The Author Keyur Pansara અનુસરો Current Read કોલેજના કારસ્તાનો ભાગ- 5 By Keyur Pansara ગુજરાતી હાસ્ય કથાઓ Share Facebook Twitter Whatsapp Featured Books ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 3 નંદા : હંમેશા ગુમનામ જ રહી જ્યારે પણ હિન્દી સિનેમાની અભિનેત્... ફરે તે ફરફરે - 40 નાનનો એક છેડો તું પકડ ઘરવાળાને કહ્યુ. કેમ? &ldq... પ્રેમ સમાધિ - પ્રકરણ-124 પ્રેમ સમાધિ પ્રકરણ-124 વિજય એનાં વિશાળ બેડરૂમમાં એનાં બેડ પર... ભાગવત રહસ્ય - 116 ભાગવત રહસ્ય-૧૧૬ દક્ષપ્રજાપતિ નિંદામાં બોલ્યા છે-શિવ સ્મશાનમા... ખજાનો - 83 અચાનક ગાડી ઊભી રહી જવાને કારણે એક પછી એક બધા યુવાનો જાગી ગયા... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા Keyur Pansara દ્વારા ગુજરાતી હાસ્ય કથાઓ કુલ એપિસોડ્સ : 9 શેયર કરો કોલેજના કારસ્તાનો ભાગ- 5 (28) 2k 3.6k 10 કલાસરૂમમાં હવામાં ત્રણ ચાર વખત ઉછળેલી કાતરાની કોથળીએ આખા ક્લાસમાં મનોરંજન નો માહોલ ઉભો કરી દીધો હતો. અને ક્લાસમાં બેઠેલા આરોપીઓને એમ હતું કે ચાલો કાતરા ભરેલી પ્લાસ્ટીકની બેગ ક્લાસની બહાર છે.એટલે ટેન્સન જેવું કંઈ નથી. થોડીવાર બાદ HOD ક્લાસમાં દાખલ થયા એટલે બધા સ્ટુડન્ટ્સ ઉભા થયા અને "ગુડ મોર્નીગ સર" વિશ કર્યું.પરંતુ HOD એ અમને બેસવાની પરમિશન ના આપી. તેઓ ક્લાસનું નિરીક્ષણ કરવા લાગ્યા.અને બોલ્યા કે છેલ્લી ત્રણ બેન્ચસ ની આસપાસ આંબીલા પડેલા છે. એટલે છેલ્લી ત્રણ બેન્ચસ માં બેઠેલા વિદ્યાર્થીઓમાંથી જ કોઈએ આ કારસ્તાન કરેલ છે. તેથી જેણે પણ આ કારસ્તાન કરેલ હોય તેને સ્વીકારવા માટે કહ્યું. પાંચ-છ મિનિટના મૌન બાદ HOD બોલ્યા કે છેલ્લી ત્રણ બેન્ચસમાં બેઠેલા(ઉભેલા) વિદ્યાર્થીઓને સસ્પેન્સ કરવામાં આવે છે.જ્યાં સુધી તેઓ તેમના પેરેન્ટ્સને લઈને કોલેજે નઈ આવે ત્યાં સુધી તેઓને કોલેજે આવવાનું નથી. હવે HOD દ્વારા બોલાયેલા આ શબ્દોથી પાછલી બેન્ચસ માં બેઠેલા વિદ્યાર્થીઓને પરસેવો છૂટવા લાગ્યો. ત્યાંજ પાછળથી ત્રીજી બેન્ચ પર ઉભેલો એક વિદ્યાર્થી બોલ્યો 'સર કેમેરા ચેક કરો,અમારો કાઈ વાંક નથી.' વિદ્યાર્થીના આ કથન બાદ અમારા કાન માં રીસેસ માટેનો મધૂર અવાજ સંભળાયો. અમે બધા તો બેગ પેક કરવા લાગ્યા. HOD ની કડક સૂચના મળી કે કોઈને રીસેસ નઇ મળે.અમે બધા તો પાછા યથાવત ઉભા રહી ગયા. HOD તથા બીજા ફેકલ્ટીઓ સીસીટીવી ફૂટેજ જોવા ચાલ્યા ગયા.અને અમે બધા ધીમે ધીમે વાતો કરવા લાગ્યા કે ગયા આજે તો. પંદર મિનિટના અંતરાલ બાદ HOD અન્ય સ્ટાફ સાથે કલાસ માં પ્રવેશ્યા અને સીસીટીવી ના ફુટેજના આધારે પાંચ-છ આરોપીઓને કલાસ બહાર લઈ ગયા.અને થોડીવારમાં પછી કથિત આરોપીઓ જાણે કે તેમને ઇનામ આપવામાં આવ્યા હોય એવી ખુશીમાં પાછા ફર્યા. તેઓને અસાઈનમેન્ટ બે વાર લખીને આવવાની સજા મળી. રીસેસ પુરી થવાનો બેલ સંભળાયો. તેથી અમે લોકોએ રિસેસની માગણી કરી પણ સજા રૂપે અમને રીસેસ આપવામાં ના આવી. @@@@@@@@@@@ એક વાર એક કલાસમેટ લેકચર પૂરો થાય ત્યારે જે બેલ વાગતો તેવી રિંગટોન ડાઉનલોડ કરીને આવ્યો અને કોઈ નવા ફેકલ્ટીના લેકચર પૂરો થવાને પંદર મિનિટ ની વાર હતી ત્યારે તે રિંગટોન વગાડી. ક્લાસમાં બેઠેલા દરેક વિદ્યાર્થીઓ તો પોતાના બેગ પેક કરીને ચાલતા થયા.લેકચર લેનાર ફેકલ્ટીને પણ થયું કે રીસેસ માટેનો બેલ પડ્યો છે. બહાર નીકળ્યા બાદ અમે જોયું કે લોબીમાં માત્ર અમારા જ ક્લાસના વિદ્યાર્થીઓ જ હતા.અમને પણ આશ્ચર્ય થયું કે રિસેસના સમયે ભરચક રહેતી લોબી કેમ ખાલી છે. કેન્ટીનમાં પહોંચ્યા બાદ પણ અમને આશ્ચર્ય જ હતું કે રિસેસના સમયે કેન્ટીનમાં કોઈનો વારો ના આવે એટલી ભીડ હોય પણ આજે તો કેન્ટીન પણ સાવ ખાલી હતી. કેન્ટીનમાંથી મનગમતો નાસ્તો લઈને અમે ટેબલ પાસે ઉભા હતા.કેન્ટીન માં નાસ્તો કરવા માટે બે રીતની વ્યસ્થા હતી.એક તો જે લોકોને બેસીને ખાવાની ઈચ્છા હોય તેમના માટે કેન્ટીનમાં જ વ્યવસ્થા હતી.જ્યારે કેન્ટીનની બહાર ઉભા રહીને નાસ્તો કરવા માટે બે સ્ટેન્ડની વ્યવસ્થા હતી. પરંતુ અત્યારે અહીંયા માત્ર અમારા જ કલાસમેટ હતા.પછી ખબર પડી કે રીસેસ પડવાને તો હજુ વાર છે અને કોઈકે મોબાઇલમાંથી જ બેલ વગાડેલો છે. પછી તો બધા રિંગટોન મેળવવાના પ્રયાસો કરવા લાગ્યા અને રીસેસ પુરી થઈ ત્યાં સુધી તો લગભગ બધાના મોબાઇલમાં એ રિંગટોન આવી ચૂકી હતી. કોલેજમાં આ વાત તો વિજળીવેગે ફેલાઈ ગઈ અને બધા વિદ્યાર્થીઓ આ રિંગટોન માટે પડાપડી કરવા લાગ્યા. હવે કલાસમાં બેઠેલા વિદ્યાર્થીઓ કોઈક નવા ફેકલ્ટી લેકચર લેવા માટે આવે તેની રાહ જોવા લાગ્યા. (ક્રમશઃ) ‹ પાછળનું પ્રકરણકોલેજના કારસ્તાનો ભાગ-૪ › આગળનું પ્રકરણ કોલેજના કારસ્તાનો ભાગ - 6 Download Our App