પેહલા પેહલા પ્યાર હે !!! - 9 Bhargavi Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પેહલા પેહલા પ્યાર હે !!! - 9

(આગળના ભાગ માં જોયુ કે રવિવારે પાયલ ને છોકરો જોવા આવવાનો હોય છે. પાયલ ને હજુ સુધી આકાશ થી જુદા પડવાનું દુઃખ હોય છે પણ એ એની મમ્મી ની કસમ આગળ કંઈ નથી કરી શકતી..પણ એના દિલ માં તો હજુ પણ આકાશ જ હોય છે..હવે આગળ જોઈએ..)

રવિવારે પાયલ બે મને તૈયાર થાય છે..છતાં પણ એ બ્લેક કલર ની કુર્તી અને વ્હાઇટ કલર ની લેંગિંસ માં ખુબ જ સરસ લાગતી હોય છે. એના ગાલ પર પડતાં એ ખાડા એની ખૂબસૂરતી પર ચાર ચાંદ લગાવતાં હોય છે.છોકરા વાળા આવવાનો સમય થઇ જાય છે. પાયલ અંદર રસોડા માં બેસી હોય છે.એનું મન હજુ પણ ઉદાસ હોય છે. 
.
છોકરો એના મમ્મી પપ્પા અને બહેન જોડે પાયલ ને જોવા માટે પોહચી જાય છે. પાયલ ની મમ્મી એને બૂમ પાડે છે એટલે એ ધ્રુજતા હાથે ચા લઈને આવે છે. પાયલ ના મામા એને બેસવા માટે કહે છે. છોકરા ના મમ્મી પપ્પા ને તો પાયલ પહેલી નજર માં જ ગમી ગઈ હોય છે એટલે એ પાયલ અને એમના છોકરા(મૌલિક) ને અંદર જઈ વાતો કરવાનું કહે છે. પાયલ ને દેખાવે તો એ છોકરો જરા પણ ગમતો નથી પણ એ વિચારે છે કે સ્વભાવ સારો હશે..એમ કરીને એ અંદર રૂમ માં જાય છે.પાયલ નું મન ના હોવાથી એ ચૂપ ચાપ બેસે છે.. અને મૌલિક ના બધા પ્રશ્નો ના જવાબ આપે છે..મૌલિક એને પૂછે છે કે  એને પણ કઈ જાણવું હોય તો એ મૌલિક ને પૂછી શકે છે..પાયલ નકાર માં માથું હલાવી અને બહાર જવાનો ઈશારો કરે છે.. બન્ને બહાર જાય છે અને બેસે છે.. મૌલિક ના પપ્પા મૌલિક ને પૂછે છે કે" કેવી લાગી છોકરી" મૌલિક હકાર માં માથું હલાવી છે એટલે એના પપ્પા સમજી જાય છે.. પાયલ ની મમ્મી  એને રસોડા માં લઈને જાય છે અને જાતે જ કહે છે કે " છોકરો તો બહુ શાંત અને સંસ્કારી લાગે છે..તું દેખાવ પર ના જતી અને ભણવા માં પણ હોશિયાર છે..તારે પણ હા પાડવી જ પડશે.." એમ કહીને પાયલ ની મમ્મી તો નિકળી જાય છે .. પાયલ ના મન ની વાત પાયલ ના મનમા જ રહી જાય છે.. એની મમ્મી બહાર આવીને બધા ને કહી દે છે કે પાયલ ને પણ ગમે છે.. બીજી વખતે મળવાનું નક્કી કરી બધા જુદા પડે છે ..
.
બીજા દિવસે મૌલિક નો ફેસબૂક પર મેસેજ આવે છે..પાયલ ફેસબૂક uninstall કરી દે છે.. આવતા રવિવારે પાછા એ લોકો મળવાના હોય છે..ત્યારે એ રવિવારે પાયલ અને મૌલિક ના જન્માક્ષર મળી જાય છે અને બન્ને ને ફરીથી એકલા છોડી દેવામાં આવે છે ત્યારે મૌલિક પાયલ નો નંબર લઇ લે છે..અને બધા જુદા પડે છે..પાયલ અને મૌલિક ની સગાઈ નું મુહરત દિવાળી પર રાખવામાં આવે છે પણ બન્ને ને ગોળ ધાણા ખવડાવી બધું પાક્કું કરવામાં આવે છે .. પાયલ અને મૌલિક ની વાતો હવે કૉલ પર અને મેસેજ પર થવા લાગી હોય છે..પાયલ ખૂબ જ સુંદર દેખાતી હતી અને મૌલિક એના સામે થોડો કદરૂપો લાગતો એટલે મૌલિક ના મન માં થોડી ઈર્ષા હતી અને એ પાયલ ને કોઈ જોડે વાત નહતો કરવા દેતો..  એ પાયલ પર બહુ શક કરતો..પાયલ ઓનલાઈન હોય એટલે એ કોના જોડે વાત કરે છે એની સાબિતી એને સ્ક્રીનશોટ દ્વારા મૌલિક ને રોજ જ આપવી પડતી..પાયલ હવે ખૂબ જ બંધાયેલી હોય એમ મેહસૂસ કરતી હતી એને પોતાની મરજી નું કંઈ પણ કરવા પેહરવા નહતું મળતું..બધું જ એ લોકો કહે એમ જ કરવું પડતું..
.
પાયલ મૌલિક ના ઘરે નવસારી જવા લાગી..ત્યાં મૌલિક તો નહતો પણ એના મમ્મી પપ્પા ને પાયલ ખૂબ ગમતી એટલે એને કોઈ પણ રજા હોય કૉલેજ માં તો લેવા આવી જતા..મૌલિક તો વડોદરા રેહતો હતો.. પાયલ 1 2 દિવસ મૌલિક ના papa જોડે રહી આવતી.. પાયલ તો હજુ કૉલેજ ના બીજા વર્ષ માં હતી અને ત્રીજા વર્ષ ના વચ્ચે એના લગન લેવાની વાત ચાલુ હતી. .પાયલ ને હમણાં લગન ના હતા કરવા ..કેમ કે એને આગળ ભણવાની બહુ ઈચ્છા હતી..અને જો એના લગન ત્રીજા વર્ષ ના વચ્ચે થઈ જશે તો એનું આખું વર્ષ બગડશે.. પાયલ ને હજુ msc પણ કરવું હતું પણ મૌલિક ના મમ્મી પપ્પા કેહતા કે લગન પછી કરાવીશું..પણ મૌલિક ના મમ્મી દર વખતે પાયલ ને ટોન્ટ મારતા કે " જો પાયલ તારે ભણવું હોય તો મારી ના નથી..પણ મને ભણવામાં કોઈ ઈન્ટરેસ્ટ નથી..મને તો ખાલી તું ઘર નું કામ કરે એટલું જોઈએ છે.." પાયલ નું મન આં વાત થી ખૂબ જ દુઃખ થતું..ક્યાં એ હસતી ખેલતી સપના જોઇને સાકાર કરવાની હિંમત રાખતી પાયલ.. અને હવે એ બધી આશા છોડી દીધી હતી કે હવે એને ભણવા મળશે કે નોકરી કરવા મળશે.. પાયલ ને એનું ભવિષ્ય એકદમ ચોખ્ખું દેખાતું હતું.. અને મૌલિક પણ પાયલનો સાથ આપે એવો નહતો..એને તો એમ પણ એટલું જોયતું જ હતું.. એ તો એમ પણ માવડીયો હતો એટલે એના ઘર માં ખાલી મમ્મી નું જ ચાલે અને એની મમ્મી જેમ કહે એમ કરવાનું બધા એ...
.
દિવાળી પર પાયલ એના મમ્મી પપ્પા સાથે એના ગામ જાય છે.. એ એના મામા ના ઘરે જાય છે..ત્યાં એમની છોકરી રિંકુ જોડે પાયલ નું બહુ સારું બને છે.. 2 મહિના પછી પાયલ ને જેલ માંથી છૂટી હોય એવો એહસાસ થાય છે..એ એની બહેન રિંકું ને બધી જ વાતો કરે છે અને પોતે કેટલી દુઃખી થાય છે એ પણ  કહે છે.. રીંકુ પણ બધું સાંભળીને ને રડી જાય છે કેમ કે પાયલ બહુ જ ખુશ મિજાજ છોકરી હતી અને નસીબે એને ક્યાંથી ક્યાં લાવી દીધી..એ એકદમ બિન્દાસ છોકરી હતી કોઈનાથી ડરવાનું તો એને આવડતું જ નહિ.. અને હવે બધા જેમ કહે એમ કરે છે.. રિંકૂ પણ આં બધી વાત સાંભળીને ખાલી પાયલ ને સાંત્વના આપવા સિવાય કંઈ નહતી કરી શકતી.. હવે બધું ભગવાન પર છોડી દીધું હતું.. અચાનક એના મોટા મામા ની તબિયત બગડે છે અને 2 જ દિવસ માં એ હોસ્પિટલ માં જ મૃત્યુ પામે છે..પાયલ ની સગાઈ થવાની હતી એ દિવાળી માં બંધ રહે છે..એટલે પાયલ ને હાશકારો થાય છે.. પાયલની દીવાળી પછી તરત જ પરીક્ષા હોવાથી એ બેસણું પતાવીને એના મમ્મી પપ્પા જોડે વાપી પાછી આવે છે..
.
પાયલ ના મમ્મી પપ્પા ને પાછું ગામ જવાનું હોય છે..એના મામા ના દસમા બારમા માં.. પાયલ ને એના આગલા દિવસે અચાનક જ કમર માં દુખાવો થાય છે અને એ ના તો ઉભી થઈ શકે છે અને ના તો બેસી શકે એવી હાલત હોય છે..અને vomiting અને તાવ.. પાયલ ના પપ્પા એને તરત જ હોસ્પિટલ માં લઇ જાય છે... ડોક્ટર સોનોગ્રાફી કરવા માટે કહે છે..સોનોગ્રાફી માં ડાબી કીડની માં ઘણી બધી ગણી ના શકાય એટલી પથરીઓ હોય છે..ડોક્ટર તરત જ એડમિટ કરવાનું કહે છે નહિ તો સહન કરવાનું કહે છે..ડોક્ટર  કહી દે છે કે હવે 1 અઠવાડિયા સુધી તો પાયલ ને ફક્ત bedrest જ કરવો પડશે.. નહિ તો પછી એને વધારે દુખશે તકલીફ થશે તો તરત જ એડમિટ કરવી પડશે..એને થોડી પણ વાર સતત બેસી રહેવા ના કેહતાં..અને થોડીક દવા લખીને આપે છે .. પાયલ ના મમ્મી  પપ્પા ને એ દિવસે ગામ જવાનું હતું એટલે એ પાયલ ને નવસારી મૂકીને ગયા..પાયલ ના પપ્પા એ મૌલિક ના પપ્પા ને ડોક્ટર એ કીધેલી બધી જ વાત કરી હતી.. પરંતુ પાયલ ને ત્યાં આરામ તો દૂર ની વાત થોડી વાર પણ સુવા નહતા દેતા... આટલું બધું દુખતું હોવા છતાં પાયલ ત્યાં જઈને ઘર નું બધું કામ કરવું પડતું..અને એમાં પણ પાયલ થોડી આડી પડવા જાય કે તરત જ મૌલિક ની મમ્મી બૂમ પાડતી " પાયલ તું સુઇસ નહિ ..મૌલિક ના પપ્પા ને નહિ ગમે" .. પાયલ ત્યારે 3 દિવસ સતત આખી રાત રડતી હતી.." ના કેહવાય અને ના સેહવાય" એવી પરિસ્થિતિ હતી.. ચોથા દિવસે સવારે પાયલ ના મમ્મી પપ્પા  આવ્યા અને પાયાલનું મોઢું જોઈને સમજી ગયા કે કંઇક તો છે..પાયલ ના મમ્મી પપ્પા ના સામે પણ પાયલ આટલું બધુ કામ કરતી હતી એ પણ આવી હાલત માં.. એ પાયલ ના મમ્મી થી ના જોવાયું એટલે પાયલ ના મમ્મી એ એને કામ કરવાની ના પાડી અને કીધું કે હું કરી દઈશ તું આરામ કર..પણ મૌલિક ના મમ્મી એ પાયલ ના મમ્મી ને ના પાડી અને કીધું કે બધું પાયલ કરી લેશે.. પાયલ ની મમ્મી ને આં જોઇને ખૂબ જ પછતાવો થયો કે ક્યાં નાખી દીધી પોતાની છોકરી ને..પણ એમને એમ હતું કે મૌલિક તો સારો છે એટલે કંઇ નહિ..ઘરે આવીને પાયલ નો પથરી નો દુખાવો વધી જતા એને 4 દિવસ માટે હોસ્પિટલ માં એડમીટ કરવામાં આવે છે..
.
પાયલ ને તો ખબર જ હતી કે મૌલિક એના પર હદ કરતા વધારે શક કરતો હતો.. એના ભાઈઓ જોડે પણ વધારે વાત નહતો કરવા દેતો.. પાયલ એના કૉલેજ ની બહુ જ brilliant student હતી..એને એક competition મા ભાગ લીધો હતો..જેમાં એની મેડમ ના સવારથી ફોન અને મેસેજ આવતા હતા અને પાયલ એની જ તૈયારી કરી રહી હતી..વચ્ચે મૌલિક ના મેસેજ આવતા પણ પાયલ એને એટલું કેહતી કે "હમણાં મેડમ જોડે વાત કરું છું પછી વાત કરીશ"..  અને એમાં પાયલ એની મેડમ જોડે વાત કરતી હશે અને મૌલિક ના કૉલ આવ્યા હશે.. અને જેવો પાયલ એ કૉલ મૂક્યો એવો મૌલિક નો કૉલ આવ્યો અને સદનસીબે પાયલ ની મમ્મી એ ઉચ્ક્યો.. મૌલિક સામે વાળા નો અવાજ સાંભળ્યો વગર જ બોલવાનું શરુ કર્યું.." શું કરે છે તું..આટલા બધા ફોન કરું છું ખબર નથી પડતી તને..અને એવી તો કેવી મેડમ છે તારી કે આટલી બધી વાર વાત કરે છે..સાચું બોલજે કોના જોડે વાત કરતી હતી.." 
.
પાયલ ની મમ્મી ને આં બધું સાંભળીને ખૂબ જ દુઃખ થયું..કે એ તો મૌલિક ને સારો છોકરો સમજતી હતી અને એ પણ આવી રીતે પાયલ ને ધમકાવશે તો મારી છોકરી કોની જોડે જશે.. અને તરત જ પાયલ ની મમ્મી એ સામો જવાબ આપી દિધો.." હું પાયલ ની મમ્મી બોલું છું અને પાયલ એના competition ની તૈયારી જ કરે છે અને હમણાં પણ એની મેડમ નો જ ફોન હતો ..અમારા સામે જ વાત કરતી હતી એ..અને મે આજ સુધી મારી છોકરી પર આટલો શક નથી કર્યો અને તું શું ધમકાવે છે. હજુ તો સગાઈ પણ નથી થઈ..લગન પછી તો મારી છોકરી ને બહાર પણ નહિ નીકળવા દે..પેહલા તારું મોઢું જો .. તારા માં શું લેવાનું છે તો પણ મારી છોકરી એ તને હા પાડી હતી..પણ હવે હું જ ના પાડું છું..આજ પછી મારી છોકરી ને એક પણ ફોન કે મેસેજ ના કરતો. હવે  બધું અહીંયા જ સમાપ્ત થાય છે..તમે તમારા જેવી જ બીજી છોકરી શોધી લેજો ..આવજો.." 
.
પાયલ તો એની મમ્મી નું આં સ્વરૂપ જોઇને  ચોંકી જાય છે..અને એની મમ્મી ને જઈને ગળે વળગી જાય છે અને રડવા લાગે છે.. એની મમ્મી એને કહે છે" બેટા..હવે તું. આબંધન માંથી છૂટી..તું હવે આઝાદ છે..બિન્દાસ તારી લાઈફ જીવ..અને હવે જ્યારે તું તૈયાર હશે અને પુરે પૂરું ભણી લેશે અને નોકરી કરીશ પછી જ તારા લગન કરીશું..અને એ પણ તને છોકરો ગમતો હોય તો જ..મને માફ કરી દેજે..મને નહતી ખબર કે આં લોકો આવા નીકળશે.." 
.
શું હવે પાયલ આકાશ ને ભૂલી ગઈ? 

વધુ આવતા ભાગ માં
(ક્રમશઃ)

આ ભાગ મૂકવામાં થોડો વિલંબ થતાં હું વાચક મિત્રો પાસે માફી માંગુ છું..થોડો ટેકનિકલ પ્રોબ્લેમ અવવાંથી મારું account ચાલુ નહતું થતું..એટલે આં ભાગ મૂકવામાં થોડો વિલંબ થયો.. આં મારી પહેલી જ વાર્તા છે અને તમારા સારા એવા પ્રતિભાવો એ મારી લખવાની પ્રબળતા હજુ વધારી દીધી છે..આપ સૌ નો સાથ સહકાર મારા માટે ખૂબ જ આવશ્યક છે..બીજો ભાગ જલ્દી જ મૂકીશ..પ્રતિભાવ જરૂર આપશો..
ધન્યવાદ!!?