પરિહા - પ્રેમનો પર્યાય 2 Tiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પરિહા - પ્રેમનો પર્યાય 2


                       આગળ આપણે જોયું કે પરીહા ને અનિકેત એક જ સોસાયટીમાં રહે છે. તેમની અલપઝલપ મુલાકાત થાય છે. પણ આટલા વર્ષ પછી અનિકેત પરિહા શાહ વાંચીને ચોંકી કેમ જાય છે. તે માટે જોઈએ આગળ ......                                                           


                                                                  ********    



                                                                                                                 અનિકેત બારી પાસે ઉભા રહી બારી બહાર રસ્તા પર વાહન ની અવર જવર નિહાળતા વિચાર કરે છે. "શું આ એ જ પરિહા હશે." એમ વિચારી ને તેના ટેબલ પાસે આવે છે અને ફોન લગાવે છે.                                                                                        

                                                                  "હેલ્લો મિસ્ટર તપન ,ઈન્ટરવ્યૂ માટે કેન્ડિડેટને 4 દિવસ પછી બોલાવી લો..આટલું કહી ફોન મૂકી ફરીથી ચેર પર બેસે છે. ને પાછો યાદોનો સિલસિલો શરૂ થાય છે.                                                                                          


                                 *************                                                                                        

           

                        10માં ધોરણની બોર્ડની પરીક્ષા પૂરી થાય છે. એટલે બધા ફ્રેન્ડ ભેગા થાય છે. અનિનું બોલવાનું ઓછું એટલે તેને ફ્રેન્ડ પણ ઓછા. તેના ફ્રેન્ડ નીતિન ,મિત, કેતુલ ને દ્રવિડ. તેમાં નીતિન તેનો બેસ્ટી. નીતિન ને બોલવા પણ વધારે જોઈએ અને જલ્દી થી બીજા સાથે ભળી જાય. તોફાની પણ વધારે. બધા આજે ઘણા ટાઈમ પછી મળ્યા છે. એટલે પહેલા તો એક્ઝામ કેવી ગઈ તેની ચર્ચા ચાલે છે.                                                                                                                                                         


 " હાય રે આ બોર્ડની એક્ઝામ માંડ પૂરી થઈ. બસ આખો દિવસ વાંચો વાંચો, કંટાળી ગયા યાર." દ્રવિડે મોઢું બગડતાં કહ્યું.                                                                                                                     


એટલે કેતુલ બોલ્યો " મુકો ને એક્ઝામને હવે વેકેશન એન્જોય કરીએ."                                                                                                                      


"તો બધાનો વેકેશનનો શું પ્લાન છે ? " નીતિન બધા સામે જોઈ બોલ્યો .                                                                                                                 


"પ્લાન તો કંઈ ખાસ નઈ." કેતુલ બોલ્યો.                                                                                        


" તો આપણે ફરવા જાવું છે ? " નીતિને પ્રશ્નાર્થ નજરે બધા સામે જોયું.                                                                                                        

          

" ઘરે પરમિશન લેવી પડશે." અનિકેત બોલ્યો.                                                                                    

                                                             

" એક કામ કરીએ 2 દિવસમાં જ હોળી છે એટલે  ધૂળેટી પછી જઈએ."                                                                                                       


                     ***********                                                                                             


                                બધા પોતાના ઘરે વાત કરે છે.બધાને ઘરેથી હા પાડે છે.  નીતિન ના પપ્પા સૂચન કરે છે કે સોસાયટીની બધી ફેમિલી સાથે એક દિવસ માટે જઈએ. તે બહાને બધા સાથે ફરાય જાય. નીતિન જમીને બધા ફ્રેન્ડ ને મળે છે ને વાત કરે છે. બધા નક્કી કરે છે સાપુતારા જઈ શકાય.                                                                                                           


             **********                                                                                                 


                      હોળીના દિવસે સાંજ પડતા ચોકમાં બધા ભેગા થાય છે. હોળી પ્રગટાવવામાં આવે છે. પછી બધા પૂજા કરે છે. બધાને એક સાથે જોઈને નીતિનના પપ્પા મયંકભાઇ એક દિવસની પિકનિક પર જવાનું કહે છે. જેમાં બધા સહમતિ આપે છે.                                                                                                 


      બીજે દિવસે ધુળેટી. પણ અની ને ધૂળેટી રમવી ના ગમે એટલે અનિકેત ઘરમાંથી બહાર નીકળતો નથી પણ ભાર્ગવી ને ધૂળેટી રમવી ખૂબ ગમે એટલે તે બધી ફ્રેન્ડ સાથે ધૂળેટી રમવા જાય છે. તે બધા ને રંગ લગાવે છે પણ કોઈને તેના પર રંગ લગવાનો મોકો નથી આપતી. જ્યારે તે બધી ફ્રેન્ડને રંગ લગાવી દે છે એટલે તે ઘરે આવીને છુપાય જાય છે જેથી કોઈ રંગ ના લગાવી શકે.                                                                                              

 

                   થોડી વાર પછી ડોરબેલ વાગે છે અની ટીવી જોતો હોય છે તેથી કાંતાબેન અની ને દરવાજો ખોલવાનો કહે છે. આ બાજુ ભાર્ગવી રંગ લગાવી છુપાય ગઈ હોવાથી પરીહાની મોટી બહેન દેવિકા કે જેણે હાલ જ 12 માં ની એક્ઝામ આપી છે તે રંગ લગાવા માટે આવે છે. અનિકેત જેવો દરવાજો ખોલે છે તે સાથે જ દેવિકા તેના હાથમાં રહેલું ગુલાલ ઉડાડે છે. અનીનો ચેહરો આખો ગુલાલથી રંગાય જાય છે. તેથી ગુસ્સામાં તે દેવિકા સામે જોવે છે પણ કઈ બોલ્યા વગર અંદર જાય છે.  દેવિકા ને ખ્યાલ આવ્યો તેથી તે સોરી કહેવા અંદર આવે છે. પણ અનિકેત ગુસ્સામાં ને ગુસ્સામાં પાણીની ડોલ લાવીને સીધી દેવિકા પર નાખે છે. દેવિકા ચોંકી જાય છે ને ગુસ્સામાં કઈ બોલ્યા વગર ઘરે જતી રહે છે. અનિકેત ઓળખતો નોહતો પણ પછી ખબર પડે છે કે તેણી પરીહાની બહેન છે.                                                                                  


                                                         ************

                                                                                              

                        2 દિવસ પછી સાંજે બધા સોસાયટીના સભ્યો મળે છે ને નક્કી થાય છે કે આવતા રવિવારે સાપુતારા માટે સવારે 5 વાગ્યે નીકળવાનું છે. તેથી બધાએ 4:30 વાગ્યે હાજર થવાનું રહેશે. જેમણે આવવું હોઈ તે નામ લખાવી દે એટલે બસની વ્યવસ્થા કરવામાં અનુકૂળતા રહે. આખી સોસાયટી પિકનિક માટે તૈયાર થઈ જાય છે.                                                                              


                 પરિહાને હોસ્ટેલમાંથી રજા મળે છે. એટલે તે રિક્ષામાં ઘરે આવતી હોય છે. શેરીના નાકે પહોંચતા તે રિક્ષામાંથી ઉતરીને રિક્ષામાંથી સામાન બહાર કાઢતી હોય છે. આ તરફથી અનિકેત નીતિન સાથે વાત કરતાં કરતાં આવતો હોય છે તેનું ધ્યાન વાતોમાં હતું એટલે  પરીહા સાથે ભટકાય છે. બંને પડતાં પડતાં બચે છે. અનિકેત પરિહા ને સોરી કહે છે.પણ પરિહાને ઘરે જવાની ઉતાવળ હોય  કઈ બોલતી નથી. ને અનિકેત ને કઈ ખ્યાલ નઈ તે તો બસ બધું ભૂલીને  એકીટશે પરિહા ને નિહાળે છે. શોર્ટ રેડ ટીશર્ટ ને બ્લેક કેપ્રી સાથે તે વધારે ખૂબસૂરત લાગતી હતી. નીતિન બાજુમાં જ હોઈ છે તે અનિને આમ જોતાં જોવે છે એટલે કોણી મારે છે. એટલે અનિકેત તરત ચાલવા લાગે છે. પણ આ દૃશ્ય દેવિકા જોઈ જાય છે. તે પરિહા પાસે જ આવતી હોય છે. જેવી તે પરિહાની નજીક આવે છે પહેલા તો પરિહાને ભેટી પડે છે. બંને બહેનોની આંખોમાં ધુમ્મસ છવાય જાય છે. પછી બંને એક એક બેગ લઈને ઘરે જાય છે.                                                                                                                                   


                        પરિહા નામ જેવી જ ,  દેખાવે પરી લાગતી. એકવડો બાંધો , ગોરો ફેસ ને નીલી આંખો. થોડીક ચંચળ , હસમુખી ને થોડીક ગુસ્સા વાળી. ગુસ્સો આવે પણ જલ્દી ને થોડીવારમાં સહજ પણ થઈ જાય. પરિવારમાં પપ્પા વિઠ્ઠલભાઈ , મમ્મી રમા બેન , દેવિકા ને પરિહા સૌથી નાની ને લાડકી સાથે જિદ્દી પણ ખરી.                                                                                                                                


          આજનો દિવસ અની માટે અલગ રૂપ લઈ ને ઊગ્યો છે. સવારે 4:30 વાગ્યે બધા બસ પાસે આવી જાય છે. એટલે સોસાયટીના પ્રમુખ જશુભાઈ બધાની ગણતરી કરીને બસમાં બેસવાનું કહે છે.અનિકેતે સ્કાય  શર્ટ ને ડાર્ક બ્લ્યુ જિન્સ પહેર્યું છે. જ્યારે પરિહાએ બ્લૂ ફ્રોકની જેવું વન પીસ પહેર્યું છે. અનીની નજર પરિહા પર જાય છે. બેઘડી તે પરીને નિહાળી રહે છે. પછી બધાં બસ માં બેસે છે. બસમાં ચડતા અનિકેત આગળ બેસવા જાય છે એટલે નીતિન ઈશારો કરીને પાછળ બેસવા કહે છે જેથી મસ્તી કરી શકાય. અનિકેત જ્યાં બેસે છે તેની સામેની બાજુ પરિહા બેસે છે. દેવિકા ત્યાં બેસવાની ના પાડે છે ને તેને પાછળની સીટ પર બેસવાનું કહે છે. જ્યારે પરિહા સીટ બદલવાનું કારણ પૂછે છે ત્યારે દેવિકા ધુળેટીના દિવસે થયેલું કહે છે. ત્યારે પરિહા કહે છે "ધૂળેટીમાં તો એવું ચાલ્યા કરે શું તું પણ. તેમાં ગુસ્સે થવાનું ના હોય." પણ દેવિકા તેની વાત માનતી નથી કેમ કે દેવિકાને પૂર્વાગ્રહ બંધાય ગયો છે.                                                                                         


            બધા  સીટ પર બેસી ગયા એટલે બસ ઉપડે છે. તે સાથે અનિકેતના ફ્રેન્ડની મસ્તી શરૂ થઈ જાય છે. ને બીજા બધા પોતપોતાની વાતોમાં શરૂ કરે છે. થોડીવાર તો બધા વાતો કરે છે પણ પછી કંટાળો આવે છે. એટલે અંતાક્ષરી રમવાનું નક્કી કરે છે. 2 ટીમ નક્કી થાય છે એક ટીમ છોકરીઓની ને બીજી ટીમ છોકરાઓની. બધાં તાનમાં આવીને ગીતો ગાય છે. તેની મજા મોટેરા પણ લે છે.                                                                                                                  

            સવારના 6 વાગ્યા જેવો ટાઈમ થયો છે. બસ ઉનાઈ પહોંચે છે. ત્યાં ગરમ પાણીના કુંડ છે. બધાનો વિચાર કુંડમાં નાહવાનો હતો પણ બીજા સ્થળ લેવાના કારણે અહીં વધારે સમય રહેવાનું નોહતું. તેથી બધા ખાલી હાથ પગ ધોવે છે ને મંદિરમાં દર્શન કરે છે. મંદિરમાં દર્શન કરીને બધા બસ પાસે આવે છે. જ્યાં પહેલેથી જ નાસ્તાની વ્યવસ્થા થઈ ચૂકી છે. બધા નાસ્તો કરે છે પછી બસમાં પોતપોતાની જગ્યાએ બેસે છે.                                                                                                                 


     ફરીથી બધાની મજાક મસ્તી શરૂ થઈ જાય છે. 10 વાગ્યે બસ ગીરા ધોધ આવીને ઊભી રહે છે. બધા નીચે ઉતરે છે. ઉપર થી ધોધ મોટા બે પથ્થર પર પડે છે ત્યાં થોડુક સમથળ છે. ત્યાંથી નદી જેમ વહીને પાણી નીચે પડે છે. તેનો નઝારો આહલાદક છે. બધા નયનરમ્ય દ્રશ્ય જોઈ રિલેક્સ થઈ જાય છે.પછી બધા નીચે ફોટા પાડવામાં મશગુલ થઈ જાય છે. પરિહા ને દેવિકા બીજા ફોટા પાડવા માટે તે મોટા પથ્થર પર જાય છે. થોડીક વાર પછી અનિકેત અને નીતિન પથ્થર ની સામે બાજુ જવા માટે નીકળે છે. પરિહા પાછળ ફરીને ઉભી છે. તેની સામે દેવિકા મોબાઈલ લઈને ફોટા પાડે છે. અનિકેત પરિહાની પાછળથી નીકળવા જાય છે. પણ ત્યાં લપસણી જમીન થઈ ગઈ હોવાથી અનિકેત લપસી જાય છે. તે નીચે પડવા માટે નમે છે તરત કઈ ના સૂઝતા તે પરિહાનું ફ્રોક ખેંચે છે. પરિહાના ફ્રોક ની ખભાની સિલાઈ તૂટવાનો અવાજ આવે છે. એટલે પરી પાછળ ફરે છે. અનિકેત પડતાં પડતાં તો બચી જાય છે તે એક હાથ ખભા પર મૂકે છે ને એક લાફો મારી દે છે. પછી રડતા રડતા તેની મમ્મી પાસે જાય છે. પાછળ દેવિકા પણ જાય છે. પરીના મમ્મી તેને રડવાનું કારણ પૂછે છે. એટલે દેવિકા જે બન્યું તે કહે છે. એમ પણ દેવિકા ને અનિકેત પર ગુસ્સો હોઈ જ છે.                                                                                   

                                                    

                હવે આગળ શું થશે તે માટે વિચારો ને વાંચતા રહો પરિહા - પ્રેમનો પર્યાય.