TAMAACHO books and stories free download online pdf in Gujarati

તમાચો.

બસ માં બેસતા પહેલા જ અમિત પેટ ભરી નેં જમ્યો. રજત એ તેને ત્રણ વખત ચેતવ્યો હતો કે, લાંબી મુસાફરી છે, પેટ ખાલી નહીં રાખતો, અનેં ખોટા ડુચ્ચાં પણ નહીં ખાતો, પોતાના મિત્ર ની આવી ઉપયોગી સલાહ માનવા ના બદલે અમિત એ પેટ ભરી નેં ફાસ્ટ ફૂડ ખાઈ લીધું, અમિત એવી વિચારધારા માં માનવ વાળો વ્યક્તિ હતો કે જાજી ચિંતા કરવી નહીં જે થાય તે જોયું જશે.


સફર જેવી આરંભ થઇ કે તુરંત કંડક્ટર એ બસ માં, માથા-ફાળ મ્યુઝિક ચાલુ કર્યું, રજત થોડી જ વાર માં અકળાઈ ગયો, અનેં તુરંત બોલી ઉઠ્યો, ભાઈ આ મગજમારી થોડી ધીમી કરી નાખ નેં? રજત ની આ રજૂઆત કંડક્ટર ના, નફ્ફટ ઈગો નેં હર્ટ કરી ગયી, તેને રજત નેં કીધું કે, ભાઈ તમેં ટિકિટ વેચાતી લીધી છે, આખી બસ નથી ખરીદી, ચૂપ-ચાપ બેસો અથવા પૈસા પાછા લઇ નીચે ઉતરી જાઓ,


ભરેલી બસ માં પોતાના આવા ઘોર અપમાન થી રજત પાણી-પાણી થઇ ગયો, વધુ માં તેને એ ખોટું લાગ્યું કે પોતાનો જીગરી મિત્ર અમિત પણ ઠિઠોળી કરવા લાગ્યો, અનેં હસતા હસતા રજત નેં કેહવા લાગ્યો કે ભયલા રૂમાલ મોઢે ઢાકી સુઈ જવાય, જાજી ખિટપિટ ના કરાય.


ઘોંઘાટ વાળી બસ હવે હાઈ-વે પર પહુંચી, ઠંડી હવા ના લેરકા આવતા ઘોંઘાટ ઓછો લાગવા લાગ્યો, અમિત થોડી જ વાર માં ઘસ-ઘસાટ ઊંઘી ગયો, રજત પણ પરાણે સુવા ની કોશિશ કરવા લાગયો, થોડી વાર થઇ તો અમિત હડપ દઈ નેં જાગી ગયો, અનેં રજત નું બાવડું ખેંચવા માંડ્યો, રજત એ પૂછ્યું કે શું વાત છે તો, અમિત શીરા જેવું મોઢું કરી નેં પેટ પર હાથ ફેરવવા લાગ્યો,


બસ માં બેસતા પહેલા ખાધેલા ફાસ્ટ ફૂડ એ અમિત ના પેટ માં ત્રાંડવ મચાવા નૂ શરુ કરી દીધું હતું, થોડી થોડી વાર પર હવે, અમિત રજત નેં કોણી ઓ મારવા લાગ્યો, અનેં બસ ઉભી રખાવવા ની જીદ કરવા લાગ્યો, રજત નેં ખબર હતી કે માથા ફરેલો નફ્ફટ કંડક્ટર નહીં માને તો પણ, તેને પોતાના મિત્ર માટે એક પ્રયાસ કરી જોયો,

રજત - ભાઈ એક કામ હતું..
કંડક્ટર - ટેપ ધીમું નહીં થાય, એક વાર કીધું નેં, બેસી જાઓ સીટ પર..
રજત - એ વાત નથી ભાઈ...
કંડકટર - તો સુ મારી બક્કી ભરવા આવ્યા છો? કે બસ હલાવ નું મન થઈ ગયું છે?
રજત - મારા મિત્ર નેં પેટ માં ગડબડ છે, ક્યાંક બસ ઉભી રાખો નેં?
કંડક્ટર - ઓછું ખાતા હોય તો? થોડી વાર પગની આંટી મારી નેં બેસાડી રાખો, હમણાં વૉલ્ટ આવશે..
રજત - ઠીક છે.

હજી તો રજત જેવો સીટ પર બેઠો કે અમિત ફરી એને ઠોંસા મારવા લાગ્યો, રજત પણ આ વખત ગુસ્સે થઈ ગયો અને બોલ્યો કે, તને ડુચ્ચાં ખાવાની નાપાડી હતી નેં? હવે ભોગવ, બસ ઉભી નહિ રહે, આટલું બોલતા જ અમિત અકળાઈ ગયો અનેં બોલ્યો કે, ભાઈ મારું પેન્ટ બગડશે, ટ્રેન જાપા સુધી પહોંચી ગયી છે ફાટક ખોલવા સિવાય રસ્તો નથી. કંઈક સમજ તું.


પોતાના દોસ્તાર ની આવી કફોડી હાલત જોઈ રજત પાછો કંડક્ટર પાસે ગયો, આ વખતે તેને ચોખ્ખા શબ્દ માં કઈ દીધું કે, તમારી બસ ની સીટ બગાડવી ના હોય તો બસ દસ મિનિટ માટે ઉભી રાખો બાકી આગળ તમારી મરજી.


કંડક્ટર ધૂંવા-ફુંવા થતો ડ્રાઈવર પાસે ગયો અનેં બોલ્યો કે, ભાઈ બસ એક બાજુ રાખી દે, એક પેસેન્જર નેં પેટ માં ગડબડ છે. ડ્રાઈવર તરત જ બ્રેક મારી એટલે અમિત દૌડતો મોટા જાળ પાછળ ચાલ્યો ગયો, કરીબ 10 મિનિટ બાદ એ હાશકારા સાથે બસ માં ચડ્યો અનેં બસ રાબેતા મુજબ આગળ ચાલવા લાગી.


હવે જયારે કોઈ મેચ રમાય છે તો એમાં બે ઇંનિંગ હોય છે, આપણા અમિત ભાઈ ની પણ એક ઇંનિંગ પુરી થઇ હતી, કરીબ 25 કિલો મીટર આગળ વધ્યા ત્યાં તો ફરી એક વાર અમિત ના પેટ માં સુરેરાટી બોલી.


આ વખત રજત પણ ઉકરી ગયો, એને કીધું કે, ભાઈ મને માફ કર, હવે તો તું જ કંડકટર પાસે જા,

અમિત - યાર હજી એક વાર બસ ઉભી રહેશે?
કંડકટર - એક કામ કરીયે, તમને બન્ને નેં બસ ની બહાર ફેંકી દઈએ તો, પેટ ભરી નેં પોદરા માંડે રાખો.
અમિત - વિનંતી કરું છુ,,, પ્લીઝ
કંડકટર - જો 5 કિલોમીટર પર વોલ્ટ છે, ત્યાં સુધી ખેંચી જા, અહીંયા તો બસ હવે ના જ ઉભે.

અમિત મોઢું વકાસી નેં પાછો ધીમે થી સીટ પાર બેસી ગયો, થોડી જ વારમાં વોલ્ટ આવી ગયો, બધા લોકો બસ માં થી ઉતરી ચા નાસ્તો કરવા લાગ્યા, અનેં અમિત સુલભ શૌચાલય માં ચાલ્યો ગયો,


રજત એ થોડી વાર બાદ હાકલ પાડી કે, ભાઈ બહાર નીકળ, બસ ઉપડી જશે, ઉતાવળ કર અમિતયા..


રજત દરવાજો ઠોકતો રહ્યો, અમિત પોતાનું કામ કરતો રહ્યો, અનેં કંડક્ટર છેલ્લી ઘંટડી વગાડી બસ નેં આગળ વધારી ગયો. હવે બંને મિત્રો મધ-રસ્તે ખાલી ખિસ્સે રઝળી પડ્યા, અમિત જેવો બહાર આવ્યો કે તરત જ, રજત એ તેને સણસણતો તમાચો મારી દીધો, થોડી વાર માટે અમિત સ્તબ્ધ થઇ ગયો,


હવે રજત એકલો કે જંગલ ના રસ્તે આગળ વધવા માંડ્યો, ઢાબા પાર મૌજૂદ લોકો પણ આ ઘટના થી સ્તબ્ધ થઇ ગયા, હવે અમિત ના પેટ માં ઠીક હતું તો તે પણ જાજુ વિચાર્યા વગર, રજત પાછળ ચાલવા લાગ્યો.


પોતાનો મિત્ર પાછળ પાછળ આવે છે તે વાત રજત નેં ખબર હતી પણ, પોતે એટલો ગુસ્સા માં હતો કે પાછું ફરી જોવા માગતો ના હતો. થોડી જ વાર માં અમિત રજત ની સાથે થઇ ગયો અનેં માફી માગવા ના બહાને રજત નો હાથ પકડી નેં ચાલવા લાગ્યો.


પોતાના મિત્ર અમિત ની બેદરકારી થી રજત એટલો ક્રોધે ભરાયો હતો કે તેને પળ વાર માં અમિત નો હાથ ઝટકી અનેં તેને ધક્કો મારી નીચે પછાડી દીધો અને આગળ ચાલવા લાગ્યો. થોડી જ વાર માં અમિત ધૂળ ખંખેરી ઉભો થઇ ગયો અનેં ફરી થી પોતાના મિત્ર પાછળ ચાલવા લાગ્યો.


હવે ઘોર વગડો ચાલુ થયો, ઉબડ ખાબડ રસ્તા પર આગળ વધતા વધતા એક તીક્ષણ ચીખ સંભળાઈ


રજત નેં તરત જ ખબર પડી ગઈ કે અવાજ અમિત નો છે... તે ઝડપ થી પાછળ ફર્યો અનેં અમિત નેં ગોતવા લાગ્યો, આમતેમ નઝર દોડાવી તો અમિત એક ઊંડા ખાડા માં પડ્યો કરાહતો હતો,,, થોડી જ વાર માં રજત એ વડલા ના કુણા ડાળખાં ચીથરા થી બાંધી એક લાંબી વેલ તૈયાર કરી લીધી અનેં પોતાના મિત્ર નેં ખાડા માં થી ઉપર ખેંચી કાઢ્યો.


થોડી વાર બંને મિત્રો એકી ટસે એક બીજા સામે જોતા રહ્યા, અનેં પછી ખડખડાટ હસી પડ્યા, પાસે એક તાજા પાણી નૂ ઝરણું મળતા જ બંને મિત્રો એ પાણી પીધું અને ઘટાદાર વડલા ની છાયા હેઠળ આરામ કરવા લાગ્યા.


અમિત એ એક વાર પણ રજત નેં એમ ના કહ્યું કે તે મારા પર હાથ શુકામ ઉઠાવ્યો.


હવે રજત થી રહેવાયું નહીં એટલે તેણે સામેથી અમિત નેં કહ્યું કે, તારો વાંક તો હતો પણ, એટલો મોટો વાંક પણ ના હતો કે મારે તારા ઉપર હાથ ઉઠાવો જોઈએ, ઉપર થી મેં તને ધક્કો મારી નેં જમીન પર પછાડી દીધો, તને એક વાર પણ એમ ના થયું કે મારી ઉપર પ્રતિક્રમણ કરું? સામો હાથ ઉપાડું?


અમિત જવાબ માં આટલું બોલ્યો કે જો ભાઈ, લાંબી સફર માં કઈ રીતે વર્તવું એ માટે તેં મને ચેતવ્યો હતો તે છતાં, મેં તારી ઉપયોગી સીખ અવગણી અનેં બન્ને માટે આવી મુસીબત નોતરી, મારા લીધે તારે કંડક્ટર પાસે વારે વારે હડધૂત થવું પડ્યું, ત્યાર બાદ મારી જ શારીરિક સમસ્યા નેં કારણે આપણે અધવચ્ચે જંગલ માં રઝળી પડ્યા, હવે આટલી બધી મુસીબત બાદ તારું ગુસ્સે થવું વ્યાજબી છે.


અનેં બીજી મહત્વ ની વાત એ કે, જો હું મારો ઈગો પકડી નેં તારી સાથે ઝગડો કરી નેં જુદા રસ્તે પડી ગયો હોત અનેં ખાડા માં ખાબક્યો હોત તો મને બચાવવા કોણ આવત બોલ? અને રહી વાત તારા દ્વારા ભાઠા ખાવા ની તો, મને ઈ ખબર છે કે તારી સામે જો બીજો કોઈ મને ટાપલી પણ મારશે ને તો તું એને ઉભે ઉભો વીખી નાખીસ. જ્યાં પાક્કીદોસ્તી હોય ત્યાં અહમ ની જગ્યા ના હોય.


અંતે... બંને મિત્રો થોડી વાર બાદ હસતા-હસતા કપડાં ખંખેરી આગળ વધી ગયા અનેં, એક દયાળુ ટ્રક ડ્રાઈવર ની મદદ થી હેમ ખેમ પોતાની મંઝિલ સુધી પહોંચી ગયા.


સીખ - જયારે આપણો વાંક હોય ત્યારે વિનમ્ર બની જવું, અહમ નો ત્યાગ કરવો, સામા જવાબ આપી ઝેર ઓકવુ નહીં, સાચું / કડવું બોલવા વારા મિત્રો સંબંધીઓ અનેં સહ કર્મીઓ નો આદર કરવો, કેમ કે માખણ મારવા વારા લોકો તમને ખાડા માં જ ઉતારશે, તમારી ભૂલ કાઢવા વારા અનેં ટોકવા વાળા વ્યક્તિ જ તમને સુધારી સકશે અનેં પ્રગતિશીલ બનાવી શકશે. - જય હિન્દ

બીજા રસપ્રદ વિકલ્પો