Something you say something I say - 3 books and stories free download online pdf in Gujarati

કંઈક તું બોલ કંઈક હું બોલું - 3

આવી જ રીતે નાયક અને તેના મિત્રોની કોલેજ પુરી થઇ જાય છે. હવે નાયક માસ્ટર ગ્રજ્યુએશન માટે તે જ શહેરની એક નામચીન કોલેજમાં જોડાય છે . અને સાથ સાથ પેલી ન્યુઝ પેપર કંપનીમાં સારા પગાર સાથે કામ પણ કરે છે . જયારે કુમાર મલ્ટી બિઝનેસ કરી સારી કમાણી કરે છે . રાજ અને હાર્દિક પોત પોતાના ફેમિલી બિઝનેસમાં જોડાય જાય છે. આશા અને પૂજા આજના નવા ટ્રેન્ડ પ્રમાણે ફેશન ડિઝાઇનિંગ જોઈન કરે છે તો સુહાસિની પણ એક સારી કંપનીમાં જોબ ચાલુ કરી દે છે .


નાયક એક ફિલ્મી અંદાજમાં કોલેજમાં પ્રવેશે છે. અને પોતાનું રજીસ્ટ્રેશન કરાવી ઘડિયાળ સામે જુવે છે ,પહેલેથી જ નાયક મોડો પડી ગયો હોય છે. નાયક ઝડપથી કાનમાં હેડફોન લગાવી આગળ વર્ગ ખંડ તરફ વધે છે. અને ઝડપ ઝડપમાં જ વર્ગખંડમાં પ્રવેશતા તે પ્રોફેસર મેમ સાથે અથડાય જાય છે , અને અથડાયને જયારે સોરી કહેવા માટે પાછળ ફરે છે ત્યાં તો તેના મોં માંથી ઉદગાર શબ્દો સરી પડે છે," દેવકી મેમ!"( હા આ એ જ વ્યક્તિ હતા કે જેના પાસેથી નાયક પ્રેમના ઘણા રૂપ અને પ્રેમના અર્થ સમજ્યો હતો )

દેવકી મેમ: નાયક તું અને અહીં કઈ રીતે....? ક્યાં હતો આટલા વર્ષ....? કોલેજ કેમ છોડી દીધિ હતી.....?


નાયક: (હર્ષ સાથે )અરે મેમ શ્વાસ તો લઇ લો , બધું કહું છું પરંતુ પહેલા ક્લાસ તો પતાવી લો.


દેવકી મેમ : ઠીક છે , કોલેજ પુરી કરીને કેન્ટીનમાં મળજે .


નાયક:(હસતા હસતા) ઓકે મેમ જેવી તમારી આજ્ઞા.


દેવકી મેમ : આજ્ઞા વાળા જા ચૂપ ચાપ ક્લાસ એટેન્ડ કર.

(નાયક જઈને વર્ગમાં બેસે છે અને ૪ વર્ષ જૂની યાદોમાં સરી પડે છે)

નાયક તેના શહેરની કોલેજનો ખૂબ જ લાડકો અને પોપ્યુલર વિદ્યાર્થી હોય છે અને ખાસ કરીને અકાઉન્ટના પ્રોફેસર મીસ. દેવકીનો મીઠડો વિદ્યાર્થી.

(કોલેજનો પહેલો દિવસ અને મીસ.દેવકીની વર્ગમાં એન્ટ્રી)


મીસ.દેવકી: હેલો સ્ટુડન્ટ્સ માય સેલ્ફ મીસ .દેવકી એન્ડ આઈ એમ યોર એકાઉન્ટ પ્રોફેસર.


નાયકઃ હે મેમ !શું કીધું ગુજરાતીમાં કયો તો ખબર પડે.

મીસ.દેવકી:શ્રી માન ઊભા થશો જગ્યા પર....?

નાયક: યસ મેમ (હસતા હસતા ઉભો થાય છે.)

મીસ.દેવકી:તો મિસ્ટર ના.....ના..... શ્રી માન તમારું શુભ નામ જણાવવાની કૃપા વરસાવો અમારા પર.

(આખો વર્ગ હસી ઉઠે છે)

નાયકઃ (નીચું જોઈ જાય છે....હાથ ઉઠાવે છે અને આખો ક્લાસ હસતો બંધ થઇ જાય છે , અને માથું ઉઠાવી અભિમાન સાથે બોલે છે) નાયક ....


મીસ.દેવકી: અને આટલું સાંભળતા જ મીસ.દેવકી બોલે છે, અકાઉન્ટ ૮૩,ગુજરાતી ૭૮,ઇકોનોમિક્સ ૮૦, વાણિજ્ય વ્યવસ્થાપન ૮૧,કમ્પ્યુટર ૭૦ અને આખરે અંગ્રેજી ૯૯ (આ બધા નાયકના પરિણામના આંકડા હોય છે અને આ સાંભળતા જ નાયકનું અભિમાન ઓગળી જાય છે)આટલા સારા માર્ક્સ અંગ્રેજીમાં હોવા છતા પણ કેમ અંગ્રેજીમાં સમજ નથી પડતી.

નાયકઃ (નીચું જોઈ જાય છે ) સોરી !મેમ હવેથી આવી મજાક નહિ થાય .


મીસ.દેવકી:મજાકની મનાઈ નથી પરંતુ મજાક કઈ બાબતે કરો છો તે ધ્યાનમા રાખવાની બાબત છે.

નાયકઃ ઓકે મેમ ! ( 1 મિનિટ જેટલું ચૂપ રહ્યા બાદજોસથી) મેમ! તમારી ફાઈલ પર ગરોળી.


મીસ.દેવકી:આટલું સાંભળતા જ મીસ.દેવકી ડરીને આંખો બંધ કરી રાડ પાડી ઉઠે છે અને પ્લેટફોર્મ પરથી ઉતરી જાય છે (આખરે વાતાવરણ શાંત બને છે અને આખો વર્ગ હસી ઉઠે છે અને મીસ.દેવકીસમજી જાય છે કે આ પણ નાયકની એક મજાક છે) તું નહિ સુધરે (અને તે પણ હસી પડે છે)


(આવી રીતે મીસ.દેવકીપણ નાયકના સ્વભાવને સમજી જાય છે અને નાયક મીસ.દેવકીનો અતિ પ્રિય વિદ્યાર્થી બની જાય છે.)

હવે નાયક મીસ.દેવકીને પોતાની બહેન માને છે અને પોતાના જીવનની હાર એક ઘટિત ઘટનાઓ કહી સંભળાવે છે ત્યારે મીસ.દેવકી નાયકને અનુજાની યાદો સાથે લઇ આગળ વધવા પ્રેરે છે અને આખરે નાયક પણ પ્રેમને સમજી દીપિકા સાથે આગળ વધવા માટે પોતાના મનને સમજાવે છે. ત્યાં જ પ્રવાસ વાળી ઘટના ઘટતા કોઈને કશું કહ્યા વગર શહેર છોડી બીજા શહેર ચાલ્યો જાય છે.


(ત્યાં જ લેક્ચર પૂરો થવાનો બેલ વાગે છે. નાયક વિચારોમાંથી બહાર આવે છે અને સિધ્ધો કેન્ટીનમાં જય બેસે છે)

અંતે રાહનો ફેંસલો આવે છે અને મોટી બેન અર્થાત મીસ.દેવકી આવે છે.અને મીસ.દેવકી નાયકને જણાવે છે કે તે હવે મીસ.દેવકી મટી મિસિસ દેવકી બની ગયા છે અને આ જ શહેરના એક બિઝનેસમેન સાથે તેના મેરેજ થયા હોય છે. અને તે પણ બતાવે છે કે તે હવે આ કોલેજમાં જ છેલ્લા 1 વર્ષથી પ્રોફેસર તરીકે કાર્ય કરે છે. અને પોતાના મોબાઈલમાં રહેલા લગ્નના ફોટોસ બતાવે છે. અને આ ભાઈ બહેનની જોડી એક બીજાની સુખ દુ:ખની લાગણીઓ વહેંચે છે. અને નાયક આ વચ્ચે જ મિસિસ દેવકીને દીપિકા વિષે પૂછી બેઠે છે.

મિસિસ દેવકી જણાવે છે કે તેની કોલેજ પુરી થઇ ગયા બાદ તેના સાથે કોઈ સંપર્ક રહ્યો નથી.પરંતુ તે આગળ અભ્યાસ માટે કોઈ બીજા શહેર ચાલી ગય છે.

આમ કરતા કરતા કોલેજનો એક મહિનો પૂરો થઇ જાય છે. અને બીજી બાજુ નાયકને તેની કંપનીમાં ઉચ્ચી પદવી મળે છે .જેની ખુશીમાં નાયક તેના ઘરે એક પાર્ટીનું આયોજન કરે છે. જેમાં તે સુહાસિની,આશા,પૂજા,રાજ, હાર્દિક,કુમાર અને મિસિસ દેવકી તેમજ તેના પતીને પણ આમંત્રણ આપે છે અને તેના સહકર્મચારીઓને પણ નિમંત્રે છે.


આ દિવસે તેના માતા પિતા પણ આવે છે અને પાર્ટી દરમિયાન કુમાર અને મિસિસ દેવકી મળે છે. અને મિસિસ દેવકીપૂછી ઉઠે છે, કુમાર ભાઈ તમે અહીં શું કરો છો ત્યારે કુમાર બોલે છે હું તો અહીં મારા મિત્રની પાર્ટીમાં આવ્યો છું ત્યારે નાયક પૂછે છે કે દોસ્ત તું મોટા બહેનને(મિસિસ દેવકી) કઈ રીતે ઓળખ છે. ત્યારે કુમાર જવાબ આપે છે કે,"આ તારા મોટા બહેનનો હું સગો નાનો દે'ર છું.


બધા મંદ મંદ હસી પડે છે અને આ બધી અંદરની ઓળખાણ કઈ રીતે છે તે સમજાવે છે . અને આખરે હસી મજાક સાથે પાર્ટી પુરી થાય છે અને અંતે સુહાસિની,આશા,પૂજા,રાજ, હાર્દિક,કુમાર અને મિસિસ દેવકી તેમજ તેના પતી અને નાયકનો પરિવાર વધે છે . અને આ વચ્ચે જ નાયકના પીતા નાયક માટે સંબંધનની વાત મૂકે છે અને નાયકને આગળ વધી જવા કહે છે . નાયક આનાકાની કરે છે પરંતુ બધા મિત્રોના સમજાવવાથી નાયક છોકરીને મળવા તૈયાર થઇ જાય છે. આખરે નાયકના માતા-પીતા અને મિસિસ દેવકીના પતિ પણ જાય છે આખરે બધા મીત્રો અને મિસિસ દેવકી નાયકના ઘરના ટેરેસ પર બેઠે છે.

(શું વર્ણન કરું નાયકના ટેરેસનું સ્વર્ગ જેવો શણગારેલો ત્યાંનો બગીચો અને હવામાં લહેરાતા સુગંધીદાર પુષ્પોથી ભરપૂર, ઠંડી હવામાં શીતળતા વધારતો પાણીની જીણી જણ ઉડાડતો નાનો ફુવારો તેમજ આકાશના તારાઓને પણ ઝાંખી પાડતી રોશનીઓ અને બેસવા માટે અદભુત રીતે ગોઠવેલા રીલૅક્સ પૂલ સાથે ગોઠવેલા ટેબલો અને બેકગ્રાઉન્ડમાં મનને ઠંડક પહોંચાડે તેવું સંગીત અને આ મનમોહક વાતાવરણ વચ્ચે બધા પોતાના પગ પૂલમાં ડુબાડી બેસે છે અને નાયક કૈક ઊંડા વિચારમાં ડૂબી જાય છે.)

કુમાર: દોસ્ત શું વિચારમાં ડૂબ્યો છે....?


સુહાસિની: હા ભાઈ જયારે કઈ પણ સારું કાર્ય તું કરી લે પછી તું ઉદાસ જ બેઠો હો....


નાયક: ના હવે એવું કશું નથી, આ તો મોમ ડેડ આવ્યા હતા માટે થોડો સેન્ટી થઇ ગયો...


મિસિસ દેવકી: ભાઈ ખોટું બધા સામે બોલી શકાશે તારી આ બેન સામે નહિ...

પૂજા: સીધી રીતે બોલે છે કે ખાઈશ મારા મોં ની...


નાયક: ના મારી બેસ્ટી તારે કશું નહિ કેવું મેં કહું છું બધું.


આશા: રાજ અને હાર્દિક : ( એક સાથે) તો મોં થી ફાડને

રાજ: હવે સિદ્ધિ રીતે બોલીશ કે તારી જીભ ખેચીં બોલાવું


નાયક: કઈ ખાસ તો નથી પણ ચિંતા થાય છે કે હું જે છોકરીને મળવા જાવ છું તે મને ગમશે કે નહિ અને શું ગમશે તો હું તેને ફરી પ્રેમ આપી શકીશ ખરો......?

મિસિસ દેવકી:આટલું બધું ના વિચાર અને અત્યારે ફક્ત તું છોકરી જોઈ આવ પછી જે થાય તે બોલજે.

કુમાર: (વાતાવરણને હલકું બનાવવા) એમ કર હું પણ સાથે આવીશ તને ના ગમે હું તો છું જ ....


(બધા હસી પડે છે)

સુહાસિની: હા ...હો. .... એમ કર ભાઈ તારે નથી જવું તારા બદલે આને જ મોકલી દે.


મિસિસ દેવકી:ના...ના.... દેરાણી જી... તેની કઈ જરૂર નથી....

સુહાસિની: (શરમથી લાલ થઇ કુમાર સામે જોતા ) ભાભીને પણ બધું કહી દીધું. ..?


કુમાર: હા પ્રિયે તમારો પ્રેમ છૂપો રહે ખરો


(બધા ફરી હસી પડે છે)

બધા વિદાય લે છે અને ઘરે જવા નીકળે છે.


શું થશે હવે નાયકનું? શું નાયક તે છોકરીને લગ્ન માટે હા પાડી દેશે? અને જો હા પાડી દેશે તો નાયક તેને પ્રેમ આપી શકશે ખરો આ બધું જાણવા માટે વાંચતા રહો કંઈક તું બોલ કંઈક હું બોલું... અને બન્યા રહો મારા સાથે ....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED