Featured Books
શ્રેણી
શેયર કરો

વિચારો ને કિનારે - પ્રકરણ ૪                                                   

                                વિચારો ને કિનારે!!                                                                                                                                                   
                                    પ્રકરણ - ૪

       બપોરે નાં જમ્યા બાદ નિશા સાથે વાતો કરતા કરતા અને તેના વાળ સાથે રમતા રમતા ક્યારે ઊંઘ આવી ગઈ તે ખબર ના રહી પાર્થ ની ઊંઘ ખુલી તો ચોતરફ જોયું નિશા ક્યાંય દેખાણી નહિ "નિશા ઓ નિશા" બૂમો પાડી પરંતુ સામેથી કંઈ જવાબ ના આવ્યો  પાર્થ ઝડપ થી દરવાજા તરફ ગયો જેવું દરવાજા નું હેન્ડલ પકડ્યું તો ત્યાંથી તેને એક કાગળ મળ્યો ને તે વાચવા લાગ્યો અક્ષર જોતા ખબર પડી કે  આ નિશા નો કાગળ છે.બોલપેન ની સાહી માં રહેલ મોગરાની સુગંધ તેની ચિંતા દૂર કરી રહી હતી. 


પ્રિય પાર્થ
" હું સમજી શકું છું કે તારી સાથે મે આ વાત છૂપાવી તેનું મને દુઃખ છે અને સાથે ખુશી પણ છે કે મને તારા જેવો પ્રેમી અને મિત્ર મળ્યો હું તને ઊંઘ ની ગોળી આપીને ઊંઘતો છોડી ને જતી રહેવાની હતી પરંતુ એ વિચારને પડતો મૂકી ને મને એ વિચાર આવ્યો કે તને મારા વાળ સાથે રમતા રમતા મે ઘણી વાર તને એ રીતે ઊંઘતા જોયો છે એટલે મે તને મીઠી મીઠી વાતો કરીને સુવડાવી દીધો જેથી કરીને તું મને જતા નાં રોકે, હું દિલ થી માફી માંગું છું કે તને છોડી ને હું જાવ છું. જ્યારે આ પત્ર તું વાંચતો હોય ત્યારે હું આ દેશ થી ઘણી દૂર નીકળી ગઈ હોઇશ મારે ૪ પતિ છે કારણ કે જ્યારે મારા માતા પિતા રોપવે દુર્ઘટના માં મૃત્યુ પામ્યા ત્યારે હું તેના સંતાન અને વારસા માં હું એક ની એક હતી મારા માતા પિતા પાસે  એટલી સંપતિ ના હતી કે હું મારું જીવન ચલાવી શકું પરંતુ એક મહિનો ચાલે તેટલા રૂપિયા મૂકીને ગયા હતા.ત્યાર બાદ હું મારું જીવન નાનું મોટું કામ કરીને ગુજરાન ચલાવતી હતી એ દરમ્યાન મને  એક વ્યક્તિ મળી જેનું નામ હતું રુચિ. સમય જતાં રુચિ મારી ખાસ મિત્ર બની ગઈ  ધીમે ધીમે રુચિ ના ભાઈ અંકિત જોડે મને કુણી લાગણી બંધાવા લાગી અને હું અને અંકિતે ઘણી વાર એકાંત માં સમય પસાર કર્યો અને અમારા વચ્ચે પ્રેમ નું ઝરણું ફૂટી નીકળ્યું ને તે લગ્ન માં પરિણમ્યું અંકિતે મને  લગ્નના એકાદ મહિના બાદ એક વાત કહી  નિશા મારે કુલ ત્રણ ભાઈ અને એક બહેન છે રુચિ એને તો તું ઓળખે છે બરાબર મે કીધુ હા!! પણ અંકિત તું શું કહેવા માંગે છે? તો અંકિતે મને કહ્યું મારા બધા ભાઈ ઓને અહીંયા બોલાવ્યા છે તુજ એમને મળી લે અંકિતે બૂમ પાડી અંકિત અંકિત અંકિત મે તરત દરવાજા સામે જોયું તો અંકિત જેવા અદલ એક જેવાજ ત્રણ વ્યક્તિ ઓ  સામે ઊભા હતા. મે કીધુ અંકિત આ શું તો તેને મને  કીધુ આ મારા ભાઈ ચારે નો જન્મ એક સાથે થયો હતો. હું ક્ષણ વાર તો કંઈ વિચારી નાં શકી મને એ સમયે ગુસ્સો આવવાને  બદલે મારા મનમાં પ્રેમ ની લાગણી ફૂટી જેવી મને પહલી વાર અંકિત સાથે મળી હતી તેવી હું સમજી નાં શકી કે આ શું હતું હું ત્યારે  લાગણી નાં દરિયા માં ડૂબી રહી હતી મે મારા લાગણી નાં દરિયા માં મારી સમજ શક્તિ નું વહાણ વિચારો ને કિનારે લંગાર્યું ને હું બોલી હું મારા અંકિત ની જેમજ  તમામ ને પ્રેમ કરવા માંગુ છું શું તમે  મારા પ્રેમ નો સ્વીકાર કરી મારી સાથે લગ્ન કરશો સહજ આવા શબ્દો મારા મુખે થી નીકળી પડ્યા ત્રણેય ભાઈ એક સાથે બોલ્યા પરંતુ અમે કેવી રીતે? મને સમજાતું નથી હું  શું બોલી અને ત્રણેય બોલ્યા અમને ખબર છે કે તમે શું કામ આવું બોલ્યા કારણ કે તમારા મન માં લાગણી નું તોફાન ઉઠ્યું છે  કારણ કે કુદરતે અમને આજ એક અમૂલ્ય ભેટ આપી છે જે કોઈ પણ અમારા એક ભાઈ પ્રત્યે પેમ કરશે તેને સહજ બાકીના ત્રણ ભાઈ ઓ સાથે પ્રેમ થશે એટલે માટે અમે તમારા પ્રેમ નો સ્વીકાર કરીએ છીએ  ૪ પતિ માંથી  મારા એક પતિ ને મને વિદેશ માં વેચીને રૂપિયા કમાઈ ને શાંતિ થી જીવન જીવવું હતું બાકીના મારા ત્રણ પતિ મારા વગર જીવી શકે એમ ના હતા જો હું નાં હોવ તો તેઓનું કંઈ અસ્તિત્વ ન હતું છતાં મે મારા પતિ ની ખુશી માટે હું વેચાવા પણ તૈયાર હતી કારણ કે મારે મારું આખું જીવન મારા પતિની સેવા માં વિતાવવું હતું. મારા પતિ એ મને અહીંયા કૉલેજ માં એટલા માટે મૂકી હતી કે જેથી કરીને હું શહેર નું શિક્ષણ મેળવી ને મને ખરીદનારા લોકો મને વધુ રૂપિયા આપે એટલા માટે હું તને કૉલેજ માં મળી આજ સત્ય હકીકત છે પાર્થ તું હંમેશા મારો સરસ મિત્ર રહીશ.
                                             મને માફ કરજે પાર્થ
                                                   તારી નીશું
       પાર્થ હજુ કાગળ પાછો સંકેલી ને વિચારો હતો ત્યાં તેના મોબાઈલ માં મેસજ આવ્યો ને વિચાર માં ધ્યાન ભંગ થયું
મેસેજ માં લખેલું હતું " તમારા બહુમૂલ્ય રૂપિયા માટે આભાર તમારા રૂપિયા એ ફરીવાર એક સુંદર સ્ત્રી નું જીવન ખરાબ થતાં બચાવ્યું આભાર સાથે મેસેજ ને અંતે ફોટો હતો." અને તે ફોટો જોઈ ને પાર્થ નાં આનંદ નો પાર ના રહ્યો અને મનો મન ઈશ્વર નો આભાર માન્યો
નિશા આખી રાતની મુસાફરી કરીને થાકી હતી પરંતુ તેને ખબર હતી કે તેને તેના ખરીદનાર પાસે સમયસર જવું જ પડશે બાકી રૂપિયા નહિ મળે,નિશા ફટાફટ ફ્રેશ થઈ ને તેને જ્યાં વેચવામાં આવી હતી તે સ્થળે પહોંચી ત્યાં વિશાળ ખુલ્લું આકાશ હતું સુંદર મજાનો દરિયા કિનારો હતો અને રંગ બે રંગી ફૂલો નો બગીચો હતો. તેના પતિનું સપનું પૂરું કર્યું તેની ખુશી એના મુખ પર છવાયેલ હતી અને મન નાં એક ખૂણા માં આકાશ ને છોડવાનો અફસોસ પણ હતો. હજુ આવું વિચારી રહી હતી ત્યાં એક વ્યક્તિ તેની પાસે આવ્યો જોતા કોઈ વેપારી હોઇ એવું લાગ્યો ને એ કંઈ બોલે તે પહેલાં નિશા બોલી ઉઠી "તમે છો મારા ખરીદાર"
ના હું નહિ પરંતુ મારા માલિકે તમારી ખરીદી કરી છે. આ પત્ર તમારા માટે મોકલ્યો છે તમે જોઈ લ્યો અને ક્યાં જવાનું છે તેનું સરનામું લખેલ છે." આવજો મેડમ મારી ફરજ અહીંયા પૂરી થઈ હું જાવ છું. નિશા હજુ કંઈ પૂછે ત્યા તે વ્યકિત ચાલ્યો ગયો નિશા એ તે પત્ર ખોલી ને જોયો તો પત્રમાં લખેલ હતું "ફરીવાર જીવન  ની નવી સરું આત માટે શુભ કામના" અને તેને તેના ઘરના નજીક નાં વિમાન મથક ની ટિકિટ મળી હતી. 

સમાપ્ત.....