મિત્રતા - બાળપણ અને યુવાની Hardik Lakhani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મિત્રતા - બાળપણ અને યુવાની

આજે પણ હું જયારે મારાં જુના દોસ્તો ને યાદ કરું છું, તો મારી આંખો માં આંસુ આવી જાય છે.એ નાનપણ ના દિવસો કેવા સરસ મજાના હતા.કોઈ પણ જાતનું ટેન્શન જ નય. બસ આખો દિવસ મસ્તી જ કરતા.સવારે જાગી ને પણ સાથે મળીને બ્રશ કરતા.ત્યાર બાદ સ્કૂલે જતા તો પણ સ્કૂલ માં મસ્તી કર્યા સિવાય બીજું કસું ના કરતા.જો કોઈએ શરુ કલાસે અવાજ કર્યો હોય તો પણ કોઈ એક બીજાનું નામ ના દેતા, અને સાથેજ માર ખાતા.ત્યારબાદ રીસેસ પડે ત્યારે બધા સાથે મળીને નાસ્તો કરતા.અને જેનો નાસ્તો સારો હોય તેનો નાસ્તો ફટાફટ ખાલી થઈ જતો.બસ ત્યાર બાદ સ્કૂલે થી સુટયા  બાદ ઘરે આવતા.ત્યાર બાદ જમીને ડાયરેક્ટ ઘર ની બાર જ નીકળી જતા.અને બધા દોસ્તારો ભેગા થઈ ને અવ  નવી રમતો રમતા હતા.ત્યાર ની રમતો જેવી કે લખોટી,ગરિયા,કબ્બડી,સંતાંકલો, મોઈદાંડિયો, વગેરે જેવી અવ નવી રમતો રમતા. પણ એ સમય ક્યારે વીતી ગયો તે ખબર જ ના પડી. ત્યારે 1 રૂપિયા નું પણ કેટલું મહત્વ હતું. પપ્પા 1 રૂપિયો આપતાં ત્યાં તો આપણને મોજ પડી જતી. અને તે એક રૂપિયા ની લાવેલી વસ્તુ બધા દોસ્તારો મળીને સરખો ભાગ પાડીને ખાતા. અને  વર્ષ  દરમિયાન એક જ વસ્તુ નિ વાત જોતા -વેકેશન. ક્યારે ઉનાળો આવે અને ક્યારે  વેકેશન  પડે. અને વેકેશન  પડે એટલે  એક જ વસ્તુ યાદ આવે બેટબૉલ. એવી કાળી ગરમી માં રમતા. અને સાંજે ખાટલામાં પડ્યા ભેગી જ ઊંઘ આવી જતી. એ સમાય જીંદગી  માંથી ક્યારે પસાર થાય ગયો કય ખબર જ ના પડી. અરે  ક્યારેક ક્યારેક તો સ્કૂલ મા  બંક પણ મારી દેતા, અને જયારે પકડાય જતા તયારે પપ્પા  નો બોવ માર પડતો. ખરેખર  એ સમય જીંદગી નો ગોલ્ડન સમય હતો. ત્યારે એક રૂપિયા નિ પણ બોવ મોટી કિંમત  હતી.ત્યારે આપડી પાસે પૈસા ન હતા,પણ આજે જયારે આપણી પાસે પૈસા છે ત્યારે આપડી પાસે એ સમય નથી. એ સમય મા આવું વિચાર્યું પણ નોતું કે એક દિવસ ના  સમયે  બધા અલગ થઈ જશુ. આજે મારી પાસે પૈસો છે પણ પેલા ના  જેવા દોસ્તારો નથી, આજે  ઘણું બધું સુખ છે, પણ પેલા જેવી મસ્તી નથી. આજે  મારે બધા જ દોસ્તારો  સાથે  વાત થાય છે, પણ એને મળવાનો ટાઈમ  નથી. આજે એ રમતો ભૂલી ગઈ સિયે  જે પેલા  રમતા. બસ વર્ષ  માં એકાદ બે વખત  જ દોસ્તો ને મળવાનો મોકો મળે છે. તમારા જીવન મા પણ આવું જ કંઈક બન્યું હશે. પણ એ ગોલ્ડન સમય હવે  પાસો તો આવાનો નથી. એટલે હવે  એ જૂની યાદો સાથેજ જીવન જીવી રહ્યો છું.આજે પણ જયારે જયારે બધા દોસ્ત મળીયે સિયે ત્યારે એ ભૂતકાળ  ને અને ત્યારની મસ્તી ને યાદ કરી ને આજે પણ હસી આવે છે. મને તો આ સમય જોતા એવું લાગે છે કે હવે આવનારી પેઢી ના બાળકોનું જીવન આપડા જેવું નય હોય, તેનું એક જ કારણ ગણાવી શકાય- મોબાઇલ. કારણ કે આજનું આ બાળક મોબાઈલ ના કારણે એકલો પડતો જાય છે. આપડે પહેલા આપડી જાતે મિત્રો બનાવતા, અને એ મિત્રતા એટલી ગાઢ હતી કે તે જિંદગીભર  સસવાય રહે. અને આજના બાળકો મિત્રતા મોબાઈલ દ્વારા કરતા હોવાથી તે મિત્રતામાં ક્યારે તિરાડ પડશે તે નક્કી ના થાય શકે. બસ હવે હું વધારે કેવા માંગતો નથી. જો તમારી સાથે પણ આવું થયું હોય તો તમારો જવાબ કોમેન્ટ મા  જરૂર આપજો, જેથી કરીને હું તમારી પણ ગોલ્ડન લાઈફ જાણી શકું. 

                                                          *હાર્દિક લાખાણી *