Vedic concept of creation - 2 books and stories free download online pdf in Gujarati

શ્રુષ્ટિ સર્જન પરની પ્રશ્નોત્તરી (ભાગ ૨)

પ્રશ્ન: તો પછી ઈશ્વર શા માટે આ શ્રુષ્ટિ સર્જનનું ચક્ર બંધ કરી દઈ, બધી જ જીવાત્માઓને સીધો જ મોક્ષ નથી આપતો?

આ પ્રશ્નના ઉત્તરની ચર્ચા આપણે અગાઉના મુદ્દામાં કરી લીધી છે. તેમ છતાં નીચેના વધારાના મુદ્દાઓ આ પ્રમાણે છે:

જો ઈશ્વર શ્રુષ્ટિ સર્જનની ક્રિયા બંધ કરી દે તો, અગાઉના શ્રુષ્ટિ સર્જનથી લઇ અત્યાર સુધી બધી જ જીવાત્માઓએ કરેલા કર્મોના યોગ્ય ફળ ઈશ્વર તે જીવાત્માઓને કેવી રીતે આપી શકે?

જો આમ થાય તો ઈશ્વર અન્યાયી બનશે. કેટલીક જીવાત્માઓ બીજી જીવાત્માઓની સરખામણીમાં યોગ્ય પ્રયત્નો કર્યા સિવાય મોક્ષ મેળવી લેશે.

વૈદિક ધર્મમાં કોઈપણ કાયમી સ્વર્ગ કે નર્ક ન હોવાથી જો શ્રુષ્ટિનું માત્ર એક જ વાર સર્જન થતું હોય તો તે ઈશ્વરમાં રહેલા ન્યાય, દયા જેવા સ્થાયી અને સહજ ગુણનો માત્ર મજાક બની ને રહી જાય.

ઈશ્વરના નિત્ય નિયમો કે કર્મનો સિધ્ધાંત સંપૂર્ણપણે લાયકાત પર આધારિત છે. તેમાં કોઈ છૂટછાંટ કે ટૂંકા રસ્તાઓને સ્થાન નથી. એવા બધા જ ધર્મ સંપ્રદાયો કે જેઓ લાયકાતને નહીં પણ છૂટછાંટ કે ટૂંકા રસ્તાઓને પ્રોત્સાહન આપી રહ્યાં છે તેઓ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યાં છે. આથી બધા બુદ્ધિ સંપન્ન લોકોએ આવાં ધર્મ સંપ્રદાયોનો ત્યાગ કરવો જોઈએ.

પ્રશ્ન: જ્યારે ઈશ્વર સર્વશક્તિમાન છે, ત્યારે તે કારણને અને જીવને પણ ઉત્પન્ન કરી શકે છે, જો ન કરી શકતો હોય તો ઈશ્વર સર્વશક્તિમાન કેવી રીતે કહેવાય?

આપણે અગાઉ ઈશ્વરના સર્વશક્તિમાન હોવાનો સાચો અર્થ સમજ્યાં. સર્વશક્તિમાનનો અર્થ એ નથી કે ઈશ્વર અસંભવને સંભવ કરી બતાવે.

ઈશ્વરના નિયમ સત્ય અને પરીપૂર્ણ છે. એટલા માટે ઈશ્વર તેમાં પરિવર્તન નથી કરતો. આમ ઈશ્વરના સર્વશક્તિમાન હોવાનો અર્થ એટલો જ છે કે, ઈશ્વર કોઈની સહાય વિના પોતાના બધા કાર્યો પૂર્ણ કરવામાં સર્વસમર્થ છે.

ઈશ્વર સર્વશક્તિમાન છે તેનો અર્થ એ નથી કે તે ગાંડા માણસની જેમ વર્તશે. એનો અર્થ એ પણ નથી કે ઈશ્વર તેની પોતાની હત્યા કરીને બીજો ઈશ્વર બનાવશે, પોતે અચેત બનશે, મૂર્ખ બનશે, રડશે, અપરાધ કરશે વગેરે.

ઈશ્વર ખુબ જ બુદ્ધિશાળી હોવાથી તે તેના ધર્મ (પ્રાકૃતિક ગુણ) મુજબ જ કાર્ય કરશે. તે તેનું કાર્ય શ્રેષ્ઠત્તમ રીતે કરશે કારણ કે શ્રેષ્ઠતા એ પણ તેનો સહજ ગુણ છે. ઈશ્વર તેના કાર્યો સ્વતંત્ર રીતે કરે છે. આ તેની આત્મનિર્ભરતા દર્શાવે છે.

આમ ઈશ્વર જીવાત્મા કે પ્રકૃતિનું સર્જન કરતો નથી, કારણ કે તે પહેલેથી જ અનાદી છે. બધી જ જીવાત્મોના સંપૂર્ણ વિકાસ અને કલ્યાણ માટે ઈશ્વર જીવાત્મા અને પ્રકૃતિનું એક સાથે સંચાલન કરતો રહે છે.

ઈશ્વર પહેલેથી જ શ્રેષ્ઠ અને પરિપૂર્ણ હોવાથી તેને નવું સર્જન માટે નવા વિચાર, નવું જ્ઞાન કે નવી યુંક્તિની જરૂર નથી. કારણ કે સર્વજ્ઞ ઈશ્વર માટે કશું જ નવું નથી. ઈશ્વરમાં ફેરફાર કે બદલાવ આવતો નથી. તે હંમેશા પરિપૂર્ણ જ રહે છે.

કેટલાંક ધર્મ સંપ્રદાયો એવું માને છે કે અલ્લાહને અચાનક જ પ્રેરણા મળી અને તેને નવા શ્રુષ્ટિ સર્જનનો વિચાર આવ્યો. આમ અચાનક અલ્લાહની ખાલીપણા માંથી ઉત્ક્રાંતિ થઇ. આવાં સિદ્ધાંતો પરિપૂર્ણ ઈશ્વરનું અપમાન છે. બીજા શબ્દોમાં કહીએ તો, જો ઈશ્વર કોઈ કાર્ય કરે છે તો તેનો અર્થ એ છે કે ઈશ્વર તે કાર્ય હંમેશાથી કરતો આવ્યો છે અને આગળ પણ હંમેશા આવું જ કરતો રહેશે.

જેમનું એવું માનવું છે કે ઈશ્વર જીવાત્માઓનું સર્જન કરે છે, તેઓ ઈશ્વરને અર્થવિહીન કાર્યો કરતો ગાંડો નાટકીય કલાકાર બનાવી દે છે. જો ઈશ્વરે જીવાત્માઓનું સર્જન કર્યું હોત તો શ્રુષ્ટિ સર્જનની ક્રિયા નિરર્થક બની જાય. કારણ કે આવતી કાલે કદાચ ઈશ્વર આ બધી જ જીવાત્માઓનો નાશ કરવાનું પણ વિચારી શકે છે.

શ્રુષ્ટિ સર્જનની ક્રિયા અને ઈશ્વરના બધા કર્મો જ ત્યારે જ સાર્થક બને કે જયારે જીવાત્મા અને પ્રકૃતિ ઈશ્વર સાથે સમકાલીન હોય અને ઈશ્વર જીવાત્માને મુક્તિમાર્ગ પર આગળ વધવામાં મદદ કરતો રહે.

જરા વિચાર કરો, દયાળુ હોવું એ સારો ગુણ છે. પણ જો આ સંસારમાં તમારા સિવાય એકપણ વ્યક્તિ ન હોય તો તમે કોના પર દયા કરશો? માનીલો કે તમને એક દિવસ માટે એકાંતમાં રહેવા માટે દબાણ કરવામાં આવ્યું છે. તો શું તમે તમારી દયા બતાવવા માટે કોઈ પુતળાનું સર્જન કરશો? હા, બાળકો કોઈક વાર આવું કરે છે. પણ જો બુદ્ધિ સંપન્ન વ્યક્તિ આમ કરો તો લોકો તેને માટે માનસિક સારવારની ભલામણ કરશે. તો જરા વિચાર કરો કે શું શ્રેષ્ઠત્તમ બુદ્ધિ ધરાવનાર સર્વજ્ઞ ઈશ્વરને આવી કોઈ માનસિક ચિકિત્સાસંબંધી સમસ્યા હોઈ શકે?

ઇસ્લામ અને ઈસાઈ જેવા પાંખંડી ધર્મ સંપ્રદાયોની આ મોટામાં મોટી ખામી છે.

પ્રશ્ન: મનુષ્યના માતા-પિતા સાકાર છે આથી તેમના સંતાન પણ સાકાર ઉત્પન્ન થાય છે. જો માતા-પિતા નિરાકાર હોય તો સંતાન પણ નિરાકાર ઉત્પન્ન થાત. આમ ઈશ્વરે બનાવેલું જગત સાકાર છે આથી ઈશ્વર પણ સાકાર જ હોવો જોઈએ.

આપણે આગળ જોયું કે નિરાકાર પરમેશ્વર જગતનું ઉપાદાન કારણ નથી, પણ નિમિત્ત કારણ છે. સ્થૂળ પ્રકૃતિ જગતનું ઉપાદાન કારણ છે અને પ્રકૃતિ સર્વથા નિરાકાર નથી. નિરાકાર પરમેશ્વરે સ્થૂળ પ્રકૃતિમાંથી જગતની ઉત્પત્તિ કરી હોવાથી જગત સાકાર છે.

અલ્ફ્રેડ નોબલે બોમ બનાવ્યો એનો અર્થ એ નથી કે અલ્ફ્રેડ નોબલ પોતે બોમ છે.

પ્રશ્ન: શું કારણ વિના પરમેશ્વર કાર્યને નથી કરી શકતો?

નહીં, કેમ કે જેનો અભાવ છે તેનો ભાવ થવો અસંભવ છે. ઉદાહરણ તરીકે, જો કોઈ એમ કહે છે તેણે વંધ્ય સ્ત્રીના પુત્રનું લગ્ન જોયું, તો તમે એને મુર્ખ ગણશો. કારણ કે જો સ્ત્રીને સંતાન હોય તો તે સ્ત્રી વંધ્ય ન હોય શકે અને જો સ્ત્રી વંધ્ય હોય તો તેને સંતાન ન હોય શકે. આમ કારણ વિના કાર્ય ન થઇ શકે. દરેક કાર્યનું કારણ તો હોય જ.

હું જીવિત નથી પણ તમને મળવા આવ્યો છું, મારા માતા-પિતા ન હતા, હું એમ જ ઉત્પન્ન થયો છું, હું બોલી નથી શકતો પણ હું મંત્રમુગ્ધ કરી દે તેવા પ્રવચનો આપી શકું છુ, આવી અસંભવિત વાતો કરવી નિરર્થક છે.

પ્રશ્ન: જો દરેક કાર્યનું કારણ હોય છે જ, તો કારણનું શું કારણ હોય છે?

સાંખ્ય દર્શન ૧.૬૭: મૂળનું મૂળ અર્થાત કારણનું કોઈ કારણ હોતું નથી. જેનું કારણ નથી, તે સર્વ કાર્યોનું કારણ બને છે. આથી તેને અનાદિ કારણ કહેવામાં આવે છે. કોઈપણ કાર્યના આરંભ સમયની પહેલાં ત્રણ કારણો અવશ્ય હોય છે.

પહેલું કારણ કાર્ય કરનાર સર્જક, બીજું કારણ કાર્ય કરવા માટેના જરૂરી પદાર્થો અને ત્રીજું કારણ કાર્ય કરવા પાછળનો ઉદ્દેશ. જો આ ત્રણમાંથી એક પણ કારણ ન હોય તો કાર્ય સંભવ થઇ શકે નહીં.

આવી જ રીતે જગતની ઉત્પત્તિ પૂર્વે પરમેશ્વર, પ્રકૃતિ અને જીવ, આ ત્રણ અનાદિ કારણો હોવાથી આ જગતની ઉત્પત્તિ થાય છે. જો એમાંથી એક પણ કારણ ન હોય તો જગત કદી બને નહીં.

પ્રશ્ન: આ બધું જ શૂન્ય અથવા તો ખાલીપણામાંથી શરુ થયું હતું અને અંતે આ બધું શૂન્ય અથવા તો ખાલીપણામાં જ પરિણમશે. જેનું હાલમાં અસ્તિત્વ છે તે શરૂઆતમાં શૂન્ય જ હતું અને અંતે પાછું શૂન્ય જ બનશે.

આકાશ, અદ્રશ્ય, અવકાશ અને બિંદુને પણ “શૂન્ય” કહે છે.

અહીં શૂન્યનો અર્થ છે બિંદુ. આથી આપણે જો શૂન્યને એક બિંદુ તરીકે જોઈએ તો ઉપર કહેલી વાત સાચી છે. કારણ કે જયારે શ્રુષ્ટિનું વિઘટન થઇ તે તેના પ્રારંભિક સ્વરૂપમાં પાછી આવે છે ત્યારે તે એક બિંદુ જ હોય છે.

પણ જો શૂન્યનો અર્થ ઝીરો તરીકે લેવામાં આવે તો આ વાત ખોટી છે. કારણ કે શૂન્ય એ જડ અને અચેત છે. આથી ચેતના આ શૂન્યમાં કેવી રીતે આવી શકે?

શૂન્યને જાણનાર પોતે જ શૂન્ય ન હોય શકે!

આથી જે લોકો આવાં અર્થવિહીન તર્ક આપે છે તેઓ વર્તમાનની અટલ વાસ્તવિકતાથી દૂર ભાગવાનો પ્રયત્ન કરે છે. જાણીતી હકીકત પરથી અજાણ હકીકત વિશે અનુમાન લગાવવાનું ત્યારે જ શક્ય બને છે કે જયારે તે વસ્તુનું અસ્તિત્વ હોય. પણ આવાં શૂન્યપ્રેમીઓ જે વસ્તુ અસ્તિત્વમાં છે તેની અવગણના કરી માત્ર કાલ્પનિક અનુમાનોમાં રાચતા રહે છે.

જો આપણે ઇતિહાસ જોઈએ તો, આવી આંખ આડા કાન કરવાની વૃત્તિએ આપણાં સમાજ અને દેશને ખુબ જ નુકશાન પહોચાડ્યું છે. આમ થવાથી આપણે સમાજ તરફ વધુ ને વધુ બેદરકાર થતા ગયા. ભૂતકાળમાં ઘુસણખોરોના આક્રમણો સામે દેશની રક્ષા કરવાને બદલે, આવાં બેદરકાર અને બેજવાબદાર સિદ્ધાંતવાદીઓ બધું શૂન્ય અને અર્થહીન જ છે એવું વિચારીને હાથ પર હાથ ધરી બેસી રહ્યાં.

“શૂન્યવાદ” માત્ર પોતાની જવાબદારીઓ માંથી ભાગી છુટનારા અને આળસી લોકો માટે જ છે. બાકીના કર્મશીલ, શિષ્ટ અને સમર્પિત લોકો પોતાનાથી બનતા બધા જ પ્રયત્નો કરી સામે આવનાર પરિસ્થિતિનો નિર્ભય બની સામનો કરે છે.

પ્રશ્ન: અભાવથી ભાવની ઉત્પત્તિ થાય છે. જેમ કે, બીજને તોડીને જોઈએ તો અંકુરનો અભાવ હોય છે. બીજનું મર્દન કર્યા પછી જ બીજમાંથી અંકુર ઉત્પન્ન થાય છે.

જે બીજનું ઉપમર્દન કરે છે તે ઉપમર્દક બીજમાં પહેલેથી જ હોય છે. જો ન હોત, તો બીજનું ઉપમર્દન કોણ કરત? પાણીના સંપર્કમાં આવ્યાં પછી બીજમાં રહેલ ઉપમર્દક માત્ર તેનો આકાર જ બદલે છે. આમ વૃક્ષ અભાવમાંથી બનતું નથી. વિજ્ઞાનના અભ્યાસુઓને જાણ હશે કે દ્રવ્ય-ઉર્જા હંમેશા સચવાયેલી રહે છે અને અભાવમાંથી કશું જ આવતું નથી. આમ આ દલીલ અતાર્કિક અને અવૈજ્ઞાનિક છે.

પ્રશ્ન: કશું જ કાયમી નથી. બધું જ ક્ષણિક છે. જેનું અસ્તિત્વ છે તેનો પણ નાશ થવાનો છે. આથી છેવટે, જીવાત્મા, પ્રકૃતિ અને ઈશ્વર પણ નાશ પામશે.

જો બધું જ ક્ષણિક હોય તો વિનાશ પણ ક્ષણિક છે. જે અસ્તિત્વમાં છે તે બધાનો નાશ થવાનો હોય તો, આ વિનાશનો પણ નાશ થવો જોઈએ.

વાસ્તવમાં દ્રવ્ય કે પદાર્થનું માત્ર રૂપ જ બદલાતું રહે છે. તેમનું સર્જન કે નાશ થતો નથી. વિજ્ઞાનના અભ્યાસુઓ આ વાતને બરાબર સમજતા હશે.

પ્રશ્ન: શ્રુષ્ટિ સર્જનનો કોઈ સર્જક નથી. આ બધું આપમેળે જ દ્રવ્ય અને ઉર્જાના અચોક્કસ સંયોજનથી થતું રહે છે.

જો શ્રુષ્ટિ સર્જન આપમેળે જ થતું હોત તો વિનાશ કેવી રીતે થાય છે? જો વિનાશ આપમેળે જ થતો હોય તો શ્રુષ્ટિ સર્જન કેવી રીતે થાય છે? જો શ્રુષ્ટિનું સર્જન અને વિનાશ આપમેળે જ થતા હોય તો શ્રુષ્ટિ સર્જન અને વિનાશના આ ચક્રનું આયોજન અને સંચાલન કોના દ્વારા થાય છે?

હવે જો તમે એમ કહો કે કોઈ એક ચોક્કસ પ્રકારની પરિસ્થિતિમાં શ્રુષ્ટિ સર્જન થાય છે અને બીજી કોઈ ચોક્કસ પ્રકારની પરિસ્થિતિમાં વિનાશ થાય છે, તો અહીં તમે એવું સ્વીકારો છો કે કોઈ બાહ્ય પરિબળોનો સમૂહ શ્રુષ્ટિ સર્જન કે વિનાશ માટે જવાબદાર છે. આમ, પરોક્ષ રીતે તમે સ્વીકારો જ છો કે શ્રુષ્ટિ સર્જન કે વિનાશ વખતે કોઈક (ચેતન સત્તા) પરિસ્થિતિઓનું નિયંત્રણ કરે છે. બીજા શબ્દોમાં, તમે સંમત થાવ છો કે શ્રુષ્ટિ સર્જન અને વિનાશ માટે જવાબદાર એવી પરિસ્થિતિઓનું સંચાલન કોઈના (ચેતન સત્તા) દ્વારા થતું રહે છે. આ ચેતન સત્તાને અમે “ઈશ્વર” કહીએ છીએ.

એક સામાન્ય સાયકલ બનાવવા માટે પણ પૂરતા આયોજનની જરૂર છે. જેમ કે, સાયકલના નાના-મોટા બધા જ ભાગ બનાવવા માટે કાચી ધાતુમાંથી જરૂરી ધાતુ છૂટી પાડવી, સાયકલની રુપરેખા તૈયાર કરવી, તે પ્રમાણે આ ભાગોને યોગ્ય રીતે જોડવા વગેરે. તો આવી આંખ સામેની આટલી મોટી અને જટિલ શ્રુષ્ટિના સર્જન પાછળ ખુબ જ મહાન આયોજક (ઈશ્વર) છે તેમ અમારા કહેવા પાછળ તમને શું વાંધો છે?

શું તમે કોઈપણ સર્જક વિના આપમેળે જ સર્જન થતું હોય એવી કોઈ વસ્તુ બતાવી શકો છો?

ઈશ્વરના માર્ગદર્શક રહ્યાં સિવાય કોઈપણ જડ અને અચેત અણુઓ આપમેળે જ એકત્રિત થયી, રાસાયણિક પ્રક્રિયા કરી વૃક્ષનું પાંદડું કે શરીરના કોઈ અંગ જેવી નાની કે જટિલ વસ્તુ બનાવી શકતા નથી. મનુષ્યના મગજ જેવી જટિલ યંત્રની તો વાત જ જવા દો. આમ છતાં લોકો એવો દાવો કરતાં ફરે છે કે શ્રુષ્ટિ સર્જન જેવી વિશાળ અને જટિલ પ્રક્રિયા આપમેળે જ થાય છે! આ માત્ર બાળકો જેવી વાતો જ છે, બીજું કંઈ નહીં.

પ્રશ્ન: શું કલ્પ-કલ્પાન્તરમાં ઈશ્વર શ્રુષ્ટિ અલગ-અલગ બનાવે છે કે એક સરખી જ?

ઋગ્વેદ ૧૦.૧૯૦.૩: ઈશ્વરે જેમ પૂર્વ કલ્પમાં સૂર્ય, ચંદ્ર, વિદ્યુત, પૃથ્વી, અંતરીક્ષ આદિ બનાવ્યાં હતા, તેમ હમણાં પણ બનાવ્યાં છે અને આગળ પણ એમ જ બનાવશે.

ઈશ્વર સર્વજ્ઞ છે. તે સર્વશ્રેષ્ઠ છે. તે સર્વશક્તિવાન અને સર્વથી બુદ્ધિશાળી પણ છે. આથી ઈશ્વર જે શ્રુષ્ટિનું સર્જન કરે છે તે શ્રુષ્ટિ સર્વશ્રેષ્ઠ જ હોય છે. તેમાં કશો જ સુધારો-વધારો કરવાની જરૂર રહેતી નથી. દરેક શ્રુષ્ટિચક્રમાં એક શ્રેષ્ઠ શ્રુષ્ટિ વારંવાર બનતી રહે છે. ઈશ્વર આમાંથી કશું જ નવું શીખતો નથી કારણ કે ઈશ્વર બધું જ જાણે છે.

પણ દરેક નવા શ્રુષ્ટિ સર્જનમાં થોડી વિવિધતાઓ રહેલી હોય છે. કારણ કે જુદી-જુદી જીવાત્માઓના સંસ્કારો અથવા તો તેમના ભૂતકાળના કર્મોનો ભાર જુદો-જુદો હોય છે. આથી તેમને કર્મો કરવા માટે અલગ અલગ સ્તરની સ્વતંત્રતાની અને પરિસ્થિતિઓની જરૂર પડે છે. આમ થવાથી ભૂતકાળનું પુનરાવર્તન થતું નથી.

પ્રશ્ન: પણ એક નાની પૃથ્વી માટે શા માટે આટલા વિશાળ બ્રહ્માંડની જરૂર પડે છે કે જેમાં ખુબ જ ખાલી જગ્યા અને બીજા અનેક ગ્રહો અને તારાઓ હોય છે? આ ગ્રહો અને તારાઓનો શો ઉપયોગ છે?

આપણાં દ્રષ્ટિકોણથી આ બ્રહ્માંડ ખુબ જ વિશાળ હશે પણ ઈશ્વર માટે નહીં. માત્ર પૃથ્વી પર જીવન છે એવું નથી. આ બ્રહ્માંડમાં બીજી ઘણી બધી પૃથ્વીઓ છે અને જીવાત્માઓ તેના કર્મો પ્રમાણે એક પૃથ્વી પરથી બીજી પૃથ્વી પર ફરતી રહે છે.

જીવન ટકાવી રાખવા માટે અને શ્રુષ્ટિ સર્જન, સંચાલન અને વિનાશ માટે આ બધા જ તારાઓ અને ગ્રહો જરૂરી છે. આથી તેઓને “વસુ”- જીવાત્માઓના વાસ માટે આધાર આપનારા - કહેવામાં આવે છે. આ બ્રહ્માંડ ઈશ્વરનું સર્જન હોવાથી તેમાં કશું જ નિરર્થક નથી.

પ્રશ્ન: જો ઈશ્વરે જીવાત્મા અને પ્રકૃતિનું સર્જન ન કર્યું હોય અને આ બંને ઈશ્વર સાથે જ સહઅસ્તિત્વ ધરવતા અનાદિ તત્વ હોય તો પછી ઈશ્વરનો તેમના પર અધિકાર પણ ન હોવો જોઈએ. ઈશ્વરનો તેમના પર અધિકાર શું જીવાત્મા અને પ્રકૃતિના અધિકારોનું ઉલ્લંઘન નથી?

સહઅસ્તિત્વનો અર્થ એ નથી કે જીવાત્માઓ પર ઈશ્વરની સત્તા ન હોવી જોઈએ. આ વિશ્વમાં પણ શાસક અને પ્રજા સહઅસ્તિત્વ ધરાવે છે. તો શું એનો અર્થ એવો થાય કે શાસકે પ્રજા ઉપર શાસન ન કરવું જોઈએ? અથવા તો શું તમે પ્રકૃતિનો તમારા લાભ માટે ઉપયોગ કરવાનો ઇનકાર કરશો કારણ કે પ્રકૃતિ તમારા જન્મ પહેલાંથી જ અસ્તિત્વમાં છે?

આ પ્રકારનો વાંધો ત્યારે જ ઉઠાવવો જોઈએ કે જયારે ઈશ્વર બાઈબલમાનાં જીજસ કે કુરાનમાનાં અલ્લાહની જેમ આ બધું અન્યાયી રીતે કરતો હોય કે જેનામા ગુસ્સો, આળસ, ધૂન, ડર જેવી વૃત્તિઓ હોય.

જો શાસક સર્વશ્રેષ્ઠ હોય, શ્રેષ્ઠ રીતે બધાનું કલ્યાણ કરતો હોય અને પ્રજામાંથી બીજા કોઈની શાસન કરવાની ક્ષમતા ન હોય તો, માત્ર મૂર્ખ લોકો જ શાંત દેશને સોમાલિયા અથવા તો અફઘાનીસ્તાનમાં ફેરવી દે.

પણ ઈશ્વરના ન્યાયપૂર્ણ સામ્રાજ્યમાં પ્રજાને, એટલે કે જીવાત્માને, તેની ઈચ્છા પ્રમાણે કર્મ કરવાની પૂર્ણ સ્વતંત્રતા છે. જીવાત્માને ઈશ્વર કર્મો માટે યોગ્ય ઇનામ કે સજા (કર્મફળ) તેના કલ્યાણ માટે આપતો રહે છે. મનુષ્યના શાસનમાં ઇનામ જાહેર થાય તેની રાહ જોવી પડે છે, પણ ઈશ્વરના શાસનમાં તો તરત જ ન્યાય મળતો રહે છે.

આ ઉપરાંત મનુષ્યના શાસનમાં અપરાધીઓને સજા થતા અને ભોગ બનેલા વ્યક્તિને નુકસાન ભરપાઈ મળતા સમય લાગે છે. આ વાત એવા પાખંડી ધર્મ સંપ્રદાયો માટે પણ સાચી છે કે જેઓ એવું માને છે કે અલ્લાહ એક મુંગા દર્શકની જેમ અહીં આપણી પરીક્ષા લઇ રહ્યો છે અને કયામતના દિવસે શ્રુષ્ટિનો વિનાશ કર્યા પછી તે આપણને કાયમ માટે સ્વર્ગ કે નર્કમાં મોકલી દેશે. પણ વૈદિક ઈશ્વરના શાસનમાં આમ બનતું નથી. આ ઉપરાંત, વૈદિક ઈશ્વરના શાસનમાં પાપકર્મ માટે તત્કાળ સજા અને સત્કર્મ માટે તત્કાળ ઇનામ (કર્મફળ) મળવાની શરૂઆત થાય છે.

માત્ર મૂર્ખ લોકો જ ઈશ્વરના આવાં ન્યાયી, દયાળુ, સમૃદ્ધ અને લાયકાતી શાસનતંત્રમાં રહેવાનો પસ્તાવો કરે.

પ્રશ્ન: શ્રુષ્ટિ સર્જન અને વિનાશની પ્રક્રિયા સારાંશમાં સમજાવશો?

વેદો પ્રમાણે:

· શ્રુષ્ટિ સર્જન પહેલાં સમગ્ર પ્રકૃતિ તેની પ્રાથમિક અવસ્થામાં હોય છે. બધી જ જીવાત્માઓ (જે જીવાત્માઓને મુક્તિ મળી ગઈ છે તે સિવાયની) અચેત અવસ્થામાં રહે છે.

· પછી ઈશ્વર પ્રકૃતિમાં પરિવર્તન સક્રિય કરે છે. આમ થવાથી પ્રકૃતિ તેની પ્રાથમિક અવસ્થામાંથી વિસ્તૃત અવસ્થામાં (વધુ સ્થૂળકાય અવસ્થામાં) પરિવર્તન પામે છે. (વિસ્તાર પામે છે.)

· આમ થવાથી મન, અહં, ઇન્દ્રિયો, કર્મવૃત્તિઓ, ગ્રહો, તારાઓ, આકાશગંગાઓ વગેરેનું સર્જન થાય છે. ઈશ્વરના અપરિવર્તનશીલ નિયમ પ્રમાણે આ બધી પ્રક્રિયા ક્રમશ: થતી રહે છે.

· શ્રુષ્ટિ સર્જન પૂર્ણ થાય અને જીવાત્માઓ માટે જરૂરી વાતાવરણ બની જાય પછી જીવાત્માઓને જુદી-જુદી પ્રાણી યોનીમાં (અગાઉના શ્રુષ્ટિ ચક્રમાં કરેલા કર્મોના ફળ અનુસાર ) જુદી જુદી પૃથ્વીઓ પર, જુદાં જુદાં સમયાંતરે જન્મ આપવામાં આવે છે.

· અંતે મનુષ્યોને જન્મ આપવામાં આવે છે. વેદો અનુસાર મનુષ્યો સ્ત્રી અને પુરુષ એમ બંને જાતિમાં જન્મ લે છે. પ્રચલિત માન્યતા અનુસાર આમાં આદમ-ઇવ જેવું કંઇ હોતું નથી. આમ લૈંગિક ભિન્નતાને કારણે તેઓ લગ્ન કરી શકે છે. આમ માનવ સંસ્કૃતિની શરૂઆતના લાંબા સમય પછી પણ નીકટના સગા કે ભાઈ બહેનના અંદરોઅંદર લગ્નોને પ્રોત્સાહન મળતું રહે તો તે માટે અલ્લાહને દોષ ન આપવો જોઈએ.

· આમાંના સૌથી ઉન્નત મનુષ્યોને વેદોનું જ્ઞાન આપવામાં આવે છે.

· આ ઉન્નત લોકો બીજા મનુષ્યોને વૈદિક વિદ્વતા શીખવે છે અને આમ માનવ સંસ્કૃતિની શરૂઆત થાય છે.

· જીવાત્માઓ પણ તેણે કરલા કર્મોના ફળ સ્વરૂપે જુદી-જુદી પૃથ્વીઓ પર, જુદી-જુદી પ્રાણી યોનીમાં અને જુદાં જુદાં વાતાવરણોમાં જન્મ લેતી રહે છે.

· કર્મ દ્વાર જે જીવાત્માઓ પોતાની અજ્ઞાનતાનો સંપૂર્ણપણે નાશ કરી દે છે તે જીવાત્માઓને ફરી વાર પૃથ્વી પર જન્મ લેવાની જરૂર રહેતી નથી. કારણ કે અજ્ઞાનતા દુર થવાથી જન્મ લેવા માટેનો તેમનો ઉદ્દેશ પુરો થઇ જાય છે. આવી જીવાત્માઓ ઘણાં શ્રુષ્ટિ સર્જન અને વિનાશના ચક્રો સુધી મુક્તિ અવસ્થામાં રહે છે અને ઈશ્વરીય આનંદ માંણે છે.

· આ સમગ્ર પ્રક્રિયા દરમ્યાન શ્રુષ્ટિમાં ધીરે ધીરે પરિવર્તન આવતું રહે છે અને તે વિનાશ તરફ આગળ વધતી રહે છે.

· અંતે શ્રુષ્ટિના વિનાશની પ્રક્રિયા શરુ થાય છે. આ વિનાશકાળ દરમિયાન જીવાત્માઓ અચેત અવસ્થામાં રહે છે. શ્રુષ્ટિ વિનાશની પ્રક્રિયાનું જ્ઞાન માત્ર ઈશ્વર અને મુક્તિ મેળવી ચુકેલી જીવાત્માઓને જ હોય છે.

· વિનાશ પ્રક્રિયા પૂર્ણ થયા પછી ફરીથી શ્રુષ્ટિ સર્જનની પ્રક્રિયાનું પુનરાવર્તન થાય છે. અને પાછલા શ્રુષ્ટિ સર્જનમાં કરેલા કર્મોના ફળ અનુસાર જીવાત્માઓ જન્મ લે છે. આ રીતે શ્રુષ્ટિ સર્જન અને વિનાશની પ્રક્રિયા નિરંતર ચાલતી જ રહે છે.

· શ્રુષ્ટિ સર્જન અને વિનાશની પ્રક્રિયા રાત અને દિવસની જેમ નિરંતર અનંતકાળથી ચાલતી જ આવી છે અને અનંતકાળ સુધી ચાલતી જ રહશે. આ પ્રક્રિયા પણ શાશ્વત છે.

બીજા રસપ્રદ વિકલ્પો