વિચારો ને કિનારે પ્રકરણ - ૩ Ramoliya Nalin દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિચારો ને કિનારે પ્રકરણ - ૩

વિચારો ના કિનારે!!
પ્રકરણ -3


“ઓહ..!!..મારા....પાર્થ ત્યાજ ઊભો રહજે.”
પાર્થ હસતાં મુખે બોલ્યો: “નિશું હજી પણ તારી આદત નથી બદલી હો!! 
તું મને એક વાત કહે કે,
તે મને કેમ ઓળખ્યો કે હું તારી પાછળ ઊભો છું.?”
“ નિશું તને મારા અનુભવ ની  એક વાત  કરું તારા વિષે. હું એકલો કે ગમે તેટલા માણસોની ભીડ માં તારી પાછળ છાનું માનો ઊભો હોવ  તો પણ તું મને ઓળખી લે છો અને તારું ઉપરનું વાક્ય છેલ્લા ૧૦ વર્ષ થી સાંભળું છું  ”
“ઓહ..!!..મારા....પાર્થ ત્યાજ ઊભો રહજે.” આવું કેમ?
  નિશા પાર્થ ના મનગમતા ટામેટાના ના ભજીયા બનાવતા બનાવતા બોલી: “ પાર્થ માણસનું મન જેટલું પણ વધારે શાંત હશે એટલુ જ એની પાછળ કોણ ઊભું છે એ તેને ખ્યાલ આવી જશે કારણ કે  સાફ-સફાઈ કર્યા વગરનું ઘર સુંદર નથી લાગતું તેમજ મન ની અંદર રહેલ  ભૂતકાળ ની સ્મૃતિ ની  સાફ સફાઈ ના કરવામાં આવે તો મન પણ ગંદુ રહે છે.  આ કારણો થી હું મારી પાછળ કોણ ઊભું છે તેને  ઓળખી શકું છું. ” 
  નિશા એ ભજીયા બનાવતા બનાવતા  પાર્થ સામે જોયું  ને બોલી: “લુચ્ચા તને કેમ ખબર કે આ શર્ટ તારા માટે હું લાવી છું અને તે પહેરી પણ લીધો મને પૂછ્યા વગર!!!” 
  નિશા  માથા પર નો પરસેવો લુછતા લૂછતા મજાક  માં બોલી : ”પાર્થ તે તારી આદત મુજબ ૫ મિનિટ માં સ્નાન કરી લીધું અને ફટાફટ કપડા પણ બદલાવી લીધા.” 
પાર્થ રસોડા માં ડાઈનિંગ ટેબલ પર બેસતા – બેસતા બોલ્યો : “ તને નિશું ખબર જ છે ઓરેન્જ મારો ફેવરિટ કલર છે અને એ માં પણ જો મારો  મનગમતા કલર નો શર્ટ જ્યાં સુધી ન  પહેરૂ ત્યાં સુધી મને ચેન ના પડત એટલ ફટાફટ સ્નાન કરી લીધું મારી નિશું!!” પણ “પાર્થ તારા માટે આ મારા  તરફ થી ભેટ હતી અને હું મારા હાથે તને આપવાની હતી તે મારો બધો પ્લાન ચોપટ કરી નાખ્યો!!”
  પાર્થ મલકાતા મલકાતા બોલ્યો : “ઓહ મારી નિશું ,તું આપ કે હું પહેરું બંને એકજ છે ને , નિશા એ હકાર માં માથું હલાવી ને હસતાં હસતાં રસોઇ બનાવા લાગી ને બોલી: “હા..... મારા પાર્થ હા......!! મને તારી બધી આદત ની ખબર છે”.
“નિશું સુગંધ તો સરસ આવે છે.  શું બાનવ્યું ભોજન માં ?” એમ બોલતા બોલતા પાર્થ ડાયનીગ ટેબલ માથી ઊભો થયો અને નિશા તરફ ચાલવા લાગ્યો અને નિશા ની નજીક જઈ રસોઈ સામે જોતાં જોતાં બોલ્યો : “વાહ નિશું મારા ફેવરિટ ટામેટાના ભજીયા અને સાથે ગ્રીન ઠંડી ચટણી અને ગુલાબ જાંબુ પણ, ઓહ મારી નિશા..!!!”  એમ કહી ને પાર્થ એ નિશા ના ગુલાબી અને નાજુક ખંજન પડેલા ગાલ પર પાર્થ એ તસ તસ તું ચુંબન આપ્યું!! 
  નિશા શરમાતા શરમાતા બોલી:  બસ હવે પાર્થ!! છાનું માનો બેસ અને મને બધી વસ્તુ ડાયનીગ ટેબલ પર મૂકવા લાગ અને ત્યારબાદ  ભોજન કરી લયે.” 
પાર્થ હસતાં હસતાં બોલ્યો: હા મારી નિશું પ્રિયા !!!
નિશા અને પાર્થ બને  ડાયનીગ ટેબલ પર બેઠા બેઠા સાથે જમવા લાગ્યા, પાર્થ નિશા ના ભોજન ના વખાણ કરતો હતો.” નિશા ઘણા સમય બાદ તારા હાથ ના ટામેટાના ભજીયા,ચટણી,અને જાંબુ ખાધા.”
” નિશા ટોણો મારતા સ્વરે બોલી: બસ પાર્થ ખોટા વખાણ કર માં,  નિશા તને પણ ખબર જ છે કે આ મારી આ મનપસંદ વસ્તુ છે. નિશા હસતાં હસતાં બોલી: “ હા પાર્થ મને ખબર છે.” 
નિશા જમતા જમતા મનોમન વિચારવા લાગી આજે સાંજની મારી વિમાન ની ટિકિટ છે  અને પાર્થ મારો સમય બગાડી રહ્યો છે અને  મન, સમજાવ તા મ સમજાવતા નિશા ફરી  વિચારવા લાગી હું ખોટું વિચારું છું કારણ કે  પાર્થ મારા સમય ને બગાડી નથી રહ્યો પરંતુ પાર્થ મારા સમય ને સમય આપી ને આ એક એક ક્ષણ ને સોનાની બનાવી રહ્યો  છે. એક તરફ થી ખુશી હતી  નિશા ને અને એક તરફ પાર્થ ને છોડવાનો મન માં રંજ પણ હતો.  
આમને ને આમ વિચારતા વિચારતા ક્યારે આખી થાળી માં પડેલ ભજીયા અને જાંબુ ખવાઇ ગયા તેનો ખ્યાલ પણ નિશા ને ના રહયો જ્યારે જમતા જમતા થાળી માં કઈ ના રહ્યું ત્યારે ભૂલ થી આંગળી માં દાત વડે બચકું ભરાય ગયું ત્યારે ખબર પડી કે ભોજન પૂરું થઈ ગયું અને મુખ માથી આપો આપ શબ્દો શરી પડયા” ઓહ.........માં........” પાર્થ હાથ સાફ કરતો કરતો નિશા પાસે દોડી આવ્યો “શું થયું નિશું” કઈ નહીં પાર્થ ચાલ્યા કરે !! નિશું આંખ મિચકારતા પાર્થ સામે બોલી” સાથે પાર્થ એ પણ પણ હસતાં હસતાં બોલ્યો ખોટી......!! 

નિશા ફટાફટ ઘરનું બધુ કામ કરીને પાર્થ પાસે રૂમ માં પહોચી ગઈ ને બોલી: ” પાર્થ હવે તને શાંતિ થી આખી વાત કરું ” પાર્થ હસતાં હસતાં બોલ્યો: “હવે તું જવાની નથી તો પછી નિરાતે વાત કરશું.” પાર્થ બોલતા બોલતા નિશાના ખોળા માં માથું મુક્યું અને નિશા ના ખુલ્લા વાળ સાથે રમત કરવા લાગ્યો
  નિશા મન માં ને મન માં બોલવા લાગી બપોર ના બે વાગવા આવ્યા છે અને મારે સાંજે જવાનું છે. પરંતુ પાર્થ ને મે હાલ પૂર્તિ તો ના પાડી પરંતુ મારા પાસે એક જ ઉપાય છે પાર્થ ને ઊંઘ તો છોડીને ચાલી જવ પરંતુ કઈ રીત ના મન માં કઈ સુજતું ન હતું. હા એક સરસ આઈડિયા છે પાર્થ ને મિલ્ક શેક બહુ પસંદ છે તેમાં ઊંઘ ની ગોળી નાખી ને પાર્થ  ને  ઊંઘ તો છોડી  હમેશા માટે ચાલી જઈશ તેને ખબર પણ નહીં પડે અને મારૂ કામ પણ થઈ જશે, આવાતો કઈક વીચાર કર્યા પણ  કોઈ યોગ્ય રસ્તો  મન માથી ના મળ્યો ને ત્યાં પાર્થ નિશા ના  વાળ સાથે સાથે રમતો હતો.  તે વાળ ખેચાણ ને નિશા એ પાર્થ ને પ્રેમથી માથા પર ટાપલી મારી” શું કરે છે તું.................. પાર્થ હજુ તું નાનો નથી કે વાળ સાથે રમત કર્યા કર” 
પાર્થ ને પણ નિશા વાળ સાથે રમવાની મજા આવતી હતી એટલે ગુસ્સો ના આવ્યો.
ત્યાજ નિશાના ના મનમાં વિચાર આવ્યો હા હવે પાર્થ ને છોડી જવું સરળ છે, તેને હવે કોઈ ઊંઘની ગોળી કે અન્ય ચીજ વસ્તુ નો ઉપયોગ નહીં કરવો પડે હવે  પાર્થ ને સૂવડાવા નું  કામ સરળ તાથી કરી લઇશ.  
“પાર્થ આજ સમય બરાબર છે તને આખી વાત કરવાનો આમ પણ અત્યારે ઉનાળા ના બપોરનું શાંત વાતાવરણ છે  આમ પણ અત્યારે બેડ રૂમ માં તારી અને મારી વચ્ચે કોઈ નથી.” 
પાર્થ : ” તો તારી મરજી નિશું.”
નિશા એ બોલવાની શરૂ આત કરી “પાર્થ  મારૂ ઇન્ટરનેશનલ માર્કેટ માં  વેચાણ કરવામાં આવ્યું છે તે જે મારા મોબાઇલ માં ટિકિટ જોઈ તે ત્યાં ની જ છે છેલ્લા ૧૦ વર્ષ થી મારા પતિ મને  ઇન્ટરનેશનલ માર્કેટ માં વેચવા માંગતા હતા. આજે છેક મારો નંબર લાગ્યો!!!”

પાર્થ નિશા ના વાળ સાથે રમતા રમતા બોલ્યો : હા બરાબર છે તારી વાત  સાચી હશે . પરંતુ તું હવે તું ત્યાં જવાની નથી અટેલે મને ચિંતા નથી.        

  ( તમને મારી અત્યાર સુધી ની આ વાર્તા કેવી લાગી તે મને નીચે કોમેન્ટ બોક્ષ માં કમેંટ કરવા વિનતિ. અને આ આ વાર્તા નું છેલ્લું પ્રકરણ ટુક સમય માં આવશે, તો અત્યાર સુધી ની વાર્તા ના તમામ પ્રકરણ વાચનાર તમામ વાચક વર્ગનો નો હદય પૂર્વક ખુબ ખુબ આભાર............ ) 

લે.નીલ