ભુરાયો paresh barai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભુરાયો

દરેક વ્યક્તિમાં સહનશક્તિ ની એક સીમા હોય છે. આપણી સ્ટોરી નો મુખ્ય પાત્ર ભૂરો એક વખત તો બધા નેં ખુબજ નરમાઇ થી જવાબ આપે છે, પણ બીજી વાર જો કોઈ એના મગજની નસ ખેંચવાની ભૂલ કરે તો તે, એવો સણસણતો જવાબ આપે કે, પૂછવા વાળો ગલીઓ કાપતો જાય. તો ચાલો આપણી રમુજી યાત્રા આરંભ કરિયેં.

પાડોશી - કેમ ભૂરા ભાઈ હમણાં બહુ દેખાતા નથી? કામ માં પડી ગયા કે શું?
ભૂરો - હા કામ માં છૂં...
પાડોશી - એવું તી શું કામ ગોતી કાઢ્યું છે, ભાભી ની સેવા ચાકરી કરતા હોય શું?

ભૂરો - ઘર ના ઠાંગલા જીભે થી ચાટીને સાફ કરતો હોય, મારી ઘરવાળીના કધોણીયા ઘાઘરા ધોતો હોય, બાથરૂમમાં પાણીનું ટબ ભરી નેં એમાં છબછબિયાં કરતો હોય, ટીવીમાં છોટા ભીમ અનેં પોગો જોતો હોય, ગાદલાના ડામચિયા ઉપર ચડી નેં તબડિક,,, ઘોડા,,, તબડિક,,, રમતો હોય.... હાઉ? બીજું કઈ પૂછવું છે? મારી પંચાત મુકો નેં, તમારા આ ઢાંઢા દીકરાના નાકમાં ગૂંગા બાજી ગયા, એને ઠીકઠાક રાખવામાં મેહનત લો નેં.


દોસ્તાર - ભૂરા તારે લગન નેં ત્રણ વર્ષ થઇ ગયા, કઈ છોકરું કેમ હજી નથી થતું? હું કઈ દવા ચિંધાડુ?
ભૂરો - ના ભાઈ અત્યારે ઈ વાત નહીં, મારે કામ પર જવું છે.
દોસ્તાર - એમ નહીં જો,,, છોકરું ના થાય નેં તો આપણી પાસે સટીક ઉપાય છે, તું ખાલી હા બોલ એટલે 100 ઉપાય બતાવું તને હમણાં જ,,,

ભૂરો - તું નિશાળના ટાઈમ થી વેહવારે નાગો હતો એ તો હું જાણતો જ હતો, પણ નકટૉ એ છે, તે આજે ખબર પડી, એક વાર તો કીધું કે મારે હમણાં છોકરા નથી કરવાના, નથી કરવાના તોય તારા ગોબર-ગંડા મગજ માં ઈ વાત ઘૂસતી કેમ નથી?

હજી મારું ઘરનૂ મકાન નથી, પાક્કા નોકરી-ધંધા નથી, તારી ભાભી સૂકેલી દોરડા જવી છે એમાં હું ભામ ભેગી કેવી રીતે કરું, તારા વાંદરી-છાપ ઉપાય ખીચા માં રાખીનેં તમારી દુકાન બાજુ ભાગતો થા નેં,,,

ત્યાં તારો ડાલા-મથ્થો બાપો ઘરાક નેં વળકા નાખતો હશે, ઈ બાજોડકો બાપો તમારા બાંધેલા ઘરાક નેં પણ ભગાડી દેશે, ત્યાં વેલો મર નેં? , હવે રસ્તો મૂક, મારે જવું છે, સાંજે ભાટકજે.

પત્ની - તમેં કામે થી આવી ગયા?
ભૂરો - હા, જમવાનું થઇ ગયું હોય તો આપી દે જે એટલે, ખાઈ નેં સુઈ જાઉં.
પત્ની - તમેં ઘરે થી સીધા કામ પર જ ગયા હતા નેં? આજે આવી પણ વહેલા ગયા? કંઈ ખાસ વાત?

ભૂરો - એ ના... આજે કામ પર ના ગયો હતો,,, બસ? તારા બાપુજીએ મંદિરે લંગર રાખી હતી ત્યાં બુકડા ભરવા ગયો હતો, પછી આપણી ધુતારી કામવારી રસ્તમાં માં મળી એટલે એની સાથે ચોપાટીએ ભેળ ખાધી અનેં આવતી વખતે ગટર ના પાણી માં કાગળની હોળીયું તરાવી. કોઈ દી વેલુ કામ પૂરું થઇ જાય તો ઘરે પણ વહેલું ના અવાય? અમારે શું રાત પડે ત્યાં સુધી, શેરીમાં ઓટલે બેસી નેં બકરીયુંની લિંડીઓ ગણવી?

ભંગારીયો - શેઠ ઘર માં કઈ જૂનો ભંગાર પડ્યો હોય તો લાવો નેં? પૈસા માંગો તો પૈસા આપીશ નહીંતર ઠામ આપી દઉં?
ભૂરો - કઈં નથી આપવા જેવું ભાઈ, પછી ક્યારેક આવજો.
ભંગારીયો - જુઓ તો ખરા શેઠ,,, કઈ તો નીકળી જ આવશે? અવળું મોટું ઘર છે, ક્યાંક નેં ક્યાંક ડુચ્ચાં ભર્યા જ હશે? શેઠાણી નેં પૂછી જુઓ.

ભૂરો - વગદા-વેવલા એક વાર તો કીધું કે કાંઈ નથી સળગાવવું,,, ઘર માં અત્યારે બધી કામની જ વસ્તુઓ પડી છે, શું એમાં થી તને દાન કરું? મારા ઘરના ડુચ્ચાંની ચિંતા પછી કરજે, પહેલા એક પાવલા ની બ્લેડ લઇનેં, આ તારી પચરંગી દાઢી સાફ કરને...? આ તારી રેંકડી ના પૈડાં ઓક્સિજન ઉપર છે, ફાંદા માં માટલું ચડી ગયું ત્યાં સુધી તેં ખાધે રાખ્યું,,, હવે ઓછું ઠુંસી નેં થોડાક પૈસા બચાવ અનેં આ રેંકડી ના પૈડાં બદલાવ, આ ક્યાંક અચાનક રોડ પર ઢગલો થઇ જશે.


વેપારી - ભૂરા ભાઈ નવો માલ આવી ગયો છે, ખરીદી કરવા આવો.
ભૂરો - ના ભાઈ હજી બધું પડ્યું છે, કઈ નથી જોતું.
વેપારી - એક વાર આવો તો ખરા, નવી વેરાઈટી આવી છે નેં ભાવ પણ સસ્તા ભૂરા ભાઈ.

ભૂરો - આ ઘર માં પાછલે મહિને જી બધું ખોસી રાખ્યું છે એનું શું કરું? અથાણું? કે પછી ગામના ભામણ નેં સિદ્ધો દઈ દઉં? તમે આ દુકાન પર બેઠા-બેઠા તમ્બાકુ-પાન ની પિચકારીઓ મારો છો, એ કરતા આ ગેંડા જેવા શરીર નેં કસરત આપીનેં આઘે થુંકવા જાઓ નેં? અનાજ માં કાંકરા નેં મસાલા માં ફોતરા પીસી-પીસી નેં, અમારા પૈસા લૂંટીનેં આ ઢાંઢુ વધાર્યું છે, આમાં હરસ ના થાય તો મારું નામ બદલી દેજો,

મોંઘું વેચો પણ ચોખું તો વેચો, આ પાન-મસાલા ની લાલી કરી હોય એવું મોઢૂં ગાંભા થી લૂછતાં જાઓ, વેપારી ઓછા લાગો છો, સુણી ગયેલી, કોઠા ની મેતરાણી જેવા દેખાઓ છો... ઉધાર જોંસવું ના હોય નેં ત્યાં સુધી મારુ મોઢૂં નહીં બોલાવતા. - રામ રામ

સાળો - જીજાજી શનિવારે હું મારી ઘરવાળી સાથે નીકળું છું, તમારે ત્યાં 4 દિવસ રોકવા નો પ્લાન છે...
ભૂરો - હા ભાઈ આવી જજો..
સાળો - તમેં કામમાં હોય તો પછી ક્યારેક આવી જાયેં, આતો એમ થયું કે તમને એકલું-એકલું લાગતું હોય તો આંટો મારી જાઇયેં.

ભૂરો - ભાઈ અમને એકલું બેકલું કઈ નથી લાગતું, તેં 4 દી મારા ઘરના મફતના રોટલા ભાંગવાનું નક્કી કરી જ લીધું હોય તો આવી જાજે, ગાય કુતરાઓ નેં 2 રોટલી ઓછી દેશું અનેં તમને ઠુસવા દેશું બીજું શું? 2 મહિના પેલા જ તો અમને ધૂસ દઈ ગયા હતા, હજી ધરો ના થયો હોય તો પાછો ધુમબો મારી જાઓ બીજું શું..?


બા - ભુરીયા મને જાત્રા એ લઇ જા, મારે નવી લાકડી એ જોશે, આ ચશ્મા માં દેખાતું નથી, નવા લઇ દે, તારી ઘરવાળી માંદા દર્દીનું ખાણું રોજ ખવડાવે છે એને કે કોઈ દી, સીરો કે ઢોકળા ખવડાવે.

ભૂરો - હા બાપુજી મારા માટે મોટી મિલકત છોડી ગયા છે ને,,,? હમણાં બધું કરાવી દઉં હો....

"ઇસી મિનિટએ જૂની લાકડી નો છૂટિયો ઘા ભૂરાના વાંસા બાજુ આવ્યો", નેં ભૂરો ડેલી ની બહાર... ઉડન...છુ... હા...હા...હા..."

ભૂરો - ખોટી જગ્યા એ મોઢું ખોલાય ગયુ,,, ભાગો.. ભાગો..