Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

મુંઝવણ એક એન્જીનીયર ની - 2

                   ક્ષિતિજ ફરી પાછું સૂરજના કિરણોથી ચમકવા લાગ્યું હતું. દિવસ ફરી પાછો એ જ રફતારથી ચાલવા લાગ્યો હતો. સૂરજ તેના સોનેરી કિરણો અને તેનામાં રહેલા તાપ ને ધરતી પર વરસાવીને તેની પરીક્ષા કરી રહ્યો હતો તો સામે ધરતી પણ તેને પછડાટ આપતી હોય તેમ તેનો તાપ તે હસતા મોઢે ઝીલી રહી હતી.

                 

                       કોણ જાણે કેમ આજનો દિવસ એ આરવ માટે કંઈક અલગ જ યોજના બનાવી હતી તે લઈને આવ્યો હતો. એ ન તો જાણતો હતો કે એને કોઈ અણસાર પણ ન હતો કે શું બનવાનું છે પરંતુ, વર્તમાન સમયની પરિસ્થિતિ જોતા તો એમ જ લાગતું હતું કે કંઇક અઘટિત બનવાનું છે... તે દરરોજની જેમ સવારે ઉઠી અને નહાઈ-ધોઈને રોજની માફક પોતાના મોબાઈલમાં રચ્યોપચ્યો હતો તેવામાં ફોનની રિંગ વાગી સ્ક્રીન ઉપર જોતા તેને તેના મિત્રનું નામ દેખાયું. તેણે ફોન ઉપાડ્યો સામેથી ચિંતા ભર્યા સ્વરમાં મિત્ર તેનું નામ લીધું ને કહ્યું આરવ તું કેમ રહી ગયો...? રવિ એ પૂછ્યું શું વાત કરે છે મને કંઈ ખ્યાલ નથી તો સામેથી મિત્ર એ જવાબ આપ્યો કે આપણે આપેલી ગયા સેમેસ્ટરની પરીક્ષાનું પરિણામ આવી ગયું છે અને તું તેમાં નાપાસ થયો છે. સાંભળતાની સાથે જ આરવના પગ તળેથી ધરતી સરકવા લાગી, આમતો આરવ પહેલેથી જ ભણવામાં હોશિયાર હતો પરંતુ અગાઉ કહ્યું તેમ કોલેજમાં આવ્યા બાદ તેને એક ડર લાગ્યા કરતો હતો જેનું પરિણામ આજે આ પરિસ્થિતિ લ‌ઈને આવ્યું હતું. આમતો આરવ એટલો બધો પરેશાન ન થાત પરંતુ આ પરિણામના કારણે તેનું સંપૂર્ણ વર્ષ બગડે તેમ હતું અને તેમ જ બન્યું. હવે આરવનું મગજ વિચારોના વમળમાં માં આમ થી તેમ ચકરાવા લઇ રહ્યું હતું તેને ખબર ન હ‌તી પડતી કે આગળ શું કરવું ને શું ન કરવું ઘણા બધા વિચારો મગજમાં કર્યા બાદ તેણે નિરાંતે સૂવાનો પ્રયત્ન કર્યો. ઉંઘ તો આવે તેમ નહોતી પરંતુ તેણે પરાણે આંખોને મીંચીને મગજને શાંત રાખવાનો પ્રયત્ન કર્યો ઘણા બધા વિચારોને અંતે તેને માંડ નીંદર આવી થોડીવાર બાદ તે ફરીથી ઝબકીને જાગી ગયો અને એ જ વિચારોમાં ખોવાઈ ગયો કે હવે ભવિષ્યમાં શું કરવું માતા-પિતાની અપેક્ષાઓ, પોતાના સપનાઓ અને ભવિષ્યની પોતે વિચારેલી સપના સૃષ્ટિ ઉપર પાણી ફરી જતું લાગતું હતું પરંતુ હવે કંઈ જ ફાયદો થવાનો નહોતો જે ડર આરવને સતાવતો હતો એ જ ડરે આજે તેના ભવિષ્યને પણ બહુ જ ગંભીર પરિસ્થિતિમાં લાવીને ઊભું રાખી દીધું હતું. 
                
                  આમને આમ વિચારોમાં રાત્રિ પસાર કર્યા બાદ બીજા દિવસે ફરી આરવ કોલેજમાં જવા માટે ઘરેથી નિકળ્યો રસ્તામાં પણ તેજ વિચારો કરે રાખતો હતો કે ઘરે માતા-પિતાને આ વિશે જાણ કરવી કે ન કરવી અને કરવી તો રજૂઆત કઈ રીતે કરવી અને હવે આગળ ભણવું કે પછી અહીંયા જ પૂર્ણવિરામ મૂકી દેવું તેવા વિચારો પણ આરવ મગજમાં લઈને સાથે નીકળ્યો હતો.કોલેજ આવી પહોંચ્યા બાદ તે તેના મિત્રોને મળ્યો મિત્રોને પણ દુઃખ હ‌તુ. મિત્રોને મળ્યા બાદ તેણે થોડી હળવાશ અનુભવી પરંતુ તેને હજુ એક પ્રશ્ન મનમાં અનુભવ્યા કરતો હતો કે માતા-પિતા આગળ આ વાતની રજૂઆત કઈ રીતે કરવી, એક સારા મિત્ર એ તેને સલાહ આપી કે મગજ શાંત રાખીને તથા દરેક વાતને ધીમેથી સમજાવી ને માતા-પિતાને બધી જ હકીકત જણાવી દેવી આરવને પણ તેજ યોગ્ય લાગ્યું પરંતુ વિધિના વિધાન કંઈક અલગ જ લખાયા હતા કે પછી આરવ નાં જીવનમાં આકરી પરીક્ષાઓ પછી જ સફળતા પામવાનું લખ્યું હતું તેમ હજુ પણ આગળ સફર તેટલી સહેલી નહોતી જેટલી આરવ વિચારી રહ્યો હતો...