(આગળ આપણે જોયું કે બિલનાથ મંદીરમા આયોજિત કાલીયજ્ઞની સમાપ્તિ પહેલા જ એક વ્યક્તિનાં ધડમાથી યજ્ઞમા લોહી રેડાયું, આ વ્યક્તિને સૌ કોઈ ઓળખતા હતાં. આ જોઇ હાજર સ્ત્રીઓની ચીસોથી મંદીરની દિવાલો ગુંજી ઉઠી.)
આટલી આશ્ચર્યજનક ઘટના બાદ બધાં જેન્તિભાઈના ફાર્મહાઉસમા ઉદાસ હતાં. ભૂમિ અને તેનાં મિત્રોની માતઓ તો આ આઘાત સહન ન કરી શકી. આથી બધાંના મમીપપા તો તેં જ સાંજે ઘરે રાજકોટ ચાલ્યા ગયા. પણ યંગસ્ટંર્સની જીદ થી તેઓએ ભૂમિ અને તેણીના મિત્રોને અહીં રોકાવા દીધાં. જોકે સ્વસ્તિકના મમી-પપા , મનીષભાઈ અને ઈલાબેન અહિ રોકાણા હતાં.
*
(મનીષભાઈ અને ઈલાબેનના રુમ મા..... )
મનીષ ભાઈ એ કહ્યુ- ઈલા , આ ભગુભાઈને મારનાર હશે કોણ??
એ તો ભગવાન જાણે પણ એ ભગુભાઈએ કઇંકતો પાપ કર્યા હશે, નહિતર આવુ ભયંકર મોત!! જે થયુ એ હવે હુ તમને શુ કહું- આપડ઼ેય છોકરાંવ સાથે ઘૂમલિ ફરીને ઘર ભેગું થઈ જવું જોઈએ.
હા તારી વાત સાચી છે.,,
આ વાર્તાલાપ વચ્ચે ઈલાબેનની નજર બારી પરના પડછાયા પર પડી, એ ધ્રુજી ગયા,, અને ધીમેથી બોલ્યા, જુઓ કોઈ ત્યાં બારી પાછળ છે. પણ જેવા મનીષભાઈ ત્યાં જોવા ગયા પડછાયો ગાયબ.
તારો ભ્રમ હશે એમ કહી મનીષભાઈએ વાત ટાળી.
*
હા મંદીરમા ભયાનક રીતે મૃત્યુ પામનાર માણસ ભગુભાઈ ડ્રાઇવર હતાં. પ્રવાસમા આવેલા યુવાનો(ભૂમિ અને તેણીના મિત્રો) ને આ ઘટનાની માહીતી પોલીસને પહોંચાડવામા રસ હતો. પોલીસે અને ફોરેન્સિક તપાસ માંટે ડેડબોડી પોરબંદર સિવિલમા લઇ ગયા. પરંતું પોલીસને પોતાના ઇન્વેસ્ટિગેશનમા કઇ હાથ લાગ્યું નહીં. તેઓ બે દીવસ બાદ આવનાર ફોરેન્સિક રિપોર્ટની વાટે હતાં.
*
આ તરફ આઠ જણાની યુવાન મંડળી પોતે પોતાના અલગ તપાસમા મંડાણા હતાં.
જેમા સૌથી વધારે ડરી ગયેલ સ્વાતિએ કહ્યુ- આપણે પણ મમી પપા સાથે ઘરે ચાલ્યું જવું તુ. આ જગ્યા સુરક્ષિત નથી.
એમા નિસર્ગ બોલ્યો- એ મેડમ આ જગ્યા વિશે કાઈ બૌલોંમા એ તો એ ભગુભાઈ સાથે કોઈને પર્સનલ દુષ્મની હશે.
ધેર્યાંએ નિસર્ગની વાતમા સાથ પુરવતા કહ્યુ- હા અને આમ પણ પોલીસ એનું કામ કરી રહી છે , આપણે એમા દખલ દેવી જોઈએ નહીં.
અવિનાશ બોલ્યો- ના હવે પોલીસ ઇંવેંસ્ટીગેશન મુજબ ભગુભાઈને કોઈ સગા સંબંધી કે પરિવાર છે જ નહીં. તેઓ રાજકોટમા એકલા જ રહેતાં.
*
તેઓએ ઘણી ચર્ચા કરી પણ કઇ ઉકેલ ન આવ્યો.
ભૂમિ અને સ્વાતિ પોતાના રૂમમા બેઠા હતાં ત્યારે અચાનક સ્વસ્તિક આવી પહોંચ્યો.
સ્વસ્તિક- ભૂમિ મારે એક મહત્વની વાત તને કરવી છે. કહી તેણે પોતાના ખિંસામાંથી પેલો રહસ્યમય કાગળ બહાર કાઢ્યો.
ભૂમિ બોલી- આ શુ છે.
સ્વસ્તિક- ' યાદ છે જ્યારે બસમા સ્વાતિ ઘાયલ થઈ હતી , ત્યારે હુ ભગુભાઈ સાથે નીચે ઉતર્યો હતો. ત્યારે જે સાધુઓ બસની આડે ઉતર્યા હતાં તેઓએ ઉડાડેલિ ભસ્મમાથી મને આ રહસ્યમય કાગળ મળ્યો હતો.
ભૂમિ- એવું તેં શુ રહસ્ય છે એ કાગળમા?
સ્વસ્તિક- એ તો નથી સમજાતું. એટ્લે જ હુ તારી પાસે આવ્યો છું.
ભૂમિએ એ કાગળ ખોલ્યો અને જોયું તો એમા એક ત્રિશૂળની બન્ને બાજુ આંખો અને તેની નીચે એક કમળ દોરેલું. આ કાગળ પરથી ભૂમિને કઇ સમજણ ન પડી.
ભૂમિ અને સ્વસ્તિક આ યજ્ઞ વિશેની માહીતી મેળવવા મંદિરે પહોંચ્યા, મંદિરે પહોંચી પેલા ભૂમિ એ મંદીરનાં મુખ્ય પ્રવેશ દ્વારને બારીકતાંથી જોયો, ભૂમિ નૉ તર્ક હતો કે નક્કી દ્વારની બન્ને બાજુથી કોઇએ એક તીક્ષ્ણ તાર બાંધેલો હોવો જોઈએ. પણ તેણીને કોઈ સબૂત હાથ લાગ્યો નહીં.
જ્યારે તેમણે પૂજારીને યજ્ઞ વિશે પુછ્યું ત્યારે પૂજારીજી બોલ્યા -
મૃત્યુની ઘટનાતો આ મંદીરમા પ્રથમ વખત બની છે.
માતાં કાળીનો યજ્ઞતો વર્ષોથી થતો આવે છે, પણ અહીંના બાજુનાં ગામના મોજપૂરનાં કિલ્લાનાં રાજવીઓ દર વખતે આ યજ્ઞમા રક્તની આહુતિ પોતાના અંગુઠાનાં લોહીથી ચડાવતા. પણ ગઇ પૂનમ બાદ જાણવામા આવ્યુ છે કે તેં લોકો અહિથી ક્યાંક દુર ચાલ્યા ગયા છે. જ્યારે મોજપૂરનો કિલ્લો હવે સરકારની હેઠળ પ્રવાસીય સ્થળોમા સમાવેશ પામ્યો છે.
મંદીરની પરંપરા મુજબ યજ્ઞમા માત્ર રાજવીઓ જ રક્ત આહુતિ આપી શકે છે. આ વખતે આહુતિ ન આપી હોવાથી જ યજ્ઞનો પ્રકોપ વરસ્યો છે. આ વખતે યજ્ઞ સંપુર્ણ થયો નથી અને યજ્ઞમા રુકાવટ આવી હોવાથી , આવતી પૂનમે ફરી યજ્ઞ કરવો પડશે.
પૂજારીની વાત કોઈને ગળે ઉતરી નહીં પણ ભૂમિને મોજપૂરની વિશે જાણવાની ઇચ્છા થઈ. તેણે મોજપૂરના કિલ્લાનુ એડ્રેસ જાણી લીધુ.
તે બધાને મોજપૂર કિલ્લામા ફરવા જવાનાં બાને લઇ ગઇ. જ્યારે આ પ્લાન સ્વાતિ ,સ્વસ્તિક અને ભૂમિનો હતો કે ત્યાં જઇ કાંઇક એવું તો યજ્ઞને લગતી માહીતી મળશે.
*
આમ બધાં કારમા મોજપર પહોચી ગયા. કિલ્લાની ભવ્યતા જ કઇંક અલગ હતી. વિશાળ પ્રવેશ દ્વાર અને એનાં રાજમહેલના જુના ચિત્રો એક દિવ્યતા પ્રગટ કરતા હતાં.
ભૂમિ અને સ્વસ્તિક કઇક અલગ જ રીતે માહીતી શોધવાનૉ પ્રયત્ન કરી રહ્યાં હતાં. પરંતું કઈ હાથ લાગતું ન હતુ. અચાનક સ્વાતિએ ભૂમિનું ધ્યાન દોર્યું. ભૂમિની આંખો ફાટી ગઇ, પેલા રહસ્યમય કાગળમા રહેલા ચિત્રની હુબેહુબ પ્રતિકૃતિ કિલ્લાની એક દીવાલ મા દોરેલ હતાં, જેમા ત્રિશૂળ અને બે આંખોતો હતી પણ તેની નીચે રહેલું કમળ દીવાલ પર દોરેલું ન હતુ. આ વાત ભૂમિ અને સ્વસ્તિકને સમજાણી નહીં. એટ્લે તેઓએ થોડુ વિચાર્યું અને ત્રિશૂળ નીચે જમીનમા થોડુ ખોદ્દયૂ તો એમાંથી એક તાંબાની પેટી મળી. પણ પેટીને તાળું હતુ, એટ્લે હવે ચાવી શોધવાની રહી હતી. તો જ જાણી શકાય કે આ તાંબાની પેટીમા શુ છે.
*
નિસર્ગ એક ડૉક્ટર હોવાથી તેં આજે પેલા ફોરેન્સિક રિપોર્ટ લેવા ગયો હતો. તેને થયુ કે ભૂમીના કહેવા મુજબ મંદીરના પ્રવેશદ્વાર પાસે જ કોઈ બાંધેલા તારથી ભગુભાઈનું ગળું કપાયું હશે પરંતું , રિપોર્ટ તો કાંઇક અલગ જ કહેતાં હતાં.
( ઈલા બેન અને મનીષભાઈના રૂમમા કોનો પડછાયો હતો??
શુ હતુ ભગુભાઈના મૃત્યુનું કારણ??, તાંબાની પેટીમા શુ રહેલું છે?? ફોરેન્સિક રિપોર્ટમા શુ આવ્યુ છે??, જાણવા માટે વાંચતા રહો કાલીયજ્ઞ)