વિચારો ના કિનારે!! Ramoliya Nalin દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિચારો ના કિનારે!!

                                   પ્રકરણ-૧

          ધીમે ધીમે સવારનો સોનેરી સૂર્ય બપોરના તપતા સૂર્ય માં બદલાય રહ્યો હતો અને હોટેલની બારી પાસે બેસેલી નિશા પણ પાર્થ ની રાહ જોતા જોતા ગુસ્સામાં બદલાય રહી હતી કારણકે કાલે રાત્રે બનેલી ઘટના અને પાર્થ પણ સમય સર ના આવ્યો તેના ગુસ્સામાં નિશા ઉદાસ હતી. હવે નિશા ગુસ્સાને કારણે વિચારો માં ડૂબવા લાગી જાણે વિચારો ના સમુદ્રમાં સ્નાન કરતી હોઇ તેવું તેના ચહેરા પર દેખાતું હતું. એટલે જ તેને આંખો ખુલી હોવા છતાં પાર્થ ના દેખાણો પાર્થ પણ ચૂપ ચાપ ચા પીતા પીતા જોઈ રહ્યો પછી ધીમા સ્વર બોલ્યો "નીશું ઓ નીશુ" અવાજ સંભળાતા જાણે નિશા સમદ્રના પાણી ના તળિયા માંથી પલ વાર માં પૃથ્વી પર આવી ને બોલી"ઓહ પાર્થ ક્યારે આવ્યો"ડરતા ડરતા નિશા બોલી"નિશું ઊંઘ આવી ગઈ એટલે મોડું થયું!!" "પાર્થ તારા કૉલેજ સમયથી હજી સુધી તારા બહાના ના ખૂટ્યા??" નિશા નિરાશા ભર્યા અવાજ માં બોલી " નિશા સાચે કહું છું રાત્રે ઓફિસ નું ઘણું કામ હતું એટલે મોડું થઈ ગયું!!" "કઈ વાંધો નહિ પાર્થ"
        " નિશુ આટલી બધી ઉદાસ કેમ છે એનું કરણ તો કે મને તારું મારા સિવાય કોઈ નથી તને પણ ખ્યાલ છે." " જા નથી કહેવું તને જરૂરી નથી કે બધું તને કહેવું" નિશા દબાતા અવાજ માં એક સાથે આખું વાક્ય બોલી ગઈ અને પાર્થ પહેલી વાર નિશા નું આવું સ્વરૂપ  પાર્થ પહેલી વાર જોઈ રહ્યો હતો. પાર્થ ડરતા ડરતા બોલ્યો " નિશુ આવું તે એક રાત માં શું બન્યું કે તું આટલી ઉદાસ છે. અને કાલે તો આપણે મળ્યાં હતાં" નિશા હજી જૂના વિચારો માં ખોવાયેલ હતી. એના કારણે જ પાર્થ ના કહેલા ઉપર ના શબ્દો  કાનમાં ના પડ્યા ને બોલી " પાર્થ તારા જેવા ઘણા મારી પાસે છે તું મારી ચિંતા કર માં" પાર્થ આટલું સાંભળી ને એક દમ ચૂપ થઇ ગયો. "નિશુ.... ઓ...... નિશુ મારી વાત તો સાંભળ મને ખબર નથી શું થયું પરંતુ કઈ ક કહીશ તો તારું મન હળવું થશે જો તું મને સાચે તારો મિત્ર માનતી હોઇ તો મને આખી વાત કર"રડતા રડતા નિશા મન માં રહેલા ભૂતકાળ ના દરવાજા બંધ કરી ને વર્તમાન માં આવી અને મન માં ને મન માં કહેવા લાગી મારાથી પાર્થ ને આ શું કહેવાય ગયું... રડતી આખો ને એકલી છોડીને નિશા એ પાર્થ ના હાથ માં હાથ મૂક્યો ને હદય માંથી બોલી"મને માફ કરી દે પાર્થ હું હોશ માં ના હતી!! તારું દિલ દુઃખવ્યું હોઇ તો મને માફ કરજે" હજી નિશા ના શબ્દો અટકે ત્યાજ પાર્થ વિચાર તા વિચારતા બોલ્યો "કઈ વાંધો નઈ નિશા પરંતુ મને નથી સમજાતું કે તે વહેલી સવારે ૫ વાગ્યા નો કોલ કેમ કર્યો અને ફટા ફટ કેમ અહીંયા બોલાવ્યો?"  
       નિશા એ પાર્થ ની આખી વાત સ્વસ્થ થઈ ને સાંભળી અને રડતા મુખને રૂમાલ થી સાફ કરતા બોલી " પાર્થ તને અને મને પણ ખબર છે કે આપણી મિત્રતા છેલ્લાં ૧૦ વર્ષ થી છે તે મને તારા જીવની એક પણ વાત નથી છું છૂપાવી બરાબર ને" પાર્થ માથું હલાવતા હલાવતા હા કહી " મે તને મારા જીવનની અતિ મહત્વની વાત તને નથી કરી અને જ્યારે પણ મળતી તને ત્યારે વાતે વાત માં મારા ભૂતકાળ ને છુપાવ્યો છે અને તારી સાથે મસ્તી થી સમય વિતાવ્યો છે તને હજી એમજ છે કે મારું આ દુનિયા માં કોઈ નથી પરંતુ એ વાત સાચી છે કે મારા માતા પિતા આ સંસાર માં નથી પરંતુ...... પાર્થ મારે ચાર પતિ અને હું એની એક ની એક પત્ની!!" પાર્થ આટલું સાંભળતા પગ નીચેની જમીન શરકી ગઈ ક્ષણ વાર માટે પાર્થ નું હદય ધબક વાનું બંધ થઈ ગયું "શું બોલે છે નિશુ ભાનમાં તો છેને તારે ચાર પતિ છે અને તું તેની એક ની એક પત્ની??