હું ને મારી વ્યથા Virendra Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હું ને મારી વ્યથા

હું પોતાને જાણવા મથું છુ પછી કમાવા મથું છુ પછી જીવવા મથું છુ પોતાને જ પુછુ છુ હું શું કરવા મથું છુ. જીવન માં દરેક વ્યક્તિની હોડી એક એવા સમય માં એવા વમળ માં ફસાઈ છે જ્યાંથી નીકળવું તેને અશક્ય લાગે,જ્યાંથી કઈ દિશામાં જવું તે તેને ના સમજાય,આવો સમય દરેક ને આવે છે.આ વ્યથાનો સમય ખૂબ જ મુશ્કેલી ભર્યો હોય છે તેમાં કોઈ શંકા નથી.ઘણા આ સમય માં નાસીપાસ થઈ હાર સ્વીકારી લે છે અને ઘણા રસ્તો મંઝિલ મેળવવા માટે સપનાઓ સાથે કોઈ પણ એક દિશામાં હલેસાઓ મારવાનું ચાલુ રાખે છે.તમને આગળ કંઈજ નથી દેખાતું કે કયા મંઝિલ છે,ક્યાં અંત છે ક્યાં તેમનો કિનારો છે બસ છે તો ફક્ત એક મન ની આશા બસ આજ આશા સાથે તમારે હલેશા મારતા રહેવાનું છે.દુનિયા માં ઘણા બધા સમુદ્રો આવેલા છે દરેક સમુદ્રનો છેડો છે જ.દરેક સમુદ્રનો અંત પણ છે જ.આ અંત જ તમારી મંઝિલ છે.  જીવનમાં દરેક વ્યક્તિ પોતાના માટે કંઈક કંઈક સપના જરૂર જોવે છે.કોઈ ને કોઈ પદ જોઈતું હોય,હોઈને લેખક બનવું હોઈ,કોઈને અમીર, કોઈને મોટા બિઝનીસમેન, કોઈને સિંગર,કોઈને કોઈ વ્યક્તિ પોતાના હૃદયમાં કોઈ ને કોઈ સપનું જરૂરથી સેવતો હોઈ છે પરંતુ આ સપનું એક વ્યથા નું સ્વરૂપ ત્યારે લઈ લે છે જ્યારે તેને એમ લાગે છે કે તેતો પોતાના સપનાઓ થી દુર જઇ રહ્યો છે.આ વાક્ય જ્યારે તેના મનમાં આવે છે ત્યારે તેની વ્યથા કેન્સરની જેમ તેના ટેલેન્ટ ને ખુશીને બધાને ખાવા માંડે છે આ સમય દરમિયાન તે વ્યક્તિ ચીડયો ગુસ્સેલ અને અધિર્યો બની જાય છે તથા પોતાને પ્રેમ કરતા લોકોને જ પોતાના દૂષિત વાક્યોથી ઠેસ પોહચાડતો રહે છે.પરંતુ આ ઠેસ તેને પણ લાગતી જ હોય છે બસ આ સમય માં તે ખૂબ જ અસહાય થઈ જાય છે.વ્યક્તિ નથી રડી શકતો અને નથી આ વ્યથા માંથી બહાર આવી શકતો બસ આ વ્યથાનું ભવર તેને પોતાની અંદર અંદર ખેંચતુ જ જાય છે.સ્થિથી દિવસે ને દિવસે ખરાબ બનતી જાય છે,આવી માનસિક સ્થિતિ હવે તેના શારીરિક સ્વાસ્થય ને પણ બગાડવા માંડે છે. હવે આ વ્યથા માંથી દરેક વ્યક્તિ એ બહાર આવવું ખૂબ જ જરૂરી છે તમે પણ આવી સ્થિથી માંથી બહાર આવવા માંગતા હશોજ બસ હવે તમારે તેનામાટે યોગ્ય પ્રયાશો કરવા પડશે.યાદ રાખો આ વ્યથા ની સ્થિતિ માંથી તમને તમારી જાત સિવાય કોઈ જ બહાર નહીં કાઢી શકે.એક તમારો દ્રઢ નિશ્ચય પોતાની જાત પર અને વિશ્વાસ જ તમને આમા થી બહાર લાવશે.તમારે પ્રથમતો તમારા સપનાઓ ને પ્રેક્ટિકલ ચશ્મા લગાવી જોવા પડશે પ્રેક્ટિકલ રીતે એટલે સત્ય સાથે તુલાત્મક રીતે પછી આ તુલાત્મક પરીક્ષા માં તમે તમારી જાત ને પાસ કરો તો ત્યારબાદ હવે તે સપના ને મેળવવા માટે નું પ્રથમ પગથિયું તમારે લેવાનું છે આ પ્રથમ પગથિયું બહુ અઘરું હોઈ છે કેમ કે કોઈ પણ વસ્તુ ની શરૂઆત કરવી બહુ અઘરી હોઈ છે,તમારે કોઈ સ્કિલ શીખવી હોઈ તો તેના ક્લાસ ચાલુ કરો,કોઈ ધંધો કરવો હોય તો તેને નાનકડી શરૂઆત કરો કેમકે ડાયરેકટ તો કોઈ વસ્તુ વિશાળકાય નથી બનતી પ્રથમ તો જમીન ખોદવી પડે છે અને જેટલી જમીન ઊંડી ખોદી યોગ્ય પાયો નાખશો તેટલીજ ભવ્ય ઇમારત બનશે.એટલે બીજું પગથિયું નાની શરૂઆત કરો.હવે ત્રીજુ પગથિયું સપના સાથે જીવો તેને માણો આજ જિંદગી છે....ખુશી એક અદભુત વસ્તુ છે જો તમે સપના ઓ સાથે ખુશ ખુશ રહી જીવો છો તો આજ તમારી સક્સેસ છે જીત છે...જીત કોઇ પ્રસિદ્ધિ નથી, પૈસા નથી જીત તો આત્મ સંતોષ આનંદ છે.આજ તો વ્યથાનો અંત છે ને અનંત જીવન છે.