The Author Keyur Pansara અનુસરો Current Read કોલેજના કારસ્તાનો - ભાગ - 7 By Keyur Pansara ગુજરાતી હાસ્ય કથાઓ Share Facebook Twitter Whatsapp Featured Books નિતુ - પ્રકરણ 51 નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું... હું અને મારા અહસાસ - 108 બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્... પ્રેમ થાય કે કરાય? ભાગ - 20 પ્રેમડાબે હાથે પહેરેલી સ્માર્ટવોચમાં રહેલા ફીચર એકપછી એક માન... સમસ્યા અને સમાધાન ઘણા સમય પહેલા એક મહાન સિદ્ધપુરુષ હિમાલયની પહાડીઓમાં ખુબ... ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 3 નંદા : હંમેશા ગુમનામ જ રહી જ્યારે પણ હિન્દી સિનેમાની અભિનેત્... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા Keyur Pansara દ્વારા ગુજરાતી હાસ્ય કથાઓ કુલ એપિસોડ્સ : 9 શેયર કરો કોલેજના કારસ્તાનો - ભાગ - 7 (19) 1.9k 4k 8 રીસેસ પુરી થતાં બધા વિધાર્થીઓ ફરી પાછા ક્લાસરૂમમાં પાછા ફર્યા અને જોયું કે જે પંખો બંધ કર્યો હતો ત્યાં બેઠેલા વિધાર્થીઓ એ પોતાની જગ્યા બદલાવેલ છે. આથી બધા ફટાફટ જ્યાં પંખો ચાલુ હોય તેની નીચે રાખેલ બેંચિસ પર બેસવા લાગ્યા હવે ક્લાસમાં સૌથી છેલ્લે અમારી ગેંગ આવતી આથી જ્યારે અમે ક્લાસમાં દાખલ થયા ત્યારે જોયું કે જે પંખો રીસેસ પહેલા બંધ કરવામાં આવ્યો હતો તેની નીચે રહેલી બેંચિસ જ ખાલી હતી. આથી ના છૂટકે અમારે બંધ પંખાની નીચે બેસવું પડ્યું.થોડી વાર બેઠા પછી મનીયો પોતાની જગ્યાએથી ઉભો થયો અને પંખાની સ્વીચ ઓન કરી આવ્યો અને જ્યાં સુધી કોલેજ ટાઈમ પૂરો થયો ત્યાં સુધી તેમાંથી કોઈ પણ જાતનો અવાજ ના આવ્યો.અને જે લોકોએ પોતાની જગ્યા બદલી હતી તેઓને થયું કે કારણ વગર જ જગ્યા બદલાવી પંખામાં કોઈ જાતનો અવાજ આવતો જ નથી. બીજા દિવસે જગ્યા બદલનાર વિધાર્થીઓ ફરી પોતાની મૂળ જગ્યાએ બેઠા એક લેકચર પૂર્ણ થયો ત્યાં સુધી કોઈ અવાજ ના આવ્યો પરંતુ બીજો લેક્ચર શરૂ થયો તેની દસેક મિનિટ પછી ક્લાસરૂમમાં ચૂઈ. ઈ. ઈ. ઈ.... એવો અવાજ થયો અને ફરીથી બધાએ પંખા તરફ જોયું. તેથી લેક્ચર આપતા ફેકલ્ટી એ ફેન ઓફ કરવાનું કહ્યું.એટલે તે ફેન ઑફ કર્યો.અને પોતાનો લેક્ચર શરૂ કર્યો.પરંતુ ફરી પાછો ચુ. ઈ.. ઈ.. ઈ એવો અવાજ આવ્યો ફરી અમે બધાએ બીજા પંખા તરફ જોયું આથી ફેકલ્ટી એ બધા ફેન બંધ કરાવ્યા. ફેન બંધ થયા બાદ પણ ક્લાસમાં ચુ. ઈ.. ઈ એવો અવાજ આવ્યો.હવે અમે બધાએ બારીની બહાર જોયું અને કહેવા લાગ્યા કે બહારથી કંઇક અવાજ આવે છે. આથી ફેકલ્ટી એ પણ તે અવાજ ની વચ્ચે લેક્ચર શરૂ જ રાખ્યો.રિશેસ પડતા બધા વિદ્યાર્થીઓ કેન્ટીનમા ગયા.બધા નાસ્તો કરવામાં વ્યસ્ત હતા ત્યાં ચુ. ઈ.. ઈ.. અવાજ સાંભળવા મળ્યો.અમે અવાજની દિશામાં જોયું તો મોં પર સ્માઈલ અને હાથમાં મોબાઈલ સાથે અમન ઉભો હતો. અમને લોકોને સમજતા વાર ના લાગી કે ક્લાસરૂમમાં અવાજ ક્યાંથી આવતો હતો. ક્લાસમાં જે અવાજ આવતો હતો તે અમનના મોબાઈલમાંથી આવતો હતો.તેને પોતાના મોબાઈલમાં કોઈ ફ્રીકવન્સિની રીંગટોન ડાઉનલોડ કરી હતી. અમે બધાએ તો અમનને વધાવી લીધો અને રીંગટોન અમારા મોબાઈલમાં નાખવા કહ્યું.પહેલા તો એને ભાવ ખાધો પણ પછી તેને રીંગટોન અમારા મોબાઈલમાં નાખી દીધી અને રિસેસ વાળી વાત યાદ કરાવતા કહ્યું કે બધા એકીસાથે રીંગટોન ના વગાડતા કોઈપણ એક જ વ્યક્તિ રીંગટોન વગાડશે. અમે બધાએ વાત સ્વીકારી અને નક્કી કરવા લાગ્યા કે કોણ રીંગટોન વગાડશે.ભૂપીએ કહ્યું કે તે વગાડશે એટલે બધાએ હામી ભરી અને રિસેસ પૂરી થવાની રાહ જોવા લાગ્યા. રીસેસ પૂરી થવાનો બેલ વાગ્યો અને બધા ક્લાસરૂમ તરફ જવા લાગ્યા.ક્લાસરૂમમાં જઈને બધાએ પોતપોતાની જગ્યા લીધી.ભૂપી તો હાથમાં મોબાઈલ લઈને જ બેઠો હતો અમે કીધું કે ભાઈ ઢીલો પડ, થોડીક શાંતિ રાખ, લેક્ચર ચાલુ થાય એની થોડીક વાર પછી વગાડવાનું છે. ભૂપીએ મોબાઈલ બેગમાં રાખી દિધો.આ અમારી ટેવ હતી કે લેક્ચર ચાલુ હોય ત્યારે મોબાઈલમાં કોઈ ફિલ્મો કે વીડિયોની લેવડ - દેવડ કરવી હોય તો મોબાઈલ અમે બેગમાં જ રાખતા. તેથી ટેવ મુજબ ભૂપીએ મોબાઈલ પોતાના બેગમાં જ રાખ્યો અને લેક્ચર સ્ટાર્ટ થયો થોડી થોડી વારે તે અમારી તરફ જોઈ લેતો અને તેને ઇશારાથી શાંતિ રાખવાનું કહેતા. ભૂપીને અત્યારે લેકચરમાં કોઈ રસ નહોતો તેને તો રીંગટોન વગાડવાનો ઉત્સાહ હતો.તેને ફરી વખત અમારા તરફ જોયું અને અમે ઇશારાથી તેને મંજુરી આપી. ભુપી તો ઉત્સાહમાં આવી ગયો અને રીંગટોન વગાડવા માટે મોબાઈલ હાથમાં લીધો પણ ઉત્સાહના અતિરેકમાં ભૂલથી બીજી રીંગટોન તેનાથી વાગી ગઈ અને ક્લાસરૂમમાં "જય દ્વારકાધીશ" ની સંગીત સાથેની રીંગટોન બધાને સાંભળવા મળી. (ક્રમશઃ) ‹ પાછળનું પ્રકરણકોલેજના કારસ્તાનો ભાગ - 6 › આગળનું પ્રકરણ કોલેજના કારસ્તાનો - ભાગ - 8 Download Our App