આજે મામા અને બધા ને મળવાની ઉતાવળ હતી એટલે બસ ધીમી ચાલતી હતી એમ કેશવ ને લગતું હતું. આતુરતા નો અંત આવતા બસ ધ્રાંગધ્રા પહોંચી ને મોટા ડગલે મામા ના ઘર તરફ પ્રયાણ કર્યું.

ઘરે પહોંચતાં જ કેશવ સીધો મામી ને મમ્મી ને મળ્યો ને બહેન ની ખબર કાઢવા પહોંચ્યો. મામા એને જોઈને ખૂબ ખુશ થઈ ગયા. જવાબદારી ના બોજ થી કદાચ કેશવ પહેલા કરતા બહુ જ દૂબળો પડી ગયો હતો ને ઇન્દુ પણ સુકાઇ ગઇ હોય એમ લાગ્યું. મામા અને ઘર ના બધા જ સભ્યો સાથે બેસી ને વાતો એ લાગ્યા. ઘર માં માહોલ જાણે એમ જ બની ગયો કે રામ વનવાસ થી પરત આવ્યા હોય. ઇન્દુ, મામી ની મદદ લાગી ગઈ ને કેશવ ને મામા વાતો એ વળગ્યા ને કેશવ એ મમ્મી અને બહેન ને સાથે લઈ જવા પ્રસ્તાવ મૂક્યો અને એક મહિના પછી લઈ જવાની અનુમતિ માંગી. હવે કેશવ, મામા ને બોજારૂપ બનવા ન'તો માંગતો અને હવે એમના પરિવાર ની થોડી જવાબદારી માંથી મુક્ત કરવા માગતો હતો ને મામા એ પ્રસ્તાવની મંજૂરી આપી (એ પણ ઘણી રકઝક ને સમજાવટ બાદ). સાંજ પડતાં કેશવ અને ઇન્દુ પોતાના ગામે પાછા ફર્યા.

મહિના પછી મમ્મી ને બહેન ને કેશવ લઈ આવ્યો ને મામા નું અહેસાન નહિ ભૂલી શકે એમ બતાવી ને માફી માંગી ને નીકળી ગયો.

લગ્ન ને એક વર્ષે કેશવ ને ઇન્દુ ને ત્યાં છોકરાનો જન્મ થયો. ખબર નહિ, ઈશ્વર ને મંજુર નહિ હોય એમ એ નાનો જન્મેલ બાળક ૬ દિવસ માં તો ભગવાન ને વ્હાલો થઈ ગયો. ખબર નહિ હજુ શું ઋણ ચૂકવવાનો બાકી હશે એમ વિચારી ને દુઃખી થઈ ને ભગવાન પાસે આજીજી કરતો રહ્યો.

હવે, વડીલો ના સમજાવટ થી એ સમય માં ભગવાન માં શ્રદ્ધા વધતી ગઈ પણ થોડી આડી લત પણ લાગી ગઈ. પાન મસાલા ખાવાના ચાલુ કરી દીધા. માનતાઓ લીધી ને બાધાઓ લીધી. કેશવ ખરેખર બહુ જ ભાંગી પડ્યો હતો પણ ઇન્દુ ના સાથે એને ભાંગવા ના દીધો ને ફરી થી એક સજજન જેવી જિંદગી ની શરૂઆત કરવા સમજાયું.

બીજા વર્ષે ફરી વાર એક નાના બાળક નો જન્મ થયો. આ વખતે એક મસ્ત છોકરી નો જન્મ થયો, જે કલરવ કરતી ને ખિલખિલાટ હસતી ને કેશવ ને એની બધી જ કુટેવો ને ચિંતામાંથી મુક્ત કરવા સજ્જ થઈ ગઈ હતી. ભગવાન ની શ્રદ્ધા ના ના લીધે એનું નામ લક્ષ્મી પાડ્યું.

કેશવ ને ઇન્દુ નો આ નાનો પક્ષી નો માળો ધીમેથી પણ બહુ જ સારી રીતે ઉછેર પામતો હતો. એમ કરતાં કરતાં બીજા ૨ વર્ષ નીકળી ગયા ને કલરવ કરતી એક છોકરી શ્રેયા નો જન્મ થયો ને ઘર માં ખુશી નું મોજું ફરી વળ્યું. આ બધી જ પરિસ્થિતિ માં કેશવ નો ધંધો બહુ જ મોટા પાયે વિકસી ગયો હતો ને કહેવાય ને કે ગામડામાં નામ થઈ ગયું હતું ને પોતે ભૂખ્યા રહી ને પણ બંને દીકરી ની સંભાળ માં લાગી જતાં.

અપડો દેશ એક પુત્ર પ્રાધાન્ય દેશ છે ને એમાં પણ બધા તહેવાર ને પિતાજી સાથે ખભે થી ખભો મિલાવી ને ઉભા રહેવા માટે ને ઘર ની જવાબદારી ને ઉપાડવા માટે ને ઘડપણ માં સહારો બનવા માટે બસ હવે એક છોકરાની ઈચ્છા હતી કેશવ ને.

કેશવ ને ઇન્દુ નો સ્વભાવ ખૂબ જ માયાળુ ને લાગણીશીલ હતો. ગામ માં કોઈ પણ સાધુ સંતો આવતા તો એમનો આશ્રય કેશવ ઇન્દુ ના ઘરે જ જોવા મળતો ને સેવા કરવી એ એમનું કર્તવ્ય સમજતા અને પૂરી નિષ્ઠા થી કરતા, એમાં જરાય કચાસ ના રાખતા. ભગવાન ની દયા ને સાધુ સંતો ની સેવા ના પરિણામ થી કેશવ ને ઇન્દુ ને ત્યાં પછીના ૨ વર્ષ માં એક હસતો રમતો ને ફૂલ જેવો છોકરો રાજેશ નો જન્મ થયો.

ઘર માં ખુશી ઓ બમણી થઈ ગઈ. દાદી નો વહાલો ને ફોઈ નો લાડલો રાજેશ ધીમે ધીમે મોટો થતો ગયો ને બહુ જ નાની ઉંમર માં બોલતા ને ચાલતા શીખી ગયો. ગામ માં પણ બધા નો લાડકવાયો બની ગયો ને બધા રમાડવા લઈ જતા ને બહુ જ નાની ઉંમર માં બધાનું દિલ જીતી લીધું. ઇન્દુ રાજેશ નું બહુ જ ધ્યાન રાખતી કારણકે પહેલો છોકરો ભગવાને લઈ લીધો હતો ને હવે એ નતી ઈચ્છતી કે આવું અનિચ્છનિય કઈ પણ થાય. હા, થાય જ ને; એક માં ની મમતા ને એક માં શિવાય કોણ સમજી શકે? ઘણી બધી બાધા ને તપસ્યા નું ફળ એટલે આ રાજેશ.

કૅલેન્ડર વર્ષ ૨૦૦૦ નું વર્ષ હશે. ને જોતા જોતામાં બાળકો મોટા થઈ જાય છે ને વિધ્યાદેવી ની પ્રતીતિ કરવા માટે શાળા માં મુકવા માં આવે છે, એમના જીવન ઘડતર માટે.

લક્ષ્મી, શ્રેયા ને રાજેશ ૧૨ વર્ષ, ૯ વર્ષ ને ૭ વર્ષ ના થઈ ગયા હતા ને લક્ષ્મી ને શ્રેયા તો શાળા એ જતા થઈ ગયા હતા ને રાજેશ ને પણ શાળા શરૂ કરાઇ દીધી હતી ને આ બાજુ કેશવ નો સંસાર બહુ જ સરસ રીતે ચાલતો હતો. ધંધો, પરિવાર ને સમાજ માં ઇજ્જતદાર પરિવાર બની ગયો હતો ને એનું ગર્વ પણ મહેસૂસ કરતા હતા.

ઇન્દુ નું સ્વપ્ન હતું કે શહેર માં જઈને પોતાના સંતાનો ને સારું શિક્ષણ મળે, ખરેખર કોણ માતા પિતા એમના સંતાન નું ઉજ્જવળ ભવિષ્ય ના ઈચ્છે? એ પ્રસ્તાવ એને કેશવ પાસે રાખ્યો ને બહુ જ ઓછો વિચાર કરીએ કેશવ એ એનો અમલ કરવા કહ્યું ને માન્ય રાખ્યો.

વર્ષ ૨૦૦૧...

એ ગામડાની ધરતી અને સફડતાની સીડીઓ ચડી ને આવેલા એ જુગલ જોડી એ જિંદગી ના ઘણા બધા પડકારો જોયા હતા ને હસતા મોઢે સામનો કરી ને આગળ વધેલા હતા. હવે એ પોતાના સપના ને સાકાર કરવા અમદાવાદ તરફ પ્રયાણ કરતા હતા. મામા ના આશીર્વાદ લઈને અમદાવાદ રહેવા જવાની મંજૂરી લીધી. મામા ભલે એમની સાથે ન'તા રહેતા પણ આજ ના સમયે પણ એ મામાં ને પૂછ્યા વગર મોટુ નિર્ણય ના લેતા.

મામા ના એ જ શબ્દો એને આજે પણ જિંદગી માં આગળ લઈ ગયા કે, "તું આગળ વધ્યે રાખ; કઈ પણ જરૂરત પડે તો હું ઉભો છું. તું જરા પણ પાછો ના પડતો ને વિશ્વાસ રાખ જે મારામાં. મન મક્કમ કર ને જિંદગી ના નવા સોપાન કરવા આગળ વધો."

અમદાવાદ આવવા ખરેખર ઇન્દુ અને કેશવ રવાના થયા. આ અજાણ્યા જગ્યામાં જાણકારો ની જરૂરત હતી ને એવામાં જ ઇન્દુ ના ભાઈ નો ફોન આવેલ કે કુમાર મારો ભાઈબંધ અમદાવાદ માં જ છે. હું અમદાવાદ આવવા નીકળું છું. ને સાળા ની મદદ થી અમદાવાદ માં ઘર શોધ્યું ને મકાન ખરીધવા નો નિર્ણય લીધો.

એ જમાના ના ૩ લાખ એટલે બહુ મોટી રકમ હતી, ક્યાંથી લાવવી? જેમ તેમ કરી ને કેશવે ૧.૫ લાખ આપ્યા. બાકી ની રકમ નું ટેન્શન થવા લાગ્યું પણ એ સમય માં કરેલ બચતો કામ લાગી ને ૨ લાખ ની બચતો કાઢી ને મકાન પોતાના નામે કરી લીધું.


*********


હવે પછી નું ભાગ ૪ માં..
અમદાવાદ માં આવી ને એવું તો શું બન્યું કે કેશવ ની જીંદગી બદલાઈ ગઈ? ધંધો તો હવે છે નહિ? આ અજાણ્યા જગ્યા માં કેશવ એ કેવી રીતે જિંદગી કાઢવી એ મોટો પડકાર હતો.

જોઈએ એને આગળ ના છેલ્લા ભાગ ૪ માં..


~~~~~~~


આપ આપના પ્રતિભાવો દર્શાવો ને સારું લાગે તો કોમેન્ટ માં જણાવશો. આપનો પ્રેમ જ મને આગળ નો ભાગ લખવા મજબૂર કરશે..આશા રાખું છું..


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED