કોલેજના કારસ્તાનો - ભાગ - 9 Keyur Pansara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોલેજના કારસ્તાનો - ભાગ - 9

ચેતન અચાનક ખસ્યો અને મનીયાનો મુક્કો સીધો લેબ આસિસ્ટન્ટ ની પીઠ પર લાગ્યો.

તેઓ તો ગુસ્સામાં આવી ગયા અને પૂછવા લાગ્યા કે કોણે કર્યું છે.

બધા વિદ્યાર્થીઓ તો શાંતિથી ઉભા હતા કોઈ કંઈ બોલતું ન હતું.

લેબ આસિસ્ટન્ટ તો વધુ ગુસ્સામાં આવી ગયા અને લેબમાં ચિલ્લાવા લાગ્યા કે જે હોય તે કહી દો નહિતર બધાને punishment થશે.

આખી લેબમાં સન્નાટો હતો બધાના મોં પર તાળું હતું.

તેઓ તો ગયા HOD ને બોલાવવા. બધા વિદ્યાર્થીઓ ફટાફટ પોતાની જગ્યાએ ગયા અને બેગમાંથી જે હાથમાં આવ્યું તે બહાર કાઢીને બેસી ગયા.

લેબમાં પિન-ડ્રોપ સાઇલેન્સ હતું આટલી શાંતિ તો ફેકલ્ટી લેક્ચર આપતા હોય ત્યારે પણ ના હોય.

મે મનીયાને કીધુ લેબની બહાર નીકળી જા નહીતર આજ તો ગયા.

અમન બોલ્યો "ના ભાઈ ક્યાંય નથી જવું, એટેન્ડસ લેવાઈ ગઈ છે, હવે બહાર જાસુ અને ક્રોસ ચેક કરશે તો સીધા જ પકડાઈ જસુ."

એટલે અત્યારે જે થશે તે જોયું જશે એમ વિચારી શાંતિથી લેબમાં રહેવાનું જ યોગ્ય હતું.

ત્યારબાદ લેબ આસિસ્ટન્ટ HODને સાથે લઈને લેબ માં દાખલ થયા એટલે બધા વિદ્યાર્થીઓએ 'ગુડ મોર્નિંગ સર' વિશ કર્યું.

HOD એ કહ્યું કે જે કોઈએ પણ આ કારસ્તાન કર્યું હોય એ સ્વીકારી લો.

3-4 મિનિટના મૌન બાદ HOD ફરી બોલ્યા કે જે કોઈ પણ હોય તે સ્વીકાર કરી લે નહિતર બધાને સજા મળશે.

કોઈ કંઇ પણ ના બોલ્યું આથી HOD એ લેબમાં હાજર રહેલ બધા સ્ટુડન્ટસ ને અસાઇન્મેટ પાંચ વાર લખીને આવવાની સજા ફરમાવી.

આવી સજા સાંભળવામાં સિમ્પલ લાગે પણ લખી લખીને બધાના હાથ દુઃખી ગયા. તો પણ અમને લોકો ને હાશકારો થયો કે કોઈ મોટી સજાથી બચી ગયા.
*****

કોલેજમાં લેકચરસ કરતા અમને લોકોને લેબમાં વધારે મજા આવતી કેમકે મોટા ભાગે તો લેબ હોય ત્યારે ફ્રી લેક્ચર જેવો જ માહોલ હોય.

કેમકે કોઈ પણ પ્રેક્તિકલ લગભગ લેબના અડધા સમયમાં જ પૂરો થઈ જતો અને બાકીના સમયમાં લેબ-મેન્યુઅલ પૂરી કરવામાં અથવા તો ગપ્પા મારતા.

અઠવાડિયામાં રોજ અલગ અલગ વિષયોની લેબ આવતી તેમાં બધાને સૌથી વધારે જે લેબમાં મજા આવતી તે હતી કમ્પ્યુટર લેબ.

એક અઠવાડિયામાં કમ્પ્યુટરની બે લેબ આવતી અને તેમાં ભાગ્યે જ કોઈ વિદ્યાર્થી એબસન્ટ રહેતા.

એક દિવસ કમ્પ્યુટર લેબ નો સ્લોટ હતો અને બધા વિધાર્થીઓ પ્રેકટીકલમાં વ્યસ્ત હતા એવામાં મનિયાને શું સુજ્યું કે એણે પોતાના અને તેની બાજુમાં બેઠેલ ભૂપી ના માઉસ ની અદલા-બદલી કરી.

પછી લેબ કન્ડક્ટ કરી રહેલા મેડમ ને કહ્યું કે "મેમ આ માઉસ વર્ક નથી કરતું.

એટલે મેડમ તેની પાસે ગયા અને માઉસ ને ચલાવી જોયું પણ સ્ક્રીન કોઈ પણ જાતનો પ્રતિભાવ ના થયો.

આથી તેઓએ માઉસનું કનેક્શન પ્લગ-ઈન અને પ્લગ-આઉટ કર્યું.

ફરીથી તેઓએ માઉસ ઓપરેટ કર્યું તેજ સમયે ભૂપીએ પણ તેની પાસે રહેલું માઉસ મુવ કર્યું આથી સ્ક્રીન પરનું કર્સર પણ મુવ થયું.

કર્સર મુવ થયું એટલે મેડમ ખુશ થયા અને મનીયાને કહ્યું કે થઈ ગયું.

આથી મનીયાએ માઉસ પર હાથ રાખ્યો અને માઉસ મુવ કર્યું અને સ્ક્રીન પર કોઈ જ ફરક ના પડ્યો.

ફરીથી જ્યારે મેડમે માઉસ ઓપરેટ કર્યું ત્યારે ભુપીએ પણ પોતાનું માઉસ ઓપરેટ કર્યું એટલે ફરીથી મેડમે મનિયાને માઉસ ઓપરેટ કરવા કહ્યું.

ફરીથી મનીયાએ માઉસ ઓપરેટ કર્યું અને ભૂપિએ માઉસનું મૂવમેન્ટ ના કર્યું.

ત્રણ-ચાર વખત આ ઘટનાનું પુનરાવર્તન થયું. મેડમ પણ કન્ફ્યુસ થઈ ગયા કે આવું કેમ થાય છે.

(ક્રમશ:)