The Author Keyur Pansara અનુસરો Current Read કોલેજના કારસ્તાનો ભાગ - 6 By Keyur Pansara ગુજરાતી હાસ્ય કથાઓ Share Facebook Twitter Whatsapp Featured Books ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 3 નંદા : હંમેશા ગુમનામ જ રહી જ્યારે પણ હિન્દી સિનેમાની અભિનેત્... ફરે તે ફરફરે - 40 નાનનો એક છેડો તું પકડ ઘરવાળાને કહ્યુ. કેમ? &ldq... પ્રેમ સમાધિ - પ્રકરણ-124 પ્રેમ સમાધિ પ્રકરણ-124 વિજય એનાં વિશાળ બેડરૂમમાં એનાં બેડ પર... ભાગવત રહસ્ય - 116 ભાગવત રહસ્ય-૧૧૬ દક્ષપ્રજાપતિ નિંદામાં બોલ્યા છે-શિવ સ્મશાનમા... ખજાનો - 83 અચાનક ગાડી ઊભી રહી જવાને કારણે એક પછી એક બધા યુવાનો જાગી ગયા... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા Keyur Pansara દ્વારા ગુજરાતી હાસ્ય કથાઓ કુલ એપિસોડ્સ : 9 શેયર કરો કોલેજના કારસ્તાનો ભાગ - 6 (21) 1.7k 3.6k 1 બધાને ઉત્સાહ હતો કે છેલ્લા લેક્ચરમાં રિંગટોન વગાડીને વહેલા છૂટી જઈશું. છેલ્લો લેકચર પૂરો થવાને હજુ પંદરેક મિનિટની વાર હતી ત્યાં તો કલાસરૂમમાં એકી સાથે ચાર-પાંચ રિંગટોન સાંભળવા મળી. એક કરતાં વધુ વાગેલી રિંગટોનના લીધે ફેકલ્ટીને ખબર પડી ગઈ કે આ અવાજ બેલ નો નહીં પણ મોબાઈલમાંથી વગાડેલ છે. તેથી તેઓએ વિદ્યાર્થીઓને એક સ્માઈલ આપી અને પોતાનો લેકચર ચાલુ રાખેલો અને હજુ પણ મને યાદ છે કે તે દિવસે અમને પુરી 18 મિનિટ મોડી રજા મળેલી. પુરી 18 મિનિટ લેટ છુટ્ટી મળવાને કારણે રિંગટોન વાળો વિચાર અમે લોકોએ લગભગ પડતો જ મૂકી દીધેલો. @@@@@@@@@@@@@ રીસેસ પુરી કરીને કલાસરૂમમાં બધા બેઠા હતા.રીસેસ પછીનો લેકચર ચાલુ થઈ ગયો તેને પણ લગભગ દસેક મિનિટ જેવું થઈ ગયું હતું અને સ્ટેજ પરથી લેકચર આપતા મેડમ ક્યારના કંઈક બોલબોલ કરતા હતા. ત્યાં અચાનક પાછળથી "આ..ઉ..ઉ..ઉ..", "આ..ઉ..ઉ.." એવો અવાજ આવ્યો. મેડમને તો ગુસ્સો આવ્યો અને કહ્યું કે જે પણ કોઈ હોય એ શાંતિથી બેસે. પરંતુ "આ..ઉ..ઉ..ઉ", "આ..ઉ..ઉ..ઉ" નો અવાજ સતત શરૂ જ હતો. અને કલાસરૂમ માં બધા વિદ્યાર્થીઓના ચહેરા પર હાસ્ય હતું.મેડમને પણ જ્યારે હકીકતની જાણ થઈ ત્યારે તેમના ચહેરા પર પણ હાસ્ય હતું. હવે બન્યુ હતું એવું કે રિસેસના સમયમાં અમન ગલુડિયાને રમાડતો હતો ત્યાં એને શુ સુજ્યું કે ગલુડિયાને ક્લાસમાં લઈ આવ્યો બરાબર એજ સમયે રીસેસ પુરી થવાનો બેલ પડ્યો. તેથી તેણે થોડીક મસ્તી કરવાની ઈચ્છા થઈ અને ગલુંડીયાને થોડા બિસ્કિટ આપ્યા જેથી થોડી વાર સુધી કોઈ અવાજ ના થાય. હવે ગલુડિયુ પણ જાણે અમનનો સાથ દેવા માટે જ આવ્યું હોય એમ બિસ્કિટ ખાધા પછી શાંતિથી સુઈ ગયુ. લેકચર ચાલુ થયાની દસેક મિનિટ પછી અમને હળવેકથી ગલુડિયાને લાત મારી.ગલુડિયું તો અવાજ કરતું કરતું ક્લાસમાં આંટા મારવા લાગ્યું. બધા વિદ્યાર્થીઓ મોજમાં આવી ગયા અને કલાસમાં આમ થી તેમ ફરવા લાગ્યા આવી રીતે લગભગ દસેક મિનિટ બાદ ગલુડિયાને કલાસરૂમની બહાર કાઢવામાં આવ્યું. @@@@@@@@@@@@@@ આવી જ રીતે એક વખત જ્યારે બધા વિદ્યાર્થીઓ લેક્ચરમાં મશગુલ(!) હતા. ત્યાં બધાને "ચુઇઈઈ....." જેવો અવાજ સાંભળવા મળ્યો. બધાને એમ હતું કે હશે કંઇક ક્યાંક કોલેજમાં કોઈ કામ ચાલુ હશે.આમ પણ જ્યારથી અમે લોકોએ એડમિશન લીધું ત્યારથી કોલેજમાં કંઇક ને કઇંક બાંધકામનું કામ ચાલુ જ રહેતું.થોડા સમય પછી ફરી એવો અવાજ સાંભળવા મળ્યો. અને અવાજ જાણે કલાસરૂમમાંથી જ આવતો હોય તેવું લાગ્યું.એટલે ક્લાસમાં લેકચર આપતા ફેકલ્ટીએ પાછળ ફરીને જોયું અને બોલ્યા કે જે કોઈ પણ હોય તે શાંતિથી બેસે. કોઈ કાંઈ બોલ્યું નઈ.જેવા ફેકલ્ટી બોર્ડ તરફ ફર્યા કે પાછો અવાજ આવ્યો અને તેઓ ગુસ્સાથી પાછળ તરફ ફર્યા. અને અમે બધાયે ઉપર પંખા તરફ જોયું એટલે ફેકલ્ટીએ પણ પંખા તરફ જોયું. ફરી પાછો "ચુઈઇઈઈઈ ......." એવો અવાજ આવ્યો. એટલે ફેકલ્ટીને ખાત્રી થઈ ગઈ કે અવાજ પંખામાંથી જ આવી રહયો છે.તેથી તેઓએ તે ફેન બંધ કરવાનું કહ્યું એક વિદ્યાર્થી ઉભો થયો અને ફેન બંધ કરી દીધો. તે પંખાની નીચે બેઠેલા વિદ્યાર્થીઓ બિચારા પરસેવે નહાવા લાગ્યા. પંખો બંધ થતાં જ અવાજો આવતા બંધ થઈ ગયો તેથી બધાને એમ લાગ્યું કે અવાજ ફાઇનલ પંખામાંથી જ આવે છે. હવે બંધ પંખા નીચે બેઠેલા વિદ્યાર્થીઓને થયું કે આતો સલવાઈ ગયા રીસેસ પછી જગ્યા બદલાવવી પડશે. એટલે કથિત પરેશાનીઓએ રીસેસ સુધી ગરમીનો આનંદ(!) લીધા બાદ છેલ્લી રીસેસ ને પુરી થવાની થોડી વાર પહેલાજ કલાસમાં આવીને તેઓએ તેમની જગ્યા બદલાવી. (ક્રમશઃ) ‹ પાછળનું પ્રકરણકોલેજના કારસ્તાનો ભાગ- 5 › આગળનું પ્રકરણ કોલેજના કારસ્તાનો - ભાગ - 7 Download Our App