કંઈક તું બોલ કંઈક હું બોલું - 2 Girish Vekariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કંઈક તું બોલ કંઈક હું બોલું - 2

(આજે નાયક અને તેનું આબુ ટ્રીપ પર પહોંચે છે અને બધા એક કોફી શોપ પર રોકાય છે અને નાયક અને મિત્ર મંડળી એક ટેબલ પર બેઠા છે)

સુહાસિની: ભાઈ, ચાલ હવે તો બોલ શું થયું હતું તારી લાઈફમાં તારા મોઢા પર દેખાતી આ ઉદાસીનીનું કારણ શું છે?


કુમાર: હા દોસ્ત આજે અમને પણ મોકો આપ તારા દુઃખમાં ભાગ લેવાનો...


નાયક: ઠીક છે કહું છું પણ આ વાત આપણા સિવાય કોઈને પણ ખબર ના પાડવી જોઈએ


(નાયકના બાળપણમાં)

નાયક ,લાલો, ભૂરો અને પકો એક જ શાળામાં અભ્યાસ કરે છે અને બધા વચ્ચે ખુબ જ ગાઢ મિત્રતા છે અને આજ ધોરણ 10 ની પરીક્ષા ચાલી રહી છે નાયક પહેલે થી જ ભણવામાં હોશિયાર હોય છે તેથી તેના બધા પેપર સારા જાય છે અને બાકીના મિત્રોના પણ પેપર પાસ થઇ જાય તેટલા માર્ક્સ આવી જ જાય છે અને બધા પાસ થઇ jજાય છે તેથી ગીર જંગલમાં ફરવા જાય છે. ગીર જંગલમાં ફરતા ફરતા ભૂરો ભૂલો પડી જાય છે બધા લોકો ખુબ જ શોધવાનો પ્રયત્ન કરે છે પણ ભૂરો મળતો નથી. છેવટે નાયક અને બાકીના મિત્રો પોત પોતાના વાલીઓને કોલ કરે છે અને જયારે નાયક તેના ઘરે કોલ કરે છે ત્યારે તેના બધાના ઘરેથી બધા ગીર જવા માટે નીકળે છે.

બધા વાલીઓ ગીર પહોંચે છે અને ભુરાની બહેન અનુજા કે જે ભૂરાથી એક વર્ષ મોટી છે તે આવીને નાયકને ભેટીને રડવા લાગે છે (નાયક અને અનુજા એક બીજાને 2 વર્ષથી પ્રેમ કરતા હતા અને આ વાત બધા જાણતા હતા) નાયક અનુજાને શાંત પાડે છે અને બધા ભૂરાને શોધવા લાગે છે .


ભૂરાને શોધતા શોધતા નાયક અને અનુજા એક ગાઢ વિસ્તારમાં આવી પહોંચે છે , ત્યાં અચાનક એક દીપડો આવીને અનુજા અને નાયક સામે ઉભો રહી જાય છે અને નાયકને જોઈ તેના પર હુમલો કરવા માટે તેના તરફ ભાગે છે નાયક કઈ પગલું ભરે તે પહેલા જ અનુજા નાયકને ધકેલી તેની જગ્યા પર ઉભી રહી જાય છે (કદાચ આને જ પ્રેમની પરાકાષ્ઠા કહેવાતી હશે , પોતાના જીવ કરતા પણ વધારે પ્રેમ બીજા કોઈ માટે) અને અંતે અનુજા ખુબ જ ઘવાય છે, નાયક કઈ પણ પ્રયત્ન કરી દીપડાને ભગાવે છે અને અનુજાને ઉઠાવીને ભહાર લઇ આવે છે અને હોસ્પિટલ માટે રાવણ થાય છે.


બીજી બાજુ ભૂરો પણ મળી જાય છે અને બધાને જાણ થતા હોસ્પિટલ પહોંચે છે, નાયક અને અનુજાના માતા પિતા હોસ્પિટલમાં બેસી રડી રહ્યા હોય છે. ત્યાં ડોક્ટર પણ બહાર આવે છે અને નાયકને બોલાવી તેને અનુજા સાથે મળવા લઇ જાય છે અને થોડી જ ક્ષણોમાં નાયકનો મોટેથી રડવાનો અવાજ લોબીમાં આવે છે અને બધા ભાગીને અનુજાના વોર્ડમાં દાખલ થાય છે અને અનુજાના આત્મા વિહોણા શરીરને જોઈ રડી પડે છે.


બધા અનુજાની અંતિમ વિધિ પતાવે છે, અને આ વાત વીતી ગાયને આજે 1 મહિનો થવા આવ્યો છે પણ હજુ સુધી નાયક આ દુઃખમાંથી બહાર આવી શક્યો નથી. અને અંતે નાયકના માતા પિતા ગામ છોડી બીજા શહેરમાં રહેવા ચાલ્યા જાય છે અને નાયક પોતાનું આગળનું ભણતર પણ ત્યાં જ પૂરું કરે છે ane નાયકના એચ. એસ. સી. પૂરું થયા બાદ ત્યાં જ કોલેજ કરે છે અને તેના બાળ મિત્રો ભૂરો, પકો અને લાલો મળે છે. અને શરુ થાય છે એક નવી કહાનીની.


(વર્તમાનમાં)

નાયક: હવે બાકીની વાત પછી સાંભળીશું પહેલા ખાવા પાર ધ્યાન આપીએ?


સુહાસિની: શું ભાઈ ? વાત અધૂરી જ મૂકી દીધી ...


કુમાર: ઓહ ભાઈની ચમચી તારું પેટ વાતોથી ભરાતું હશે અમારે જીવવા માટે ખાવું પડે સમજી...


(બધા હસી પડે છે અને કોફી તથા બિસ્કિટનો ઓર્ડર અપાય છે)

અને આ બાજુ આપણું નવું તથા ક્યૂટ કપલ સુહાસિની અને કુમાર પ્રેમ ગોષ્ઠીમાં ખોવાઈ જાય છે અને આજુ બાજુ શું બની રહ્યું છે તે ભૂલી જ જાય છે

થોડી વાર તો આ પ્રેમી પંખીડાને બધા ખુશી સાથે જોઈ રહે છે અને ત્યાં અચાનક આશા પોતાના મોબાઇલમાંથી આ લવ બર્ડનો ફોટો કેપ્ચર કરે છે અને આ ફ્લેશ લાઈટ જોઈ સુહાસિની શરમાઈ જાય છે જયારે કુમાર આશા પાછળ મોબાઈલ માટે ભાગે છે. જાણે મીઠું ચકડોળ ચાલુ થયું છે. અંતે આ બધી ધમાચકડી પતાવી નાયક અને ગ્રુપ એક હરિયાળીથી ભરપૂર જગ્યા પર પોતાના ટેન્ટ લગાવી ધામો(પડાવ) નાખે છે. અને આ ટેન્ટ લાગે ત્યાં સુધી રાજ અને હાર્દિક બાકી બધી ખાવા પીવા માટેની સામગ્રી લઇ આવે છે.


આ બધો સરંજામ લાગતા સાંજ પડી જાય છે.

અને ઠંડીના કારણે બધાને ભૂખ પણ ખુબ જ લાગી હોય છે, બટ આજ કુમારના કહેવાથી ખાવાનું બધું ગર્લ્સના બદલે બોય્સ ગ્રુપ બનાવવાનું હોય છે . અને બધાની સહમતીથી સૂપ અને મેગી બનવવામાં આવે છે. બધા લોકો પોતાનું જમવાનું પૂરું કરે છે અને કેમ્પ ફાયર કરી થોડી ઘણી સંગીત પાર્ટી અને નાચ ધમાલ શરુ થાય છે અને અંતે બધા બેઠે છે.

રાજ: દોસ્ત તો હવે તારી કહાની ઉપર પાછા ફરીએ?


આશા: હા યાર, હવે ફરી ચાલુ કર.


પૂજા: હા બે (મસ્તી સાથે) મોસમભી હૈ સરગમભી હૈ, ઔર સાથમેં હેમ કમીનોકી સંગમભી હૈ...

કુમાર: ઠીક છે ઠીક છે શરુ કરું છું બટ તું પહેલા તારું આ સાહિત્ય બંધ કર.


(૧ વર્ષ પહેલા તેના જુના શહેરની કોલેજમાં)

લાલો: અરે યાર સંભળાયું કે નહિ?


પકો :શું. ..? કઈ મોઢામાંથી ફાડ તો ખબર પડે

લાલો: લ્યા , આપડી કોલેજમાંથી પ્રવાસ જવાનો છે , દીવ તુલસીશ્યામ આપડે તો જવાના


પકો: તો તે તો બધા જવાના તું એકલો થોડો જવાનો.


અને અંતે એ દિવસ આવી ગયો જયારે બધા ટ્રીપ માટે નીકળી જાય છે અને પહોંચે છે દીવમાં.

રાતનો સમય હોય છે અને યુવા હૃદય દીવમાં એકલા કોઈ પણ વાલીઓ વગર.


પકો, લાલો અને ભૂરો એક યોજના બનાવે છે અને બધાને થમ્સ અપમાં દારૂ મેળવીને પીવરાવે છે. પણ નાયક શિક્ષકો સાથે કામમાં હોવાથી બચી જાય છે,બધા નશામાં હોય છે અને આ બાજુ નાયક પણ મનોમન દીપિકાને પ્રપોઝ કરવા વિષે વિચારી રહ્યો હોય છે. હકીકતમાં તો આ પ્રેમ નાયકને દીપિકાને પહેલી વાર જોતા જ થય ગયેલો પણ નાયકે આ પ્રેમ આકર્ષણ સમજી દબાવી દીધેલો( હકીકતમાં ઘણી વાર આપડે આકર્ષણને પણ પૂર્વ નામ આપી દેતા હોઈએ છીએ તો આવા સમય પર પ્રેમને સમજાવો જરૂરી હોય છે) .


ત્યાં અચાનક જ નાયકના બધા મિત્રો નશાની હાલતમાં નાયક પાસે આવે છે અને નાયક આ જોઈ સમજી જાય છે કે આ બધા ભૂરા, લાલા અને પકાના હથકંડા છે. નાયક બધા મિત્રોને સમજાવીને બસમાં બેસાડી દે છે. અને બધાને પોત પોતાના સોફામાં સુવરાવે છે. જ્યારે નાયક બધાને સુવરાવતો હોય છે ત્યારે ભૂરો અચાનક કંઈક બબડવાનું શરુ કરી દેય છે.


ભૂરો બોલે છે નાયક તું ફક્ત નામથી જ નાયક છે બાકી મારા જીવનમાં મોટામાં મોટા વિલનનું કામ તે કર્યું છે. (આ સાંભળીને જ નાયક સાવ અવાક બની જાય છે) ભૂરો આગળ બોલે છે," નાયક તારા કારણે જ મારા જીવથી પણ વહાલી મારી બેનને ગુમાવી અને હવે દીપિકા પણ ગુમાવીશ. તે રહે છે આખો દિવસ મારા સાથે પણ વાત બસ નાયકની જ અને આજે , આજે તો ત્યાં સુધી પણ બોલી ગય કે તેને નાયક ખુબ ગમે છે પણ કહેતા ડરે છે. કેમ સમજાવવું તેને કે હું ખુબ જ પ્રેમ કરું છું પણ આ નાયક મારા જીવનમાં,મારા જીવનમાં.....(એટલું બોલતા જ ભૂરો બેભાન થઇ જાય છે)


નાયકને સમજાતું નથી કે ખુશ થવું કે દુઃખી એક તરફ તે જેને પ્રેમ કરે છે તે પાત્ર તેને પણ પ્રેમ કરે છે જયારે બીજી બાજુ તેનો બાળપણનો મિત્ર જ તેને પોતાનો શત્રુ સમજે છે અને ત્યાં અચાનક અનુજાએ મરતા સમયે કહેલી વાત નાયકને યાદ આવે છે.


અનુજા : નાયક,(ધ્રુજતા હાથે નાયકનો હાથ પકડીને) મારી એક વાત માનીશ


નાયક: અનુ(નાયક અનુજાને પ્રેમથી અનુ કહી સંબોધતો હોય છે) હું તારી બધી વાત માનીશ પણ તારી બધી સારવાર થઈ જાય પછી.


અનુજા:ના એટલો બધો સમય નથી મારા પાસે અત્યારે જ સાંભળ


નાયક :(રડતા રડતા ) ઠીક છે બોલ


અનુજા: મારા ગયા બાદ મારા ભાઈના બધા સપના પુરા કરજે અને કદાચ કઈ જરૂર પડે ત્યારે તું તેની બાજુમાં ઉભો રહેજે. (આસું સાથે )પ્રોમિસ આપ નાયક ...


નાયક: પ્રોમિસ, અનુ તારા ભાઈ સાથે હું તેની જરૂર પડ્યે બાજુમાં ઉભો રહીશ


(આટલું બોલતા જ અનુના હાથની પકડ ઢીલી બને છે અને આંખો બંધ કરી એક ઊંડો શ્વાસ લઇ શરીર ચીર મૂકી આત્મા છોડી ચાલી નીકળે છે)

અને નાયક ત્યારે જ નક્કી કરી લેય છે કે નાયક તે શહેર અને બધું છોડી બીજા શહેર માટે નીકળી જશે .


(વર્તમાનમાં કેમ્પ પર)

સુહાસિની: ભાઈ આટ આટલું દુઃખ લઇ ફરે છે દિલમાં અને અમને એક વાર પણ કેહવું ઠીક ના સમજ્યું


કુમાર: તે થોડો આપણને કેવાનો તે તો મોટો માણસ છે તું ચાલ બકુ(કુમાર અને સુહાસિની ઉભાથઈને ચાલતા થાય છે)

નાયક: સાલા નાલાયક નીચે બેસતો અને તું (સુહાસિનીનો કાન પકડીને) વાંદરી બેસો બને હેઠા


બધા બેસે છે અને હસી મજાક કરતા સુઈ જાય છે


----------------------------------------------------------------------------------------------------------------------------------------------

હવે આગળ શું બનશે કઈ ખબર નથી પણ હા એક રહશ્યો અને વળાંકોથી ભરેલી લવ સ્ટોરી માટે તૈયાર રહેજો મારા સાથે આવતો ભાગ થોડા સમયમાં જ પબ્લિશ કરીશ...

કંઈક તું બોલ ,કંઈક હું બોલું