મલ્હારની મૃદૃતા Padmaxi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મલ્હારની મૃદૃતા

મૃદુતા –એક ધીરગંભીર છોકરી .જેના જીવનમાં હાસ્યને કોઈ સ્થાન નહિ .
જોનાર કેહેતા કે આ છોકરી એટલે રોબોટ અને જાણનાર કેહેતા કે વિરોધી નામવાળી છોકરી.મૃદુતા, મૃદુતા નહિ પણ જાણે પત્થર!પણ ક્યારેય કોઈ એ જાણવાની કોશિશ ન કરે કે મૃદુતા આવી કેમ!કોલેજમાં અભ્યાસ કરતી મૃદુતાને એક સિંગલ ફ્રેન્ડ નો ‘તું .

હમેશા એકલી ,અટૂલી રહે.લાસ્ટ બેંચ પર બેસે ,ક્લાસ અટેન્ડ કરે ને બહાર .બસ આ જ એનું જીવન .પણ કહેવાય છે ને પરિવર્તન સંસારનો નિયમ છે અને તેમાય પ્રેમ ......પ્રેમ તો ધરમૂળથી પરીવર્તન કરી નાખે વ્યક્તિ કે પરિસ્થિતિનો .
ફસ્ટયર તો આમ જ નીકળી ગયું પણ સેકન્ડયરમાં મૃદુતાના ક્લાસમાં એન્ટરી મારી મલ્હારે .મલ્હાર એટલે છેલછબીલો ગુજરાતી ...એમ કહી શકાય ક રંગમંચનો રંગલો એટલે મલ્હાર .સુંદર ને સોહામણો ને વાક્છટા તો અદ્ભુત ...કોઈને પણ આકર્ષે એવી .પેહલા જ દિવસે એને તો ફેન્ડસનું ટોળું જમાવી દીધું.ને કોલેજ ની છોકરીઓ તો એના પર આફરીન.....એનો લુક ,એની વાત કરવાની રીત ...બધીઓ ઘેલી ઘેલી થઇ ગઈ અને જુઓ આને કેહવાય કિસ્મત કે જે દિવસે મલ્હાર નો કોલેજ માં પ્રથમ દિવસ તે જ દિવસે મૃદુતા બીમાર હોવાથી કોલેજ ન આવી હતી .

મલ્હારની દોસ્તી બરાબર જામી ને બીજે દિવસની ક્રિકેટ મેચ નું પણ નકકી થઇ ગયું .
બીજા દિવસે મૃદુતા ક્લાસ માં આવીકે એન્ટર થઇ કે...... બોલ ફટાક કરતો એના માથામાં વાગ્યો.ને બોલ માર્યો કોણે?......પેલા મલ્હારે .બાકીના બધા છોકરાઓ તો હસવા લાગ્યા પણ મલ્હાર ઝડપથી ઉભો થયો ને માથું પસવારતી લાસ્ટ બેંચ તરફ જતી મૃદુતાનો હાથ પકડી એના માથા પર હાથ મૂકી બોલ્યો ,”આઈ એમ સોરી બ્યુટીફૂલ ગર્લ “શું ફૂલ ઝર્યા ! ઓં હો હો !આખો ક્લાસ સ્તબ્ધ.બધાની નજર એ બંને તરફ અને એ બંને એકબીજા તરફ એકટીશ જોતા હતા .હજીય મલ્હારનો હાથ મૃદુતાના માથા પર હતો અને મૃદુતા મલ્હારમાં ગળાડૂબ.....કેટલીય ક્ષણો આમ જ વીતી .

એટલામાં કોઈ જોરથી બોલ્યું, પ્રીનસિપલ સર અને બધા ધડાધડ બેંચ પર બેસી ગયા ને પેલ્લા બંને તો તપ માં ભંગ પડ્યો હોય તેમ સટાસટ એકબીજાની બાજુમાં બેસી ગયા .પ્રિન્સીપાલ પોતાનું એનાઉસ્મેન્ટ કરી ચાલ્યા ગયા.અને બોલકા મલ્હારના સવાલો ચાલુ થયા ને કદી હરફ ન ઉચ્ચારતી મૃદુતા એના જવાબ આપતી ગઈ .

બન્ને જણ એક અલગ વિશ્વમાં પોહચી ગયા હતા .પહેલી નજરનો એ પ્રેમ હતો .બંને કેટલોય વાર સુધી વાતો કરતા રહ્યા અને લેકચર ચાલુ રહ્યા ત્યારે વારાફરતી એકમેકને જોતા રહ્યા.તે દિવસ જલ્દી ન પૂરો થાય એવી એ બંનેની ઈચ્છા હતી પણ ટાઇમ ઇસ ઓવર.મલ્હારે મૃદુતાને બાય કર્યું પણ એ તો જાણે ત્યાં જ જડાઈ ગઈ હતી .એને કઈ સુઝતું ન હતું કે આ શું થઇ રહ્યું છે?એના ચેહરા પર એક ધીમું સ્મિત લેહરાયું .

તે ઘર તરફ વળી.આજે એના પગલામાં ઉમંગ હતો .ઘરના કામમાં આમ તે મશગુલ હતી પણ આજે મલ્હાર નો ચેહરો તેની આંખ પાસેથી ખસતો ન હતો .....કુછ તો હુઆ હે જરૂર .....તે ગીત ગણગણવા લાગી ને બાજુમાં રોટલી વણતા રેખામાસી આશ્ચર્યમાં પડી ગયા પણ કઈ બોલ્યા નહિ .

કાયમ ચુપચાપ ને ઉદાસ રેહતી મૃદુતા આજે ગીત ગાય છે,ધીમે ધીમે હસી રહી છે .રેખામાસીના તો આનંદનો પર ન હતો .

બીજી તરફ મલ્હાર ના દિલનો હાલ પણ કઈ આવો જ હતો .તે પણ સતત મૃદુતાને યાદ કરયા કરતો હતો.બીજો દિવસ ક્યારે ઉગે તેની રાહ જોતો હતો,,,,ને મૃદુતા પણ.રાત બંને પર ખુબ વીતી .એક તો એકબીજાનો ચેહરો ખસતો ન હતો અને ઘડિયાળ પણ જાણે દુશ્મન બની બેઠું હોય એમ સમય જતો ન હતો .બંને પડખા ફેરવતા હતા.

કહેવાય છે ને .....
.શું પ્રીતની લગની છે ,
સ્વ પોતીકી તોયે જગની છે ...

બંનેના હાલ બેહાલ,થયો પ્રણય કમાલ .
આખરે રાતે સુરજના હાથે હાર માની બીજો દી ઉગ્યો .મૃદુતા સમય કરતા વેહલી તૈયાર થઇ ને ફટાફટ કામ પતાવી કોલેજ તરફ ચાલી નીકળી .આજે એના પગમાં જોમ હતો .દસ મીનીટનો કોલેજ નો રસ્તો એને એક યુગ લાગતો હતો .બીજી તરફ મલહાર જી પણ પવનવેગે તૈયાર થયા.ઘરના બધા તો છક્ક થઇ ગયા .નાની બહેને તો ટકોર કરી ....કેમ મહાશય આજે ક્યાં ઉપડ્યા ?તેના માથા પર ટપલી મારી મલ્હાર કશું બોલ્યા વગર બાઈક લઇ ઉપાડ્યો ઝપાટા સાથે.

બંનેનું મન એકબીજાને જોવા આતુર હતું .મૃદુતા એ ગેટ માં એન્ટરી મારી ને પાછળ બાઈક પર આવતા મલ્હારે જોરથી હોર્ન વગાડ્યો .ને કદી કોઈના હોર્ન ,સિસોટી કે બુમો નો જવાબ ન આપતી મૃદુતા એ આજે પાછળ ફરીને જોયું . મલ્હાર તરફ સ્માઈલ કર્યું જાણે એના મનનો મોરલો નાચી ઉઠ્યો .

ફટાફટ બાઈક પાર્ક કરી મૃદુતાના કદમ સાથે કદમ મિલાવી કદમતાલ કરતો મલ્હાર ક્લાસ માં પોહ્ચ્યો .નામ પૂરતા હાઈ હેલ્લો કરી સીધો મૃદુતાની બાજુમાં જઈ બેઠો .બધા સ્ટુડન્ટસ વાતો કરતા હતા પણ એમનું ધ્યાન પેલ્લા બંને પર હતું,બધા તીરછી નજરે એમના તરફ જોતા હતા .વધુમાં નવાઈની વાત એ હતી આજે મૃદુતા બોલતી હતી અને મલ્હાર ચુપચાપ એને સંભાળતો હતો.કોઈ બંધનું પાણી ના દરવાજા ખોલાય ને પાણી ની ધારા વહે તેમ મૃદુતા બોલતી રહી,બોલતી રહી .પોતાના માતાપિતાનું અકસ્માત માં થયેલું મૃત્યુ ની એના પર અસર ,સગાઓનો સ્વાર્થી વ્યવહાર ,નાનાભાઈ ની જવાબદારી અને ખરા સમયે રેખામાંસીનું એમની મદદે આવવું .આ બધી વાતો સરિતાની ધારા ની જેમ વહી ને મલ્હાર એમાં વહ્યો ને જેમ કિનારા નદી ને બાંધે તેમ રડતી મૃદુતાના આંસું લુછી એના હોઠો પર પોતાનો હાથ મૂકી કહ્યું,”મૃદુ ,આજથી તારા બધા દુ:ખ મારા .....આઈ લવ યુ”.ડુ યુ લવ મી ?આખો ક્લાસ ચુપ ....જાણે મૃદુતાના ના જવાબ ની બધા રાહ જોતા હોય તેમ મો વકાસી ઉભા રહી ગયા .મૃદુતા એ મલ્હાર ના હાથ હટાવી કહ્યું ,” યસ મલ્હાર આઈ લવ યુ”.બન્ને એક બીજાને બાઝી પડ્યા અને આખા ક્લાસ માં તાળીઓનો ગડગડાટ થઇ રહ્યો .

પ્રેમ તારું... એક પગલું
મારું જીવનથી અંત સુધીનું ડગલું .

પદમાક્ષી પટેલ .

વલસાડ