મેજીકલ ડાયરી Megha gokani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મેજીકલ ડાયરી

"યાર હું કંટાળી ગઈ છું આ બધાથી , ઓફિસે જાઉં તો બોસનો ત્રાસ , ઘરે પહોંચું તો આ લેન્ડ લેડીનો ત્રાસ ઘરે ફોન કરું તો મમ્મીપાપાના કડવા વેણ અને ઓછામાં વધુ આ મારો એક્સ બોયફ્રેન્ડ ફરી મારી લાઈફમાં આવવા માંગે છે. આ બધી પ્રોબ્લેમ ઓછી હતી કે એમાં કાલની મિટિંગ માં પ્રેઝન્ટેશન મારે કરવાનું છે. એક માણસ ક્યાં અને કેટલું પહોંચે તું જ જણાવ." એક શ્વાસે રિમા બધું બોલી ગઈ.
"અરે શાંતિ જાળવ થોડો શ્વાસ લઈ લે અને પછી બોલ." હું શિખામણ આપતા બોલી , "પ્રોબ્લેમ્સ વિનાનું જીવન નકામું છે આમ થોડી સમસ્યા હોય તો જીવન જીવવામાં મોજ રહે."

"હા દેવી મેઘા તમે બેઠા બેઠા શિખામણ જ આપતા રહો , માથે આટલી સમસ્યા આવે ત્યારે ખબર પડે બાકી તો શિખામણથી જ જીવન ચાલે."રિમા ઇરિટેટ થતા બોલી. "હું ફોન કટ કરું છું અને તને કહીને કટ કરું છું વળી કાલે તું એમ ન કહેજે કે મને આપણી ફ્રેન્ડશીપની કદર નથી કે જરૂર નથી."

રિમાએ ફોન કટ કર્યો , એનું આવું બીહેવીયર પણ વાજબી હતું , જ્યારે જીવનમાં બધું ઊલટું ફુલટુંચાલતું હોય તો એવી સ્ટિટ્યૂએશનમાં માણસનો મગજ અને જીભ પણ એવા જ ચાલવા લાગે.

એ રાત્રે રિમા પડખા ફેરવતી રહી પણ નીંદર ન આવી. પણ એ રાત્રે નીંદર જરૂરી હતી બીજે દિવસે પ્રેસન્ટેશન નું પ્રેશર જો હતું. નીંદર પૂર્ણ ન થાય તો બીજો દિવસ ખરાબ જવાનો જ. અંતે રિમાએ બે સ્લીપિંગ પીલ કાઢી અને પાણી વિના તેને ગળા નીચે ઉતારી દીધી. અને દશ મિનિટની અંદર ઘસઘસાટ ઊંઘી ગઈ.

ક્યારે બીજો દિવસ ઊગી ગયો અને ક્યારે સવાર પડી ,ક્યારે એલાર્મ વાગી વાગી ને થાકી ગયો અને ત્યારે ડોરબેલ રણકી અને સાથે મોબાઇલની રિંગ પણ રણકી. ભર નીંદર માંથી ઉઠતા આંખો ચોળતા ચોળતા રિમાએ દરવાજો ખોલ્યો અને સામે મેઘા દેખાઈ.

"તું સવાર સવારમાં અહીંયા ?" બગાસું ખાતા રિમા બોલી.

" હા , કાલ તારી સમસ્યા સાંભળ્યા બાદ આ દેવી એનું નિરાકરણ લઈ ને આવ્યા છે. તે કહ્યું હતું ને કે ખાલી શિખામણ આપવી સહેલી છે. તો હવે આ લે." મેં એક ડાયરી તેના હાથમાં મૂકી.

"આ શું છે ?" આશ્ચર્યમાં મુકાતા રિમાએ ડાયરીનું પહેલું પન્નુ ખોલ્યું. 

" આજની મિટિંગ માં પ્રેઝન્ટેશન તારા બોસ આપશે અને તેનું ક્રેડિટ તને મળશે , ઇન્ક્રીમેન્ટ તો પાકું જ." રેડ માર્કરથી લખાયેલ બે લીટી રિમાએ ઊંચા અવાજે વાંચી અને એ જ ટોન માં એ હસવા લાગી.

"સાંભળ ઓ રિમા આ મેજિકલ ડાયરી છે અને આમાં જે લખાય છે એ સાચું પડે છે." હું સિરિયસ બની બોલી પણ રિમા હજુ પાગલોની જેમ હસતી રહી. "આ તારા પર્સમાં રાખ સાચવીને. જ્યારે આ એક વાત સાચી પડી જાય ત્યાર બાદ જ ડાયરીનું બીજું પેજ ઉલટાવજે." આટલું કહેતા હું ત્યાં થી નીકળી પડી.

રિમાએ ઘડિયાળ સામે જોયું. ઉઠવામાં આમ પણ લેટ થઈ ગયું હતું. વધુ વિચાર્યા વિના એ તૈયાર થઈ ડાયરીને પર્સ માં રાખી અને ઓફીસે જવા નીકળી પડી.
ત્યાં પહોંચ્યા બાદ ડાયરી માં લખેલ એક એક શબ્દ સાચા પડ્યા. પ્રેઝન્ટેશન બોસે આપ્યું અને ક્રેડિટ બધું રિમાને મળ્યું. આખા ઓફીસમાં વાહવાઈ થઈ તે અલગ. રિમા ખુશ થઈ ગઈ.એ દિવસ બસ એમજ નીકળી ગયો બીજે દિવસે સવારે ફરી રિમાએ તે મેજિકલ ડાયરી ખોલી.
"તારા એક્સ બોયફ્રેન્ડના લગ્ન બીજી છોકરી સાથે નક્કી થઈ જશે અને તારા જીવનમાં પણ એક સંસ્કારી છોકરાની એન્ટ્રી થશે ."

"શું આ શક્ય છે ?" રિમાએ પોતે પોતાને પ્રશ્ન પૂછ્યો. અને ત્યાં જ તેના ફોનમાં નોટિફિકેશન આવી. ફોન ઓપન કરી જોયું તો ફેસબુકમાં તેના એક્સ બોયફ્રેન્ડનો ફોટો બીજી એક છોકરી સાથે હતો અને નીચે લખ્યું હતું , got  engaged. 

રિમા ખુશીથી ઉછળી પડી. ઓફિસના સમય પર તે ત્યાં પહોંચી અને તેની ટક્કર એક હેન્ડસમ છોકરા સાથે થઈ. સ્લોમોશન માં હવા ચાલવા લાગી ,રિમા પડતી હતી ત્યાં પેલા છોકરાએ તેને રિમાનો દુપટ્ટો ઉડી બંનેની માથે આવ્યો. એક ફિલ્મી સીન સર્જાયો.  એ હેન્ડસમ છોકરો રિમાની કંપનીમાં ન્યુ ઇન્ટરન હતો.જે રિમા નીચે રહી કામ શીખવાનો હતો. એ ન્યુઝ સાંભળી રિમા ફૂલી ન સમાઈ. એ દિવસ બસ એમજ જ ખુશી ખુશી નીકળીમાં નીકળી ગયો. ત્રીજો દિવસ થયો રિમા પેલી મેજિકલ ડાયરી ખોલવા વહેલી ઉઠી. પર્સમાંથી ડાયરી કાઢી ત્રીજું પન્નુ ખોલ્યું. એ જોઈ રિયા ચોંકી ગઈ. ત્રીજા પન્ના પર કાંઈ લખેલ નહતું પણ પેજ કોતરી અને તેની જગ્યા પર એક પેન પડી હતી અને નીચે લખ્યું હતું ,

"તમારા કિસ્મતની શાહી તમારા જ હાથ માં છુપાયેલ હોય છે. કેટલી ,ક્યાં અને કેવી રીતે વાપરવી એ તમને આવડવું જોઈએ." 
રિમાએ પેન તેના હાથમાં લીધી અને ડાયરી ના પન્ના પર કંઈક લખવા જતી હતી ત્યાં કંઈક મ્યુઝિક તેના કાન પર પડ્યું. રિમા આમતેમ જોવા લાગી. અવાજ ક્યાંથી આવે છે એ શોધવા લાગી.....

****
ત્યાં જ રિમાની આંખો ખુલી મ્યુઝિકનો અવાજ રિમાના મોબાઈલ માંથી આવતો હતો. એલાર્મ વાગ્યો રિમા તે બંધ કરી ભર નીંદરમાં આંખો ચોળતી ઉભી થઈ. આગળ ટેબલ પર પડેલ ખુલ્લું પર્સ જોયું તેમાં કોઈ ડાયરી નહતી. ત્યાં મોબાઈલમાં રિમાન્ડર રણકયું. આજે ઓફિસમાં જરૂરી પ્રેસન્ટેશન છે તો વહેલું ઓફિસે પહોંચવાનું હતું.

રિમાએ પોતે પોતાની જાત પર થોડું હસી પોતાના જ માથા પર ટપલી મારી અને તૈયાર થવામાં લાગી ગઈ.