Dosti - 4 books and stories free download online pdf in Gujarati

દોસ્તી - 4

                                "શું , સપના પાટિલ એટલે કે મરાઠી?ભાઈ ......તારી તબિયત તો બરાબર છે. એક મીનીટ ......તે તો કહયું હતું કે તૂ આ વખતે સિરીયસ છે." મેઘા એ પોતાનું  આશ્ચર્ય વક્ત કર્યું. "જો , મારી વાત સમજ, જો  તારા ઘરે આ વાત ની ખબર પડી ને તો તારું ભણવાનું છોડી દેવા નો વારો  આવશે, સમજાય છે તને."મેઘા એ પોતાની સલાહ આપી. તે સારી રીતે સમજતી હતી કે મેહુલ તેની સલાહ કયારેય નહિ ઊથાપે. મેહુલે સ્પષ્ટતા આપતાં કહ્યું. "બધું સેટ થઈ ગયું છે, હું અને સપના એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. વાંધો  ફક્ત મારા ઘરે થી નથી. તેના ઘરે પણ 'હા 'તો નથી જ, ઊપર થી એનો બાપો મારો ડીન છે.મારું કેરીયર એક સેંકડ  માં બરબાદ કરી દેશે." "તો તું શું કરવા ધારે છે?"મેઘા એ સવાલ પૂછ્યો.    
 
       "લગ્ન "મેહુલે જવાબ આપ્યો. મેઘા ડઘાઇ ગઈ.થોડી  સેંકડ ની શાંતિ  પછી મેઘા એ કહ્યું ,"એકવીસ વર્ષે સરકાર લગ્ન કરવા ની પરવાનગી આપે છે .તો  એ નો મતલબ એ નથી કે પરણી જવું. છોકરો હોય કે છોકરી લગ્ન કરતાં  પહેલાં પગભર થવું જરૂરી છે. કંઇ અક્કલ જેવી વસ્તુ છે કે નથી, ભાઇ' સાબ હજી એકવીસ  ના થયા નથી કે પરણવા તૈયાર થઈ ગયા."

 " તને ખબર છે, વેસ્ટર્ન કલ્ચરમાં છોકરાઓ અઠાર  ઓગણીસ વર્ષ થી લીવ ઈન રીલેશન માં રહે છે. કુદરતી આપણ ને પરિપકવ બનાવી દીધા છે તો સમાજ કે કાયદા નો શું  હક્ક છે ,આપણ ને લગ્ન કરતાં અટકાવવા નો."મેહુલે  પોતાની દલીલ કરી. 

હવે વારો મેઘા નો હતો."વેસ્ટર્ન કલ્ચરમાં છોકરા ઓ અઠાર વર્ષે થી પોતાની રીતે જવન જીવતા હોય છે,બાપા ના પૈસે ભણતા નથી.વાત જો શારીરિક પરિપકવતા ની હોય તો ,મારે તો ચૌદ વર્ષે  જ લગ્ન કરી લેવા જોઈએ. તારા દાદી ના સાસુ ની જેમ. "


"વાત ફક્ત માનસિક કે શારીરિક પરિપકવતા ની નથી.આજના જમાનામાં ફક્ત શારીરિક મિલન માટે લગ્ન ની જરૂર પણ નથી તે તો તૂ સમજે જ છે ને.તૂ વાત ને સમજવા ની કોશીષ કર.વાત  બે સાચ્ચા પ્રેમીઓ ની છે, જે સમાજ  ના નામે જુદા થવા નથી માંગતા. હૂં જાણું છું કે મારા આ સંબંધ થી મારા ઘર ના દરવાજા મારા માટે હંમેશા માટે બંઘ થઈ  જશે. તારા દોસ્ત ને તારી જરૂર છે.પ્લીઝ મદદ કર." મેહુલે મોઢું  લાચાર કરીને  કહયું. તે જાણતો હતો કે હવે મેઘા 'ના' નહિ કઈ શકે.

મેઘા ને વાત ની ગંભીરતા સમજાતી હતી.મેઘા માટે પ્રેમ એ એક આકર્ષણ થી વિશેષ કંઈપણ ન હતું. ભુતકાળ માં આવા આકર્ષણ માં પડી હતી.  પણ કોઈ એક વ્યક્તિ માટે બઘા સંબંધ, પોતાની જીંદગી દાવ પર લગાડી દેવા ની વાત  સમજાતી  ન હતી. મેહુલે પોતાનો પ્લાન વિસ્તાર થી સમજાવા લાગ્યો ." સપના મારા કરતાં  બે વર્ષે મોટી છે, એણે એમબીબીએસ કરી લીધુંછે. અને હવે એમ એસ  માટે   બેંગલોર  એડમિશન મળ્યું છે.તેના પપ્પા અમારા લગ્ન  માટે કયારેય તૈયાર નહી થાય ."   

"કેમ?" મેઘા એ પૂછ્યું. 

મેહૂલે એ આગળ વધતા કહયું. "કારણ કે સપના ની મમ્મી ગુજરાતી હતી. સપના  ના મમ્મી-પપ્પા એ લવ મેરેજ કર્યા હતાં,પણ બન્ને લડી ઝગડી જુદા થઈ ગયા હતાં. ઘણી મુશ્કેલી થી સપના ના પપ્પા ને સપના ની કસ્ડટી મળી હતીં. તો ડીન સાહેબ ને ગુજરાતી પ્રત્યે વિશેષ પ્રેમ છે. સમજી?"

"ઓકે ઓકે  આગળ." મેઘા એ અધિરાયથી કહયું. 

"તો મેં એને સપના એ 15  ફેબ્રુઆરી એ રજીસ્ટ્રેશન મા નોટીસ  આપી દીધી છે,અને 15 માર્ચ અમારા રજીસ્ટર લગ્ન થઈ જશે.એક વાર લગ્ન થઈ જશે તો ડીન શું તેનો બાપ કંઇ બગાડી નહિ શકે  .બાકી જયાં સુધી અમે પગભર નહિ થઈ જાઈ ત્યા સુધી બધું સીક્રેટ રાખવા નું છે. પણ તારે મારા તરફથી વિટનેસ તરીખે આવવાનું છે.  તૂ એજ પ્રુફ લઈને આવ જે સમજી નહિ તો, નાની છોકરી સમજી તને વિટનેસ નહી ગણે." મેહુલે હસી ને કહ્યુ. 

"કેમ તારો વિટનેસ કોઈ બનવા તૈયાર નથી?"મેઘા એ મેહુલ ની ફીરકી લીધી.

"તારા સિવાય મારા માટે   કયારેય કોઇ વિટનેસ નહી.હોય તૂ તો મારા આત્મા ની વિટનેસ છે."મેહુલે ઇમોશનલ થતાં કહ્યું. 

" ઓકે  ઓકે  don't worry be happy "મેઘા એ હસીને કહ્યું. " તો મળી એ 15 ના આવતાં ગુરુવારે પૂનાના એશિયાડ બસ સ્ટેન્ડ પર  અગિયાર વાગે.

@@@@@@@@@@@@@@@@@@@@@@@


 .

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED