Featured Books
શ્રેણી
શેયર કરો

મુંઝવણ એક એન્જીનીયર ની..

          નવો દિવસ દરેક મનુષ્ય માટે નવા ઉમંગ અને ઉત્સાહ લ‌ઈને આવે છે....પણ ખબર ન‌ઇ કેમ આરવ માટે દરેક દિવસ હ‌જારો નિરાશા અને હતાશા લ‌ઈને આવતો હતો.
      
      વાત જાણે એમ હતી કે આરવ જીવનમાં અને એના માાા-પિતા માાે માટે કંઈક કરી બતાવવા માંગતો હતો.ભણવામા પણ પહેલાથી હોશિયાર હતો શાળામાં તથા શિક્ષકોમાં પણ તે હંમેશાં લોકપ્રિય રહ્યો હતો તેના માતા-પિતા અને તેનેે ખુદ પ વિશ્વાસ હતો કે તે જીવનમાં કંઈક ઉંચાઈ સુધી પહોંચે પરંતુ કિસ્મત કંઈક અલગ જ વિચારીી રહી હતી દસમા ધોરણમાં સારા ગુણોથી પાસ થયા બાદ તેણેેે વિજ્ઞાન શાખામાં જવાનું પસંદ કર્યું જીવન હવે બદલાવા નું હતું....!!ખબર નહીં કેમ ભવિષ્યના ગર્ભમાં આરવ માટે શું યોજનાઓ આકાર લઇ રહી હતી..? તેનું તો આરવને પણ ભાન ન હતું. એન્જિનિયરિંગ કોલેજમાં આવ્યા બાદ આરવ ખબર નહિ કેમ એક અજાણ્યા ડરથી કરવા લાગ્યો એને ભણવાનો ડર ન હતો , પરંતુ એ મનમાં ને મનમાં કંઈક ને કંઈક વિચારે રાખતો હતો કોઈને કહેવાથી પણ એ ગભરાતો હતો એન એમ હતું કે કોઈ મારી મજાક ઉડાવશે તો...??  ધીમે ધીમે સમય પસાર થતો ગયો પરંતુ આરવ નો ડર તેના મગજ ઉપર વધુને વધુ હાવી થતો ગયો એને ખુદને પણ ખબર ન પડી કે તે ક્યારેય આ ડર ના સકંજામાં આવી ગયો.  એ તેના માતા-પિતાને પણ કઈ કહી શકતો ન હતો.
          જીવનમાં આરવને બીજું કઈ ભલે મળ્યું કે ન મળ્યું પરંતુ એક કર્ણ જેવો વિશ્વાસુ અને મદદગાર મિત્ર મળ્યો હતો જે હંમેશ તેની પડખે ઉભો હતો પરંતુ આરવ તેને પણ કહેતા ડરતો હતો તેણે ઘણી વખત પ્રયત્ન કર્યો પરંતુ પોતાના મિત્ર આગળ પણ કંઈ બોલી શક્યો નહીં એટલો આ ડર એ તેના ઉપર હાવી થઈ ચૂક્યો હતો જીવનમાં કંઈક કરી બતાવવાની આશા અને ઉમંગો લઈને નીકળેલો આરવ આજે એક અજાણ્યા પરંતુ ભયાનક ડરના કારણે કંઈ જ કરી શકતો ન હતો પોતાનું જીવન તેને પોતાના હાથમાંથી જ સરકતું નજર આવતું હતું ભવિષ્યની ભયાનક યોજનાઓ અને માતા-પિતાના અપેક્ષાઓ પર પાર ન પડી શકવાને કારણે શું થવાનું છે એ બધા વિચારોમાં જ આરવ ખોવાયેલો રહેતો હતો તેની કોલેજ પણ સાથે સાથે ચાલી રહી હતી પરંતુ તેનું મન હવે ભણવામાં લાગતું નહોતું તે કોલેજ માટે તો નીકળતો હતો પરંતુ પહોંચતો નહોતો હવે તેને કોલેજ ના નામથી પણ ડર લાગવા લાગ્યો હતો દરરોજ સવારે ઊઠે ત્યારે તેના મનમાં એક જ સવાલ હોય એ આજનો દિવસ કેવો રહેશે સાચું કહું તો સવાલ નહીં પણ તેની અંદર ડર રહેતો કે આજના દિવસમાં શું થવાનું છે... તે દરરોજ કોઈ શાંત તથા એકાંત જગ્યાએ બેસી રહેતો અને ને આખો દિવસ બસ પોતાના અને પોતાના ભવિષ્યની કલ્પના જે સાચી પડવાની હતી કે નહીં એની તેને પણ ખબર ન હતી તેના વિશે વિચારે રાખતો હતો,  પરંતુ એક દિવસ સવારમાં તે કોલેજ જવા માટે નીકળ્યો ત્યારે તેને ખબર નહોતી કે આજે તેના જીવનમાં એક અદ્વિતીય બદલાવ જન્મ લેવાનો છે તેને તો ક્યાં કંઈ જાણ હતી તે તો બસ પોતાના ડર ને પોતાના મનના એક ખૂણામાં સાચવીને બેઠો હતો કે જેને કોઈ જોઈ ન જાય કે જેના વિશે કોઈને જાણ ન થાય કે જેના વિશે કોઈ અવગત ના થાય જેથી કરીને તેની આ હકીકત એ કોઈની સામે ના આવી શકે આ ડરને પોતાના હૃદયમાં અને પોતાના મગજમાં સાચવી આરવ દિવસ-રાત મથામણ કરે જતો હતો....,પરંતુ એ સવાર કંઇક અલગ હતી કંઈક નવું કે કંઈક ઘટિત કાઢવાનું હતું ખબર નહીં આરવ માટે સારું હતું કે ખરાબ પણ એના કારણે તેના જીવનમાં બદલાવ ચોક્કસ આવવાનો હતો....