(આગળ આપણે જોયું કે બિલનાથ મંદીરમા પુન: યોજાયેલ કાલિયજ્ઞ દરમિયાન અવિનાશનું ભયંકર રીતે મૃત્યુ થાય છે અને અવની ત્યાંજ બેહોશ થાય છે. હવે આગળ..)
અવિનાશના ભયંકર રીતે થયેલ મૃત્યુ બાદ અવનિ, ભૂમિ, સ્વસ્તિક ,સ્વાતિ અને ધેર્યાંનાં મમીપપા આ બધાને પાછા ઘરે રાજકોટ લઇ ગયા, કારણકે હવે આ સ્થળ તેઓને સુરક્ષિત લાગતું નથી. પરંતું બધા મિત્રોને આ દુઃખદ ઘટનાં સહન થઈ નહીં. અવનીએ તો ગુસ્સામા આવીને પ્રણ લઇ લીધુ હતુ કે તેણી તેનાં ભાઈનાં કાતિલને પકડીને જ રહેશે.
હવે જ્યારે અવનીને ખબર મળ્યા કે બિલેષ્વર મા આવતી પૂનમે ફરી કાલીયજ્ઞ થવાનો છે.. એની જીદે ભૂમિ, સ્વાતિ અને ધેર્યાં પણ તેમની સાથે બિલેષ્વર આવવું પડયું. જ્યારે સ્વસ્તિકતો પહેલેથી જ નિસર્ગને ત્યાં રોકાણો જ હતો. અવિનાશના મૃત્યુ બાદ બધાં આઘાતમા હતાં. પણ અવનીએ તેનાં ભાઈનાં કાતિલને પકડવાનૉ નક્કી કરી લીધુ હતુ આથી તેં અને ભૂમિ રાત્રે છુપી રીતે મંદીરમા તપાસ કરવા પહોચી ગયા.
(રાત્રિના અંધારામા બિલગંગા ઘાટની સામે)
અવની ,શુ આપણું છુપી રીતે અંદર જવું બરોબર છે ? એ પણ રાતે.. - ભૂમિ એ ડરતા ડરતા કીધું.
( અવનીની સ્થિર આંખો હતી..)
તેંણી બોલી- કોઈ પણ કાળે હુ મારા ભાઈનૉ બદલો લઈશ જ.
(બન્ને મંદીરના દાદર ધીરેથી ચઢી ગઇ, અને ધીરેથી મુખ્ય દ્વાર ખોલ્યો)
મંદીરના પટાંગણમા બન્ને એ થોડી વાર ચારે તરફ નજર કરી.
ભૂમિ એક ઘડીએ જ્સકિ ગઇ... તેણીએ અવનીનૉ હાથ પકડી લીધો....ફટાફટ કોઈ પાછળથી પસાર થયુ હોય તેવું લાગ્યું.
થોડી વાર મા મંદીરની પાછળની જગ્યામાથી ટનઁ- ટનઁ ટનનનન ટન કરતો અવાજ આવ્યો.
અવની બોલી- કોઈ ધાતુનૉ ખખડવાનૉ અવાજ લાગે છે.
અને ઈશારાથી ભૂમિને મંદીરની પાછળ જવા કહ્યુ. બન્ને એ પાછળ જઇ ટોર્ચથી જોયું તો એક ખાલી કળશ જમીન પર પડેલા પતરાં પર પડ્યો હતો. ભૂમિએ કળશ હાથમા લીધો. અને નીચે પડેલ પતરાને જોયું તો ખ્યાલ આવ્યો કે એ પતરૂ નથી પણ મંદીર ના ભૂગર્ભ મા ઉતરવાનાં રસ્તાનું ઢાંકણ છે. તેણીએ અવનીને ઈશારો કર્યો અને બન્ને એ મળી એ પતરાના ઢાંકણને ઉચકયૂ.
અવની ધીરેથી બોલી -અરે , અહિ તો સીડી પણ છે.
એટલાંમા શાંતિમય રાતે
ટપ ટપ ...ટપ ટપ.... જૂતા નૉ અવાજ આવ્યો
ભૂમિ અને અવની સ્તબ્ધ થઈ ગઇ તેવા મા પાછળ થી કોઇએ ભૂમિનાં ખભા પર હાથ મુક્યો... જેવી ભૂમિ જ્સકિને પાછળ ફરી ...તેણે શાંતિમય શ્વાસ લીધો.
હુ ઇન્સપેક્ટર પંડ્યા, તમે બન્ને આટલી રાતે અહીં શુ કરો છો??
અવનીએ ભૂગર્ભમા ઉતરતા રસ્તા તરફ ઈશારો કરી તેમા ઉતરવાનૉ સંકેત આપ્યો.
ઇન્સપેક્ટર પણ તેમની પાછળ ભૂગર્ભમા ઉતર્યા... તેઓ થોડા આગળ વધ્યા ત્યાં જ એક આધેડ યુવાન માંસ ખાતો બેઠો હતો અને તેની સાથે એક વૃદ્ધ તેની પેરવી કરવા બેઠા હતાં.
ઇન્સપેક્ટર સાહેબે તરત જ તેમની ટિમને છુપી રીતે બોલાવી લીધી અને તેં યુવાન અને વૃદ્ધને અરેસ્ટ કરી લીધાં.
(બીજે દિવસે સવારે... પોલીસ સ્ટેશને ..)
નિસર્ગ બોલ્યો: : આ માણસ નું માંસ ખાનારો યુવાન મોજપરના રાજકુમાર છે અને તેની સાથે રહેલ માણસ તેમનાં પીતા છે.
અવની એ પુછ્યું : પરંતું આ ષડ્યંત્ર રચવાનું કારણ??
નિસર્ગે કહ્યુ - આ એક પ્રકારનૉ રોગ છે જેને નેક્રોફેજીઆ (necrophagia) કહેવાય,... જેમા પીડિત માણસ મૃત્યુ પામેલ માણસનું માંસ ખાવાની ભયાનક આદત હોય છે., ભગુભાઈ અને અવિનાશનું મૃત્યુ મોજપરનાં રાજકુમાર માટે તેમનાં પિતાએ આ ષડયંત્ર રચ્યું હતુ. હવન અગ્નિના મુખમા જતા મસ્તક સિધા ભૂગર્ભમા જતા રહેતાં.
******* .. અસ્તુ. *******