કંઈક તું બોલ કંઈક હું બોલું - 1 Girish Vekariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

કંઈક તું બોલ કંઈક હું બોલું - 1

બપોરનો સમય હતો અને આપડો નાયક જેનું નામ પણ નાયક છે. તેની એક મિત્ર કહોકે પછી ઇલુ ઇલુ ના કોલની રાહ જોઈ બેઠો હતો ત્યાં અચાનક તેનામાં એક મેસેજ આવ્યો કે "જો તું તારી પ્રેમિકાને જીવતી જોવા માંગતો હોય તો આપેલ સરનામે પહોંચી જાવ.

[ 5 વર્ષ પહેલાં ]

આજે નાયક ખુબ ખુશ છે કેમ કે આજે નાયકની કોલેજનો પહેલો દિવસ છે અને નાયકનો જન્મ દિવસ પણ,નાયક અને તેના મિત્રો નાયકની કાર લઈને કોલેજમાં પ્રવશે જ છે ત્યાં (વધારે પડતું ના વિચારો કોલેજમાં પ્રવેશ કરો એટલે પ્રેમિકા જ ના મળે) તેના ગામના મિત્રો લાલો, પકો અને ભૂરો મળે છે. અને આપડા નાયકને જોઈને જ કોલેજીયન સ્ટાઈલમાં જન્મ દિવસના વધામણાં કરે છે.(બિચારાને બેસવા જેવો ના રહેવા દીધો)

અને અંતે બધા ક્લાસરૂમમાં બેસે જ છે ત્યાં ક્લાસરૂમમાં પ્રોફેસર પ્રવેશ કરે છે અને એક પછી એક બધાનો ઈન્ટ્રો લેવાનું શરુ કરે છે અને અભ્યાસક્રમ શરુ કરવા જ જઈ રહ્યા હોય છે ત્યાં પાછળના દરવાજેથી અવાજ આવે છે,"દીપિકા મહેતા બી. કોમ. પ્રથમ વર્ષ અને 12th માં ૯૮% લાવી છું."

[ ૯૮% સાંભળીને તમને પણ ઝટકો લાગ્યોને મને પણ લાગ્યો અને આપડા નાયકને તો ૧ ધબકારો જ છૂટી ગયો ]

આ ટકાવારી સાંભળતા જ આખો કલાસરૂમ પાછળ ફરી જોવે છે અને જોઈતા જ સાક્ષાત સરસ્વતી જેટલી સુંદર અને આકર્ષક દીપિકા દરવાજે ઉભી છે .જેને જોઈને સ્વર્ગની અપ્સરા પણ શરમાઈ જાય તેવું તેનું રૂપ છે અને તેવો જ મધુર તેનો અવાજ (જો કે કોલેજમાં તો બધી છોકરીઓનો અવાજ અને લુક સારો જ લાગે)

તે ક્લાસમાં પ્રવેશે છે અને પકાની બાજુની બેન્ચમાં બેઠે છે અને બધા પકાની ઈર્ષા કરતા બળી ઉઠે છે. અને આ બાજુ લાલો, ભૂરો અને નાયક હુરિયો બોલાવે છે અને આ હુરિયો સાંભળતા જ દીપિકા નાયકની સામે જુવે છે અને ગુસ્સા સાથે મોં ફેરવી લેય છે. અને પ્રોફેસર કોર્સ આગળ વધારે છે. કોલેજ પુરી થયા બાદ બધા કેન્ટીનમાં મળે છે અને નાયકની બર્થ ડે પાર્ટી ઉજવે છે જેમાં નાયકના ક્લાસના બધા લોકો એક પછી એક સ્ટુડન્ટ નાયકને જન્મ દિવસ વિષ કરે છે. અને આખરે દીપિકા પણ થોડા ગુસ્સા સાથે વિષ કરે છે અને નાયક પણ હસતા મોં સાથે આભાર વ્યક્ત કરે છે.

ત્યાં અચાનક જ તેના પાછળથી ૪ હાથ નીકળે છે અને નાયકને આખું મોઢું કેક સાથે રોળી નાખ્યું અને આ જોઈને દીપિકા પણ હસી પડી અને આવી જ રીતે આ મીત્રતા ગબડી પડી.

આજે કોલેજને ૧ મહિનોપૂરો થઇ ગયો હતો અને નાયક ,પકો, લાલો, ભૂરો ,દીપિકા, શ્વેતા અને રિધિમાં આ ૭ સમુદ્રોનું સંગમ ઘુઘવાટ કરી રહ્યું હતું અને કોલેજના પ્રથમ દિનથી આજ દિન સુધીની યાદો વાગોળી રહ્યું હતું. ત્યાં અચાનક જ આપડો ભૂરો ઉભો થાય છે અને ૭ કોફીનો ઓર્ડર આપે છે. અને ઓર્ડર મળતા જ બધા કોફી પુરી કરવા જ જય રહ્યા હોય છે ત્યાં જ રિધિમાં અને શ્વેતાના કપમાં થી એક એક વીંટી નીકળે છે જેમાં એક વીંટી પર એલ અને બીજી પર પી લખેલું હતું અને લાલો અને પકો બંને ઘૂંટણ પાર બેઠી શ્વેતા અને રિધિમાને પ્રપોઝ કરી રહ્યા હતા અને બને તરફથી "હા" જવાબ આપતા ૭ સમુદ્રો ઘુઘવાઇ ઉઠે છે અને આપડો પકો કઈ વિચારમાં પડી જાય છે.(આમ પણ આજે ૭માં થી ૪ સમુદ્ર થઇ ગયા હતા અને આ મહાસાગરો ખુશી સાથે ઘુઘવાટ કરી રહ્યા હતા)

હવે રોજે આ ૭ સમુદ્રો ના ના ૪ સમુદ્રો હાશ્ય કિલ્લોલ કરી રહ્યા હતા અને આપડા પ્રેમી પંખીડાઓ એક મેકના થઇ ખોવાય ચુક્યા હતા. તો બીજી બાજુ ભૂરો અને દીપિકા વાતો કરી રહ્યા હતા અને આપડો નાયક આ બધાને આવી રીતે જોઈ ત્યાંથી નીકળી કેન્ટીનના એક ખૂણે કોફી લઇ બેસી જાય છે. અને નાયકનો આ જ નિત્યક્રમ બની જાય છે અને પોતાના મિત્ર સર્કલથી જુદો પડી જાય છે. અને નાયક હવે એકલો રહીને પોતાની અંદર જ જીવ્યા કરે છે.

અને આજે એક વર્ષ વીતી ગયું છે આ બધી વાતને નાયક હવે આ કોલેજમાં નથી હવે નાયક શહેર છોડી બીજા શહેરમાં ચાલ્યો ગયો છે.

આ શહેરની કોલેજમાં નાયકનો આજે પ્રથમ દિવસ છે અને ક્લાસમાં પ્રવેશતા જ નાયકને 6 મિત્રોનું એક મિત્રવૃંદ બેઠું હોય છે 6 ના ચહેરા પર કૈક અલગ જ તેજ છે આ લોકો નાયકને જોઈને જ પોતાના તરફ બોલાવે છે અને પોતાના વૃંદમાં સમાવેશ કરે છે. જેમના નામ રાજ, હાર્દિક, કુમાર, સુહાસિની,આશા અને પૂજા એક બીઆજ્નો પરિચય આપે છે નાયક પણ પોતાનો પરિચય આપે છે.

બીજી બાજુ ભૂરો , લાલો, પકો ,દીપિકા, શ્વેતા અને રિધિમાં કેન્ટીનમાં બેઠા બેઠા અલગ અલગ કવિઓ કે જે સમાચાર પત્રમાં કવિતાઓ આપતા હોય છે તેની વાત કરતા હોય છે અને દીપિકા પણ અત્યારે પોતાના પ્રિય કવિ વિષે વાત કરી રહી હોય છે જેણે પોતાની ઓળખાણ છુપી રાખી હોય છે પરંતુ પોતાના કામના કારણે ખુબ જ પ્રખ્યાત થઇ ગયા હોય છે. આ કવિ નાયકના પણ ખુબ જ ફેવરિટ હોય છે કેમ કે નાયક પણ એ જ સમાચાર પાત્રમાં કામ કરતો હોય છે પરંતુ તેને ક્યારેય આ કવિને ક્યારેય મળ્યા નથી.

આમ જ નાયક અને તેનું મિત્ર મંડળ ભણવામાં ખુબ જ ધ્યાન દેવાની સાથે મોજ અને મસ્તી પણ પૂરતી કરે છે અને આમ જ મસ્તી સાથે સમય વીતતા વીતતા પરીક્ષાનો સમય પણ આવી જાય છે અને આ પરીક્ષામાં નાયક અને તેનું મંડળ ખુબ જ સારા માર્ક્સ સાથે ઉતીર્ણ થાય છે . તો બીજી તરફ નાયકનું જૂનું મિત્ર વૃંદ પણ પરીક્ષામાં ઓછા માર્ક્સ સાથે પણ પાસ થઇ જાય છે ફક્ત દીપિકા એક જ કોલેજમાં ટોપ કરે છે.

આજ નાયક આ શહેરમાં ખુબ ખુશ છે કેમ કે આ શહેરમાં રાજ, હાર્દિક અને કુમાર ભાઈ જેવા ભાઈબંધો અને સુહાસિની જેવી બહેન મળી ગય છે. તો બીજી તરફ આશા અને પૂજા જેવી બેસ્ટી અને મસ્તીખોર મિત્રોએ જીવન મસ્તીથી ભરી દીધું છે તે છતાં પણ કુમારના મનમાં કોઈ વાતનું દુઃખ છે પણ કહી નથી શકતો.

(મોસમ દિલલગીકા)

આમ જ ખુશીમાં સમય આવે છે વેલન્ટાઈન ડે નો અને આ દિવસે કોલેજમાં પ્રેમ પર એક વકૃત્વ સ્પર્ધા પણ રાખવામાં આવે છે જેમાં નાયક પણ ભાગ લેય છે જેનું લાઈવ પ્રસારણ આખા ગુજરાતમાં રાખવામાં આવેલું છે અને આ પ્રસારણ નાયકનું જૂનું ગ્રુપ પણ જોઈ રહ્યું હોય છે. આ સ્પર્ધામાં નાયક દ્વારા બોલેલ થોડા શબ્દો નીચે લખું છું,

"પ્રેમ ! શું છે આ પ્રેમ ? કોઈ માટે દુનિયા તો કોઈ માટે જિંદગી તો કોઈ માટે બંદગી, દિલથી કરો તો દુઆ છે અને દિમાગ થી કરો તો ઘણીવાર દવા , મારતા માટે અમૃત છે તો મરેલા માટે સ્વર્ગ , જે કહો તે આ જ છે.

કોઈ ખાસ માટે શ્વાસ સમાન હા પ્રેમ છે તે. ..

કોઈ આસ માટે જીવ સમાન હા પ્રેમ છે તે...

કોઈ પાસ રહે માટે આધાર સમાન પ્રેમ છે તે...

જે કઈ પણ કહો તે બસ પ્રેમ છે તે...

લાગે છે બાળકને અને દુઃખ થાય બાળકને બસ આ જ તોછે પ્રેમ

રડે છે પત્ની અને દુઃખી થાય છે પતિ આ જ તો છે પ્રેમ

કહેવા માટે તો ઘણું છે પણ થોડામાં વધુ સમજાવી જાય બસ આ જ તો છે પ્રેમ"
નાયક આટલું બોલી રહે છે ત્યાં જ બધા પ્રેક્ષકો ખુશી સાથે એક મીઠી અવાજની લહેર મૂકી દે છે અને નાયકનું વક્તવ્ય પૂરું થતા જ રાજ, હાર્દિક, કુમાર, સુહાસિની, આશા અને પૂજા આ બધા સ્ટેજ પર ચડી નાયકને ઘેરીવળે છે. અને નાયક સ્ટેજ પરથી ઉતરે છે ત્યાં છોકરીઓનું વૃંદ તેને ઘેરી વળે છે, પરંતુ નાયક તેના મિત્રો સાથે બહાર નીકળી જાય છે નાયક આ સ્પર્ધામાં જીતતો નથી પરંતુ કોલેજમા ખુબ જ પ્રખ્યાત થઇ જાય છે.

હવે નાયક અને તેનું મંડળ એક બગીચામાં બેઠા છે અને નાયક, હાર્દિક અને રાજ થોડું થોડું હસે છે સુહાસિની અને બાકીના લોકો હસવાનું કારણ પૂછે છે પરંતુ તે લોકો કઈ જવાબ આપતા નથી અને કુમાર અને સુહાસિનીને એકલા મૂકી આઈસ ક્રીમ ખાવાના બહાને સંતાઈ જાય છે અને બંન્નેને એકલા મૂકે છે કુમાર થોડો સ્વસ્થ થઇ એક કવિતા સંભળાવે છે...

"હું ઝરણું છું વહેતુ , આ ઝરણાને મળતી સરિતા તું છે,

પાગલ છું હું એક અને આ પાગલનો પ્રેમ તું છે"


કુમારની આ કવિતા સાંભળતા જ સુહાસિની શરમ સાથે નીચું જોઈને બોલે છે," જેવો પણ છે બસ મારા માટે તું છે"

અને આ સાંભળતાની સાથે જ નાયક અને બાકીના મિત્રો ગુલાબના ફૂલની પાંખડીઓનો આ બને પર વરસાદ કરી દે છે.અને સુહાસિની શરમથી લાલ થઇ જાય છે અને પોતાના ભાઈ એવા નાયક પાછળ સંતાઈ જાય છે અને નાયક પણ મોટા ભાઈની જેમ સુહાસિનીનો હાથ પકડી કુમાર તરફ તેને દોરી જય તેના હાથમાં હાથ આપી દે છે.

આ બંનેમાં પ્રેમ જોઈ નાયક કંઈક વિચારમાં પડી જાય છે અને સુહાસિની અને કુમાર બને એક બીજા સામું જોઈ આ દુઃખ આંખોથી વહેંચી લે છે.

અને બીજે દિવસ બધા કેન્ટીનમાં બેઠા હોય છે ત્યારે સુહાસિની બોલી ઉઠે છે

સુહાસિની: નાયક તું મને સાચે નાની બહેન માને છે?

નાયક: ગાંડી આ કઈ પૂછવાનું હોય?

સુહાસિની: ના મને જવાબ દે તું મને બહેન મને છે?

નાયક: હું તને બહેન માનતો નથી તું મારી બહેન જ છે.

સુહાસિની: તો તારા જીવન વિષે જાણવાનો હક છે?

નાયક: હા છે જ તો ............

સુહાસિની: તો પ્લીઝ મને તારા દુઃખનું કારણ કે જે તું આ દુઃખ અંદર દબાવી રાખે છે પ્લીઝ અમને પણ કહે.

નાયક: ના બેન એવું કશું નથી આ ટેરો વહેમ છે.

કુમાર: ના દોસ્ત અમારો વહેમ તો જરા પણ નથી

હાર્દિક: દોસ્ત તું ખુદને ખોટું બોલી શકે છે મને નહિ

આશા: ઓય ઇડિયટ આ બેસ્ટી સાથે પણ શેર નહિ કરે.

રાજ: ભાઈ અમારા દુઃખમાં ભાગ લહેવાનો મોકો તે ક્યારેય નથી છોડ્યો આજે અમને પણ મોકો આપી દે

પૂજા: સીધી રીતે બોલે છે કે ખાઈશ મારા મોઢાની?

નાયક : ચૂપ ! ચૂપ બેસો બધા બધાને બધું કહીશ.

બધા એક સાથે: પણ ક્યારે ...........?

નાયક:આવતા અઠવાડિયામાં આપડે બધા આબુ રોડ ટ્રીપ માટે જવાનું છે ત્યારે આ બાબતે વાત કરીશું, ઠીક છે?

સુહાસિની: (નાયકને માથામાં ટપલી મારીને) ઠીક છે.


*******************************************************************************************************************

હવે શું ઇતિહાસ છે આપડા નાયકના જીવનમાં શા માટે નાયકે છોડ્યું પોતાનું શહેર છોડ્યું?

જોઈશું આગળના ભાગમાં

એટલું કહીશ કે પહેલો પ્રયત્ન છે કોઈ સ્ટોરી લખવાનો પ્લીઝ મારામાં કઈ સુધારવા લાયક હોય તો મને પ્રતિભાવ આપી જણાવશો જી ..........