Featured Books
શ્રેણી
શેયર કરો

રંગીન દુનિયાનું મેઘધનુષ્ય-૧૨

રંગીન દુનિયાનું મેઘધનુષ્ય-૧૨

વીકીનું ઓપેરશન ચાલે છે. જેકી, હૅલન અને શાનયા બહાર બેસી વિકી માટે પ્રાર્થના કરી રહ્યા છે અને જીવનની મુશ્કેલ ઘડીમાંથી પાર ઉતારવા પરમ કૃપાળુ પરમાત્માને વિનવે છે ત્યાં જ ડોક્ટર આવે છે. જેકી અને હૅલન ડોક્ટર સાથે મિટિંગમાં જાય છે હવે આગળ.

'પ્લીઝ સીટ. જેકી & હૅલન. ઓપેરશન તો સફળ રહ્યું છે. બ્લડની થોડી કમીના કારણે બ્લડ ચડાયું છે હજી એનેસ્થેસિયાની અસરના કારણે હોશ આવવામાં ૩-૪ કલાક તો થશે જ અને એ હોશમાં આવે એ પછી જ કોઈ નિર્ણય પર પહોંચી શકાય. ઓપેરશનમાં કોઈ અડચણ નથી દેખાઈ પરંતુ જ્યાં સુધી વિકી હોશમાં ના આવે ત્યાં સુધી તો આપણે વેઇટ કરવો જ રહ્યો. ચિંતાની વાત તો નથી પરંતુ અમારી ફરજ માં આવે છે કે તમને દરેક પરિસ્થિતિની જાણ કરીએ અને આગળ શું થાય છે એ તો હવે સમયની જ વાત છે. વાત જો કે એમ છે કે ઓપેરશન ઘણું જ ક્રિટીકૅલ હતું અને અમારા બેસ્ટ સર્જન દ્વારા જ કરવામાં આવ્યું છે જેમના કોઈ કેસ હજી સુધી નિષ્ફળ રહ્યા નથી અને આશા છે કે વિકી પણ જલ્દી ઠીક થઇ જશે. વિકિના નાના મગજને થોડું નુકશાન થયું છે એટલે એની અસર કદાચ યાદશક્તિ પર ના પડે એ વાતની અમને થોડી બીક છે બાકી બધું જ સરસ છે. ચિંતાની વાત નથી. આપ નિરાંતે બેસો હું હમણાં આવ્યો.', ડોક્ટર આટલું સમજાવી બહાર નીકળ્યા.

'હૅલન,આવો બહાર બેસીએ. શાનયા પણ એકલી છે.', જેકી બહાર આવ્યો.

હૅલન, જેકી બહાર આવે છે અને શાનયા બહાર રાહ જોઈને જ બેઠી છે કે ક્યારે બંને બહાર આવે અને વિકી વિષે જાણકારી મેળવે.

'જેકી, વ્હોટ હેપન્ડ?? શું કેહતા'તા ડોક્ટર? અને ક્યાં સુધી વિકી હોશમાં આવશે? વિકી ઠીક તો છે ને?? તું કાંઈક જવાબ કેમ નઠી આપતો??

'શાનયા, હી ઇસ ફાઈન.સીટ હીર. હૅલન, તમે ક્યાં જાઓ છો??'

'આઈ એમ કમિંગ ઈન ૧૦ મિનિટ્સ.', હૅલન બહાર નીકળી.

'શાનયા, રડીને કામ નથી ચાલવાનું. ડોક્ટરનું કેહવું શું છે એ તો મેં તને જણાવ્યું હવે આ સમયે આપણે પ્રાર્થના સિવાય કઈ નહિ કરી શકીએ. હિંમત હારી જવાથી શું થશે?? સમજી શકાય છે કે આપણે કેવા સમય માંથી પસાર થઇ રહ્યા છીએ. બસ હવે વિકી હોશમાં આવે ત્યાં સુધી જ ટેન્શન છે પછી હું બધું જ ઠીક કરી દઈશ.', જેકી સમજાવે છે.

'જેકી, તને ખબર છે વિકી ઘણા ઓછા સમયમાં મારા દિલની ખૂબ નજીક આવી ગયો છે. એના સ્વભાવની હું ખરેખર ફૅન થઇ ગઈ છું. એના અસ્તિત્વમાં એક અલગ જ ચમક છે. એના મનની સુંદરતા એના ચહેરાને વધારે સુંદર બનાવે છે. હું ઘણા સમયથી એને ખાલી ફેસથી ઓળખતીઓ હતી પરંતુ થોડા સમયથી હું એના મનની સુંદરતાને પામી ગઈ છું જેકી. મને સમજ નથી પડતી કે હું અત્યારે એના માટે શું કરું કે એ જલ્દીથી ઠીક થઇ જાય. મારા આંસુઓને હું રોકી નથી શક્તિ અને મને એવું જ થાય છે કે હું ક્યારે એને મળીશ.', શાનયાએ મનની વાત કરી.

'સાચી વાત છે શાનયા. વિકીનો સ્વભાવ જ ખૂબ સરસ છે. એની નજીક જે રહે એને જ એના સ્વભવની પરખ હોય. હું તો એને બચપણથી ઓળખું છું. દુનિયામાં આવા દોસ્ત મેળવવા ખૂબ અઘરી વાત છે. આજે મને પણ એ જ ફેલિન્ગ થાય છે કે હું વિકને ગમે તે ભોગે સહી-સલામત જોઉં. પરંતુ ચિંતા ના કરીશ શાનયા, વિકીને કઈ નહિ થાય અને એને હમણાં જ હોશ આવી જશે.'

'જેકી, પ્લીઝ કમ.', ડોક્ટર આવ્યા.

'યેસ સર. કમ શાનયા. અરે! હેલન ક્યાં?? અત્યારે આવા સમયે ક્યાં જતા રહ્યા??', જેકી થોડો અકળાઈ ગયો.

'યેસ બોય. વિકીને અમે નોર્મલ સેપશ્યિલ રૂમમાં શિફ્ટ કરીએ છે અને એને હોશ પણ આવી ગયો છે. અમારા સ્પેશ્યલ ડોક્ટર્સની ટીમે એને તાપસી રિપોર્ટ્સ આપવાની તૈયારી બતાવી છે અને એમનું કેહવું એમ છે કે બધા જ રિપોર્ટ્સ નોર્મલ આવવા જોઈએ.તમે અહીંયા વેઇટ કરો અમે એને આ રૂમમાં જ શિફ્ટ કરીએ છે અને એ જ રીઝનથી મેં આપને અહીંયા બોલાવ્યા છે.', ડોક્ટર્સ થોડા ખુશ થઈને બોલ્યા.

'ગુડ લક મિસ્ટર જેકી. તમારા દોસ્ત હોશમાં આવે એની જ અમે રાહ જોઈ રહ્યા છીએ. ૪ દિવસથી અમારા પોલીસની આખી ટીમ આ જ સમયની રાહ જોવે છે. હેલન ક્યાં છે?? એ તમારી સાથે જ હતા ને હમણાં? ખરા સમયે ક્યાં જતા રહ્યા?? અને આ રિસ્પેકટેડ લેડી કોણ છે??', ઈંસ્પેક્ટર આવીને બોલ્યા.

'હા સર થેન્ક યુ. હૅલન હમણાં જ અહીંયા હતા. એમને કદાચ કોલ આવ્યો એટલે ગયા હશે અને આ શાનયા છે. વિકીની ફ્રેન્ડ.', જેકી બોલ્યો.

'ગુડ. લેટ'સ સી. વિકીને હોશ આવે એટલે પ્લીઝ મને બોલાવજો. હું બહાર વેઇટ કરું છું.', ઈંસ્પેક્ટર બોલ્યા.

'શાનયા, આ જ ઈંસ્પેક્ટર છે જે વિકીને સમયસર હોસ્પિટલ લઈને આવ્યા એમના કારણે જ આજે વિકી એટલો સુરક્ષિત છે. એની ગાડીને ઈંસ્યોરન્સમાં આપવાથી લઈને એના હોસ્પિટલ મેડીકાલની ડિટેઈલ્સ બધું જ અહીંયાની ગવર્નમેન્ટએ કર્યું છે. તેઓ આર વેરી સપોર્ટિવ. બસ હવે વિકીને હોશ આવે અને એ બધાને સારી રીતે ઓળખે એટલે ડોક્ટર્સની અને આપણી બધાની મહેનત રંગ લાવે.

'હા, સાચી વાત છે જેકી. હૅલન ક્યાં છે? ક્યારના દેખાતા નથી.', શાનયા બોલી.

'હા. હું જોઈને આવ્યો. હું એમને લઈને આવું છું. તું અહીંયા જ વેઇટ કર જે શાનયા.', જેકી બોલ્યો.

જેકી હેલનને જોવા બહાર આવે છે.શાનયા વેઇટ કરીને બેઠી છે. ડોક્ટર્સ વિકીને આઈ.સી.યુ માંથી બહાર લઇ જવાની તૈયારી કરી રહ્યા છે અને વિકી થોડો હોશમાં પણ છે. વિકીને લઈને ડોક્ટર્સ અને નર્સની ટીમ આવી રહી છે.

'પ્લીઝ મેમ, સાઈડ.', નર્સ આવતા જ શાનયાને કહ્યું.

'યેસ યેસ. વિકી વિકી.... વિકકક્કક....', શાનયા દોડીને વિક પાસે જવા જાય છે.

'મેમ. પ્લીઝ. આપ અહીંયા જ રહો. હમણાં એમની સામે કોઈને જવા દેવાની પરમિશન નથી.. ઈંસ્પેક્ટરની થોડી પૂછપરછ પછી જ અપને અને એમના ફેમિલી મેમ્બર્સને મળવા દેવાની પરવાનગી છે. સો પ્લીઝ કોઓપરેટ.', નર્સે કહ્યું.

શાનયા રૂમની બહારથી જ વિકીને જોવે છે અને આંખમાંથી આંસુ સરી જાય છે. વિકી થોડો હોશમાં છે એની આંખો થોડી ખુલ્લી છે અને એને ડોક્ટર્સ એની ઝીણવટથી તાપસ કરી રહ્યા છે. બહાર શાનયાનો જીવ વિકિમાં જ છે એટલે જેકી અને હૅલનને બોલાવવાનું ધ્યાન બહાર જતું રહે છે અને અચાનક જ એને યાદ આવે છે એટલે બંનેને બોલાવવા જાય છે ત્યાં જ.

'શાનયા મેમ. વિકી આવી ગયો?? પ્લીઝ તમને પહેલા જ કીધું હતું કે અમને જાણ કરજો. પહેલા અમે અમારી રીતે તાપસ કરીને લઈએ પછી જ આપ એમને મળી શકશો. વિકી અને હૅલન બંનેને તમે બોલાવી રાખો ત્યાં સુધી હું વિકી સાથે થોડી વાતચીત કરી લઉં', ઈંસ્પેક્ટર સાહેબ બોલ્યા.


'યેસ યેસ સર. વી આર કમિંગ.', શાનયા જાય છે.

વિકી હૅલનને શોધે છે. આખી હોસ્પિટલ ફરી વળે છે છતાં ક્યાંય હૅલનનો પતો નથી.


'જેકી, તું અહીંયા શું કરે છે?? વિકીને નોર્મલ રૂમમાં શિફ્ટ કરી લીધો છે. ઈંસ્પેક્ટર એની સાથે વાતચીત કરીને આપણને બોલાવશે. હૅલન મળ્યા કે નહિ?? તું આટલો પરેશાન કેમ છે?? શું થયું??', શાનયા બોલી.

'હા, શાનયા, હૅલન મળ્યા નથી અને એમનો ફોન નોટરિચેબલ આવે છે. વિકી કેમ છે?? તે એને જોયો?? હોશ આવ્યો કે નહિ.??', જેકી બોલ્યો.

હેલનનો પતો નથી અને આ બાજુ ઈંસ્પેક્ટર બધાની રાહ જોઈને બેઠા છે. વિકિના સવાલજવાબ પત્યા પછી થોડી પૂછપરછ જેકી, હૅલન અને શાનયાની પણ કરવાની છે.

'હૅલો, શાનયાને વચ્ચે લાવીને આ બધું શું કરી રહ્યા છો તમે?? વિકીને જે તકલીફ પડી છે એ તકલીફનો એ હકદાર નથી.', હૅલન ફોનમાં વાત કરી રહી છે.

* કોણ છે જેની સાથે હૅલન આ રીતે વાત કરે છે??
* હૅલન એક 'માં'ના દરજ્જાને નિભાવી શકશે?
* બંને દોસ્ત અને શાનયાની જિંદગી શું ઈચ્છે છે?
* વિકીને હોશ આવશે? અને આવશે તો એ કઈ સ્થિતિમાં હશે?
* શાનયા અને વિકી વચ્ચે શું થશે?
* જેકી અને વિકી માટે કઈ બીજી પરીક્ષા સમય લઈને આવી રહ્યો છે?
* પરદેશની ધરતી પર પ્રેમની કૂંપણ ફૂટીને ક્યાં સુધી રહશે?

બધું જ જોઈએ આપણે આગળ ભાગમાં. આપણા અભિપ્રાય સહ.

-બિનલ પટેલ