Pariha - Premno paryay books and stories free download online pdf in Gujarati

પરિહા - પ્રેમનો પર્યાય

                     તેજસ કંપનીનો ફાઉન્ડર અનિકેત પટેલ બેલ વગાડે છે એટલે તરત એક પ્યુન દરવાજો ખોલે છે. દરવાજો ખૂલવાનો અવાજ આવ્યો એટલે અનિકેત ઉંચુ જોયા વગર સીધુ કહે છે, "મોહિતને કહો એકાઉન્ટન્ટ માટે આવેલા રીઝયુમ મને મેઈલ કરે." થોડીવાર થઈ એટલે અનિકેતના કમ્પ્યુટરમાં નોટિફિકેશન આવે છે. અનિકેત કમ્પ્યુટરમાં બધાં રીઝયુમ ઓપન કરીને જુવે છે. બાયોડેટા પર જોતાં જોતાં અનિકેતની નજર એક નામ પર અટકી જાય છે, પરિહા શાહ... શાહ પર ભાર દેતા અનિકેત આખું નામ બોલ્યો. જાણે વિશ્વાસ ના થતો હોય તેમ ફરીથી એક વખત નામ વાંચે છે. મનમાં એક વિચાર આવી જાય છે કે, "શું આ એજ પરિહા છે ?" ખાત્રી કરવા માટે બાયોડેટામાં ફોટા ઉપર ક્લિક કરે છે અને એક શ્વાસે આખો બાયોડેટા વાંચી જાય છે.

                     પરિહા શાહ મનમાં બસ એક જ નામ ઘૂમે છે. તરત બેચેન થઈને અનિકેત ચેર પરથી ઉભો થઇ ને બારી પાસે જાય છે. અને આંખો બંધ કરે છે. તેને આખો ભૂતકાળ દેખાવા લાગે છે. તેમની પેલી મુલાકાત , પ્રેમનો એહસાસ, સાથે ફરવું ને છેલ્લે છૂટાં પાડવું બધું એક પછી એક મૂવી ની જેમ દેખાવા લાગે છે. આંખોમાંથી આંસુનું એક ટીપુ ખરી પડે છે.

             *******                        *******          

                     " સવારના 8 વાગ્યા અનિ હજુ સૂતો છે. જલ્દી ઊભો થા બેટા "કાન્તા બેને રસોડામાંથી બૂમ પાડીને કહ્યું . છતાં અનિકેત નીંદરમાંથી ઉઠયો નહિ. એટલે કાન્તાબેને ભાર્ગવી ને જગાડવા મોકલી. ભાર્ગવી એ જઈને સીધી રજાઈ ખેચી લીધી ને હસતા હસતા અનિકેતના ગાલે ટપલી મારી. તેનાથી અનિકેત ઝબકીને જાગી ગયો. ઘડિયાળમાં જોયું સવા આઠ થઈ ચુક્યા હતા. ફટાફટ તૈયાર થવા માટે ભાગ્યો. જલ્દી નાહી ધોઈને તૈયાર થઈને ડાઇનિંગ ટેબલ પર નાસ્તો કરવા આવ્યો. ત્યારે ઘડિયાળમાં નવ વાગવા આવ્યા. સાડા નવ નું ટ્યુશન હોવાથી સીધો ટ્યુશન માટે નીકળી ગયો .            



                                                    અનિકેતની સવાર કંઇક આવી જ પડતી. ટ્યુશનથી 11 વાગ્યે ઘરે આવે. નોટબુક વ્યવસ્થિત બેગમાં મૂકે બપોરનું જમીને સ્કૂલે જવા નીકળી પડે. સ્કૂલથી આવીને ફ્રેશ થઈને રમવા જવાનું. પછી આવીને લેશન કરે જમે પછી ટીવી જોવાની ને સૂઈ જવાનું. આ અનિકેતની સામાન્ય દિનચર્યા જેમાં કયારેક જ તફાવત આવતો .



                                  અનિકેત એટલે એવું વ્યક્તિત્વ જે ભાગ્યે જ કોઈને ફરિયાદ નો મોકો આપે. 10 માં ભણતો અનિકેત ભણવામાં હોશિયાર ને શાંત સ્વભાવ.  ફેમિલીમાં મમ્મી કાન્તાબેન પપ્પા હરેશભાઈ ને બહેન ભાર્ગવી એમ 4 સભ્યોનું હસતો ખેલતો પરિવાર. આજે તો અની જાગ્યો ત્યારથી સોસાયટીમાં ચહલપહલ જોવા મળી. પણ તે ધ્યાન આપ્યા વગર રોજિંદા કાર્યમાં પોરવાયો. સાંજે જ્યારે તે મિત્રો જોડે રમવા ગયો ત્યારે ખબર પડી કે તેમની સોસયટીમાં નવું ફેમિલી રહેવા માટે આવ્યું છે.અની ને ખબર નહીં કે સોસાયટીમાં કોણ રહેવા આવે છે ને કોણ જાય છે એમાં અની ધ્યાન આપે નહિ પણ અની ને ખ્યાલ પણ નહીં કે આ નવા પરિવારની એક વ્યક્તિ ખાસ બની જશે.  

                                                  દિવાળી પછી નો સમય છે.  અની એના મિત્ર નિતિન ને ત્યાં જતો હતો. વચમાં નવું પરિવાર રહેવા આવ્યું તે ઘર આવ્યું તો અની ત્યાં થી પસાર  થતો હતો ત્યારે એકાએક ઘરના ઓટલા ની બહાર ગેટ પર લગાવેલ જાળીનો ખુલવાનો અવાજ આવ્યો ને અની ની નજર ત્યાં ગઈ. તેમાંથી એક છોકરી બહાર નીકળી. તેના ચેહરા સ્મિત જોયું અને બંને ની નજર એક થઇ ગઈ. બે ઘડી અનીને કંઈ સમજાયું નહીં. બસ એ નિહાળી રહ્યો તે છોકરીને. જાણે સમય થંભી ગયો હોઈ તેવું લાગ્યું. પેલી છોકરી જ્યાં સુધી ઘરમાં અંદર ના ગઈ ત્યાં સુધી અની જોઈ રહ્યો. અચાનક યાદ આવ્યું કે તેને નીતીનના ઘરે જવાનું છે. તેને હસતા હસતાં કદમ નીતિનના ઘર તરફ ઉપડ્યા. નીતિન ઘરે જઈને સીધો નીતિન ના રૂમમાં જાય છે ત્યાં નીતિન વાંચતો હોઈ છે.

                                



                     નીતિન ને હાય કહીને સીધું છોકરીનું નામ પૂછે છે .નીતિન પેલા તો મસ્તી કરતા પૂછે છે "                 કેમ વળી તેના વિશે પૂછે છે ?? અત્યાર સુધી તો કોઈ છોકરી સામે ઉંચી નજર કરીને નઈ જોયું ને આજે તો તું નામ પુછવા લાગ્યો. 


                                       અની તરત જવાબ વળતા કહે છે "કઈ નઈ અચાનક મળી ને તેને સ્માઈલ આપી એટલે જરા પૂછ્યું બીજું કંઈ નથી "



                                                         એટલે નીતિને કહ્યું "ઓહ ! એટલે હસી તો ફસી જેવું ? થોડુક સિરિયસ થઈને , અની તે છોકરી કોઈની સાથે નઈ બોલતી."    


                                     એટલું સાંભળતા જ અની બોલી ઊઠે છે " અરે ! પણ હું નામ પૂછું છું ને તું તેની હિસ્ટ્રી કાઢે છે "   

      

                                 

                                         નીતિને હસતા કહ્યું "ભારે ઉતાવળ થાય છે તને "

                                                                            હાથ ઊંચા કરતા મારવાની મુદ્રા માં રાખી અની બોલ્યો " હવે બોલીશ કે નઈ કે ખાલી આડીઅવળી વાતો જ કરીશ " 


                                              હવે નીતિન થોડોક શાંત થાય છે ને કહે છે " તેનું નામ પરિહા છે " 



                                                      " વાહ ! મસ્ત નામ છે પરિહા. હેય, તેના વિશે કંઇક વધુ કહે ને "



                                                            "હમમ નામ મસ્ત છે ને છોકરી પણ.તે  ધોરણ 10 માં હોસ્ટેલમાં ભણે છે. તેનાથી વધારે મને નઈ ખબર. અરે હા ,પણ તું શા માટે આવ્યો છે તે તો કહે ? અની"



                                                                          " કઈ કામ નોહતું પણ વાંચતો હતો એટલે થોડોક મગજ ફ્રેશ કરવા બહાર નીકળ્યો હતો. ચાલ ને યાર થોડીક વાર બહાર જઈએ. "



                                      નીતિનને તો જોઈતું હતું ને ઢાળ મળ્યો. તે તો ફટાફટ ઊભો થઈ ગયો. "મમ્મી હું અનુ જોડે બહાર જાવ છું"



                                                             "ઓકે બેટા પણ જલ્દી આવજે " નિતીનના મમ્મી એ કહ્યું.


                                                             બન્ને બહાર નીકળે છે અનીનું ધ્યાન તે ઘર તરફ ગયું પણ પરીહા કયાંય દેખાય નઈ. પછીના દિવસે અનિકેત ફરીથી નીતિન ના ઘરે જાય છે. વચ્ચે રસ્તામાં પેલા ઘર બાજુ નજર જાય છે પણ ત્યાં પરિહા નથી દેખાતી. નીતિન ને પૂછતાં ખબર પડે છે પરિહા હોસ્ટેલમાં ભણતી હોવાથી આગલી રાતે સાંજે હોસ્ટેલમાં જવા માટે નીકળી ગઈ. હવે અનિકેત પણ વધુ ધ્યાન આપ્યા વગર ભણવામાં પોતાનો સમય આપવા લાગે છે . પણ કયારેક પરિહાની આંખો સપનામાં દેખાય છે. તેનું સ્મિત અનીના ચેહરા ની ચમક વધારી દે છે.                                                      

                                 


 સમજણની હાજરી પાંખી હતી ,                          સંવેદનાની કંઈક ઝાંખી હતી ..

                              ઉંમર થોડી કાચી હતી પણ ,
                                પ્રેમ હતો એ વાત પાક્કી હતી ...







                                                                                                                   કોણ છે પરિહા ??  કેવી રીતે તેમનો પ્રેમ આગળ વધે છે ??  કેમ પરિહા દેસાઈ વાંચીને અનિકેત ચોંકી જાય છે ?? તે માટે વિચારો ને વાંચતા રહો પરિહા - પ્રેમ નો પર્યાય.



                                                           **********

                     



                     આ મારો ને જાગૃતનો સ્ટોરી લખવાનો પહેલો પ્રયાસ છે. એટલે કદાચ આમાં ભાષાકીય ભૂલો પણ જોવા મળશે. અમે પ્રેમને શબ્દોમાં વર્ણવવા નો નાનકડો પ્રયાસ કર્યો છે. જો આમાં કોઈ અમારી ભૂલ હોય તો કહેવા વિનંતી. રેટ આપીને અભિપ્રાય જરૂર આપજો જેથી અમને લખવાનું પ્રોત્સાહન મળે . તમારો કિંમતી સમય તમે વાંચવાં માટે ફાળવ્યો તેના માટે થૅન્ક યુ વેરી મચ......

                

બીજા રસપ્રદ વિકલ્પો