પેહલા પેહલા પ્યાર હૈ!! - 7 Bhargavi Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પેહલા પેહલા પ્યાર હૈ!! - 7

(પેહલા ના ભાગમાં આપણે જોયું કે પાયલ ની મમ્મી એને છોકરો બતાવવા માટે લઈ જવાની હોય છે હવે આગળ..)

પાયલ થોડી ટેન્શન માં હોય છે.એ આકાશ ને મેસેજ કરે છે  આવી રીતે એની મમ્મી એને છોકરો જોવા માટે ફોર્સ કરી રહી છે..આકાશ એને કહે છે કે" સારું..તું ખાલી મમ્મીનું માન રાખીને છોકરો જોઈ આવ ..પછી ના પાડી દેજે.."

પાયલ એની મમ્મી જોડે જાય છે પણ એના સદનસીબે એ છોકરો એના કામ માં વ્યસ્ત હોય છે તો એની મમ્મી જોવાનું ટાળે છે..હવે પાયલ ને હાશ થાય છે..અને એ ત્યાં લગન ચાલતા હોય છે ત્યાં ખુરશી લઈને એના કાકી ની બાજુ માં બેસી જાય છે..આકાશ એકદમ સામે જ ખુરશી લઈને બેઠો હોય છે.. બન્ને એકબીજા સાથે મેસેજ દ્વારા વાત કરવા લાગે છે અને એકબીજા સાથે ઈશારા થી વાતો કરે છે..ત્યારે એના કાકી પાયલ ને આમ કરતાં જોય જાય છે..પાયલ ને ડર હોય છે કે કાકી એના મમ્મી ને ના કહી દે..પણ  વખતે એને આકાશ સામે બીજું કંઈ જ નથી દેખાતું .. મન માં વિચારે છે કે (જો હોગા દેખા જાયેગા..પણ આ ક્ષણો ને પ્રેમથી જીવી લેવી છે..પછી આવો મોકો મળે કે નહિ શું ખબર!!)

લગન પૂરા થતાં બધા લગઝરી માં પાછા બેસી જાય છે.. વખતે પણ આકાશ પાયલ ની લગ્ઝરી માં જ આવે છે..પેહલા તો એ એના ભાઈ વિશાલ જોડે બેસે છે પણ એના ભાઈ સામે એ મોબાઈલ કાઢીને આકાશ જોડે વાત નથી કરી શકતી..આકાશ એને બીજી જગ્યા એ બેસવાનો ઈશારો કરે છે..  વચ્ચે એક મંદિર આવે છે ત્યાં લગઝરિ રોકાય છે અને બધા મંદિરે દર્શન કરવા જાય છે..
આકાશ પાયલ ને ઈશારો કરીને છેલ્લે જવાનું કહે છે.. અને પાયલ થોડું બહાનું કાઢીને મંદિર ની બહાર ઊભી રહી જાય છે.. પછી પાયલ અને આકાશ બન્ને સાથે જ દર્શન કરવા માટે જાય છે..પાયલ જ્યારે દર્શન કરતી હોય છે ત્યારે આકાશ એના કાનમાં ધીમેથી કહે છે કે "ભગવાનને કહેજે કે આપણા પણ લગન જલ્દી જલ્દી કરાવી દે..તો આવી રીતે છૂપી છૂપી ને વાત કરવાની અને મળવાની જરૂર ના પડે".. પાયલ ખાલી હકાર માં મોઢું હલાવે છે અને દર્શન કરીને બન્ને અલગ અલગ બહાર નીકળે છે કે જેના કારણે કોઈને એમના પર શક ના થાય...

આવતી વખતે બધા થાકી ગયા હોવાથી લગઝરી માં જ સૂઈ જાય છે પણ પાયલ નો ભાઈ સૂતો નથી..તો પાયલ ઊંઘ આવે છે નું બહાનું કાઢીને પાછળ છેલ્લી સીટ પર જતી રહે છે અને આકાશ ને મેસેજ કરે છે..થોડું અંધારું થતાં લગભગ આખી લગઝરી માં અંધારું થઈ જાય છે..અને બધા જ લગભગ સૂઈ ગયા હોય છે..ત્યારે આકાશ ધીમેથી પાછળ ની સીટ પર આવે છે.. પાયલ ની પણ આંખ લાગી ગઈ હોય છે એટલે એ બારી પાસે મોઢું રાખીને સૂઈ ગઈ હોય છે..આકાશ એની બાજુમાં આવીને બેસે છે..અને બસ ખાલી એને જોયા જ કરે છે..અને આવી રીતે સૂતા એના થોડા ફોટોસ ખેંચે છે..પછી એ એની વાળ ની લટ જે પાયલ ના ગોરા ગાલ પર વારંવાર આવી ને એને સતાવી રહી હતી..એને કાનની પાછળ કરે છે ત્યારે. જ પાયલ અચાનક જાગી જાય છે અને આકાશ ને જોઇને ખુશ થઈ જાય છે..પણ એને કોઈ આવી રીતે જોઈ ના જાય એનો પણ ડર હોય છે.. આકાશ સમજી જાય છે અને એને ઇશારાથી કહે છે કે બધા સૂઈ ગયા છે.. પછી એ પાયલ નો હાથ પકડે છે અને એને અચાનક જ પ્રોમિસ કરે છે કે " તું ખાલી મારી જ છે ચુડેલ( આકાશ પ્રેમથી પાયલ ને ચુડેલ કહેતો) તને મારાથી કોઈ અલગ નહિ કરી શકે..હું તને પ્રોમિસ કરું છું કે તે ભલે આટલા બધા દિવસ ખરાબ કાઢ્યા..પણ હવે તારી આંખ માં એકપણ આંસુ નહિ આવવા દઈશ..તારી આં જ સ્માઈલ હમેશા તારા મોઢા પર રહેશે..અને આં આકાશ ખાલી તારા પર જ મરે છે તું નહીં તો કોઈ નહીં.." પાયલ તો એકચિત્તે બધું સાંભળી રહી હોય છે એના આંખ માંથી પાણી આવી જાય છે કારણ કે આટલી બધી ચિંતા અને એ પણ એની એક ખુશી માટે આજ સુધી કોઈએ નથી કરી.. આકાશ એની આંખમાં આવેલા આંસુ લૂછે છે અને એને હગ કરે છે..અચાનક કોઈ  વાત કરતું હોય એવું સંભળાય છે એટલે આકાશ તરત આગળની સીટ પર જઈને બેસી જાય છે.. અને થોડી વાર માં તો ઘર આવી  જાય છે.. પાયલ એના માસીના ઘરે જઈને કપડાં બદલીને મંડપમાં જમવા જાય છે.. ત્યાં આકાશ પહેલેથી પીરસવા માટે ઊભો હોય છે.. આકાશ પાયલ ને જોઇને ખૂબ ખુશ થઈ જાય છે કારણકે એને એમ હતું કે પાયલ ઘરે જતી રહી હશે..  પાયલ જમીને થોડી વાર બેસી હોય છે ત્યાં આકાશ એને ફોર્મલી બોલાવા આવે છે.. એ અપેક્ષા ને લઈને આવે છે એટલે કોઈને શક ના થાય.. પાયલ ની મમ્મી પણ બાજુ માં જ હોય છે.. આકાશ પાયલ ની મમ્મી ને કહે છે.." આંટી હમણાં થોડી વાર માટે પાયલ ને લઇ જઇએ કેમ કે રૂમ સજાવવાનો છે તો એમાં છોકરીઓને વધારે સમજ પડે એટલે અપેક્ષા અને પાયલ બન્ને થઈને સજાવે તો અમારે બીજું કામ કરાય.."

" પણ અમારે હમણાં નીકળવાનું છે બેટા..ઘરે જઈને પેકિંગ કરવાની છે..કાલે પાછા જવાનું છે એટલે" પાયલ ના મમ્મી

"  હા તો કંઈ નહિ આંટી તમે હમણાં જાઓ..ખાલી અડધો કલાક નું જ કામ છે..હું અને અપેક્ષા પાયલ ને મૂકી જઈશું" આકાશ

" સારું..પણ પાયલ જલ્દી કરજે" પાયલ ના મમ્મી
અને અપેક્ષા પાયલ ને  ખેંચી ને જલ્દી રૂમ માં લઇ જાય છે અને બન્ને રૂમ સજાવવામાં લાગી જાય છે..આકાશ પણ એમને જોયતી વસ્તુઓ લાવી આપે છે..પાયલ આખા રૂમ ને ગુલાબ ની પાંખડી થી અને નાની નાની કેન્ડેલસ થી સજાવી દે છે..બેડ પર પણ heart shape મા દુલ્હા દુલ્હન નું નામ લખે છે.. અપેક્ષા પાયલ ની મજાક ઉડાવતા કહે છે.." વાહ પાયલ..તે તો બહુ સરસ સજાવી દિધો ને રૂમ ને.. તારા લગ્ન માં પણ તું જ સજાવજે..એટલે તારો પતિ તો ખુશ ખુશ થઈ જશે આં બધું જોઈને..?" 

પાયલ પણ હસીને જવાબ આપે છે.." હા હો માતા.. તારા લગ્ન માં પણ મને બોલાવજે સજાવા..એટલે તારા પતિ ને આં બધું જોઈને તારા પર વધારે વહાલ આવે" 

આકાશ ઊભો ઊભો બધું સાંભળી રહ્યો હોય છે..એને અચાનક કંઇક યાદ આવતા અપેક્ષા ને કઈક ઈશારો કરીને બહાર મોકલી દે છે.. અને દરવાજો અંદરથી બંધ કરી દે છે.. પાયલ ને પાછળથી જઈને હગ કરે છે અને કહે છે" ખબર નહિ હવે તો ક્યારે મળશું..બહુ યાદ આવશે તારી યાર..તું જલ્દી જલ્દી મારા પાસે આવી જા ને"

" હા..પેહલા તું તારા મમ્મી પપ્પાને વાત તો કર.." પાયલ
" એ બધું તો પછી થશે.. હું તારા માટે કંઇક લાવ્યો છું..ખબર નહિ તને ગમશે કે નહિ..પણ તારે લેવું પડશે"આકાશ..અને એ એક ગિફ્ટ બોક્સ પાયલ ના હાથ માં થમાવી દે છે..
પાયલ એને ખોલે છે અને એમાં ખૂબ જ સરસ નેકલેસ હોય છે અને dairy milk silk હોય છે.. આકાશ પોતાના હાથે થી પાયલ ને એ નેકલેસ પેહરાવે છે .. એ ડાયમંડ ના નેકલેસ માં પાયલ ખૂબ જ સુંદર લાગી રહી હોય છે..એ આકાશ ને હગ કરીને thank u કહે છે .. પછી બહારથી અવાજ આવતા બન્ને નીકળી જાય છે અને આકાશ પાયલ ને ઘરે ડ્રોપ કરીને છેલ્લી વાર bye કહે છે અને flying kiss આપે છે..
પાયલ એના ઘરે જઈને ફ્રેશ થઈને નાઈટ ડ્રેસ પેહરીને સુવા માટે જ જતી હોય છે..ત્યારે એના કાકી એને બોલાવે છે..અને પૂછે છે" તને આકાશ ગમે છે??" પાયલ થોડી ડરી જાય છે.. કાકી ફરીથી કહે છે.." ટેન્શન ના લે..હું કોઈને નહિ કહીશ.. આં વાત આપણા બન્ને વચ્ચે જ રહેશે..હું એના મમ્મી પપ્પા જોડે વાત કરીશ" પાયલ શરમાઈ ને હકાર માં માથું હલાવી દે છે અને સુવા જતી રહે છે..
સવારે વેહલા પાયલ એના મમ્મી પપ્પા જોડે વાપી જવા માટે નીકળી જાય છે


ક્રમશ: 
( આ ભાગ માટે રાહ જોવડાવી એના માટે માફી ચાહું છું..જલ્દી જ બીજો ભાગ મૂકીશ..આપના અભિપ્રાય જરૂર આપશો.. thank u?)