લાગણીઓ નો સમૂહ Sharvil Pandit દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણીઓ નો સમૂહ

કવિ પરિચય

નમસ્કાર વાચક મિત્રો
 
   મારું નામ શર્વિલ પંડિત. અમદાવાદ નો રહેવાસી. 17―01―2002 ના શુભ દિવસે જન્મેલ
14 વર્ષ ની વયે લાગણીઓ સાથે રમત રમાયા પછી શબ્દો ની વાહ વાહ કમાતો કમાતો આજે "લાગણીઓ નો સમૂહ" આપણી સમક્ષ  પ્રસ્તુત કરી રહ્યો છું. સર્વ પ્રથમ 
પિતાજી પર સર્વ પ્રેમ અંકિત કરતું કાવ્ય લખેલ હતું. આજે પરમ કૃપાળુ ઈશ્વર ના આશીર્વાદ થી કોઈ પણ વિષય પર કાવ્ય લખી શકું છું.



     





પ્રસ્તાવના

1. કૃષ્ણ ભજન
2. સુવિચાર
3. મારા પિતા
4.માં એક અનોખું પાત્ર
5. સંવેદના પરિવાર ની
6. તારો પ્રેમ





૧..

કૃષ્ણ  ભજન
દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે
તેણે મને માયા લગાડી રે
શર્વિલ નો લાલો કૃષ્ણ ગોપાલ છે
તેણે મને માયા લગાડી રે...દ્વા...
તમે મને માયા લગાડી મારા વ્હાલા(2)
તમે મને મને માયા લગાડી રે..દ્વા...
ગાયો નો ગ્વાલ મારો રાજા રણછોડ છે
તેણે મને માયા લગાડી રે...દ્વા...
રાધા નો શ્યામ મારો રાજા રણછોડ છે
તેણે મને માયા લગાડી રે...દ્વા...
સુદામા નો મિત્ર મારો દ્વારિકા નો નાથ છે
તેણે મને માયા લગાડી રે...દ્વા...
મીરા નો માધવ ગિરિધર ગોપાલ છે
તેણે મને માયા લગાડી રે...દ્વા...
શબરી નો રામ મારો રાજા રણછોડ છે
તેણે મને માયા લગાડી રે...દ્વા...
તમે મારા વ્હાલા શ્રીનાથ અને રામજી
તેણે મને માયા લગાડી રે...દ્વા...

૨...


સુવિચાર

જોઈ મુખ પર તેજ તારા મૂર્છિત થઈ હું શ્યામ
તું કહે તો હાલ કરું આ નગરી તારે નામ

જ્યાં જ્યાં નજર મારી પડે, ત્યાં ત્યાં દેખાય તારું નામ
તું કહે તો હાલ કરું આ જીવન તારે નામ

માં ની મમતા, પિતા નો પ્યાર
આપણું પરિવાર જ, આપણું સંસાર


૩...

મારા  પિતા

પિતાજી તમે મને પ્રિયા લાગો
ગુલાબ જેમ ગણપતિ લાગે
આંખો જેમ તેજસ્વી લાગે
ફળિયામાં જ્યારે પ્રેમ ગુંજે
ત્યારે જે રંગ અને આનંદ આવે
                       આવા તમે મને લાગો

મોતી જેવા નિર્મળ
સાગર જેવા પ્રેમાળ
ચાણક્ય જેવા બુદ્ધિમાન
વિષ્ણુ જેવા શાંત
                 આવા તમે મને લાગો

તમે મારા પ્રેરણામૂર્તિ
તમે મારા શિક્ષક
તમે મારા જ્ઞાનના દિપક
મારી માટે તમેજ મારી દુનિયા
                      આવા તમે મને લાગો


૪...

માં એક અનોખું  પાત્ર


કાવ્યોત્સવ 

વ્હાલ નો એક અપાર દરિયો
દીકરો જેની કોખ નો ભૂખ્યો
જેના વગર ખૂબ રડીયો, પડ્યો
જેના વગર તેને ચેન ના પડ્યો

એ રુપ , હૃદયનો ચેહરો ખીલ્યો
જ્યારે દીકરા ને એને જન્મ અર્પયો
ભરે એના મુખ માં પ્રેમ નો કોળિયો 
મજાક મસ્તી નો ક્યારેક ફટકો મળિયો

રસ્તા માં એક અનાથ જડયો
મને મા સાથે જોઈ એ રડીયો
જ્યારે અમારા સંગ એ ભળ્યો
માં એ તેને પ્રેમ થી ભર્યો

એ પછી માં ની લાગણી હું સમજ્યો
પણ તેમાં તો હું નિષ્ફળ પડ્યો
પછી એક દિન વિચાર ઉપજયો
કે માં ને તો ખુદ એ દેવ પણ ન સમજ્યો

એક અપાર શક્તિ નો લોટો જડયો
તેમાં અંકિત થઈ મા ની છબીઓ
આ જીવ માં , મા મળી ન હોત તો
જીવી ન શક્યો હોત એ સુંદર ઘડીઓ

આજે પણ યાદ કરું છું એ ખોળો
જેમાં બેસી ખાધેલો મેં ઓળો 
પણ જીવન ની દોડ માં વીતી ગઈ એ પળો
એ જ જીવન ની દોડ માં થોડી યાદ રહી પળો
તેના વિચાર માં મન ભરી હસ્યો
પણ પાછું એ જીવન જીવી ના શક્યો


મા પર લખતા સૌ એ કવિઓ
ના નયન માં આવે મોટા અશ્રુઓ
પણ મા નો પ્રેમ તો એવો રહ્યો
જે  જિંદગીભર મેં  અનુભવ્યૉ

અસ્તુ
           


૫...

સંવેદના પરિવાર ની


કવિતા વિશેષ―:

સંવેદના પરિવાર ની

જય જવાન.????

માતા નો સાથ હતો
પિતા નો પ્રેમ હતો
જીવનમાં સંઘર્ષ હતો
પણ ચાલતો શ્વાસ હતો.

ભાઈ નો ઉલ્લાસ હતો
બહેન નો નાદ હતો
દીકરાને ગર્વ હતો
કે પિતા નો માથે હાથ હતો

ઘર નો દીવો હતો
દીકરા ને આઘાત હતો
શું થયું એ સમજ ન હતી
પણ એક ઘભરાટ હતી

સમાજ નો સાથ હતો
પણ એક બાપ, દીકરો,ભાઈ, કે સુહાગ નહોંતો
બસ એક સવાલ હતો
કે આનો શું વાંક હતો?
એ મારા પ્રેમ નો પૂજ્ય હતો
તે મારો પ્યાર હતો
પુરા ભારત નો આશીર્વાદ હતો
એને ભારત માં પર વિશ્વાસ હતો

આજે એનો પ્રાણ છૂટ્યો
ત્યારે પણ તે ખુશ હતો
કે મૃત્યુ પામ્યું તે શું થયું
આ દેશ નો મને આશીર્વાદ તો હતો
આ દેશ નો મારા પર ગર્વ હતો
આ દેશ નો મને સહકાર હતો

લાગણીઓની સભા માં બેસેલો પરિવાર હતો
દરેક ના મુખ પર છવાયેલ અંધકાર હતો
તે અમારો પુત્ર હતો
તે અમારો ભાઈ હતો
એ મારો પ્યાર હતો
આ દેશ નો તે રાખવાળો હતો

એ મારા પિતા હતા
જીવન ના સંઘર્ષ જહેલતા હતા
હસતા,રમતા,ખેલતા હતા
સૌ જન તેના પ્રિય હતા

રહ્યો છે અમને એક વસવસો
કે આજ સુધી જેનો અમને સાથ હતો
એનો શું કાઈ વાંક હતો??

પૂજ્ય શહીદો ને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી




૬...

તારો  પ્રેમ 


તારા પ્રેમ નો સાગર
તારા મુખ પર મલકાય છે
તારા પ્રેમ નો સાગર
મારા નયન માંથી છલકાય છે

તને પામવા ની ખુશીનો આનંદ
ખુબજ ઉત્સાહ થી ફેલાય છે
આપણા પ્રેમના દરિયા નો અવાજ
આખી દુનિયા માં સંભળાય છે


તારા ચેહરા પર ના સ્મિતની
ગેરમોજુદગી વર્તાય છે
પણ આ તારો પ્રેમ
મને આખી દુનિયા માં અનુભવાય છે...