Dodho books and stories free download online pdf in Gujarati

ડોઢો

ભૂરો - અમારે ડીશ માં એક પણ ચેનલ આવતી નથી. તમારે આવી રીતે જ ધંધો કરવો હોય તો લાવો નેં હું તમારું કેબલ સંભાળી લઉં. ઘરાક નેં ખુશ રાખતા શીખો, નકર કાલે રોડ ઉપર ઉભા રહી નેં ખાટા ઢોકરા વેચવા નો વારો આવી જશે. અમારે આઈ પી એલ નો એક પણ મેચ જાય નેં, ઈ માથા નો ઘા થાય. ટૂંક માં સમજી જાઓ અને જટ રીપેરીંગ કરો, બાકી તમારા દોરડા અને સિંદરા બાંધી છેડો કાઢી જાઓ. નથી જોતી તમારી ડીશ.

ડીશ વાળો - અમારી ઉપર શાના મરચા ખેરો છો, આ સરકાર એ ફોર્મ ભરવા નેં ચેનલ સિલેક્ટ કરવાના લપરા ઘાલ્યા એમાં અમે શું કરીયે, ડીશ જોતી હોય તો રાખો, નકર 3 મહિના ના બાકી પૈસા ઓફિસે આવી નેં સળગાવી જાઓ એટલે તમારાથી જાન છૂટે. અને જીભડી કાબુ કરતા શીખો.

ભૂરો - મમ્મી તને તો ઢંગ નો નાસ્તો બનાવતા જ નથી આવડતો, કોઈ વસ્તુ ચોકસાઈ થી કેમ બનાવવી નેં એ પણ એક આર્ટ છે, જરા ધ્યાન દઈ નેં ખાવાનું બનાવતી જા આમાં, હું ને પપ્પા માંદા પડશું... અનેં દાદી તો ટિકિટ વિનાની ઉપર જ પહોંચી જશે.

મમ્મી - દીકરા મને તો ખાવાનું બનાવતા જ નહીં પણ, છોકરો પેદા કરતા પણ સારી રીતે ના આવડ્યું, તારા જેવો ડાયો ડોઢો મારે જ ઘરે પાક્યો શું કરું. હવે હડપ દઈ નેં ટીવી વારા રૂમ માં વયો જા નકર આ કાલની દાળ-ઢોકરી ડાઇરેકેટ તારા ખોળા વારા માથા માં ભૂશી મારીશ. અદકો કૈંને....


ભૂરો - પપ્પા તમે કરિયાણા ની દુકાન માં શું મોઢૂં ઘાલી વર્ષો થી પડ્યા છો, કાઈ એવું કામ કરો નેં કે આપણો પરિવાર ઊંચો આવી જાય, મારા બીજા મિત્રો જુઓ, કેવા પૈસા ઉડાવતા હોયઃ અને હું એ લોકો સામે ભૂખડી-બારસ જેવો પાવલા વારી પીપર ચુસતો નેં, ટકો ખજવારતો બેઠો હોય. કંઈક કરો બાપુજી.

પપ્પા - તને કોથરા માં પુરી નેં વેચી આવું તો? કદાચ ભંગાર નો ભાવ આવી પણ જાય, તને 3 ટાઈમ ખાવાનું ઠુસવા અને કપડાં પેરવા આપું છુ નેં? તને અભ્યાસ પણ કરાવું છુ નેં? તો બસ... બાકી ની સગવડ માટે જાતે હાથ પગ ચાલવાના હો... હવે જલ્દી થી તારું આ છબીલદાસ જેવું થોબડું લઇ નેં અંદર વઇ જા નહીતો મારી અંદર નો બાહુબલી જાગી જશે. અનેં તારી ગણતરી ભલ્લાલ-દેવ માં કરી નાખશે.


ભૂરો - એ દાદી માં, શું આખો દી, ગાંડા જેમ માળા ફેરવે રાખો છો, નેં ટીવી ઉપર આ આસ્થા સંસ્કાર નેં ભક્તિ રસ ના પ્રોગ્રામ જોયા કરો છો, દાત ભગવાન એ જટી લીધા, આંખે ડાબલા આપી દીધા, ગોઠણ ઢીલા કરી દીધા તો એ હાય મારો ભગવાન હોય ભગવાન કર્યા કરો છો, નાસ્તિક બનો નાસ્તિક મારા જેમ....

દાદી - ભગવાનના ભજન અને કીર્તન મારા ગોઠણ, આંખું અનેં દાત સમા કરવા માટે નથી, પણ તારા જેવા ડોઢા ખેપાની નેં સહન કરી શકાય એના માટે છે, હવે ઝડપ થી ડેલી વટી જા, નહીંતર આ, આંકડિયા વારી લાકડી સગ્ગી નહીં થાય, પિટીયા તારી જીભ છે કે કાતર..ક્યાંય રોકાતી જ નથી...


ભૂરો - એક ટિકિટ આપો તો,,, એમ જી રોડ સુધી ની... અનેં 95 રૂપિયા પાછા... નોટ સારી આપજો, ફાટલી-તૂટલી આપી તો મજા નહીં આવે...
કંડક્ટર - છુટા આપો ભાઈ... મજા નેં વગર મજા ગઈ તેલ પીવા...
ભૂરો - અવળી મોટી બસ ઢસેડ઼ો છો,,, નેં ખિસ્સા માં 100 ના છુટ્ટા નથી, હદ્દ છે તમારી નફટ્ટાઇ, એક ફેરો ઓછો કરાય અનેં બેંક ભેગું થઇ નેં 2000 કે 5000 હજાર ના ખુલ્લા લઇ અવાય, આમાં કયો મુસાફિર ક્યાં મૂડ માં બેઠો હોય, કજિયા ના માર થઇ જાય.. કંઈક સમજતા જાઓ...
કંડક્ટર - એ...એ... કજિયાના માર વારી, છુટ્ટા પૈસા લાવ નહિ તો બોચી પકડી નેં બસ ની નીચે નાખી દઈશ, અમેં પૂછ્યું તને? કે અમારે કેમ ધંધો કરવો?


ભૂરો - સર તમેં જે રીત થી ભણાવો છો નેં? તેં રીત ખુબ જ અઘરી છે, અને હાથ માં ગાઈડ પકડી નેં પણ જો તમે ભણાવવામાં આટલા ડાઠીયાં દયો તો પછી અમારે જાતે જ ઈન્ટરનેટ થી અને, ગાઈડ થી ભણી લેવા માં શું વાંધો? ખરેખર આ સરકાર ટીચરના પગાર પર પૈસા બરબાદ કરે છે. એના બદલે અમને રોજ 2 જીબી ઈન્ટરનેટ આપી દે તો અમેં જાતે ભણી લઇયેં અનેં બોર થઇ જાયેં તો સવિતા ભાભી ના ઓનલાઇન ભજન જોઈ લૈયેં।

સર - તું ક્લાસ ની બહાર નીકળે છે કે, હું તારી ફિંગડી જાલી નેં, તને ટ્રાન્સફર કરું મેદાન માં? ઈન્ટરનેટ વારી..


ભૂરો - આપણે એક વરસ માં હવે નવું બાઈક જોયે.. આ સાલું આપણે કોઈ ઈજ્જત નથી આપતું ..અનેં આ ઘમંડી છોકરીઓ તો એવી રીતે ડોરા કાઢે કે જાણે કેમ આપણે એનો 3 રૂપિયા વારો, પાવડર વારો રૂમાલ ચોરી નેં ભાગવાના હોયે,

જમન - તારા પેન્ટ માં મિનિમમ 2 તો થીગડાં હોય, ઘરે તારી આબરૂ બાલાજી ની વેફર ની ખાલી કોથરી કરતા એ ઓછી છે, ટીચર તને ભણાવે ઓછા નેં ઢાબરે જાજા, મફત ના ખીચડી સાક ખાવા તું ડાકૂ દેતો 2 કિલોમીટર દૂર જલારામ મંદિરએ પુગી જાય, અને તારે નવું બાઈક લેવું? તારી પાસે બાઈક લેવાનું નહી પણ, જૂની સાઇકલ લેવા નું સપનું હોવું જોયે, ઈ પણ ચક્કો.... હવે ઈ ચા પી માં... મારી હેઠી છે....ભુરીયા.


ભૂરો - નથી જીવવું, આખું ગામ મારી મસ્તી કરે, ઘરના પણ ઠેકડી ઉડાડે, કોઈ ઈજ્જત આપતું નથી, ભગવાન આ બધી તારી જ ભૂલ છે, તેન મને ડોઢો બનાવ્યો, મારા બાપા નેં કડકા બનાવ્યા અને મારી દાદી નેં બાજોડકી, બાકી મારા દોસ્તાર અને ટીચર અનેં બીજા લોકો વિષે તો મારે કઈ કેવા જેવું જ નથી. ઉપાડી લે મને...ઉપાડી લે હવે,, હું થાકી ગયો હડધૂત થઇ થઇ નેં...

ભગવાન - કાં તું તો નાસ્તિક હતો નેં બેટા, હવે કેમ મને યાદ કર્યો, મારી સર્વિસ મારા ભગત-ગણ માટે જ છે, તારું તું ફોડી લે, આપણે લેવા નકર દેવા.. અનેં બીજી વાત ઈ કે, મેં તને ડોઢો નથી બનાવ્યો તું જાતે જ બને છે... એક વાર બોલીશ સાંભળી લે અનેં સમજી લે...મારું જ્ઞાન।..

- બીજા ના દોષ જોવા પણ ગણાવવા નહીં
- સલાહ ત્યારે જ આપવી જયારે કોઈ સાંભળવા તૈયાર હોય.
- વાંક વગર અપમાન કરે એને બોલાવવું નહીં.
- કોઈ નું ભલું થાય, એવું ખોટું બોલી દેવું।
- કોઈ નું ખરાબ થઇ જાય, એવું નકામું સત્ય બોલવું નહીં.
- સલાહ બધા ની લેવી, માનવી ફક્ત દિલની.
- ગુરુ ના ખોંચા કાઢવા નહીં. એની પરીક્ષા કરવી નહીં.
- માં-બાપ ની ખીજ અનેં માર પરસાદ સમજવા.
- હિમ્મત કોઈ દી હારવી નહીં,
- તું નાસ્તિક રહે કે આસ્તિક, હું તારી સાથે જ છુ અનેં તું મને વહાલો જ છે... સુખી થા જે...આશીર્વાદ

ભૂરો - મારા મન નો બોજ હળવો થયો, જ્ઞાન મળ્યું, હે ઈશ્વર તારો ખુબ ખુબ આભાર, પણ એક સલાહ આપવી છે કે... આમ કોઈ માણસ મરવા ની અણી સુધી આવી જાય ત્યાં સુધી એની પરીક્ષા ના કરાય, જરાક વેલુ પ્રકટ થઇ નેં કામ પતાવી જવાય, આ... શું... મારે આટલી તકલીફ તો ના ભોગવવી.. ભગવાન ની પદવી ઉપર છો તો થોડીક તો તમને સમજણ હોવી વ્યાજબી છે..આમાં કઈ મેં ખોટું કીધું હોય તો બોલો....

ભગવાન - આનું તો બીબું જ ખરાબ છે, મેં ખોટી મેહનત લીધી....

હાલ ભાઈ હાલ... તારે ઘરે બાજરા ના ઢોકરા પાકી ગયા છે...જય નેં ખાઈ લે, મારે પણ કામ જાજા છે.... તારું ધ્યાન રાખ જે, કોઈ ધોલાઈ કરી દે એટલી જીભ ના હલાવતો... બાકી બધું તારુઁ બરાબર છે. - આશીર્વાદ


સારાંશ - વધુ બોલવું, વણમાગી સલાહ આપવી, સીધું અપમાન કરવું, મેણાં-ટોણા મારવા, એ બધી કુટેવ છે. આવી ખરાબ આદતો નેં વહેલી તક એ કાબુ કરવી. - જય હિન્દ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED