હમસફર Khushi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હમસફર

નિશા ને આજે પણ મોડું થઈ ગયું હતું. હજી પરી નો નાસ્તો ભરવાનો હતો. નિશાંત નું ટિફિન પણ બાકી હતું. ઘડિયાળ ૮:૧૫ બતાવતી હતી.

"અરે, બાપરે! ૧૫ મિનિટ માં પરી ની વાન આવશે. નિશાંત ૯:૦૦ એ નીકળશે ને મારે પણ ૯:૩૦ વાગ્યે નીકળવાનું છે."

"મમ્મી મારો યુનિફોર્મ કેમ પ્રેસ નથી? હું સ્કૂલ નઈ જાવ. તું રોજ ભૂલી જાય છે."

"અરે નિશા, મારી ફાઈલ ક્યાં છે? કાલે જ આવીને તને આપી હતી કે કબાટ મા સાચવીને મૂકી દેજે. આજે મારું presentation છે."

નિશા ડબ્બો ને ટિફિન પેક કરી પરી ના રૂમ માં ગઈ. તેને કબાટ માંથી પ્રેસ કરેલો યુનિફોર્મ આપ્યો.

નિશા: પરી, યુનિફોર્મ અહી જ તો છે. તું સરખું જો તો ખરી.

પરી: અરે પણ તારે બેડ પર મૂકવો જોઈએ ને. મારે સ્કુલ જવાનું મોડું થાય છે ને તું વધારે લેટ કરાવે છે.

નિશાંત: નિશા, આ tie પેરાવી દેને. મારી ફાઈલ ‌ ને બેગ ગાડી માં મૂકી દે. હું થોડી વાર છાપું જોઈ લવ.

પરી સ્કૂલ ગઈ. નિશાંત ઓફિસ ગયો. નિશા પણ ઘર બંધ કરી પોતાની ઓફિસ ગઈ. ઓફિસ પહોંચી ત્યાં ૧૦:૦૦ થઈ ગયા. મહેતા સાહેબ warning આપી ગયા.

હું મારા ટેબલ પર બેઠી. ખૂબ જ થાકેલી. સવાર ના ૫ વાગ્યા ની જાગેલી. ઘર નું બધું કામ કરતા, બધાનો નાસ્તો, જમવાનું,ટિફિન કરતા કરતા પોતાને ચા પીવાનો પણ ટાઈમ ના મળતો. નિશા માટે આ રોજ નું હતું. નિશાંત કે પરી કોઈ મદદ ના કરતા. દિવસે દિવસે કામ નો ભાર વધતો ગયો. જેની અસર નિશા ના સ્વાસ્થય પર પડી. તેને રોજ માઇગ્રેન રેવા લાગ્યું. બીપી પર લો થઈ જતું. ઓફિસ માં પણ કામ રહેતું ને ઘરે પણ કામ રહેતું.

નિશા બંને મોરચે દોડી ને થાકી ગઈ હતી. સ્મિતા બેન ઓફિસ માં નિશા સાથે જ હતા. નિશા ની હાલત તેને ખબર હતી. તે રોજ સમજાવતા પણ ખરા કે કામ વહેચી લે તને પણ આરામ મળશે.

અંતે નિશા ને લાગ્યું કે સ્મિતા બેન ની વાત સાચી છે. મેધા પણ ઓફિસ માં તેની સાથે હતી. મેરેજ ને ૫ વર્ષ થયાં હતાં.બાળકો નહતા તો પણ મેઘવ,એનો husband એને કામ માં મદદ કરતો.

નિશા એ ઘરે નિશાંત ને વાત કરી. પણ નિશાંત એ હાથ ઊંચા કરી દીધા કે મે કોઈ દિવસ કામ કરેલું નથી. મને નહી ફાવે. ને પરી પણ હજી નાની છે,એને ભણવા દે. જો તારા થી ના પહોંચાય તો જોબ છોડી દે.આપડે પૈસા ની એવી કોઈ જરૂર પણ નથી. તું ઘરે રહે ને ઘર સાચવ.

નિશા: જો નિશાંત હું જોબ મારા માટે કરું છું. હું આટલી ભણી છું તો સમાજ માં ક્યાંક કામ આવે ને આખો દિવસ ઘરે બેસીને હું શું કરીશ.આળસુ થઈ જઈશ. હું જોબ તો નઈ મૂકું. તું મને થોડી મદદ કરાવે તો સારુ.

નિશાંત: ઓકે .. તો આપડે એક કામવાળી રાખી દઈએ. જે તને હેલ્પ કરાવે.

નિશા: સારું. હું વાત કરું ઓફિસ માં. કદાચ કોઈ ના ઘરે આવતી હોય તો. જાણીતી બાઈ આવે તો આપડે પણ ચિંતા નઇ.


નિશા એ એક બહેન રાખ્યા જે સવારે આવી ને રસોઈ બનાવી જતાને રાત્રે પણ નિશા એને બોલાવી જ લેતી.

થોડા દિવસ તો બરાબર ચાલ્યું. પણ કોઈ વાર રસોઈ માં નમક વધુ હોય તો કોઈ વાર શાક કાચું હોય. કોઈ વાર રોટલી બળેલી હોય.આઠ જ દિવસ માં નિશાંત ને પરી કંટાળી ગયા. તેને બેન ના હાથ નું જમવાનું ભાવતું નહતું. પણ જો એ નિશા ને કહે કે બેન ની રસોઇ નહિ ભાવતી, તો પોતાને કામ કરવું પડે. એટલે બંને ચૂપ હતા.

૧૫ દિવસ ગયા. એક રવિવારે બેન નો ફોન આવ્યો કે હું આજે નહિ આવું. આ સાંભળીને નિશાંત ને પરી ખુશ થઈ ગયા કે ચાલો આજે સરસ જમવાનું મળશે. નિશા એ પણ આજે નિશાંત ને ભાવતી ખીર, પરી ને ભાવતું ઉંધીયું બનાવ્યું. જમવાનું બની જતા નિશા એ બંને ને બોલાવ્યા કે તમે બંને જમી લો હું ગરમ ગરમ રોટલી ઉતારું. પણ બંને એ ના પાડી કે આપડે સાથે બેસીએ. તું રોટલી કર ત્યાં હું ને પરી ટેબલ તૈયાર કરી દઈએ.બધા dinning table પર‌ સાથે બેસીને જમ્યા. નિશા માટે આ વસ્તુ નવી હતી. જમી ને નિશાંત એ ટેબલ ચોખ્ખુ કર્યું તો પરી એ કચરા પોતું કર્યું.

કામ પૂરું થઈ ગયા પછી નિશાંત કહે ચાલો સાંજે આપડે પિકચર જોવા જઈએ પછી હોટેલ માં જમીને આવશું. પરી તો ખુશ થઈ ગઈ.એ એના રૂમ માં તૈયાર થવા જતી રહી.
નિશા પણ રૂમ માં ગઈ. નિશાંત પાછળ થી આવ્યો ને નિશા ના ગાલ પર ચુંબન કરતા કહ્યું,"તારા જેવા હીરા ની હું કદર ના કરી શક્યો. મને માફ કર. હવે થી હું ને પરી તને રોજ કામ માં મદદ કરશું. પણ પ્લીઝ તું બેન ને ના પાડી દે ને તું જમવાનું બનાવ.હું ખરા અર્થ માં તારો હમસફર બનીશ." નિશા એ પણ હા પાડી.

નિશા એ તરત જ સ્મિતા બેન ને thank you કહેવા ફોન કર્યો કે મકે તેનો આઇડિયા સફળ થયો હતો.