Maari be valentine books and stories free download online pdf in Gujarati

મારી બે વેલેન્ટાઈન

મારી બે વેલેન્ટાઈન, આવી શબ્દ વાંચીને આશ્ચર્ય થયું હશે. પણ મારે બે વેલેન્ટાઈન છે. વાત છે સાગર અને તેની ગર્લ ફ્રેન્ડ નેહા વેલેન્ટાઈનના દિવસે ગાર્ડનમાં બેઠા હતા. જયારે સાગરે નેહાને વેલેન્ટાઈન ગિફ્ટ આપ્યું અને કંઈક વિચારોમાં ખોવાયેલો હોય એમ તરત બેસી ગયો. નેહાથી રહેવાયું નહિ અને પૂછ્યું કે

નેહા - સાગર, તને કઈ થયું છે ?

સાગર - વિચારું છું કે હજુ એક ગિફ્ટ એક વ્યક્તિને આપવાનું છે.

નેહા - હજુ એટલે ?

સાગર - અરે તારી ગેરસમજ થાય છે, હજુ એક વ્યક્તિ મારી મમ્મી.

નેહા - પણ વેલેન્ટાઈન તો પ્રેમીઓનો દિવસ કહેવાય.

સાગર - હું કહું છું કે વેલેન્ટાઈન પ્રેમીઓનો દિવસ કહેવાય. એટલે તું વિચાર કે મને મારા મમ્મી કેટલા વર્ષથી પ્રેમ કરતા હશે ?

નેહા - જેટલી તારી ઉમર

સાગર - હા, અને હું પણ એટલા વર્ષથી એમને પ્રેમ કરું છું તો મારે એમને પણ ગિફ્ટ એવું જોઈએ ને ?

નેહા - હા સાચું તો તે કાંઈ વિચાર્યું છે કે શું ગિફ્ટ આપીશ ?

સાગર - ના, તું કંઈક કે શું ગિફ્ટ એવું જોઈએ ?

નેહા - સાડી કે કંઈક જ્વેલરી ?

સાગર - ના એવું નહિ, કંઈક એવું ગિફ્ટ આપવું છે કે જે વર્ષો સુધી ચાલે અને જૂનું પણ ના થાય.

નેહા - એવું તો...

સાગર - હા, યાદ આવ્યું, ચાલ મારી સાથે

(સાગર નેહાને ફૂલ છોડની નર્સરીમાં લઇ આવ્યો અને ત્યાંથી એક નાનકડું છોડ લીધું)

નેહા - સાગર, તને જોઈને મને પણ થાય છે કે હું મારા બીજા બે વેલેન્ટાઈન માટે કંઈક ગિફ્ટ લઈને આપું.

સાગર - આપવું જોઈએ અને તારે તો કુલ વેલેન્ટાઈન છે મમ્મી - પપ્પા અને હું પણ મારે બે મમ્મી અને તું

(સાગરની આંખમાં ખુશી અને દુઃખ બંને આંસુનું મિલન તરી આવે છે)

નેહા - હવે દુઃખી થયા વગર ફટાફટ ઘરે જઈને તારા બીજા વેલેન્ટાઈનને ગિફ્ટ આપ

સાગર - હા અને તું પણ કંઈક ગિફ્ટ લઈને તારા મમ્મી - પપ્પાને આપજે

(આમ સાગર અને નેહા પોતાના ઘરે જાય છે, અને સાગર ઘરે પહોંચે છે ને તરત સાદ કરે છે)

સાગર - મમ્મી... મમ્મી...

મમ્મી - (કપડાં સંકેલતાં સંકેલતાં બહારના રૂમમાં આવે છે) હા બોલ, શું કામ છે ?

સાગર - (અચાનક નીચે બેસીને પ્રેમનો એકરાર કરવાના અંદાઝમાં બંને હાથે છોડ પકડીને મમ્મી તરફ) વેલેન્ટાઈન ગિફ્ટ તારી માટે મમ્મી, વીલ યુ બી માય વેલેન્ટાઈન ?

મમ્મી - અરે હું તો વર્ષોથી તરી વેલેન્ટાઈન છું બેટા

(એમ કરી છોડ મમ્મી અને સાગર બંને ઘરના આંગણામાં ઉગાડે છે અને વાતો કરતા જાય છે)

હું ભાવિન જૈન, આ વાર્તા દ્વારા લોકો સુધી ફક્ત એ જ કહેવા માંગુ છું કે વેલેન્ટાઈન ફક્ત છોકરી અને છોકરા માટેના પ્રેમ માટે નથી, એ તો દરેકના પ્રેમ માટે છે જેમ કે માં, બાપ, ભાઈ, બહેન, દીકરો, દીકરી કે મિત્રો હોય, બને તો મારી નાનકડી રજુઆત લોકો સુધી પહોંચે અને લોકોના વિચાર વધારે પ્રેમ ભર્યા બને એવી અપેક્ષા, તમારો પ્રેમ અને લાગણીઓ માતા પિતા સાથે થોડો સમય અને કંઈક નાનકડી ભેટ આપી તહેવારના દિવસોને માતા પિતાના સ્મિત સાથે ઉજવવા વિનંતી, શરમ લાગશે પણ માતા પિતાની ખુશી સામે એ શરમ ને ૫ મિનિટ કે અમુક પળો માટે છુપાવી દેજો

આપનો ખુબ ખુબ આભાર
ભાવિન

બીજા રસપ્રદ વિકલ્પો