રંગીન દુનિયાનું મેઘધનુષ્ય-૧૧
આપણે જોયું કે વિકીનો એક્સીડંટ થતા હોસ્પિટલમાં એડમિટ છે અને જેકી-હૅલન એ જ હોપિટલમાં રૂટિન ચેક અપ માટે આવે છે અને બંનેનો ભેટો પોલીસ ઈંસ્પેક્ટર દ્વારા થાય છે અચાનક વિકિના ફોનમાં રિંગ વાગે છે અને ફોન શાનયાનો હોય છે શાનયાને પરિસ્થિતિની જાણ કરીએ જેકી ડોક્ટરે આપેલા પેપેર પર સાઈન કરે છે ત્યાં હૅલન અને ડૉક્ટર સામ-સામે મળીને એકબીજાને ઓળખાણ કરીને થોડું વધારે ધ્યાનથી વિકિની તાપસ કરવાનું કહે છે હવે આગળ.
'ડન ડૉક્ટર. Signed it . વિકનું ધ્યાન રાખજો એને કઈ થવું ના જોઈએ.(ગળગળો થઇ જાય છે) ઓપેરશન કેટલા કલાક ચાલશે?', જેકી બોલ્યો.
'યેસ માય બોય, ડોન્ટ વરી.', ડૉક્ટર ઓપેરશન થેયેટરમાં ગયા.
ઓપેરશન ચાલુ થયું. મગજમાં અંદરની સાઈડ કાંઈક ડેમેજ થયું છે એવું રિપોર્ટ દ્વારા જાણ મળી. આ બાજુ બધા ખુબ ચિંતિત છે. હૅલન આજે સાવ ભાંગી ગઈ હોય એવું લાગે છે. જિંદગીં એટલા ઉતાર-ચડાવ જોઈને હવે જીવનમાં કાંઈક પામવા માટેની હિંમત રહી નથી ત્યારે જિંદગી જે છે એમાંથી પણ છીનવી લેવા ઉભી છે. આ તે કેવો ન્યાય છે કુદરતનો! મનમાં ને મનમાં વિચારોનું ભ્રમણ ચાલે છે અને એ જ વિચારોની ગતિ જેકીને પણ કોરી ખાય છે. આ શું થઇ રહ્યું છે બધું?? ખુશ થવું જોઈએ કે દુઃખી એ જ અંદાજ નથી આવતો. મારા દોસ્તની આ હાલત માટે હું જ જવાબદાર છું. આજે હૅલન 'માં' પણ મારા જ કારણે તકલીફમાં છે અને આ શાનયા?? હવે આ વળી નવું પાસું ખુલ્યું????? હજી તો વિચારોની ગતિને સ્થાન મળે એ પહેલા જ અવાજ આવ્યો.
'વિકી, વ્હેર ઇસ માય વિક??????? સ્યૂઝ મી, ઇસ ધેર એની પેશન્ટ વિકી પટેલ?? હી મેટ વિથ એન એક્સીડંટ.. પ્લીઝ, લેટ મી નો.', શાનયા ગભરાયેલા અવાજે રિસેપ્શન કાઉન્ટર પર બોલતી દેખાઈ.
અવાજ કાંઈક ઓળખીતો દેખાયો એટલે જેકી તરત જ રિસેપ્શન કાઉન્ટર પાસે ગયો.
'શાનયા?? ઓહ માય ગૉડ?? શીતલ?? શીતલ શાહ??', જેકી ફેસ પરથી તરત ઓળખી ગયો અને અવાક બનીને જોતો રહ્યો.
'અરે! જયકાંત?? તું જેકી? વિકી ક્યાં છે? એ ઠીક તો છે ને?? શું થયું છે એને ?? મારે એને મળવું છે.', શાનયા બધા જ સવાલો એક સાથે કરી ગઈ.
'કૂલ શાનયા. કમ વિથ મી.', જેકી શાનયાને લઈને હૅલન પાસે આવે છે.
હૅલન 'માં'.. મીટ શાનયા ઉર્ફ શીતલ. હું વિકી અને શાનયા સાથે સ્કૂલમાં હતા. હમણાં વિકિના ફોનોમાં હું વાત કરતો હતો એ આ શાનયાનો જ હતો અને શાનયા, આ હૅલન 'માં'.. મારા અને વિકિના મમ્મી જ સમજી લે બાકીની વાત તને નિરાંતે કરીશું.', જેકીએ ટૂંકમાં ઓળખ કરાવી.
'હેય. આંટી.. હાઉ આર યુ??', શનાયાએ પૂછ્યું.
'ફાઈન.. એન્ડ યુ??', હૅલનએ સામે સવાલ કર્યો.
૫-૧૦ મિનિટ આ ચાલ્યું પછી તો કોઈના થી રહેવાયું નહિ. બધાને અત્યારે એકબીજાને મળ્યા કરતા વિકીને મળવાનું વધારે પસંદ હતું એ વાતમાં કોઈ શંકા નથી પરંતુ ઓપેરશન ના પતે ત્યાં સુધી તો કોઈ કાળે વિકીને મળવાનું થઇ શકે એમ નહતું. બધા બેઠા છે અને બધાના મનમાં બસ એક જ વાત ચાલે છે કે વિકી જલ્દીથી હોશમાં આવે અને એમની સાથે વાત કરે. કોઈ પણ કાળે વિકીને કઈ થવું જોઈએ નહિ. થોડો સમય તો બધા એમ જ બેસી રહ્યા પછી ધીમેથી શાનયાને પૂછવાનો પ્રયત્ન કર્યો.
'શાનયા, તું અને વિકી?? મારો મતલબ એ છે કે....',
(જેકીને વચ્ચે જ અટકાવીને)
'નો. મારા અને વિકી વચ્ચે કઈ એવું નથી જે તું વિચારે છે. એમાં થયું એવું કે જયારે ક્લબ પાર્ટીમાં તું એને મળ્યો એના થોડા જ દિવસમાં મારે ઓફિસના કામે વિકિના ઓફિસ જવાનું થયું અને ત્યાં અચાનક જ મને એનો ભેટો થઇ ગયો અને પછી પારકાં દેશમાં પોતાનું કોઈ મળી જાય એટલે તો સોનામાં સુગંધ ભળી કહેવાય. એ પછી ઘણા સમયે સુધી અમારે વાત ના થઇ અને આજે અચાનક જ સવારે મેં એને ફોન કર્યો ત્યારે એ મને મળવા આવતો હતો. કોઈક ૩-૪ ગુંડ્ડા જેવા લોકો મારો પીછો કરી રહ્યા હતા એટલે મેં સવારે એને ફોન કરીને બોલાવ્યો અને એ જલ્દીમાં મારા સુધી પહોંચવાના ચક્કરમાં હોસ્પિટલ પહોંચી ગયો.( શાનયા ધ્રુસકે રડી પડી). આજે મારા લીધે આની આવી હાલત થઇ છે.'
'શશશ..... શાનયા... રડ નહિ. વિકી ઠીક થઇ જશે.. હા, તારી વાત સાચી છે. હું અને વિકી પણ હમણાં જ મળ્યા છે પરંતુ એને તારા વિષે કઈ વાત નથી કરી.. કદાચ બની શકે એ મને નિરાંતે કેહવા માંગતો હોય.. પરંતુ સવારે તો હું, વિકી અને હૅલન 'માં' સાથે જ હતા અને અચાનક કોઈકનો ફોન આવ્યો અને એના હાથમાંથી ચાહનો કપ પણ પડી ગયો અને એ તરત જ ભાગ્યો.. મારા પૂછવા પર એને કહ્યું કે ઓફિસમાં ઇમર્જન્સી આવી છે એટલે એને જવું પડશે. અમે બંને ટેન્શન ના કરીએ એટલે એને અમારીથી આ વાત છુપાવી. આ બધી જ તકલીફમાં મેં જ વિકીને નાખી દીધો છે. આ બધું મારા કારણે જ વિકી ભોગવે છે.', જેકી રડમસ અવાજે બોલ્યો.
(હૅલન બધું જ સાંભળે છે અને ઇંગ્લીશમાં બોલે છે, ગુજરાતી ટ્રાંસ્લેશન કર્યું છે.)
'નો.. આ બધી જ મુકીબતની જડ તો હું જ છું. ના હું જેકીને પેલા ગુંડાઓની વાત કરતી, ના એ ગુસ્સામાં આવીને એમને વધારે પડતું બોલી દેતો, ના વિકી-જેકી દોસ્તારો મળતાં, ના વિકીને હું મળતી, ના એ મારા ઘરે આવતો, ના અમારા ઘરે કોઈ ગોળીબાર થતો, ના સવારે સૂરજ ઉગતા વ્હેંત શાનયાને હેરાન કરવા પેલા ગુંડાઓ આવતા, ના વિકી શાનયાને મળવા જતો અને ના આજે વિકિનો જીવ મુસીબતમાં હોત........... આ બધું જ એક મારી ભૂલના લીધે સર્જાયું. મેં ત્રણ માસુમ બાળકોની જિંદગી મુસીબતમાં નાખી દીધી અને આજે ફરી એકવાર જિંદગી મારી સામે એક જંગ લઈને ઉભી છે. નાનપણથી જિંદગીએ મને બહુ બધી ખુશીઓ આપી અને પછી એને છીનવી લેતા પાછળ ફરીને એકવાર પણ જોયું નહિ. વસંત આખી પાનખર બની ગઈ અને મારી જિંદગીમાં સૂકા-કાંટાઓ પાથરતી ગઈ. આજે ફરી એકવાર મને જિંદગીએ હસવાનો મોકો આપ્યો, ૨ દીકરાનું સુખ આપ્યું અને આજે એક શાનયા જેવી દીકરી પણ આપી અને આજે સમય મારી પરીક્ષા કરવા બેઠો છે..', હૅલન બોલીને છુટા મોઢે રડી પડી.
'હૅલન 'માં', તમે આમ ઢીલા પડશો તો કેમ ચાલશે? અને કોને કીધું કે બધું તમારા કારણે થયું છે?? અરે! અમને પારકાં દેશમાં માતૃભમી જેવો પ્રેમ આપ્યો એનાથી વધારે તો કઈ જ નથી અને એની સામે અમે આપના માટે કર્યું છે શું?? 'માં'ના માન-સ્વમાનથી વધારે બીજું શું મોટું હોઈ શકે? તમે તો અમને સન સમજીને રાખ્યા છે ને? તો પછી એક ઇન્ડિયન દીકરાને એની ફરજ બજાવતા ના રોકશો. આપણા વિકીને પણ કઈ નહિ થાય. તમે બસ ગૉડને પ્રે કરો આપણે જલ્દી જ ખરાબ સમય માંથી બહાર આવી જઈશું.', જેકીએ સમજાવ્યું.
'હૅલન, જેકી, વી નીડ તો ટોક.', ઓપેરશન થેયેટરમાંથી ડૉક્ટરે તરત આવીને કહ્યું.'
વધુ આવતા અંકે....
આપના અભિપ્રાય સહ.
-બિનલ પટેલ