Dhani che ke udhay ? books and stories free download online pdf in Gujarati

ધણી છે કે ઉધય?

ગોપી નાનપણ થી જ પ્રેમ લગ્ન ના સપના સેવતી હતી. જાતપાત અને ભેદભાવ માં ક્યારે પણ તેને વિશ્વાશ ના હતો. ખાવું-પીવું અનેં હરવું-ફરવું ગોપી ના મનપસંદ શોખ હતા. ઉધારા ઉછીના કરીને ગોપી ના બાપુજી એ તેણી માટે મુરતીયો ગોતી આપ્યો અનેં ગોપી નેં અરેન્જ મેરેજ થી પરણાવી અનેં સાસરા ભેગી કરી આપી. નવા નવા લગ્ન થયા એટલે ગોપી અનેં તેના ઈ (સમીર) ફરવા હનીમૂન પર નીકળા, હવે બન્ને પતિ પત્ની વચ્ચે નો સંવાદ..

ગોપી - પેલો ડ્રેસ જુઓ તો કેટલો સરસ છે. ચાલો મને તે અપાવી દો.
સમીર - નથી સારો, રેવા દે, આતો કઈ ડ્રેસ કેવાય? ચીથરા જેવો છે નેં કલર પણ ભંગાર છે... ગામ માં રખડતા વાઘરા પણ આને પાસ ના કરે, જોજે આ લોકો ની દુકાન થોડા જ દિવસો માં પડી ભાંગશે. ચાલ ચાલ આગળ વધી જઇયેં.

ગોપી - કહું છું...ચાલો એપ્પલ જ્યુસ પી લઈએ, પેટમાં થોડી રાહત થશે.
સમીર - જો, ધ્યાન થી જો, એપ્પલ માં ડાઘા છે, પડતર સફરજન ખરીદીનેં એમાં ખાંડના ઢગલા નાખીનેં આ મફતિયા લોકોનેં છેતરે છે, આપણે હજી નવા-નવા લગ્ન કર્યા છે, માંદા નથી પડવું. જે લોકો બીજાનેં આવી રીતે છેતરેનેં એને તો નર્ક માં પણ જગ્યા ના મળે, જોજે આ ફ્રૂટ જ્યુશ વારાનેં ભીખ માગવાનો વારો આવશે.

ગોપી - તો ચાલો હવે રીક્ષા બાંધી આપો, આપણે ધર્મશાળાએ પાછા ચાલ્યા જાઇયેં, ત્યાં આરામ કરીશું.
સમીર - અરે ગાંડી, આપણે ચાર કલાક પેલા તો થેપલાનો નાશ્તો ઠૂંસ્યો હતો, એ હજમ નથી કરવો? આપણી ધરમશાળા ક્યાં આઘી છે, ત્રણ-ચાર કિલોમીટર તો આમ ડાકૂ દેતા પુગી જવાય.

ગોપી - તોડાવી નાખી મને, હવે પંખો તો ચાલુ કરો, ધરમશાળાનો રૂમ છે એમાં એક્સ્ટ્રા પૈસા નહીં લાગે.
સમીર - લે તું થાકી ગઈ, વહેલુ કેવાય નેં, તો આપણે કોઈ પાસેથી લિફ્ટ માગી લેત, અમેં કોલેજ માં જતા તો એમ જ આવ-જા કરી લેતા, કોઈ લિફ્ટ આપી દેતા, તો કોઈ ગારુ ભાંડી નેં આગળ વધી જતા. પણ કામ થઇ જતું.

ગોપી - હવે આ ચોપડા માં શું હિસાબ માંડવા બેઠા છો? કે પછી અહિયાં હનીમૂન પર હનુમાન ચાલીસા લખવાનું મન થઇ ગયું છે?
સમીર - હું તો ઈ લખું છુ કે ખર્ચા ક્યાં-ક્યાં થયા અનેં, કયા ખર્ચા પર હવે આપણે કાપ મુકવાનો છે.

ગોપી - એક કામ કરિયેં.. સવારે બે થેપલા ખાધા છે નેં? ઈ પણ ઓકી નાખીયેં, સાંજે કામ આવી જશે, અનેં માથું નીચે અનેં પગ ઉપર કરી નેં ક્યાંક ચામાં-ચીડિયા જેમ લટકાઈ જાઇયેં તો બાથરૂમ-સંડાસ પણ ઘડીક માં ના લાગે.... કેવું સારું।.. નહીં?
સમીર - અરે બકુડી.. તું તો દુઃખ લગાડી ગઈ....ચાલ તને મસ્ત મજાનો લંચ (બપોર નું ભાણું) ખવડાવું. હાથ મોં ધોઈ નેં તૈયાર થઇ જા...હું પણ ફ્રેશ થઇ જાઉં.

(ભોજનાલય માં...)

ગોપી - લાવો, મને આપો મેનુ.. હું ઓર્ડર કરી દઉં...
સમીર - હા અલે,

ગોપી - એક બટાકા નું શાક, એક ભીંડી નું શાક, ચાર રોટલી, છાશ, પાપડ અનેં કચુંબર, ચટણી લાવો. અને તમે જોઈ લો... જે ગમે તે...માંગવો.
વેઈટર - મેડમ અમારે ત્યાં પાલક પનીર અનેં પરોઠા મસ્ત મળે છે અને સાથે, શિખંડ અનેં ઘોરવું પણ છે... અને સૂપ તો સ્પેશલ મળે છે.

સમીર - એ ભાઈ... ભાઈ... તું શું કડે ચડાવે છે મારી ઘર વારી નેં? આ 150 રૂપિયા નું પાલક પનીર અનેં 20 રૂપિયા નું પરાંઠું નેં 60 ની પ્લેટ વારુ શિખંડ? તારે શું અમને અહિયાં વાસણ ઉટકાવવા છે? ચૂપચાપ જે ઓર્ડર આપ્યો એ લઇ આવ.

વેઈટર - ઓકે સર, મેં તો ખાલી સારા માણસો સમજી નેં તમને ચોખ્ખું જમવાનું ચીંધાડ્યું હતું, તમે કહો તો હું તો મજુર-ખાણું હાજર કરી દઉં, આવી મજાની ઘર વારી મારી જોડે હોઈ તો હું તો તેને મનગમતા પકવાન ખવડાવું નેં માથા પર બેસાડીને બજાર ફેરવું. કેજો મેડમ કોઈ તમારા જેવી મસ્ત બકુડી ધ્યાન માં હોય તો, આપણે કંગાળ એ નથી અનેં મખ્ખી-ચુસ કંજૂસ પણ નથી..હો

ગોપી - ભાઈ તું જા... નહીં તો મારા શાક-રોટલી પણ કેન્સલ થશે,,, હું સવાર ની 2 થેપલા ખાઈ નેં ઠોલા ખાઉં છુ... મારું ભંગાણ થાય તો હું જ તારી હારે ભાગી છૂટીશ બસ.... લઇ આવ જલ્દી ખાવાનું.

સમીર - તારા થી એવું ના બોલાય હો... મને ના ગમ્યું..
ગોપી - લે બકુડા.. ખોટું લાગી ગયું.. હું તો મજાક કરતી હતી...તને મજાક આવડે તો અમને પણ ક્યારેક મોકો મળે ને?

વેઈટર - આલો મેડમ, ગરમાગરમ જમવાનું.....
ગોપી - તમારે નથી ખાવું? કઈ ઓર્ડર તો કરો? શું ઢવા ની જેમ આજુ બાજુ મોઢા જાટકતા બેઠા છો...?
સમીર - આલે થારી આવી ગઈ,,, ચાલ ભગવાન નું નામ લઇ નેં મંડીએ જમવા...

ગોપી - એ....એ... ઉધય જેવાવ.. આ તો મારી થારી છે, આમાં પણ ભાગ પડાવશો હવે? બીજી થારી સળગાવો નેં? મને ભેગું કોદા કરી નેં નથી ખાવું.
સમીર - એક થાળી માં સાથે જમીયેં તો પ્રેમ વધે, અનેં અનાજ નો બગાડ પણ ન થાય, હેઠું મૂકવું એ કરતા થોડું ઓછું ખાવું સારું, ચાલ ચાલ જમી લઈએ...

ગોપી - સત્યાનાશ, ક્યાં ભટકાઈ ગઈ....
સમીર - કંઈ બોલી?
ગોપી - ના... મંડો ઠુસવા.. બટકા નાના ભરો,,, ગલોફાં ઓછા મારો..થારી કોઈ જટી નહીં જાય...

ગોપી - એય એવડા.. વેઈટર 2 રોટલી હજી લઇ આવ એક્સ્ટ્રા અનેં છાસ પણ બીજી લાવ...

સમીર - દીકુ હજી આપણે.. ધરમ શાળા એ પારલેજી નું પેકેટ પણ પડ્યું છે...થોડીક ઉણી રે... પછી પેટ ખરાબ થાય...

હાલે ભાઈ બિલ લાવ તો...અનેં મુખવાસ ની પડીકી વારી દે...આટલું જમ્યા તો... ફ્રી માં મુખવાસ તો જાજો અપાય.

વેઈટર - અહિયાં ફાંકડો ભરી લો...પોટલાં-પોટલી ના મળે... 70 રૂપિયા નું જમવાનું ખાધું એમાં કઈ અમેં મુજરો ના કરીયેં. આ બિચારી હજી ભૂખી છે એને આઈસ્ક્રીમ કે શ્રીખંડ ખવડાવો. કહો તો ઓર્ડર લખી લઉં?
સમીર - નખોદિયા તારું કામ કર, અલે આ તારા 70 અમેં ચાલ્યા.

ગોપી - હવે ચાલી નેં ધરમશાળા એ જાય ઈ બીજી.. રીક્ષા બાંધો, કાં તો પછી... આપણા ગામ ની ટિકિટ કપાવો.. તેલ પીવા ગયુ હનીમૂન..
સમીર - રીક્ષા.. એ રીક્ષા.... હાલ હાલ ગોપી બેસી જા...

ગોપી - આવી ગઈ ધરમશાળા ઉતરો હવે... અનેં પૈસા આપી દો...
સમીર - ભાઈ ઉભો રે...પાકીટ મારી રૂમ પર પડ્યું છે...
રીક્ષા વાળો - હા ભાઈ લઇ આવો જાવ..

ગોપી - સત્યવાદી સાસુના ખોટાળીના જમાઈ.. પાકીટ તો ખીસા માં જ છે...ખોટું કેમ બોલ્યા રીક્ષાવાળા સામે, જાઓ નીચે પાછા.. પૈસા દઈ આવો..
સમીર - છાની મર...થોડી વાર...
ગોપી - અરે જાઓ નેં... બિચારો 15 મિનિટ થયા વાટ જુએ છે... આમ ના કરો...
સમીર - મૂંગી રે....ડાકણી.. તને બહુ દયા આવે છે એની... કે તો ભગાડી દઉં તને એની સાથે....

ગોપી - જોવ....જોવ.... એ બિચારો રીક્ષા વારો પૈસા લીધા વિના વઇ ગયો... કોઈ ગરીબ માણસ નેં આમ ના છેતરાય..
સમીર - તને ખબર નથી આ રીક્ષા વારા.. એક ના ડબલ કરતા હોય... ઉપર થી ઘાસલેટ ઉપર રીક્ષા હાંકે.. આ લોકો નેં તો આમ જ કરાય..
ગોપી - આટલી વાર માં બધી ખબર પડી ગઈ... સામાન બાંધી લો...

સમીર - શું ખબર પડી ગઈ?
ગોપી - કે તલ માં તેલ નથી.

સમીર - બકુડી...
ગોપી - એ બકુડી તારી માસી હવે...ભાઈ... આપણા લગન પુરા થયા... હવે ઘર ની ટિકિટ કપાવ મારે જરૂરી ફેંસલોઃ લેવાનો છે.

(સાસરે જઈ અને)

સસરા - વહુ બેટા શું થયું? વહેલા આવી ગયા?
ગોપી - કઈ થયું જ નથી અનેં આપણે કાંઈ હવે કરવું પણ નથી... આ ડાગલો પેદા કરવો જરૂરી હતો?

સમીર - બાપુજી આ ગોપી બહુ ખર્ચાળ છે... એને રોજ રીક્ષામાં ફરવું.. મોંઘા મોંઘા ડ્રેસ ખરીદવા અનેં હોટેલ માં પેટ ફાટે ત્યાં સુધી ખાવું, હું તો થાકી ગયો એને રાજી કરી કરી નેં... તો પણ એ લગન ભંગાણ ની વાત કરે, હું શું કરું?
ગોપી - મારે કાંઈ સફાઈ દેવી નથી, સસરા બાપુ આ તમારો દીકરો અનેં આ તમારી ઘરની ચાવી.. હું ચાલી મારા પિયર.. હવે બસ ભાડા ના દેવા છે કે પછી...ત્યાં મારા પિયર પણ મારે ચાલી નેં જાવાનૂ છે?

સસરા - અલે બેટાં 200 રૂપિયા, પણ તું એક વાર વિચાર, આવો સંસ્કારી જીવનસાથી તને નહીં મળે ફરી વાર...

ગોપી - સંસ્કાર? તમે આના લખણ જોયા? રીક્ષા વાળાનેં ચૂનો લગાડીનેં પોતાની જાતનેં ચતુર કાગડો સમજે, ફરવા ગયા તો ભૂખ્યા પેટે જાત્રા કરાવે, ચા-કોલ્ડ્રીંક પીવાનું કયેં તો લારી વારા અને વેઈટર નેં ઘઘલાવે, અને બદ્દ્દુઆ આપે..

પોતે પેટ માં ખાય તો નહીં પણ મને પણ ભૂખી મારે, આવા ચાતરલ ઘરવારા ના ફુસા ઉપાડવા કરતા હું બાવી કે સાધ્વી બની નેં ભગવાનની ભક્તિ ના કરું? કાં પછી કોઈ માણસની જાતનો જણ ગોતીનેં બીજી પારી શરુ ના કરી દઉ,

હાલો બાપુજી આપણા તમને રામ રામ, આ નખોદિયા ને કાઢી મુકો નકર તમારે પણ જાતી ઝીંદગી એ ઘરડા-ઘર માં જાવાનો વારો આવશે.

(ગોપી પોતાના પિયર માં)

ગોપી - એ પપ્પા હું ઘરે પાછી આવી ગઈ.
પપ્પા - બેટા જમાઈ રાજા સાથે ના આવ્યા? અનેં તમે તો બંને હનીમૂન પર ફરવા ગયા હતા. આટલી જલ્દી પરત કેમ આવી ગયા?

ગોપી - ના ઈ સાથે નથી આવ્યા, એનેં મે વેચી નાખ્યા? એનું ભેજું ડીફેક્ટિવ હતું એટલે ભંગાર-ભેગા જોખી આવી. બીજું કઈ પૂછવું છે કે હું મારા રૂમ માં જઈનેં આરામ કરું?

એય... છોટીયા મારા રૂમ માં તારા ઘાભા, સલીથા જે ગોઠવ્યા હોય એ ઉપાડી લે... તારી મોટી બેન પેવિલિયનમાં પાછી આવી ગઈ છે.

પપ્પા - બેટા સમજાવ તો ખરી કે માથાકૂટ શું થઇ? હું સમીર સાથે વાત કરું? આમ સબંધ ના ભંગાય..

ગોપી - જુઓ બાપુજી.. મેં ઈ જીવડા હારે 3 દિવસ કાઢ્યા એટલે મને સમજાય ગયું કે આ પોચો-પોદરો મારું પેટ નહીં ભરી શકે અનેં મારુ ઘર પણ નહીં ચલાવી શકે, માટે મેં તો એને પતિદેવ ની નોકરી માં થી હાંકી કાઢ્યો છે.

હવે તમારે એનો અનુભવ કરવો હોય તો એના ભેગા હનીમૂન પર નહિ પણ ક્યાંક 2 દિવસ બહારગામ ફરવા ચાલ્યા જાઓ, પછી જો તમે કહેશો નેં કે, જા દીકરી પાછી જા તો હું... મન વિના પણ પાછી ચાલી જઈશ...ઠીક છે?

પપ્પા - ઠીક છે....હું આજે જ તારા સાસરે ફોન પર વાત કરું છુ... અનેં સમીર નેં પણ સમજાવાના બહાને માલ ખરીદી માટે સુરત લેતો જાઉં..
ગોપી - હા એ સારું રહેશે.. હવે અત્યારે તો હું સુઈ જાઉં પણ રાતે 3 જણા નૂ જમવાનું બા પાસે તૈયાર રખાવજો, ઈ છાકટા એ મને પેટ ભરી નેં જમાડી પણ નથી.

(સસરા જમાઈ ફોન પર વાત)

સમીર - હા...પપ્પા જય શ્રી કૃષ્ણ।.... કહો શું કામ હતું?
પપ્પા (સસરા) - એક તંબુરો બનાવવાનો છે.... ઉધાર માં... બની જશે?
સમીર - પપ્પા શું મજાક કરો છો? ગોપી ત્યાં આવી ગઈ?
પપ્પા - તમને મે મારી દીકરી કઈ, ભીની કરીને દોરી ઉપર સુકાવવા નતી આપી, એનું ધ્યાન કેમ નથી રાખતા?

સમીર - અરે પપ્પા તમે સમજો, ગોપી જ્યાં ત્યાં ખાઉં-ખાઉં નેં ખર્ચા કરું।.. એમ કરતી હતી, મેં બચત કરી હનીમૂન પ્લાન કર્યું પણ એ ખિજાઈ ગઈ. પૈસા પાસે હશે તો અમને જ કામ આવશે નેં પપ્પા?

પપ્પા - એ ડોઢી-ડાકણ ના ચોકીદાર, લગન પછી પેલી વાર ફરવા ગયા... ધરમશાળા માં ઉતાર્યા.. સાક રોટલી જમ્યા રીક્ષા માં બેઠા એમાં ક્યાં તમારા લાખો લૂંટાઈ ગયા? ઘરવાળી નેં એટલું પણ સુખ ના આપો તો ચોયણો ઉતારી નેં ઘાઘરા ની ગાંઠ મારી નેં કોઈ જણ ગોતી નેં પરણી જાઓ, બાયડી કરવા નેં લાયક નથી તમે - જમાઈ રાજા..

સમીર - પપ્પા તમે વધુ બોલો છો હો....મારો વાંક નથી...તમે કહો તો હું ગોપી નેં પાછી તેડી જાઉં.. મેં એને નથી ભગાડી એ ચાલી ગઈ.
પપ્પા - ભૂખ અનેં તોડામશથી થાકી નેં તો પાડી એ ખીલ્લો તોડીનેં ભાગી જાય...મારી દીકરી તો માણસ છે...એને દુઃખ ના થાય?

સમીર - તમે જ કહો હવે હું શું કરું?
પપ્પા - બે જોડી ગાંભા બાંધી નેં તૈયાર રહેજે.. ખરીદી માં જાઉં છું... તને સાથે લઇ જવો છે...હું તને સમજાવીશ કેમ ઘર ચાલે અનેં કેમ ઘર-વારી નેં રાજી રખાય.

(3 દિવસ બાદ)

પપ્પા - ગોપી...એ ગોપી.... પાણી આપ...બેટા
ગોપી - શું થયું? આ મોઢું કેમ સુકાઈ ગયું? અને કપડાં તો જુઓ મેલા ઘાણ જેવા?
પપ્પા - કાંઈ પૂછ માં બેટા... સારો વકીલ ગોતી લે... હું બધું સમજી ગયો...જીથરું ખંજવાળ વારુ કૂતરું સાજું થઇ જાય પણ આ તારા સમીરયા નો કોઈ ઈલાજ નથી... આ લગન ભાંગવા માં જ ભલાઈ છે.... બેટા

ગોપી - માંડી નેં વાત કરો શું શું થયું?

પપ્પા - મેં રસ્તા માં કાવો ઓર્ડર કર્યો તો પેલા તો ઈ પોતાનો કાવો પી ગયો, પછી મારી પ્યાલી માં તરા માં મસાલો ચોંટ્યો હતો એ જીભ થી ચાટી ગયો. મને તો આ બધું જોઈ નેં ઉલ્ટી આવવા મંડી.

બસ માં આંધ્રી ઘો ની જેમ...જોયા વિના ઠેબા ખાતો ભટકાયો તી... બસ ની એલ સી ડી ટીવી તોડી નાખી એના પણ પૈસા મારે ભરવા પડ્યા...

પછી ગઈ રાતે ગેસ્ટ-હાઉસ માં રોકાયા તો મેં કીધું જમાઈ તમે નહાઈ લો તો, ઈ મને કહે કે, એક ચડ્ડી આપો હું હારે બીજી નથી લાવ્યો. મેં ચડ્ડી આપી તો ટુવાલ માંગવા માંડ્યો.. પછી મારો પિત્તો ગયો...

મેં કીધું કે... સર્પોલીયા જેવા તને ફોનમાં કીધું તો હતું કે 2 થી 4 દિવસ માટે બહાર-ગામ જાવું છે તો, બધું ભેગું ના લેવાય? આટલું કીધું તો... મીંઢો દાત બતાવવા લાગ્યો..

રાતે મેં જમવાનું ઓર્ડર કરી નેં બત્રીસી ગોતી તો ડાબલી ગાયબ....મેં જોયું તો ઈ સમલો..મારી બત્રીસી ની ડાબલી ઢાંઢા નીચે દાબી નેં જમવાનું ઠુસવા લાગ્યો..

મેં હડપ દઈ નેં એના જટિયાં પકડી નેં એને આઘો નાખ્યો પણ... બત્રીસી ની ડાબલી એ ભાંગી ગઈ અનેં, બત્રીસી ના પણ ટુકડે-ટુકડા થઇ ગયા હતા.... ગોપી હું 2 દિવસ થી ખાધા વિનાનો જ્યુસ અનેં ખીચડી પર છું.

બસ માં 7000 ની એલસીડી તોડી પછી 22000 ની મારી બત્રીસી તોડી ત્યાર બાદ, માલ ખરીદીનો ખર્ચો થયો એટલે મેં કીધું કે... હવે મારી પાસે ટિકિટ ના પૈસા નથી... તો તમે ટિકિટ ખરીદી લો જમાઈ.

આટલું કીધું તો ઈ બાઘડો દોડી નેં હાલતી બસ ની પાછળ ટીંગાઈ ગયો... અને મને હાથ દેવા લાગ્યો... હવે હું આવડી ઉંમરે બસ પાછળ લટકી નેં કેમ અવળી મુસાફરી કરું.. મારી સાથે થેલા ભરી નેં માલ પણ હતો. મેં માંડ માંડ ખરીદીનો સામાન ટેક્સી બાંધી અહિયાં પહોંચાડ્યો.. હું તો શરીર થી અને નાણાં થી ધોવાઈ ગયો.

દીકરી તારી કોઠા-સુજ નેં સલામ - તું સાચી હતી - આવા નકામા માણસો ઘર ના ચલાવી શકે... છુટ્ટા-છેડા ની અરજી મૂકી જ દઈએ.

ગોપી - આભાર બાપુજી, કોઈ દીકરી નેં પોતાનું ઘર ભાંગવું ના ગમે, પણ જયારે કોઈ છૂટકો જ ના દેખાય ત્યારે આવું પગલું ભરવું પડે. ચિંતા કરતા નહીં તમારી બત્રીસી ના પૈસા, એલસીડી ની રકમ, મારા લગન નો ખર્ચો અનેં મારા ઘરેણાં બધું કોર્ટમાં વ્યાજ સહીત ઓકાવીશ. ચાલો હવે નાહી લો, મેં અને બા એ તમારું ભાવતું ભોજન બનાવ્યું છે.... તમારી જૂની બત્રીસી કબાટમાં પડી છે એ પેરી લો... કાલે નવી માટે માપ દઈ આવશું.

ગોપી - એય છોટીયા...મારી સિરિયલ ચાલુ છે, રિમોટ અડતો નહીં। - સમાપ્ત
(જય હિન્દ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED