Dosti - 1 books and stories free download online pdf in Gujarati

દોસ્તી - 1

               સાંજ નો સમય હતો, સૂરજ ઘીરે ઘીરે આથમવા  ની તૈયારી માં  હતો .મેહુલ   રાહ જોઈ  થાકી ને ગયો હતો મનમાં ને મનમાં મેઘા પર ગુસ્સો કરી રહ્યો હતો. આ છોકરી કયારેય નહિ સુધરે.કોણ જાણે ક્યારે મોડા પડવાની આદત જાશે. બાઇકની કિક મારવા  જોતો હતો ,પાછળ થી બરડા પર જોરદાર હાથ પડયો.મેહુલ હડબડી ગયો. પાછળ જોયું  તો મેઘા હસી રહી હતી.                                                                                       મેઘા ની શ્યામ ત્વચા ચળકતી રહી હતી, આંખો સહેજ મોટી ને બોલકી હતી,વાળ બોયકોટ કહી શકાય તેવા હતા. મેઘા એ હોઠ ગોળ કરી સીટી  મારી. મેહુલ નુ ઘયાન ભંગ થયુ. મેહુલ ના ગુસ્સો  હવા માં ઓગળી ગયો. તેની આંખો હસી ઊઠી. મેઘા પોતાના કાન પકડતા બોલી,"સોરી આજે થીસીસ સબમીટ  કરાવાની છેલ્લા તારીખ હતી એટલે થોડુ થોડુ મોડુ થઈ ગયું ".                                                                                        " તને ખબર છે,હૂઁ ચાર મહિના પછી આવ્યો
 છૂં.અને તને મારા સમયની કિંમત નથી. "મેહુલે પોતાનો ગુસ્સો ઠાલવ્યો.મેઘા  એ સૂઘારો કરતા કહયું " ચાર મહિના દસ દિવસ "  તે હસીને ચૂપચાપ મેહુલ ની બાઇક પર ગોઠવાઈ ગઈ. મેહુલે કિક મારી બાઇક શ૱ કરી. મેહુલે કહયું " મેડમ,કંઈક ખાવું પડશે, બા આવ્યાં છે. ઘરે તો ચોવિહાર  થઈ ગયું હશે."ઓકે જૈન ડોક્ટર સાહેબ પંજાબ થાબા પર   ચલો". મેઘા એ ઓડર આપી દીધો. "ડોકટર  નહી  મેઘા, હજી બે વર્ષ  ની વાર છે. " મેહુલે  આદત પ્રમાણે  મેઘા  ને ટોકી  બરાબર કરતા  કહયું.                                   મેઘા અને  મેહુલ  એક બીજા  થી એકદમ  વિપરિત  હતા.મેઘા બેદરકાર પણ સમજદાર.જયારે  મેહુલ  ભારેભરકમ  વકતિતવ  નો માલિક, ફક્ત પોતાના  માં  મસ્ત રહેનાર,એક ઉતર  તો બીજી દક્ષિણ. એટલે જ તો  એમની  દોસ્તી દશ વર્ષ ટકી  હતી.બન્ને મિત્રતા સ્કૂલ  સમયની હતી. આજે  મેહુલ એમબીબીએસ ના થઁડ ઈયર મા અને મેઘા બીએ ફાઈનલમાં હતી.પાંચમા ધોરણમાં જયારે મેઘા ના પપ્પા ની બદલી અમદાવાદ થી મુંબઈ થઈ ત્યારે મેઘા ની મિત્રતા મેહુલ  સાથે થઈ હતી. મેહુલ નો   સ્વભાવ શાંત હતો.મેઘા  બોલકી.બન્ને ની મિત્રતા જલદી થઈ ગઈ. સમય જતાં મિત્રતા ગાઢ  થતી ગઇ.બન્ને પોતાનાં ઘર ના એક માત્ર સંતાનો હતા.સમ વય ના મિત્રો કે ભાઇ બહેન એક બીજા ને સારી રીતે સમજી શકે છે .બાળક  હંમેશાં પોતાના  વય ના હમસાથી ગોતતા હોય છે. તે કારણે બન્ને એક બીજાના હમરાઝ હતા.એક બીજા ની નાનામાં નાની વાતને સમજી શકતા.                                                         દસ મીનીટ માં બાઇક પંજાબ થાબા પાસે ઉભી રહી મેઘા એ પોતાનો ફોન કાઢી ને સીધો ફોન લગાવ્યો. સામેથી ઉતર મળ્યા જલદી જલદી બોલવા લાગી, "આજે મેહુલ આવ્યો છે, તો ઘરે આવતા મોડુ થઈ જશે,જમવા માટે રાહ જોતા નહિ ". જે સ્પીડે  ફોન કર્યો  તે સ્પીડે ફોન બંધ કરયો.જડપ થી દરવાજા ખોલી અંદર ચાલી ગઈ. મેહુલ ને પાછળ જયારે વગર છૂટકો ન હતો. તે મેઘા ને સારી રીતે ઓળખતી હતો કે મેઘા એ પોતાની મમ્મી ને ફોન કર્યો હશે. જો કે બન્ને  ના ઘરે આ મૈત્રી  વિશે વિરોધ ન હતો. સાંજ ના સાત થવા આવ્યા હતા,મેઘા  ને જબરી  ભૂખ લાગી હશે.

                     મેહુલ ટેબલ પર બેઠા ન બેઠો મેઘા એ પંજાબી રોટી સબ્જી બે જણ  નો ઓડર આપી દીધો. મેહુલ એક્ટસ મેઘા ને જોતો રહ્યો.                                                         "શું વાત છે, આજે આમ કેમ જોયા કરે છે?                         "મેઘા હૂ જોવું છું કે, તું ફકત શરીર થી મોટી થઈ છે, બાકી તો 11 વર્ષ ની બાળકી જ છે ".                                               "સાચી વાત એ છેકે મોટા  થવામાં કંઇ મજા  નથી.નાના હતા ત્યારે મોટા થાવું હતું  ને હવે પોતાનું બાળપણ પાછુ જોઈ છે.તેના કરતાં મન થી નાના રહેવું સારું".
મેહુલ ઘણા સમય પછી મેઘા ની ફિલોસોફી સાંભળી રહ્યો હતો.મેઘા એ અચાનક પૂછયું, "બોલો સાહેબ શું વાત કરવી છે. " મેહુલ જાણતો હતો કે પૂછવા નો અથઁ ન હતો, કે તેને કેવી રીતે ખબર પડી કે તેને મેઘા ને જ૱રીતે વાત કરવી હતી.  

               મેહુલ પોતાની વાત શરૂ કરે તે પહેલા વેઇટરે સવિઁસ શરૂ કરી દીધી .મેઘા એ ચૂપ રહેવાનો ઇશારો કર્યો. જમવા ચાલુ હતું ત્યા મેઘા  નો ફોન આવ્યો. મેઘા એ ફોન લઇ ઘીરે થી વાત કરી ફોન મૂકી દીધો. મેહુલ કંઇ સમજે તે પહેલા મેઘા એ ખાવાનુ પતાવી પર્સ ખોલી પાંચસો ની નોટ કાઢી ટેબલ ઉપર મૂકી  ને કહયું " સોરી  અઁજંટ છે ".મેહુલ  મેઘા ને જાતો જોઈ રહ્યો. 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED