માર્ક સ્ટીફન લેબોરેટરી માં જુનિયર વૈજ્ઞાનિક લૂઇસ રોજ પ્રમાણે સેટેલાઇટ માંથી આવતા ઇન્ફ્રારેડ સિગ્નલો ની નોંધ પોતાની ડાયરી માં કરતો જતો હતો.રોજ નું કામ સરખી રીતે ચાલતું જ હતું ત્યાં જ એક રિસિવર સાથે જોડેલા કોમ્પ્યુટર " બીપ... બીપ " સાઉન્ડ આવવા લાગ્યું. કોઈ ખરાબી ને કારણે આવું થતું હશે એમ માની તેણે તે પોતાની ડાયરી માં નોંધી લીધું.
બીજા દિવસે સવાર માં જ્યારે ટેકનિશિયન્સ આવ્યા ત્યારે તેમણે રેકોર્ડ કરેલા એ અવાજ ને સાંભળ્યો.થોડી વાર વિચાર કરી એ બોલ્યો કે કદાચ આ સિગ્નલ પૃથ્વી પરથી કે કોઈ સેટેલાઇટ માંથી નથી આવ્યા લાગતા પણ કદાચ અંતરિક્ષ માથી કોઇયે મોકલેલા લાગે છે..પરંતુ લેબ માં કોઇયે તેની વાત ગંભીરતા થી નાં લીધી.
પરંતુ લેબ ના director અને દેશ ના ખ્યાતનામ વૈજ્ઞાનિક પ્રોફેસર વિલિયમ ને થોડી શંકા ગઈ એટલે તેમણે સેટેલાઇટ માથી આવતા દરેક સિગ્નલ પર ચાંપતિ નજર રાખવાની સુચના લેબ ના દરેક વૈજ્ઞાનિક ને આપી દીધી.
એ જ દિવસે સાંજના સમયે એક ઘોઘરા અવાજ વાળો યાંત્રિક મેસેજ વિશ્વની અલગ અલગ જ્ગ્યાએ સાંભળવા મળ્યો.વળી નવાઈ ની વાતે એ હતી કે જે જે લોકો એ મેસેજ ને સાંભળ્યો એ તેમની પોતાની ભાષા માં હતો..જેમકે ચીન માં એ ચાઇનીઝ માં હતો, રશિયા માં રશિયન અને ભારત માં હિન્દી. એકબીજા દેશો સાથે થયેલા સંપર્ક માં એવું જાણવા મળ્યું કે આ આવેલો મેસેજ એક જ સમયે બધી જગ્યા એ એકીસાથે મળ્યો હતો.
દરેક દેશો માં રેકોર્ડ થયેલો એ મેસેજ કંઈક આવો હતો..
" અમને લાગે છે કે કદાચ હવે અમે તમારાં ગ્રહ 'પૃથ્વી' સાથે વાર્તાલાપ કરવામાં સફળ રહ્યા છિયે. કદાચ ભાષાબદલી યંત્ર ( translator ) માં હજુ થોડી ખામી લાગે છે જે અમે જલ્દી ઠીક કરી લેશું.અમે આકાશગંગા ના બીજા છેડા પર આવેલા ' મેક્લિન ' ગ્રહ પરના રહેવાસીઓ છિયે. અમે અમારા સ્પેસશીપ 'કોલિન' ને એવી એડવાન્સ રીતે તૈયાર કર્યું છે જેથી એ કોઈ સેટેલાઇટ ની નજર માં આવી શકે નહીં.
અમે અહી મિત્રતા નો હાથ લંબાવીએ છિયે , અમે શાંતિ ના ચાહનારા છિયે એટલે તમને અમારા તરફથી કોઈ નુકશાન નહીં થાય.અમે તમારાં વિશે અને પૃથ્વી વિશે વધુ જાણવા માટે પૃથ્વી ની ધરતી પર ઉતરાણ માટેની પરવાનગી માંગીએ છિયે અને જો પરવાનગી ન મળે તો અમે અમારા રસ્તે આગળ વધી જશું.
હવે અમે તમારાં સમયગાળા ને સમજી શકિયે છિયે એટલે તમે ૨૪ કલાક ની અંદર તમારો જવાબ અમને મોકલી શકો. "
આ સંદેશો મળતાની સાથે જ એક કલાક ની અંદર આ સમાચાર દુનિયાના ખૂણે ખૂણે પહોંચી ગયા.વિશ્વની દરેક ન્યુઝ ચેનલો માં બસ આ જ હેડલાઇન હતી....
" અંતરીક્ષ માંથી સંદેશ... "
" એલિયન નું થશે ધરતી પર આગમન ? "
" પરગ્રહવાસીઓ ની નજર પૃથ્વી પર.... "
બધા એડિટર અને ન્યુઝ વાળાઓ સૌથી અલગ અને આકર્શક હેડલાઇન આપવામાં લાગેલા હતા.
વિશ્વ નાં ટોચના વડાઓ ની મિટીંગ નાં દોર શરૂ થઈ ગયા.દરેક દેશો માં વૈજ્ઞાનિકો, નેતાઓ અને ઉંચા હોદ્દાધારીઓ વચ્ચે સંપર્કોનો દોર વધી ગયો.વિવિધ દેશો ના સ્ટોક માર્કેટ માં અચાનક આવેલા આ મેસેજ થી શેરો માં ઉતાર- ચડાવ શરૂ થઈ ગયા.યુનાઇટેડ નેશન્સ ની મિટીંગ આજે રાતભર ચાલવાની હતી જેમાં પ્રોફેસર વિલિયમ અને બીજા વૈજ્ઞાનિકો સહિત વિવિધ દેશો નાં પ્રતિનિધિઓ સાથે મળીને આગળ નો નિર્ણય લેવામાં આવશે.
" વિશ્વની અલગ અલગ જગ્યાએ એક જ મેસેજ,એક જ સમયે અને એ પણ તેની લોકલ ભાષા માં આપવો એ પરથી એવું તારણ કાઢી શકાય કે તેમની ટેકનોલોજી આપણી કરતા ખૂબ જ એડવાન્સ્ડ હશે એટલે જો એમની સાથે સંપર્ક થઈ શકે તો આપણે પણ તેમની પાસેથી એ ટેકનોલોજી અંગે શીખી શકિયે ."... પ્રોફેસર વિલિયમ પોતાનું પ્રેઝન્ટેશન પૂરું બોલ્યા.
આ બાજુ વિવિધ ન્યુઝ ચેનલો માં અને ટીવી શો માં ડીબેટ થવા લાગી, એક્સપર્ટ ટોક થી માંડી લોકો પાસે વોટ મંગાવવાનુ ચાલુ થઈ ગયું.જ્યાં જુઓ ત્યાં બસ ચર્ચા નો એક જ ટોપીક હતો " એલિયન ".
મોટાભાગના લોકો નો મત " હા " હતો કારણ કે પૃથ્વી કરતા એડવાન્સ ગ્રહ નાં લોકો સાથે નો સંપર્ક ઘણો ફાયદાકારક લાગતો હતો જ્યારે બીજી બાજુ ટોચ ના વડાઓ પૃથ્વીવાસીઓ ની સુરક્ષા ને લઈને ચિંતિત હતા. કોઈ અજાણ્યા પરગ્રહવાસીઓ સાથે આમ સીધો સંપર્ક અને વળી તેમને પૃથ્વી પર ઉતરાણ માટેની પરવાનગી આપવી એ કદાચ માનવજાત માટે નુક્શાનકારક પણ સાબિત થઈ શકે એમ હતું.
પૂરી રાત ચાલેલી યુનાઈટેડ નેશન્સ ની એ મિટીંગ માં એવું નક્કી થયું કે એ પરગ્રહવાસીઓ ને મંજૂરી આપતા પહેલા તેમના વિશે હજુ થોડું વધારે જાણવું જોઇએ.
તરત જ ન્યુયોર્ક ની માર્ક સ્ટીફન લેબોરેટરી માથી એક સંદેશો મોકલવામાં આવ્યો,
" અમે પૃથ્વીવાસીઓ 'મેક્લિન' ગ્રહવાસીઓ નું અભિવાદન કરીએ છિયે.અમે મિત્રતા અને શાંતિ માં વિશ્વાસ કરીએ છિયે પરંતુ માનવજાત ની ભલાઇ અને સુરક્ષા ને ધ્યાન માં રાખીને અમે તમારાં વિશે થોડું વધારે જાણવા માંગીએ છિયે.જો તમે અમારો આ સંદેશો સમજી શક્યા હોઇ તો તમારો જવાબ ૨૪ કલાક માં આપશો. "
પૂરી દુનિયા એ જવાબ ની રાહ જોતી હતી કારણ કે એ જવાબ સાથે માનવજાત નું ભવિષ્ય જોડાયેલુ હતું.મેસેજ નો જવાબ બીજા દિવસે સવારે ૪ વાગ્યા આસપાસ આવ્યો.પણ આ વખતે પહેલા કરતા સાઉન્ડ ક્વોલિટી સારી હતી..
" અમે અમારા કોમ્પ્યુટર ને રીપ્રોગ્રામિઙ કર્યું છે જેથી આપણી વચ્ચે સંદેશાવ્યવહાર વધુ સારી રીતે થઈ શકે.અમારી ટેકનોલોજી તમારી કરતા ખૂબ જ ઉંચી છે એટલે અમારા દ્વારા મોક્લેલો ફોટો તમારું રીસીવર મેળવી નહીં શકે.અમારા કોમ્પ્યુટરે અમને માહિતી આપી છે કે અમારું શરીર તમારી કરતા થોડું નાનું છે.તમે જેને ' અંગૂઠો ' કહો છો એ અમારે નથી.અમારે ચાર હાથ અને બે પગ છે પણ એ બે હાથ વચ્ચે એક જ કોણી છે. તમારી જેમ બે આંખો અને ત્રીજી આંખ મસ્તક માં છે. અમારા શરીર પર વાળ નથી.અમારી પાસે બે હદય છે અને લોહી નું દબાણ તમારી કરતા ચોથા ભાગનું છે.અમારી પાસે એવી શક્તિ છે કે અમે તમારાં મગજ ને કાબુ કરી શકિયે અને ધારીએ એ કામ કરાવી શકિયે પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી અમે અહી મિત્રતા કરવા આવ્યા છિયે."
આ મેસેજ મળતા બધા વૈજ્ઞાનિકો અને નેતાઓ ને નિરાંત થઈ અંતે એક બેઠક માં નિર્ણય લેવામાં આવ્યો કે 'કેલિન' ને ધરતી પર ઉતરાણ કરવાની મંજૂરી આપવામાં આવે.
થોડા સમય ની અંદર બીજો સંદેશો પણ તૈયાર થઈ ગ્યો જેમાં ઉતરાણ માટેના સ્થળ નાં coordinates પણ મોકલવામાં આવ્યા જેથી ' કેલિન ' નું ઉતરાણ વિના કોઈ અવરોધ સફળ રીતે થઈ જાય.મેસેજ ને ફરી થી ન્યુયોર્ક ની લેબ માંથી મોકલવામાં આવ્યો,
" અમે પૃથ્વીવાસીઓ એ ખુબ જ ચર્ચા અને વિચારણા ને અંતે એ નિર્ણય પર આવીયા છિયે કે તમને પૃથ્વી પર ઉતરાણ માટે ની પરવાનગી આપવામાં આવે. આ સાથે જ અમે કેલિન ના સફળ ઉતરાણ માટે ની જગ્યા પણ પસંદ કરી લીધી છે જેના coordinates તમને આ સંદેશા ની સાથે મોક્લેલા છે.આ સાથે પૃથ્વી પર થી અમારા બેસ્ટ વૈજ્ઞાનિકો ની એક ટીમ ઉતરાણ વખતે સતત તમારી સાથે સંપર્ક માં રહેશે જેથી કરીને તમને કોઈ તકલીફ ના પડે. "
યુનાઇટેડ નેશન્સ ની એ મિટીંગ માં કેલિન નાં ઉતરાણ માટે ન્યુયોર્ક નજીક ની "ધી ગ્રાન્ડ વેલેસ્લી રેસટ્રેક" નામ ની જગ્યા પસંદ કરવામાં આવી હતી.દુનિયાભર ના વૈજ્ઞાનિકો, નેતાઓ,અને સામાન્ય નાગરિકો માનવ ઇતિહાસની આ ઐતિહાસિક ઘટનાને પોતાની નજરે નિહાળવા આવવાના હતા અને આ જગ્યા એના માટે ઉત્તમ હતી.
પ્રોફેસર વિલિયમ સહિત ટોપ એન્જિનિયર્સ અને વૈજ્ઞાનિકો ની ટીમ ગ્રાન્ડ વેલેસ્લી ની તપાસ કરવામા લાગી ગ્યું.ઉતરાણ સમયે કેલિન ને કોઈ નુક્સાન નાં પહોંચે અને ઉતરાણ સફળ રીતે થાય એની જવાબદારી આ લોકો ની હતી.
થોડા કલાકો ની અંદર કેલિન માંથી રીપ્લાય આવ્યો,
" અમને તમારાં મોકલેલા coordinates મળી ગયા છે.તમારાં નિર્ણય ને સાંભળીને આનંદ થયો. અમે પૃથ્વી ને અમારી નજર સામે જોઈ શકિયે છિયે.અમારા ગ્રહ કરતા થોડી નાની પણ ખૂબ જ સુંદર અને રંગીલી છે તમારી પૃથ્વી.હવે બસ અંદર રહેલી આના કરતા પણ વધારે સુંદરતા જોવા માટે અમે આતુર છિયે.
હવેથી ફક્ત ૧૨ કલાક માં અમે પૃથ્વી નાં વાતાવરણમાં દાખલ થશુ.કદાચ કોઈ પ્રોબ્લેમ ને કારણે સંપર્ક વ્યવહાર થોડી વાર માટે બંધ થઈ જાય,તો અમે જલ્દી થી તમારો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું. કાલ નો દિવસ પૃથ્વીવાસીઓ માટે અને મેક્લિનવાસીઓ માટે ઐતિહાસિક દિવસ બની રહેશે,બે ઉત્તમ પ્રજાતિ નું સૌ પ્રથમ મિલન.અમે તમારાં ગ્રહ ને જાણવા ખૂબ ઉત્સુક છિયે."
વિશ્વભર માંથી નેતાઓ, વૈજ્ઞાનિકો, વિદ્યાર્થીઓ, સંગઠન નાં વડાઓ અને હજારો ની સંખ્યામાં લોકો ન્યુયોર્ક ના ધી ગ્રાન્ડ વેલેસ્લી રેસટ્રેક તરફ જવા માટે રવાના થયા. રેસ ટ્રેક ની આસપાસ જાણે મેળો જામ્યો હોય એવું અદભુત વાતાવરણ સર્જાયું હતું.વિવિધ ફૂડ અને ડ્રિન્ક નાં સ્ટોલ, ઘણી ઉચી કંપનીઓ નાં executive ના સ્ટોલ, અલગ અલગ રમતો અને વિશાળ પાર્કિંગ. જ્યાં નજર કરો ત્યાં દૂર દૂર બધી જગ્યાએ કેમેરા અને માઈક્રો ફોન લગાવવામાં આવ્યા હતા.હજારો રેડિયો અને ટેલિવિઝન શરૂ થઈ ગયા, લોકો ને જ્યાં જગ્યા મળી ત્યાં તે ટીવી અને રેડિયો સામે ગોઠવાય ગયા.
આખરે એ દિવસ આવી ગયો જેનુ સન્શોધન સદીઓ થી ચાલતું હતું, જેના વિશે ન જાણે કેટ- કેટલી અફવાઓ ઉડતી હતી એ પરગ્રહવાસીઓ આજે બધાની નજરો સામે હશે.
ધીરે ધીરે બધા દેશો ના પ્રતિનિધિઓ,વડાપ્રધાન,વૈજ્ઞાનિકો, અધિકારીઓ પોતાની નિશ્ચિત કરેલી જગ્યાએ ગોઠવાવવા લાગ્યા. ઝરમર ઝરમર આવેલા વરસાદે વાતાવરણ ને વધુ મોહક બનાવી દીધું.
પ્રોફેસર વિલિયમ કંટ્રોલ રૂમ માં રડાર અને સેટેલાઇટ પર ઘ્યાન કેન્દ્રિત કરીને બેઠા હતા.અંદાજે ૧૨ વાગ્યાની આસપાસ કેલિન તરફ થી સંદેશો મળવાની શરૂઆત થઈ...તેમાંથી આવતા સંદેશ રેસ ટ્રેક પર હાજર તમામ વ્યક્તિ સાંભળી શકે એવી ગોઠવણ કરવામાં આવી હતી.
"આ કેલિન સ્પેસશીપ છે.અમે પૃથ્વી નાં વાતાવરણ માં સફળ રીતે પ્રવેશ કરી ચૂક્યા છિયે અને ટૂંક સમયમાં નિશ્ચિત જગ્યા પર સફળ ઉતરાણ કરવા જઈ રહ્યા છિયે. ખૂબ સુંદર એવી પૃથ્વી ને અને પૃથ્વીવાસીઓ ને અમે હવે જોવા જઈ રહ્યા છિએ. તમારો ખૂબ ખુબ આભાર પૃથ્વીવાસીઓ, તમારાં કારણે આજે બે ઉન્નત પ્રજાતિઓ મળશે અને એક ઉજ્જવળ ભવિષ્યની શરૂઆત કરશે...."
ત્યાં જ વચ્ચે અવાજ કટ થવા લાગે છે.પ્રોફેસર વિલિયમ અને તેની ટીમ તરત જ સંપર્ક જોડવા માટે મથે છે.
ત્યાં ગ્રાઉન્ડ પર હાજર તમામ લોકો વાદળો ને ચીરી ને નિકળતા તેજ પ્રકાશ ને નિહાળે છે.સિલ્વર કલરની ચમકતી કોઈ ધાતુ માથી બનેલું કેલિન ધીરે ધીરે નીચે આવે છે.સાથોસાથ વરસાદ પણ શરૂ થાય છે.જો કે લોકો નું ધ્યાન તેના પર નથી,બધાની નજરો ઉચી એ સ્પેસશીપ પર ટકેલી છે.
અચાનક જ સ્પેસશિપ માથી તુટક તુટક શબ્દો માં સંદેશ આવે છે,
" આ શું થઈ રહ્યું છે...અમારી સાથે !!!
અમે...મરી રહ્યા છિયે...અમારું યાન ઓગળી રહ્યું છે.....તમારું આ વાતાવરણ... ખૂબ જ ખતરનાક છે...
તમારુ આ વાતાવરણ આગળ જતા તમને પણ આ રીતે જ મારશે.... "
એટલા મેસેજ પછી અચાનક જ બીપ...બીપ.. સાઉન્ડ સાથે એલિન સાથે નો સંપર્ક હમેશ માટે તૂટી ગયો.
ત્યાં હાજર લોકો કંઈ સમજી શકે એ પહેલા તેની નજરો સામે એલિન સ્પેસશીપ પિગળવા લાગે છે..વરસાદ ની દરેક બુંદ સાથે તેનું નામો નિશાન ભુસાતુ જતું હતું. થોડી વાર માં તો તેની નજરો સામે પૂરેપૂરું સ્પેસશીપ પીગળીને વરસાદ ના પાણી સાથે ભળી ગયું.
પ્રોફેસર વિલિયમ આ બધું તેની નજરો સામે બનતું જોઈ વિચાર માં પડી જાય છે..." શું પૃથ્વી નું વાતાવરણ આટલું ખરાબ થઈ ગ્યું છે કે એક સામાન્ય વરસાદ પણ એસિડ વર્ષા જેટલી જ હાનિ પહોંચાડે,ટેક્નોલોજી ની આંધળી દોડ માં શું આપણે હકિકતમાં વિકાસ કરીએ છિયે કે પછી ફક્ત વિનાશ નાં વમળો માં ફસાતા જઈએ છિયે ?
જો ખરેખર આમ જ હોય તો આગળ માનવજાત નું ભવિષ્ય શું હશે !!!.......શું આ નવા યુગ નો પ્રારંભ છે કે પછી અંત ?
* * * * * *
લેખક પરિચય :-
નીરવ પટેલ ( કિશન )
Instagram id :- @nirav_donda_
Whatsapp no :- 9376366161
લેખકની અન્ય રચનાઓ :-
૧) એક અજનબી - a true love story
૨) કાળચક્ર - સ્વપ્ન કે હકિકત ?