શિયાળાની આ ગુલાબી ઠંડીમાં જ્યારે બધા લોકો પોતાના ગાદલા-ગોદડામા દબાઈ ને સૂતા હોય ત્યારે એકદમ અજાણ્યા શહેર માં કોઇપણ સગા-સંબંધી કે મિત્ર વિના એકલી રહેતી નેહા ઓફિસમાં late night shift કરતી હતી.ઓફિસ ટાઈમ પૂરો થયો એટલે ધીરે ધીરે બધા પોત-પોતાના ઘર તરફ જવા નીકળી પડ્યા..નેહા ને હજુ થોડું કામ બાકી હતું એટલે એ થોડી વાર માટે રોકાઈ ગઈ. તેના બોસે નેહા ને ઘરે ડ્રોપ કરી દેવાની ઓફર પણ આપી છતા નેહા તેનુ કામ પૂરું કરવામાં લાગેલી હતી..
થોડી વાર પછી નેહા નું બધું કામ પત્યું એટલે તેણે પોતાનું બેગ લીધું અને એ પણ ઘરે જવા નીકળી. એક હાથમાં પાણીની બોટલ,ખભે લેપટોપ બેગ અને બીજા હાથેથી પર્સ માંથી ચાવી કાઢવા મથતી એ parking માં પહોંચી..પણ જેવું તેણે scooty સામે જોયું એટલે તરત જ એનુ મોઢું ફિક્કું થઈ ગ્યું.
આ અઠવાડીયામા ત્રીજી વાર ગાડી ને પંચર પડ્યું હતું.પેલાની બે વખત તો દિવસે પડ્યું હતું એટલે એ કોઈ ને કોઈ રીતે એ manage કરી લેતી પણ અત્યારે અડધી રાત્રે તેને કોણ ગેરેજ વાળો મળે ?. ગાડી ને ત્યાં જ રહેવા દઈ એ વોચમેન પાસે ગઈ અને કહ્યું :- "અંકલ મારી scooty માં પંચર પડ્યું છે એટલે હું મારી ગાડી અહી જ મૂકીને જઉં છું.કાલે સવારે આવીને એ કરાવી લઈશ, તમે પ્લીઝ ધ્યાન રાખજો.
આટલી મોડી રાત્રે અને એ પણ એકલા કોઈ છોકરી ને નીકળવું યોગ્ય નહોતું એ કાકા જાણતા હતા એટલે એણે નેહા ને કહ્યું ,
" મેડમ, આટલી મોડી રાત્રે તમને કોઈ રિક્ષા કે ટેક્સી નહિ મળે.તમે ઘરે કેમા જશો ? "
" કંઈ નહીં કાકા, કોઈ ગાડી પાસે લીફ્ટ લઈ લઈશ.." નેહા બોલી.
વોચમેન જાણતો હતો કે આ વિસ્તારમાં પાછલા મહિના માં જ છેડતી ના ૨-૩ કિસ્સા બની ચૂક્યા હતા.એટલે તેણે નેહા ને એકલા જવાને બદલે પોતાના ભત્રીજા જોડે જવાનું નેહા ને સુચવ્યુ વળી પાછો એનો એ ભત્રીજો રિક્ષા ચલાવતો હતો એટલે એ નેહા ને છેક તેના ઘર સુધી મૂકી આવે.
પણ નેહા કોઈને તકલીફ આપવા નહોતી માંગતી..."ના કાકા,રહેવા દો. હું ચાલી જઈશ.કોઈને કોઈ ગાડી કે રિક્ષા મળી જશે.જો નહીં મળે તો હું તેને બોલાવી લઈશ." - નેહા એ કાકા ને મીઠા સ્મિત સાથે જવાબ આપ્યો.
વોચમેને નેહા ને તેના ભત્રીજાનો નંબર આપ્યો અને સાંભળીને જવા કહ્યું. નંબર લઈને નેહા main road તરફ ચાલવા માંડી. સુમસામ રસ્તા પર અડધી રાત્રે અને એ પણ આ કાતિલ ઠંડીમા નેહા ના મોઢામાંથી સુસવાટા નીકળતાં હતા. નેહા ની ઓફિસ થી થોડે દૂર જ main રોડ હતો. મેન રોડ પર આવેલા બસ સ્ટેન્ડ પાસે એ કોઈ વાહન ની વાટ જોઈને ઉભી રહિ.
પગ થી લઈને માથા સુધીનુ શરીર એકદમ ઢંકાયેલુ હોવા છતા નેહા ટાઢની મારી ધ્રુજતી હતી. આ અજાણ્યા શહેરમાં નેહા ને આવ્યાને હજુ ૧૦ જ દિવસ થયા હતા. પોતાના શહેરમાં કોલેજ પૂરી કર્યા પછી તરત જ તેને આ મોટી કંપનીમા ઉંચી પોસ્ટ મળી ગઈ હતી. અજાણ્યા શહેર માં પોતાની જુવાન દીકરી ને એકલા મોક્લતા કોઈ મા-બાપ નો જીવ ના ચાલે પણ નેહા ની આવડત ને લીધે તેમણે તેને આવવા દીધી હતી.ટૂંક સમય માં નેહા નો નાનો ભાઈ પણ તેની સાથે અહી રહિને પોતાની સ્કૂલ પૂરી કરવાનો હતો.
ઘણો ટાઈમ થઈ ગયો હતો અને કોઈ પણ રિક્ષા કે ટેક્સી નહીં નીકળતાં હવે નેહા ને પણ થોડો ડર લાગતો હતો. તેણે વિચારી લીધું કે હવે વોચમેને તેના ભત્રીજાનો નંબર આપ્યો છે તેને જ કોલ કરીને બોલાવી લઉં. નેહા જેવી શાલ માથી હાથ કાઢીને ફોન કરવા ગઈ ત્યાં જ તેણે દૂર થી એક કાર ને આવતા જોઈ, તેને હવે થોડો હાશકારો થયો. છેલ્લા અડધા કલાક થી એ ઉભી ઉભી થાકી ગઈ હતી.
કાર જેવી નજીક આવી એટલે નેહા એ lift માટે ઈશારો કર્યો.ગાડી થોડી ધીમી પડી અને તેની પાસે આવીને ઉભી રહિ. ગાડી નો કાચ ધીરે ધીરે ખૂલ્યો,અંદર એક નવયુવાન ડ્રાઈવર સીટ પર બેઠો હતો.તેણે હળવેક રહીને નેહા ને પુછ્યુ , "May i help you ? ".
" મારી scooty માં પંચર છે અને અત્યારે કોઈ રિક્ષા કે ટેક્સી મળી શકે તેમ નથી તો તમે મને સિંધુનગર સુધી લિફ્ટ આપશો ? " નેહા ધીમા સ્વરે બોલી.
" હા, બિલકુલ. આવો " એમ કહીને એ યુવાને ગાડી નો પાછલો દરવાજો ખોલી દીધો.
નેહા અંદર બેઠી, પોતાની બેગ અને શાલ તેણે બાજુમાં રાખી દીધા અને મનોમન હાશકારો થયો,ગાડી ચાલવા લાગી.
પેલા યુવકે Front Mirror નેહા સામે જોઈને પુછ્યુ , "આટલી મોડી રાત્રે અહી અને એ પણ એકલા ? "
નેહા મીઠું મલકાઇ ને બોલી , " હું અહી બ્લુ સ્કાય કંપનીમા જોબ કરું છું આજે નાઈટ શિફ્ટ હતી એટલે થોડું વધારે લેટ થઈ ગયું અને એમાંય પાછું ઓછું હોય એમ Scooty માં પંચર પડી ગયું."
"ઓહ્હ, તો નોકરી વાળા છો એમને ? " એ યુવક આ બોલીને જરા હસ્યો.
"બિલકુલ, બાય ધ વે મારું નામ નેહા છે " નેહા એ પોતાનો પરિચય આપતા કહ્યું.
" Nice Name... મારું નામ સાર્થક છે.અહી નજીક માં જ મારું cafe છે.ક્યારેક ટાઈમ મળે તો આવજો." એ યુવકે કહ્યુ.
આમ ને આમ આખા રાસ્તે નેહા અને સાર્થક વચ્ચે ઘણી વાતો થઈ.વાતો વાતો માં નેહા નું ધ્યાન એ સીટ પર પડેલી books પર ગયું. નેહા ને કોલેજ ટાઈમ થી જ બુક્સ વાચવાનો ચસ્કો લાગ્યો હતો અને એ પણ એક જ લેખક "વિશ્વાસ". તેમની બુકો પાછળ એ એવી તો ઘેલી બની જતી કે ખાવાનું જ ભૂલી જતી.
આજે ઘણા દિવસો પછી ફરી તેના હાથમાં એના પ્રિય લેખક ની બુક આવી હતી એ જોઈને એ એકદમ ખુશ થઈ .
" તમે પણ મારી જેમ વિશ્વાસ ના ફેન છો ? " નેહા એ સાર્થકને પુછ્યુ.
" ના રે ના. આપણે કંઈ કિતાબિ કિડા નથી એ તો મારી નાની બહેનની છે અને વળી આ વિશ્વાસની બુક તો હું બિલકુલ ના અડુ." સાર્થક હસતા હસતા બોલ્યો.
નેહા ને પોતાના પ્રિય લેખક વિશે આવું સાંભળીને બિલકુલ નાં ગમ્યું, તેણે થોડું મોઢું બગાડ્યું પણ સાર્થક એ જોઈ શક્યો નહીં.
" તો તમને બીજું શું ગમે ? " નેહા એ હાસ્ય અને કટાક્ષ સાથે ધીમેથી પુછ્યુ.
" આપણે તો રમતા જોગી હો. બસ ખાવુંપિવુ અને લાઈફ ને એકદમ enjoy કરો, બીજી બધી ખોટી પળોજણ માં આપણે પડતાં જ નથી." સાર્થકે મીઠું સ્મિત આપીને બોલ્યો.
" આ વિશ્વાસ ના ફેન છો તમે ? " સાર્થકે ઉમેર્યું.
" હા , બિલકુલ. કોલેજ ટાઈમ થી તેમની દરેક બુક ની હું દિવાની છું,સાંભળ્યું છે કે તે પણ આ જ સિટી માં રહે છે..બસ એક વાર તેમને મળવું છે અને તેમને જોવા છે." નેહા એકદમ ઉત્સાહિત થઈને બોલી.
" Best Of Luck " , સાર્થક બોલ્યો.
બંને વાતો કરતા હતા ત્યાં નેહા ને જ્યાં જવાનું હતું એ સિંધુનગર આવી ગયું. સાર્થકે નીચે ઉતરીને નેહા ને દરવાજો ખોલી દીધો. છુટા પડતી વખતે સાર્થકે નેહાને પોતાના cafe નું કાર્ડ આપ્યું અને આવવા માટે કહ્યુ.
નેહા સાર્થક નો lift આપવા માટે આભાર માની ને પોતાના ઘર તરફ ચાલવા લાગી. એ જ્યાં સુધી દેખાતી બંધ ના થઈ ત્યાં સુધી સાર્થક તેને જોઈ રહ્યો, પછી એ પણ ત્યાંથી નીકળી ગયો...
To be Continue.................
આ બંને છૂટાં તો પડ્યા પણ હજુ આ તો શરૂઆત છે. આગલ જતા બંને એક બીજાને ફરી મળશે કે નહીં ? નેહા ની મુલાકાત વિશ્વાસ સાથે થશે કે નહીં ? આ માત્ર એક ફેન નો તેના લેખક પ્રત્યે લગાવ હતો કે આ કોઈ બીજી જ વાર્તાની શરુઆત છે ?
તમારાં દરેક સવાલો નો જવાબ મળશે વાર્તાના next part માં તો ત્યાં સુધી વિચારો શું થશે આગળ ?
વાર્તા પ્રત્યેના તમારાં અભિપ્રાયો અને સુચનો આપવા :-
Instagram :- @nirav_donda_
Whatsapp:- 9376366161
દર અઠવાડિયે એક નવી વાર્તા ,એક નવા topic સાથે મળીશું ત્યાં સુધી.. Love Your Life..