એક સમણું gandhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક સમણું

વાત છે એક છોકરીની જે પોતાના સપનાની દોડમાં ચાલે છે અટકે છે પણ હાર માન્યા વગર જિંદગીના ફેસલાની સામે લડે છે...

વાત છે સેજલ ના શબ્દો માં .....

સોનેરી સવાર સાથે નવા સપના લઈ ને જાગી ગઈ. તબિયત સારી ન હતી છતાં આજે ચહેરા પર કઈક અલગ જ ચમક હતી. પણ જાણ ન હતી કે હવે જિંદગી એવી "પરિક્ષા" લેવા જઈ રહી છે કે આખું જીવન બદલાઈ જવાનું હતું. જલ્દી થી તૈયાર થઈ ગઈ કેમ કે આજે B. Ed. મા એડમીશન લેવા અમદાવાદ જવા નું હતું. કોલેજ ની પસંદગી ત્યાં થી જ કરવા ની હતી. હાલત ખરેખર સારી ન હતી મારી છતાં પણ આજે કઈક અલગ જ ઉત્સાહ હતો કે હુ મારી મન ગમતું કામ કરીશ. મમ્મી- પપ્પા ની પણ a જ ઈચ્છા હતી કે એક સારા શિક્ષક બનું. આ મનોરથા ની સાથે જ હું , મમ્મી પપ્પા અને ભાઈ અમદાવાદ જવ નીકળી ગયા. રસ્તો ધીમે ધીમે આગળ વધે છે અને મારા વિચારો ની ગતિ પણ ફૂલ સ્પીડ માં વધતી જાય છે. મારું સપનું હવે ટૂંક સમયમાં હકીકત થવા જઈ રહ્યું હતું. ત્યાં મારા ભાઈ ગાડી ને સાઈડ પર કરે છે. ભાઈ ગાડી માંથી ઉતરી બાર ટાયર જોવા લાગ્યો, જોડે પપ્પા પણ ઉતર્યા જોયું તો શું ટાયર માં હવા ઓછી.. ત્યાં જ મને ચિંતાથૈ કે આજે શું થશે.. પણ નસીબ જોગ આગળ જ એક નાયર ની નાની દુકાન દેખાઈ. પછી ભાઈ અને પપ્પા ગાડી માં બેસી ગયા. ધીમે ધીમે ગાડી ત્યાં નાયર ની દુકાન સુધી લઈ ગયો. ફરી પાછા ભાઈ અને પપ્પા ગાડી માંથી ઉતરી ને નાયર ની પાસે જાય છે. હું અને મમ્મી ગાડી માં જ બેસી રહ્યા હતા. ત્યાં અચાનક ગાડી માં હવા ભરતું હોઈ કોઈ એવું લાગ્યું. મે કાચ ખોલ્યો અને બાર જોવા લાગી પણ આ શું..... એક બાળક જેને હજી રમવા, ભણવાના દિવસો હતા ત્યાં એના હાથ માં આવું જોવા મળ્યું.. પણ પરિવાર ને મદદ કરવા.... ટાયરમાં હવા ભરાવી હવે ભાઈ ગાડી અમદાવાદ તરફ દોડવા લાગ્યો. પણ મારું મન હજી પેલા બાાળક માં જ અટક્યું હતું. અમદાવાદ આવી ગયું ત્યાં સુધી એ જ
વિચારતી રહી કે જે મફત શિક્ષણ ને લાયક છે એ આવા હાલમાં..? ત્યાં જ મને મારા જીવનનો લક્ષ મળી ગયો.....

"Nothing is as important as passion. No matter what you want to do with your life, be passionate."?

વિચારોના મંથનમા રસ્તો જાણે રોકેટ બની ગયો હોય એવું લાગ્યુ. અમદાવાદ ક્યારે આવ્ય એ ખબર ના રહી.. રીંગ રોડ થી ભાઈ એ google map ચાલુ કર્યું અને અમે ગુજરાત યુનિવર્સિટી પહોંચી ગયા.. યુનિર્વસટીમાં જ્યાં B.Ed ની એડમીશન પ્રક્રિયા ચાલતી હતી તે વિભાગ માં પહોચી ગયા.. ભાઈ એ car પાર્ક કરી. Car નો દરવાજો ખોલી જેવી હું બહાર નીકળી કે જાણે બધું ગોળ ગોળ ફરતું હોય એમ લાગ્યું.. હું તરત જ પાછી car મા બેસી ગઈ.. મારી હાલત હવે ખરેખર ખરાબ થવા લાગી હતી.. સવાર માં જાગી ત્યાર થી જ તબિયત સારી ન હતી.. મમ્મી એ પાણી આપ્યું... હવે મમ્મી પપ્પા પણ મારી ચિંતા કરવા લાગ્યા હતા... કેમ કે આવું મને પહેલી વખત થયું હતું.. પપ્પા એ એમને car માં જ બેસી રહેવા કહ્યું અને પપ્પા જાતે જ જ્યાં એડમીશન ચાલતું હતું ત્યાં ગયા.. બધી માહિતી લઈ લીધી.. મને એવું લાગ્યું કે હવે ઠીક લાગે છે.. પછી હું, મમ્મી અને ભાઈ પપ્પા હતા જવા પાછી car માંથી બહાર નીકળી. પણ.... આ શું.... આજે આજે જાણે પગ સાથ આપતા જ ના હોય એવું લાગ્યું.. પણ આ તો માત્ર શરૂઆત હતી.. હજી આગળ સમય જતાં શું થવાનું હતું એ ભગવાન જ જાણતા હતા... જેમ તેમ કરી હું પપ્પા જોડે પહોંચી.. થોડીક જ વારમાં મારો નંબર આવી ગયો.. મારી સાથે પપ્પા આવ્યા... ઘર થી દુર રહેવું ન હતું એટલે નક્કી જ હતું કે ઘર થી નજીક માં જે કોલેજ હશે ત્યાં જ એડમિશન લઈશ... પણ ઘર થી થોડીક દૂર ની કોલેજ મળી... પણ કોઈ ચિંતા ન હતી.. કેમ કે ભાઈ ની કૉલેજ પણ ત્યાં જ હતી... કૉલેજ ની પસંદગી કરી અને બહાર આવ્યા.. હવે car પાર્ક કરી હતી ત્યા સુધી જવાની મારી હિંમત રહી ન હતી.. આજે મારી સાથે જાણે કઈક અજુકતું જ થઈ રહ્યું હોય એમ લાગતું હતું....

"In the journey of life,
We pass pleasure and pain
There will be sunshine and rain
There will be loss and gain
But we must learn to
Smile again and again.
Love the life you live.
Live the life you love.
Remember to breathe.
It is after all, the secret of life."

મારી હાલત જોઈ ને ભાઈ એ ત્યાં જ ઊભા રહેવા કહી car parking માંથી લઈ આવ્યો. Car માં બેસતી વખતે મારે મમ્મી ની મદદ લેવી પડી. મમ્મી એ જેવો મારો હાથ પકડ્યો કે એમને ખબર પડી ગઈ મારું આખું શરીર તાવ થી તપતું હતું.. જેમ તેમ કરી હું મમ્મી ની મદદ થી car માં બેસી. જલ્દી થી યુનિવર્સિટી ની બહાર નીકળી ગયા.. અમદાવાદ માં જ હતા એટલે પપ્પા એ કોઈ સારા ડૉક્ટર ને બતાવી ઘરે જઈએ એવી વાત કરી.. પણ મને ડૉક્ટર નું નામ સાંભળી ને જ બીક લાગતી. Hospital નું નામ આવતાં જ મે સીધા ઘરે જવા ની જિદ્દ કરી.. પપ્પા ને મારી આવી વતો માં જિદ્દ કરવાની આદત જ ગમતી ન હતી... આ જ જિદ્દ મને બોવ ભારે પડવા ની હતી... મારું મેરિટ હોવા છતાં મે સરકારી કૉલેજ માં admission ના લઈ management કૉલેજ માં admission લીધું હતું. અમદાવાદ ની બહાર નીકળવા ફરી google map ની મદદ લેવી પડી..

અમદાવાદ ની બહાર નીકળતા હતા ને યુનિવર્સિટી માંથી પપ્પા ને phone આવ્યો.. મારું સરકારી કૉલેજ માં કેમ admission ના લીધું એવું પૂછતા હતા.. સામે છેડે પપ્પા ને એવું કહી રહ્યા હતા કે મારે જે સરકારી કૉલેજ માં એડમિશન જોઈતું હોય ત્યાં મળશે.. પણ મારે પહેલા થી જ નક્કી હતું, ઘર થી નજીક માં જે કૉલેજ હશે એ જ કૉલેજ પસંદ કરીશ.. મે એવી કૉલેજ પસંદ કરી હતી કે જે ભાઈ ના કૉલેજ કેમ્પસ માં હતી.. આ call પરથી ઈમાનદાર લોકો હજી પણ છે એ જોવા મળ્યું.. હવે અમે અમદાવાદ શહેરની બહાર નીકળી ગયા હતા.. રસ્તા માં નાસ્તો કરવા માટે ભાઈ એ car ઊભી રાખી..

હવે મારે જલ્દી સીધા ઘરે જ જવું હતું.. ક્યાંક પણ car ઊભી રાખ્યા વગર મે ઘરે જવા આગ્રહ કર્યો.. હવે ભાઈ full speed માં car ચલાવા લાગ્યો.. હું ઘર આવ્યું ત્યાં સુધી સુઈ જ રહી..


ઘર ક્યારે આવ્યું એ પણ ખબર ના રહી.. મમ્મી એ ઘર નો દરવાજો ખોલ્યો ત્યાર પછી ભાઈ એ જગાડી.. હું ઘર માં પણ માંડ માંડ જઈ શકી.. એમાં પણ ભાઈ ની મદદ લેવી પડી. ઘરની અંદર જતની સાથે જ હું મારા રૂમ માં જઈ સુઈ ગઈ.. ઘરે પહોંચતા સાંજ ના ૫ વાગી ગયા હતા. બધા થાકી ગયા હતા છતાં પપ્પા એ મને medicine આપી ને મને hospital લઈ જવા ની વાત કરી.. મે આ વાત ને પછી ટાળી નાખી.. જો કે medicine થી સારું થઈ ગયું.. બીજા દિવસ સુધી માં તો હું મારી કૉલેજ જોવા ગઈ..


હવે કૉલેજ પણ start થઈ ગઈ.. શરૂઆત માં બધું બરાબર જ ચાલ્યું.. પણ અડધું સત્ર થયું હતું ને મારી તબિયત પાછી ખરાબ થઈ ગઈ.. આ વખતે મારું કંઈ ચાલે એવું હતું જ નહી.. મારે hospital માં એડમિટ (દાખલ) થવું પડ્યું..


"The strongest people make time to help others, even if they are struggling with their own problems. "

હવે સમજાયું કે જે વાતમાં મેં મારી જીદ પકડી રાખી હતી તે એક ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. એવું લાગતું હતું કે જીવન અહી જ થંભી ગયું છે.. મારું " એક શમણું " ક્યાંક ખોવાઈ ગયું હોય એમ લાગ્યું.. થોડા સમયમાં તબિયત ઠીક લાગી એટલે પાછું કૉલેજ જવાનું ચાલુ કર્યું.. હવે પછી જે સમય ચાલુ થયો એ હું ક્યારે પણ નહી ભૂલી શકું.. ત્યાં બધા મારી એટલું ધ્યાન રાખ્યું કે જાણે મારું family જ મારી સાથે હોય.. હું કૉલેજમાં દરેક વ્યક્તિની આભારી છું.. B.Ed સારા પરશન્ટ થી પાસ કરી લીધું...


ત્યારબાદ મેં પોસ્ટ ગ્રેજ્યુટ કરવા application... આપી દીધી.. કૉલેજમાં જઈ શકું હવે એવી પરિસ્થિતિ રહી હતી એટલે એક્સ તરીકે પરીક્ષા આપીશ એ નક્કી કર્યું.. PG માંડ પૂરું કર્યું.. સમય જતો હતો એમ મારી તકલીફ પણ વધતી ગઈ.. પગ તો જાણે ના હોય એ બરાબર થઈ ગયા હતા.. ઘરમાં જ ચાલવા માં હવે તકલીફ પડતી અને સાથે કમ્મર દુખાવો પણ વધતો ગયો.. સમય પસાર થતો ગયો... એવા માં ઘર માં સારા પ્રસંગો પણ આવ્યા ને ખરાબ પણ...

એવું લાગતું હતું કે બસ જીવન હવે અહી જ થંબી જાય.. ચાલવા માટે હવે સપોર્ટ લઈ ને ચાલવું પડતું હતું.. કમ્મર નો દુખાવો સતત વધતો જ જતો હતો..


" Stay away from Negative people .

They have problem forevery Solution.. "

To be Continued........